SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૨-૫૭ સમયનો મેળ સરખા કરવા દર સે। વરસે ચાલુ વૃદ્ધિવર્ષ પધ્ધતિમાં સુધારા સૂચવવામાં આવેલ છે. માસના કેટલા દિવસ ? ચૈત્ર ( વૃદ્ધિ વર્ષ ) વૈશાખ, જ્યેષ્ઠ, આષાઢ, શ્રાવણું, ભાદ્રપદ માસના ૩૧ દિવસે તથા અશ્વિન, કાર્તિક, માર્ગશીર્ષ, પોષ, માઘ, ક્ાલ્ગુન અને ચૈત્ર ( સામાન્ય વર્ષમાં ) ના ૩૦ દિવસ નક્કી કરવામાં આવ્યા છે. આ રીતે સામાન્ય વર્ષના દિવસ ૩૬ ૫ તથા વૃદ્ધિ વર્ષ ( Leap Year ) ના દિવસ ૩૬૬ થાય છે. વૃદ્ધિ વર્ષના નિયમ વૃદ્ધિ વર્ષના નિયમ આંતરરાષ્ટ્રીય પધ્ધતિ સાથે મેળ રહે તે રીતે નક્કી કરવામાં આવેલ છે. શક વર્ષ અને ઇસ્વીસન વચ્ચે ૭૮ વર્ષના ક્રક છે એ હકીકત લક્ષ્યમાં લઈને શક વર્ષની સખ્યામાં ૭૮ ઉમેરતાં જે આંક આવે તેને ચારથી નિઃશેષ જે વર્ષમાં ભાંગી શકાય તેને વૃદ્ધિ વર્ષે ગણી તે વર્ષના પ્રથમ ચૈત્ર માસના ૩૧ દિવસ ગણુવાનું ઠરાવવામાં આવેલ છે. દાખલા તરીકે શકે, ૧૮૭૮, ૧૮૮૨, ૧૮૮૬, ૧૮૯૦, ૧૮૯૪ વગેરે વર્ષા વૃધ્ધિ વ છે, પરંતુ શક વર્ષની સ ંખ્યામાં ૭૮ ઉમેરતાં આવેલા સરવાળા સેંકડાના પૂર્ણાંક (૨૦૦૦, ૨૧૦૦, ૨૨૦૦ વગેરે) થાય ત્યારે તે સરવાળાને ૪ થી ભાગવાને નિયમ લાગુ ન પાડતાં ૪૦૦ થી નિઃશેષ ભાગી શકાય તો જ તે વર્ષ વૃધ્ધિ વર્ષે સમજવું. આ નિયમ મુજબ હવે પછી શકે. ૧૯૨૨, ૨૩૨૨, ૨૭૨૨ વૃદ્ધિ વ આવશે, પણ શકે ૨૦૨૨, ૨૧૨૨, ૨૨૨૨ વૃધ્ધિ વર્ષ આવશે નહિ. તિથિ નહિ પણ દ્વિનાંક હાલમાં આપણે તા. ૧૪ જાન્યુઆરીએ મકર સક્રાંતિ તેમ જ તા. ૭ મી જૂને મૃગં નક્ષત્ર વ્યવહારમાં ગણીએ છીએ, નવા કૅલેન્ડર મુજબ તે સમજ હવે બદલવી પડશે. મકર સક્રાંતિ કે મૃગ નક્ષત્રમાં . અગાઉની જેમ તે જ દિવસે આવશે; પરંતુ તા. ૧૪ જાન્યુ. આરીને બલે તા. ૨૪ પાષ તેમ જ તા. ૭ જૂનના બદલે તા. ૧૭ જ્યેષ્ઠ કહેવામાં આવશે. અહીં દિવસ તે જ રહેશે, ફકત તારીખ તથા મહિનાના નામાની ભાષા અધ્યારો, નવા કૅલેન્ડર મુજબ ચૈત્રાદિ દરેક માસના આરબના પહેલા દિનાંક હાલના અંગ્રેજી મહિનાની કઈ તારીખે આવશે તે નીચે આપેલ છે. ૧ ચૈત્ર ( વૃધ્ધિ વર્ષમાં ) ૨૧ માર્ચ ૧ ચૈત્ર ( ચાલુ વર્ષ માં ) ૧ વૈશાખ કાયમ ૧ જ્યેષ્ઠ ૧ આષાઢ ૧ શ્રાવણ ૧ ભાદ્રપદ ૧ આધિન ૧ કાર્તિક 25 ૧ માશી` ૧ પોષ '' 39 " ૨૩ સપ્ટેમ્બર ૨૩ ઓકટોબર ૨૨ નવેમ્બર ૨૨ ડિસેમ્બર ૨૧ જાન્યુઆરી ૨૦ ફેબ્રુઆરી ૧ માધ ૧ ફાલ્ગુન ભારત સરકારે નવું કેલેન્ડર શરૂ કરતાં પહેલાં જ કેલેન્ડર, તારીખ લીપ યર વગેરે અંગ્રેજી શબ્દોના ભારતીય નામો તરત નક્કી કરી હોવા આવશ્યક છે. 33 પ્રબુદ્ધ જીવન ૨૨ મા ૨૧ એપ્રિલ ૨૨ મે "3 ૨૨ જૂન ૨૩ જૂલાઈ ૨૩ ઓગસ્ટ સૌથી વધુ નૈર્સિગક ઉપર આપેલી માહિતી ઉપરથી અંગ્રેજી માસની અમુક જ તારીખે આવતા મહત્ત્વના દિવસે ભારતીય કયા માસના કયા દિને આવશે તે નક્કી કરી શકાશે. આ નવું ભારતીય કેલેન્ડર વિશ્વમાં ચાલતાં કાઈ પણ કૅલેન્ડર કરતાં વધારે નૈસર્ગિક હોઈ તે સર્વશ્રેષ્ઠ છે. અખિલ વિશ્વની કાલગણના માટે વિશ્વ કૅલેન્ડરની વિચારણા માટે પણ ભારતીય કેલેન્ડરના નિયમા ઉપયોગી બનશે તેમાં શ ંકા નથી. ૨૦૩ બૃહત્મહારાષ્ટ્ર જ્યંતિષ સ ંમેલનની જે સભાએ છેલ્લાં બે ત્રણ વર્ષમાં ભરાઈ હતી તે દરેક સભાઓમાં ભારતના આ નવાં કેલેન્ડરની રચનાને ટેકા આપી તેનું ગૌરવ કરવામાં આવેલ છે અને નવું ભારતીય કેલેન્ડર વહેલી તકે અમલમાં લાવવાની બૃહન્મહારાષ્ટ્ર અને ગુજરાતના વિદ્યાન જ્યાતિષીઓએ ભારત સરકારને વિનંતિ કરી છે. સહકાર મેળવા ભારતના 'ચાંગો, સમાચાર પત્રો, તેમજ સામાજિક સસ્થાને સાથ આ કાર્ય માટે લેવામાં આવે તે આ નવું કેલેન્ડર ઝડપથી લાકભાગ્ય બનશે અને સેકડા વર્ષો પછી આપણા હાથમાં આવેલ શાસ્ત્રશુદ્ધ ભારતીય દિનગણના પતિ સમગ્ર ભારતમાં સર્વવ્યાપી થશે. આ નવું ભારતીય કેલેન્ડર અંગ્રેજી તારીખ ૨૨ માર્ચ ૧૯૫૭ શુક્રવાર-įાલ્ગુન વિદ ૭થી શરૂ થશે અને આ દિવસે નવા ભારતીય કૅલેન્ડર મુજબ દિનાંક ૧ માસ ચૈત્ર શકે ૧૮૭૯ થશે. તેમાં તારીખો એ તિથિ નથી. ભારતના નવાં કેલેન્ડરની સરકારી જાહેરાતની પૂરતી સમજની ગેરહાજરીમાં ધર્મપ્રેમી જનતામાં ઘણી ગેરસમજ ફેલાવા પામી છે. હાલમાં જન્માષ્ટમી, રામનવમી, દશેરા, દિવાળી જેવા તિથિને અવલખેલા પર્વના દિવસે નવાં કેલેન્ડર મુજબ તે સેિ નહિ આવે અને તેથી ધાર્મિક વ્રતો તે માટેની તિથિએમાં નહિ થાય એવી માન્યતા પ્રસરવા પામી છે, પરંતુ ખરી રીતે તેમ નથી. નવા ભારતીય કેલેન્ડરના દિનાંક તે તિથિએ નથી, પરંતુ દિનાંકતો ક્રમ છે, અને તે વ્યવહારની સરળતા માટે છે તેની સ્પષ્ટતા કરવી અહીં જરૂરી છે. નવા કૅલેન્ડર મુજબ્ પણ રામનવમી ચૈત્ર શુદિષ્ટ સામવારે જ તા. ૮ એપ્રિલ આવશે. જન્માષ્ટમી શ્રાવણ વદ ૮ રવિવાર તા. ૧૮ ઓગસ્ટે, દશેરા આશ્વિન શુદિ ૧૦ ગુરૂવાર તા. ૩ જી ઓકટોબરે તથા દિવાળી આશ્વિન વદિ અમાસ મંગળવાર તા. ૨૨ કટારે આવશે. નવા ભારતીય કેલેન્ડરમાં આ માટેના દિનાંક અનુક્રમે ૧૮ ચૈત્ર, ૨૭ શ્રાવણુ, ૧૧ આશ્વિન તથા ૩૦ આશ્વિન હશે. એટલે ત્રતા, પદ્મના દિવસેામાં ફરક પડવાનો નથી. પરંતુ ઉપલાં પર્વો જેમ દર વરસે જુદી જુદી તારીખેાએ આવે છે તેમાં નવા કૅલેન્ડર મુજબ તેના દિનાંકા પણ જુદા જુદા આવશે. ‘જન્મભૂમિ’ માંથી સાભાર ઉષ્કૃત. સમાજ-ઉપેક્ષિત આળકા (શ્રી મુંબઇ જૈન યુવક સધ આયોજિત ગત વર્ષની પણ્ વ્યાખ્યાનમાળામાં શ્રી ઈન્દુમતી બહેન ચીમનલાલે આપેલા વ્યાખ્યાનની સંક્ષિપ્ત નોંધ. ) ધારચતે બ્રિતિ ધર્મઃ। સમાજને તન્દુરસ્ત કરે તેવી બધી પ્રવૃત્તિને ધર્મ પ્રવૃત્તિ માનીને સામાજિક પ્રશ્નોને આ વ્યાખ્યાનમાળામાં હંમેશા સ્થાન આપવા માટે યુવક સંધને અભિનન્દન ઘટે છે. સમાજના નબળા અંગામાંથી દોષ, વિકૃતિ અને નબળાઇ દૂર થાય તે સમાજ બળવાન અને નીતિવાન બને અને તે આપે।આપ તેનું ઊર્ષ્યાકરણ થાય છે. ‘સમાજ ઉપેક્ષિત બાળકા’ એ એક રીતે આપણે ત્યાંજ નહિ પણ દુનિયાભરમાં નવા પ્રશ્ન છે. ખેતીપ્રધાન સમાજમાં અને સંયુકત કુટુંબ પ્રથામાં આ પ્રશ્નને મેટ્ટુ સ્થાન નહોતુ. બાળકો ગામ અને વડીલની હુંમાં સાદા જીવનમાં ઉછરી જતા. ઔદ્યોગીકરણની સાથે જીવનની વિષમતા વધી અને આ પ્રશ્ને ધ્યાન ખેંચવા માંડયુ. ઇન્ગ્લિન્ડમાં ૧૯ મી સદીની શરૂઆત સુધી બાલરક્ષણ જેવું કાંઈ નહોંતુ બાળક એ રાષ્ટ્રની મોટામાં મેટી સંપત્તિ છે એ ખ્યાલ નવા છે. કારખાનામાં નાનાં બાળકો કામ કરતાં અને તેમના જીવનના ભાગે ધનવાન વધુ ધનસંચય કરતા. ખ્રીસ્તી ધર્મ અને ધ્યાને નામે સૌથી પહેલા કાયદા થયા- નહિં કે રાષ્ટ્રના સમાજના નુકશાનને કારણે. આજે આ વસ્તુ સ્પષ્ટ થઇ છે. હિન્દુસ્તાનમાં પણ ૨૫-૩૦ વર્ષોંથી આ ક્ષેત્રમાં રસ શરૂ થયા છે. દરેક બાળકને વિકાસ માટે તક ૧૧
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy