________________
તા. ૧૫-૧૨-૫૭
એની ધાર્મિક માન્યતા વિષે સહિષ્ણુતા, કદરદાની અને આદર દાખવતી રીતભાત કેળવવી પડશે, જ્યાં સુધી માનવી સાચે વિશ્વમાનવ ન અતે, જ્યાં સુધી તે સર્વત્ર એક જ ચૈતન્યને અનુભવતા ન થાય ત્યાં સુધી તે ખરી મુક્તિને પામ્યા નથી. જ્યાં સુધી માણુસના દિલમાં લેબ હાય, તૃષ્ણા હાય, મારા તારાના ભેદ હોય, અહંકાર હોય, અભિમાન હાય અને અન્યથી પેાતાને તે ઉંચે માનતા હાય ત્યાં સુધી તેને ખરો ધાર્મિક માનવી કહી ન જ શકાય. વિશ્વવ્યાપી પ્રેમ એ જ ધર્મની સાચી કસોટી છે.
આજે દેશમાં જે ઝગડા ચાલી રહ્યા છે અને જેથી પરરાષ્ટ્રમાં આપણા દેશ બેઇજ્જત બની રહ્યો છે તે વ્યક્તિગત, સ ંસ્થાગત અથવા તે સમૂહગત સ્વાર્થના જ આવિષ્કારા છે. જ્યાં સુધી આપણે જ્યાં સુધી એમ સ્વીકારવાને તૈયાર ન હેાઇએ કે ચાલુ આત્મનિરીક્ષણ અને પાશવી વાસનાંઓ ઉપર ચાલુ વિજય એ જ ધર્મના સાર છે ત્યાં સુધી આપણી જાતને એક ધાર્મિક સમુદાય તરીકે ઓળખાવ વાસ્તુ શકય નથી. જો આ પરિષદ તમને અન્ય ધર્માં પ્રત્યે અને અન્ય માનવીઓ પ્રત્યે આદરપરાયણ બનાવે, અને એવું તમને ભાન કરાવે– તમારામાં એવુ સ ંવેદન પેદા કરેકે આ દુનિયા ઉપર ઈશ્વરને પક્ષપાત ધરાવતી એવી કાઈ ખાસ જાતિ નથી, એવી કાઈ ખાસ પ્રજા નથી, એવી કાઈ ખાસ વ્યકિત નથી, ઇશ્વરનું ખાસ કાઇ પ્યારૂ નથી, પણ દરેકે દરેક વ્યકિત ઇશ્વરને પ્યારી છે અને દરેકે દરેક વ્યકિતમાં ઈશ્વરમય બનવાની એક સરખી શક્યતા રહેલી છે. તે આ પરિષદે ધણું મારું કામ સાધ્યું એમ હું' માનીશ. મૂળ અંગ્રેજી
અનુવાદકઃ પાનતૢ ત્યાર બાદ પંડિત જવાહરલાલ નહેરૂએ . નીચે મુજબ પ્રવચન કર્યું હતું:
૫. જવાહરલાલ નહેરૂનુ પ્રવચન
આપના મનમાં સહેજ પ્રશ્ન થશે કે હુ અહિં આ વિશ્વધર્મ પરિષદમાં, ક્યાંથી આવી ચડયા ? કારણ કે હું સાધારણ રીતે આવી પરિષદોમાં ભાગ શ્વેતા નથી. આ વાત બરેાબર પણ હું મારા પક્ષે એમ જણાવીશ કે ધર્માં વિષે આદર હવે તે એક બાબત છે અને આધ્યાત્મિક બાબતોમાં માથું મારવું તે તદ્દન ખીજી બાબત છે. આધ્યાત્મિક પ્રશ્નોની ચર્ચામાં ભાગ લેવાની હું સ્થિતિમાં નથી, કારણ કે હું રાષ્ટ્રની રાજકીય ક્ષેત્ર દ્વારા સેવા કરવાના પ્રયત્ન કરૂ છું. આમ છતાં પણ જે મહાન વિભૂતિ નીચે મેં કામ કર્યું છે. તેઓ ધર્મને ધણું મહત્વ આપતા હતા અને રાજકારણને પણ તેઓ ધર્મની દૃષ્ટિથી
જોતા હતા.
હું તમારી પાસે ધર્મની વાતો નહિ કરે, કારણ કે તે મારા ક્ષેત્રની બહારના વિષય છે. પણ આટલું' તે હું અનુભવપૂર્વક કહી શકું તેમ છું કે ધાર્મિક, રાજકીય થ્રુ ગમે તે બાબત હાય, માત્ર ઉપદેશ આપવાથી કાઈ સંગીન પરિણામ કે અસર નથી નીપજતી. સંગીન અસર તે! તમારા ચારિત્ર્ય અને તમારા વર્તનથી જ નીપજે છે. જ્યારે કોઈ માણસ ધર્મ, સંસ્કૃતિ કે સભ્યતાના નામની એક ધજા લઈને નીકળી પડે છે અને બાકીની દુનિયાને ઉપદેશ કરવા માંડે છે ત્યારે લકાને તે ખીલકુલ ગમતું નથી. આવી રીતે મીજા પાસેથી એધપાઠ લેવા તે કાઇને પસંદ હતું નથી.
મને યાદ છે કે ધૃણા લક્રેા ગાંધીજી પાસે આવતા હતા અને અમેરિકા તથા યુરોપની પ્રવચન-યાત્રાએ નીકળી પડવા આગ્રહ કરતા હતા, અમેરિકા માટે તેા ખાસ આગ્રહ કરવામાં આવતા, કારણ કે ત્યાં તે બધી વસ્તુઓ પૈસાથી જ મપાય છે. ગાંધીજીને કહેવામાં આવતું કે તે દેશના પ્રવાસમાંથી તેએ લાખા રૂપી મેળવી શકશે. પણ ગાંધીજી હંમેશા આમ કહેનારાઓને એવા જવાબ આપતા કે “જો મારી પાસે કાઇ સિધ્ધાન્ત હશે અને તેને અંગે મારે સદેશ આપવાના હશે તો હું અહિં હિંદમાં બેઠે બેઠે તે મુજબ આચરણું
(4)
પ્રબુદ્ધ અન
૧૫૧
કરીને—અને નહિ કે ભાષણા કરીને-તેમને મારા સંદેશ પહોંચાડી શકીશ, જો હું સાચા હાઈશ અને સફળતાને પ્રાપ્ત કરીશ તે આખી દુનિયા તે જોવાની છે અને જાણવાની છે. આપ જાણે છે કે તેમના જીવનનાં પાછળનાં વર્ષો દરમિયાન એક માત્ર ગોલમેજી પરિષદમાં ભાગ લેવા તેઓ લંડન ગયા, તે સિવાય તે કદિપણ બહાર ગયા નહાતા. આમ છતાં પણુ, ભાષણા કરીને નહિ પણ સંગીન કાર્ય મારફત અને જે પ્રકારનું જીવન તેઓ જીવ્યા તે મારફત ગાંધીજી દુનિયા ઉપર ખૂબ પ્રભાવ પાડી શકયા હતા. તેમના અવસાન ખાદ ગાંધીજીને પ્રભાવ દુનિયા ઉપર અધિકાધિક વધતા જ રહ્યો છે.
આપણી આન્તરરાષ્ટ્રીય નીતિની આજની દુનિયા ઉપર જે આટલી અધી છાપ પડી છે તેનું કારણ એ છે કે તે દ્વારા માત્ર આપણી સાથે જેઓ સહમત છે તેમની સાથે જ નહિ પણ જેએ સહમત નથી તેમની સાથે પણ મૈત્રી કેળવવાને આપણા ચાલુ પ્રયત્ન રહ્યો છે.
આપણા પ્રાચીન ઋષિ મુનિઓના વિચાર કરવા માત્રથી અને ‘અમે તેમના વાર્સ છીએ' એમ અડાઇ મારવા માત્રથી આપણને કશા લાભ થવાના નથી. આ ઋષિ મુનિઓના વારસદારો સારા પણ થયા છે અને ખરાબ પણ માલુમ પડયા છે. ઋષિ મુનિઓ કેવા હતા એ પ્રશ્ન નથી, પણ તમે પોતે કેવા છે એ પ્રશ્ન છે. આપણે આજના ભારતને વિકસાવવાનું છે અને નહિ કે હજાર વર્ષ પહેલાના ભારતને વકસાવવાનુ છે. જો આપણે આપણા સિધ્ધાન્તા મુજબ આચરણ કરીશું તે। માત્ર ખીજાતે નહિ પણ આપણી જાતને પણ આપણે ખૂબ મદદરૂપ બની શકીશું.”
આજે ચાલતા ઠંડા યુદ્ધને નિર્દેશ કરતાં શ્રી . નહેરૂએ જણાવ્યુ કે આ ઠંડા યુદ્ધથી માણસેાના મનમાં વેરઝેર અને મત્સરના સંચય થાય છે અને તે માગે જવાથી કાઈ પ્રશ્નના ઉકેલ આવવાને નથી. આજની દુનિયા આન્તહના પ્રદેશામાં પ્રવાસ કરવાની સંભાવના સાથે કાઈ ભવ્ય ભાવી તરફ ગતિ કરી રહી છે. માણુસ જાતના હાથમાં આવેલી શકિતના પેાતાના ભલા માટે કે વિનાશ માટે—શા માટે ઉપયોગ કરવામાં આવશે તેની કોઇને ખબર નથી. એક વાત ચોક્કસ છે કે જો આ ઠંડા યુદ્ધના માર્ગે દુનિયા આમને આમ આગળ ધપતી રહેશે તેા તેને અચાવવાનુ કામ ભારે વિકટ બની જશે. એક વખત બળવાન શઓ છુટયા પછી તેમને કાઈ પાછા વાળી શકશે નહિ કે તેમનું કાઈ નિયંત્રણ કરી શકશે નહિ. દુનિયાએ હિંસાના માર્ગ છેડયે જ છુટકા છે અને સ્વીકાર્યે જ છૂટકા છે. ખીજો કોઇ વિકલ્પ નથી. આ અનિવાય શાન્તિ અને જેમાં કોઈ માટે દ્વેષ "કે શત્રુતા નથી એવા મૈત્રીના માર્ગ પરિસ્થિતિ છે. આ બાબત હવે સૌ કાઈના ધ્યાન ઉપર આવેલ છે અને એમ છતાં એવા લોકો છે કે જેઓ ક્રોધ કે ખેવીને વશ થઈ ઉશ્કેરાઈ જાય છે. કાઈ પાગલ માણસ આ દુનિયામાં દાવાનળ સળગી ઉર્દુ એવું કાંઈ કરી બેસશે તે। શું થશે તેની કાઈને ખબર નથી.” મૂળ અંગ્રેજી અનુવાદક : પાન ૢ ત્યાર ખાદ મૌલાના અબુલ કલામ આઝાદે જણાવ્યું કે:મૌલાના અબુલ કલામ આઝાદનું વક્તવ્ય
આ દુનિયામાં એવું કાઈ નથી કે જેને લડાઈ કે ઝગડા જોઇતા હાય. દરેકને શાન્તિ અને સુલેહ જોઇએ છીએ. શાન્તિના આદર્શ પુરતી સર્વત્ર એકમતી છે. ખાસ કરીને આજના વખતમાં આ પ્રશ્ન ઉપર એ મત હાઇ શકે જ નહિ, પણ માણસના જીવનમાં મુશ્કેલી એ છે કે જ્યારે આ આદના અમલ કરવાનો વખત આવે છે ત્યારે માણુસા ગોથાં ખાય છે અને જેમ તેઓ મક્કમપણે માનતા હાય છે તે મુજમ્ આચરણ કરતા નથી. એવા એક પણ દેશ આ વિશ્વમાં નથી કે જેને લડાઇ ખપે છે. એમ છતાં લડાઇની તૈયારીઓ પુર વેગમાં ચાલી રહી‘છે, આ બધું અટકાવવાના ખરા ઉપાય શું એ નક્કી કરવાની મુશ્કેલી છે. જે તેને કાઇ ઉપાય હાય તા તે આ જ હાઇ શકે કે યુદ્ધ સામે અને યુદ્ધને લગતી તૈયારીઓ સામે બળવાન લોકમત ઉભા
t