SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૧૨-૫ અને પુત્રમાં શુધ્ધ વાત્સલ્યના સંચાર કરે છે. પ્રાણીમાત્ર પ્રતિ આત્મવૃત્તિનાં પ્રસાર ધર્મ જ કર્યો છે. એ જ ખીન્ન શબ્દોમાં અહિંસા છે. જ્યાં સુધી હું સમજું છું ત્યાં સુધી પ્રાણીમાત્રમાં સમતાને-સમભાવને-સાક્ષાત્કાર જ અહિંસાને આત્મા છે, જો ધર્મના ઉદ્દેશ ચરમ અને પરમ સત્યની ઉપલબ્ધિકાના છે તે અહિંસા એ ઉદ્દેશ–પૂર્તિનુ એકમાત્ર સાધન છે. ખીજો અહિંસા અધ્યાત્મિક વિકાસના અનિવાયૅ સિધ્ધાન્ત તે છે જ, પરંતુ વિશ્વશાન્તિ માટે પણ તેમ જ વિનાશ, પ્રલય, વિધ્વ ંસથી જગતનું રક્ષણ કરવા માટે પણ અહિંસાથી વધારે ચડિયાતા ઉપાય દૃષ્ટિગોચર થતા નથી. તરવારની તાકાતથી જગતની દુષ્ટતાના નાશ થઈ શકવાના નથી. પ્રેમ તથા હૃદયપરિવર્તન સિવાય આજની સમસ્યાઓના ઉકેલના ખીજે કાઈ માર્ગ નથી. જો આપણે ખરેખર ઈચ્છતા ડાઇએ કે વિનાશની જગ્યાએ નિર્માણુની ભાવનાની પ્રતિષ્ટા થાય તે માણસના દિલમાં અહિંસાનુ જ અવતરણ કરવું પડશે. અહિંસાના ચમત્કારી પ્રયોગ જગતની સામે પડેલે છે. રામકૃષ્ણનું આદર્શ રાજ્ય, મહાવીર અને બુદ્ધની અહિંસક ભેટ, પેગ બર્ શુ અને મહંમદની સામાજિક ન્યાય વ્યવસ્થા અહિંસાવડે અનુપ્રાણિત છે. કાયુશિયસ તથા તાના વિધાનમાં, ગુરૂ નાનક તથા કશ્મીરના ભ્રાતૃભાવમાં, પાથાગોરસ તથા સન્ત ફ્રાન્સિસમાં, ટાય તથા મહાત્મા ગાંધીમાં અહિંસાની ચમક દૃષ્ટિગોચર થાય છે. આ રીતે વિચારતાં આપણને માલુમ પડે છે કે ધર્મ તથા અહિંસા વચ્ચે ગાઢ સબ્ધ રહે છે. તેથી જ અહિંસાના આધાર ઉપર ધર્મ સંગઠન તથા ધર્મના આધાર ઉપર વિકસિત અહિંસા જ સંસાર માટે વરદાન સમાન સિધ્ધ થઇ શકે છે. અહિંસા તથા વિજ્ઞાન વિજ્ઞાન માનવીય ચેતનાના પ્રસ્ફુરણની કહાણી છે, તે કે અહિંસા સ્વયં એક વિજ્ઞાન છે તે પણ કેટલાક વિચારકા ખન્નેને પૃથક્ પૃથક્ માને છે. માનવી અનન્ત કાળથી અન્તર્જગત તથા અહિર્ જગતની શાધ કરતા રહ્યો છે. આ શેાધે વિજ્ઞાનને કદિ સૂક્ષ્મથી સ્થૂલ તરફ તો કદિ સ્થૂળથી સક્ષ્મ તરફ અગ્રેસર બનાવ્યું છે. નિશ્ચય અને વ્યવહારનું, માયા અને બ્રહ્મનુ આ દ્વન્દ્વાત્મક જગત આ શોધના એ કિનારા છે. પ્રબુદ્ધ જીવન અહિંસા તે અન્તરિક જગતની શોધનું પરિણામ છે તે ભૌતિક વિજ્ઞાન અહિજગતની શોધનુ કળ છે. અમે દૃઢપણે માનીએ છીએ કે વિજ્ઞાન મંદિરમાં અહિંસાને પ્રતિષ્ટિત કરવામાં આવે તે જ વિજ્ઞાન જગત માટે પ્રાણદાયી અને આશ્વાસનદાયી બની શકે, આજે જગત અશાન્ત છે. વિજ્ઞાન અને જીવનની અસ ંગતિને લીધે સંસાર આજે વિષમ સ્થિતિમાં ડુખેલા છે. તેનું મૂળ કારણ હિંસા છે. જીવનમાં વિભિન્ન અંગ ઉપર જેમ જેમ માનવીને હિંસામય પજો ફેલાતા રહ્યો છે તેમ તેમ અશાન્તિ વધતી રહી છે. અથ તથા ઉદ્યોગ, વિચાર તથા શિક્ષા, સભ્યતા તથા સંસ્કૃતિ-સર્વ ક્ષેત્રે હિંસાવડે દૂષિત બની રહ્યા છે. ૧૫૩ અહિંસા, પ્રેમ તથા ભાઇચારા ઉપર . જગતમાં સામાજિક સંસ્થા અને રાજ્યસસ્થા પણ સ્થાપિત થઈ ચુકેલ છે. ૧૭ મી શાબ્દિનું કલેકર્સ –સંગઠન તથા રેડ ઇન્ડિયનનુ પ્રેમરાજ્ય, સેના અને શસ્ત્રથી સદા દૂર રહેવાવાળું રશિયાનુ દૂખાવારસ, યુનાન તથા અમેરિ પાયેગેરિયન માત્ર અહિંસાના આધાર ઉપર ઉભા કરવામાં આવેલ સામાજિક સંગઠ્ઠના છે, જે આજના ભૌતિકતા—પ્રધાન જગતમાં અહિંસાને જીવન દર્શન તરીકે સ્વીકારીને ચાલી રહેલ છે. જે વિચારકા અહિંસાને વ્યવહાય માનવા વિષે શંકા કરી રહ્યા છે. તેમણે ઇતિહાસના એ અમર અધ્યાયેાનું અવલાકન કરવું જોઇએ. ભૌતિક સમૃધ્ધિને નિબળ આત્મા પચાવી શકતા નથી; ભૌતિક સમૃદ્ધિ તેને પદભ્રષ્ટ કરી શકે છે. પરિણામ એ આવ્યુ` છે કે આજે વસ્તુવિજ્ઞાન વધતું ચાલ્યું છે અને જગત્ આત્મા સુતા રહ્યો છે, મનુષ્ય ખીજાને તે ધાખા આપે છે, પણ પેાતાના આત્માને પણ ધાખા દેવાનું ચૂકતો નથી. ઘૃણા વડે પ્રેમનું સીંચન કરવાના પ્રયત્ન ચાલી રહ્યો છે. શસ્ત્ર તથા કાનુનના આધાર ઉપર શાન્તિની ઇમારત ટકાવી રાખવામાં આવી છે. ધન અને સત્તાના બળ ઉપર આધ્યાત્મિક સતાષ પ્રામ" કરવાની આશા સેવાઇ રહી છે. આ બધું આત્મવંચના સિવાય ખીજું શું છે ? અને આ પરિસ્થિતિમાં ત્યાં સુધી કાંઇ પરિવર્તન થઈ શકે તેમ નથી, જ્યાં સુધી આપણા મનમાં હિંસા અને પ્રતિહિંસાની ભાવનાઓ જીવિત રહેવાની છે. એ તે નિશ્ચિત છે કે અહિંસાને જીવનના સમસ્ત વ્યવહારામાં એતપ્રોત કરવા માટે હિંસાના આધાર ઉપર ઉભી કરવામાં આવેલી સમસ્ત જીવન પદ્ધતિઓને પલટવી પડશે. અહિંસક સમાજ નિર્માણુની કલ્પના આપણી સામે ધીમે ધીમે સાકાર અની રહી છે. પરંતુ જીવન નિર્માણુનું સૌથી પહેલું ક્ષેત્ર છે. વિજ્ઞાનશિક્ષા, વિજ્ઞાન શિક્ષા જ્યાં સુધી શાષણ તથા સામાજિક સધર્ષોથી વિમુકત, સ્વાવલખી, અહિંસાત્મક એટલે કે લોકતંત્રી નહિં બનાવવામાં આવે, ત્યાં સુધી અહિંસક સમાજની આશા આકાશકુસુમવત્ છે. અહિંસા-રાધ-પીઠની કલ્પના વ્યક્તિગત, કૌટુંબિક તથા સામાજિક જીવનમાં જ્યાંપક પ્રભાવ પાડવા માટે અહિંસા શૈધપીઠની એક યોજના અમારી સામે વિકસિત થઈ રહી છે. તેનુ સ્વરૂપ કેવુ હશે એ આપે વિચારવાનું છે. તેમાંનુ ધણું ખરૂં તે વ્યવસ્થાપકો, ચિન્તકા તથા અધ્યાત્મદૃષ્ટાઓના પરામર્શ ઉપર નિર્ભર રહેવાનું. એમ છતાં પણ એ તે નિશ્ચિત છે કે માનવ જીવનનાં વિકસિત વિજ્ઞાનક્ષેત્ર, આરોગ્યવિધાના તથા જીવનયાપનના વિચારાને અહિંસાત્મક રૂપ આપવું એ તેને ઉદ્દેશ હશે. શોધપીઠનું કાર્યક્ષેત્ર સીમિત હાવું ન જોઇએ, તેણે એ શાધી આપવુ જોઇશે કે જીવનની વ્યક્તિગત તથા સામાજિક સમસ્યાએનુ અહિંસાદારા કેવી રીતે સમાધાન થઈ શકે તેમ છે ? તેણે એ પણ જોવાનું રહેશે કે ભિન્ન ભિન્ન ધર્માએ અહિંસાને કૅવું સ્થાન તથા મહત્વ આપ્યું છે? તે અહિંસાત્મક ઉપાયાની વ્યવસ્થિત શિક્ષા આપશે. પરંતુ સૌથી માઢુ કાર્ય, જે આપણી સામે છે તે એ છે કે, આપણે પારસ્પરિક વૈમનસ્યની આગથી પ્રજ્વલિત થઈ રહેલા જગતને અહિંસાનું અમૃત આપી શકીએ; યુદ્ધની કર્કશ વાણીને શાન્તિના સંગીતમાં પલટી શકીએ; ભૌતિક વિજ્ઞાનને માનવજાતિના સેવક બનાવી શકીએ; તથા સામાજિક તથા અન્તર્રાષ્ટ્રીય સંબધાને અહિંસાના આધાર ઉપર સ્થાપિત કરી શકીએ કે જેથી, જગતમાં ઊંચ-નીચની ભાવનાને તથા વસતા અન્ત આવી શકે. આ જ યુગના પોકાર છે અને આ જ ધાર્મિક લાકાનુ સૌથી માટુ' કબ્જે છે. આ ઉદ્દેશની પૂર્તિ માટે સના સહયોગ અપેક્ષિત છે. મને વિશ્વાસ છે કે આપ આ પવિત્ર ઉદ્દેશની પૂર્તિમાં કાઈ પણ પ્રકારની કમી નહિ રહેવા દ્યો અને ભૌતિકતા તથા ભેાગલિપ્સા ઉપર નહિ પણ ત્યાગ અને સંયમ ઉપર ઉભી કરવામાં આવેલ માનવાત્માની સાંસ્કૃતિક પરંપરાને પુનર્જીવિત કરવાના "સતત પ્રયત્ન કરશે. અમારૂં સાધન ગમે તેટલું મર્યાદિત હાય અને કાર્ય ગમે તેટલું વિશાળ કેમ ન હાય, અમે અમારી તરફથી એ આશ્વાસન આપી શકીએ છીએ કે માનવતા તથા આધ્યાત્મિકતા ઉપર અમારા વિશ્વાસ - અટલ છે. સત્યના આધારપર રહેલા દૃઢ વિશ્વાસના નિશ્ચય વિજય થશે. એ જ આપ સવ ના વિજય હશે અને એ જ માનવતાના પણ વિજય હશે. મૂળ હિંદી.' અનુવાદક : પરમાન± સર્વધર્મ સંમેલનના પ્રસ્તાવે આ સર્વ ધર્મ સ ંમેલનમાં મે ઠરાવા પસાર કરવામાં આવ્યા હતા ક્રમશઃ નીચે મુજબું છેઃ
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy