________________
૧૫૪
પ્રભુ જીવન
તા. ૧૫-૧૨-૫૭
શ્રી જૈન મહિલા સમાજને ધન્યવાદ મુંબઇની જૈન મહિલા સમાજે નવેમ્બર્ માસની તા. ૧૫, ૧૬ તથા ૧૭ નાં રાજ શ્રદ્દાદીપ' નામની એક નૃત્યનાટિકા રજી કરી હતી. આ નાટિકામાં જૈન સમાજને અતિ સુપરિચિત શ્રીપાલ રાજાની કથા ગુંથી લેવામાં આવી હતી. આ કથા સાથે પ્રચલિત ‘ઓળી’ નામનું નવ દિવસનુ' વ્રત–આરાધન જોડાયલું છે. દર છ છ મહિને ચૈત્ર અને આસા માસમાં નવ દિવસ સુધી (ચૈત્ર તથા આસા માસની સાતમથી પુનમ સુધી) ‘આંબિલ’ના તપ સાથે શ્રી સિધ્ધચક્રના યંત્રનું આરાધન કરવાની પ્રથા જૈન સમાજમાં સેકડા વર્ષથી ચાલતી આવી છે. આ પ્રકારે તપ અને સિધ્ધચક્રનું આરાધન કરવાથી માનવીના રાગ, શેક, આધિ, વ્યાધિ શાન્ત પડે છે-આવી શ્રદ્ધા જૈના ધરાવે છે. સૌથી પ્રથમ આ વ્રતનું આરાધન શ્રીપાલ રાજાએ કરેલું અને તેના પરિણામે તેને થયેલા કાઢ નાબુદ થયેલા—એવી ઘટના સિરિવાલ કઢા’ (શ્રીપાલ, કથા) એ નામની વિ. સ. ૧૩૬૨ માં શ્રી રત્નમંદિર ગણીએ રચેલી પ્રાકૃત કથામાં વણુ વવામાં આવી છે. ઉપર જણાવેલ પ્રાકૃત કથા ઉપરથી વિ. સ. ૧૭૩૮ માં શ્રી વિનયવિજય ગણીએ ‘શ્રીપાળ રાજાના રાસ' એ નામના એક સુન્દર–જૈતામાં અતિ આદર પાત્ર બનેલા રાસની રચના કરી છે, અને એ રાસ ઉપર જણાવેલ સિધ્ધચક્ર અથવા તે નવપદની ઓળી દરમિયાન ભાગવતની માફ્ક સમુદાયમાં મળીને વાંચવાના જૈનામાં રીવાજ છે. આરાસ ઉપરથી શ્રી જયન્ત જોષીએ ઉપર જણાવેલ નૃત્યનાટિકાનુ આયોજન કર્યું. અને એ નૃત્યનાટિકા જૈન મહિલા સમાજ તરથી ત્રણ વખત મુંબઈની જનતા સમક્ષ ભજવી બતાવવામાં આવી.
પહેલા પ્રસ્તાવ
આ સંમેલન જાહેર કરે છે કે દરેક ધર્મના મુખ્ય હેતુ-શાન્તિ, સંવાદિતા અને નાનામાં નાના માનવીનું–સૌ કાશ્રય અને સ્વાસ્થ્ય સ્થાપિત કરવાના છે. આમ હોવાથી ધર્મોએ હંમેશા લડાઇ અને સધજેના વિરાધ કર્યાં છે. અને તે સામે હંમેશા પ્રતિકુળતા દાખવી છે અને ક્ષમા તથા આત્મભાગની ભાવનાને સદા આગળ ધરી છે.
“આ ઠરાવથી વિશેષમાં જાહેર કરવામાં આવે છે કે અણુશસ્ત્રોની શોધ અને ઉપયોગના કારણે અને સર્વભક્ષી વિગ્રહની વ્યુહરચનાના કારણે. સાચા કે ખોટા–કાઈ પણ પક્ષ માટે ખચવાનું અશક્ય બન્યું છે. આવા યુદ્ધના અર્થ સંપૂર્ણ નાશ અને માણુસજાતને સહાર
એ જ માત્ર છે.”
“આવા કટાકટીના સમયમાં આપણુ સર્વ માટે એ અત્યન્ત જરૂરી છે કે દુનિયાના ધર્માં અંદર અંદરના ઝગડાઓ બંધ કરે; અન્યથી અલગ રહેવાની આદતને ત્યાગ કરે, પરસ્પર આદર અને સહકારની વૃત્તિ પેદા કરવા માટે પ્રયત્ન કરે, અને માણસ માણસ વચ્ચે, જાતિઓ અને રાષ્ટ્રો વચ્ચે પ્રેમ અને ભ્રાતૃભાવ કેળવવાના સાધનો અને ઉપાય! શોધવાની શરૂઆત કરે. આ હેતુ સિદ્ધ કરવા માટે Humanities-માનવતાલક્ષી વિષયા—અને સદીઓથી ચાલી આવતી ધ્યાત્મિક હીલચાલેના તટસ્થ અભ્યાસ દ્વારા સત્ય, પ્રેમ અને અહિં સાની શકયતાનું સંશોધન કરવા અહિંસા શેાધપીઠની સ્થાપના કરવાની જરૂર છે.”
આવી અહિંસાધપીઠની સ્થાપના સંબંધમાં પૂર્વતૈયારીઓ કરવા માટે કાકાસાહેબ કાલેલકર અને શ્રી જૈતેન્દ્રકુમારની સંયેાજક તરીકે નિમણુક કરવામાં આવે છે.”
આ અહિંસાધપીઠના કાર્ય માટે ઉદારચરિત શ્રી સહનલાલ દુગડે પોતાના હાથ ઉપરની હીરાની વીંટી જેની કીંમત તેમના જણાનવા મુજબ શ. ૯૦૦૦૦ ની થતી હતી, પણ પાછળથી તપાસ કરાવતાં જેની કીંમત રૂા. ૧૧૦૦૦૦ જેટલી અંકાઇ હતી તે ભેટ આપવાની મુચ્છા પ્રદર્શિત કરી હતી અને જો ભારત સરકાર આ કામ માટે પાંચ લાખ રૂપિયા આપે તે પોતે એટલી જ રકમ એકઠી કરી આપવાનુ ખીડું ઝડપ્યું હતું.
ઉપરના ઠરાવના અનુસંધાનમાં વિશેષ એ જણાવવાનું કે પ્રસ્તુત અહિંસા શોધપીઠની પૂર્વ તૈયારીઓના સયાજકની જવાબદારી લેવાની કાકાસાહેબ કાલેલકરે અનિચ્છા દર્શાવી છે અને માત્ર સલાહકાર તરીકે પોતાની સેવા આપવાનું કબુલ્યું છે. અને તેથી હાલ માત્ર જૈતેન્દ્રકુમાર એક જ સચેાજક તરીકે ચાલુ રહે છે.
ખીજો પ્રસ્તાવ
અમેા વિશ્વના જુદા જુદા ધર્મોના પ્રતિનિધિ વિશ્વશાન્તિ અને વિશ્વ ધુત્વની ભાવનાના પ્રચાર કરવાના હેતુથી ધર્મ’ના પાયા ઉપર રચાયલી વિશ્વધર્મ પરિષદ—World Fellowship of Religions ની સ્થાપના કરવાના નિરધાર કરીએ છીએ.
“આ પરિષદ—ફેોશીપ—ના સભ્ય તરીકે અમે ચાલુ રહીશું' અને આ સ ંમેલનમાં બીજા દેશોના જે ધાર્મિક આગેવાને પ્રતિનિવિ તરીકે ઉપસ્થિત થઇ શકયા નથી તેમને આ પરિષદ—ફેલોશીપમાં સામેલ કરવા માટે અમે બનતા પ્રયત્ન કરીશું.
આ સર્વ ધર્મ પરિપ–( ફૈલાશીપ ) નુ કાર્ય શરૂ કરવા અને આગળ ચલાવવા માટે આ પરિષદના સચોજક – Convener – તરીકે · મુનિ સુશીલકુમ રની સર્વાનુમતે નિમણુંક કરીએ છીએ અને સન્ત તુકડાજી મહારાજની મદદ અને સહકાર વડે આ કાર્ય શરૂ કરવા અમે તેમને વિનંતિ કરીએ છીએ અને દુનિયાના જુદા જુદા ભાગે માટે જુદા જુદા સમૈાજકા નીમવાની અમે તેમને સત્તા આપીએ છીએ.”
બટાટા તથા ક ંદમૂલ વિષેનું ચર્ચાપત્ર
આ અંકમાં પ્રગટ કરવા ધારેલ બટાટા તથા કંદમૂળ વિષેનુ શ્રી રતિલાલ ચીમનલાલનુ ચર્ચાપત્ર જગ્યાના અભાવે આવતા અંક ઉપર મુલતવી રાખવામાં આવે છે. તંત્રી.
આ નૃત્યનાટિકાનુ આયોજન નૃત્ય, અભિનય, વેશભૂષા, સંગીત, દૃશ્યનિયાજન (સીન સીનેરી) વગેરે અનેક દૃષ્ટિબિન્દુથી બહુ આકર્ષક અને મનાર જક બન્યું હતું. પહેલાંની ગુજરાતી રંગભૂમિ ઉપર જેમ છેકરીઓને પાઠ ાકરાઓ લેતા હતા તેમ જ જૈન મહિલા સમાજ તરથી રજી થતી નાટિકાઓમાં પુરૂષોના પાઠ સ્ત્રીઓ લેતી હાય છે. અને તેથી પહેલાંનાં નાટા જેમ કઢંગા લાગતાં હતાં તેવું કઢંગાપણું આ નાટકની ભજવણીમાં અનુભવગાચર થયા સિવાય રહેતુ નથી. જૈન મહિલા સમાજ બહેનેાની જ સંસ્થા હાઇને અને સંસ્થાના કાર્ય સાથે જોડાયલી બહુના અથવા તે તેમનાં સગાસંબધીઓ આવી નૃત્યનાટિકાઓમાં ભાગ લેતાં હાઇને ઉપર જણાવેલ ત્રુટિ તેમના માટે કાંઇક અનિવાય જેવી બની ગઈ છે; આમ છતાં પણ આ મર્યાદાને અધીન રહીને તેઓ નાટય વસ્તુ બહુ ઉત્તમ રીતે રજુ કરી શકે છે. પ્રસ્તુત નૃત્યનાટિકામાં રજુ કરવામાં આવેલાં કેટલાંક નૃત્ય અાંખમાં ઠીક સમય સુધી રમ્યા કરે એવા હતાં.
જૈન મહિલા સમાજે કેટલાક સમયથી જૈન થાઓને નાટકમાં ઉતારવાના પ્રયત્ન શરૂ કર્યાં છે. તેણે આજ સુધીમાં સમળી વિહાર, આર્દ્રકુમાર, ચંદનબાળા, તરંગવતૉ અને સુરસુન્દરી કથા—આટલી જૈન કથાઓને નૃત્યનાટિકાના અથવા તે। નાટકના આકારમાં જુદા જુદા સમયે રજુ કરેલ છે. શ્રીપાલ રાજાની કથાથી તેમાં મહત્વના ઉમેરે થાય છે. આ રીતે જૈન કથા સાહિત્યમાં રહેલ વિપુલ નાટય વસ્તુનું ગુજરાતના શિષ્ટ સમુદાયને તેમણે સચોટ ભાન કરાવ્યું છે. આ પ્રયોગ અને સાહસના પરિણામે જૈન કથાઓને નાટકમાં ઉતારવાના જુનવાણી વિરાધ હળવા બનતા ચાલ્યા છે. આપણે આશા રાખીએ કે આ પ્રણાલિકાને ક્રમસર વિકસાવીને જૈન મહિલા સમાજ જૈન તીર્થંકરાના ચરિત્રા પણ બહુ જલ્દિથી નાટક અથવા નૃત્યનાટિકાના આકારમાં રજી કરશે અને એ રીતે આ બાબતને લગતા જુનવાણી વિરાધને મૂળમાંથી નામુદ કરશે. શ્રીપાલ રાજાની કથાને નૃત્યનાટિકાના આવા સુન્દર આકારમાં રજુ કરવા માટે શ્રી જૈન મહિલા સમાજને અને સામાજિક કાર્યો કરવામાં જેણે થાક દિ જાણ્યા નથી એવા જૈન મહિલા સમાજનાં કાર્ય કુશળ મંત્રી બહેન લીલાવતી દેવીદાસને અનેક ધન્યવાદ ઘટે છે. પરમાનંદ