________________
તા. ૧૫-૧૨-૫૭
પણ એટલી જ ખરાબર હોઈ શકે છે. આ સિધ્ધાન્તને જ અનેકાંત અથવા સ્યાદ્વાદ કહે છે. આ અહિંસાતુ અંગ છે અને અહિંસાને પુષ્ટિ આપે છે. સ્વાાદ જ માનવીને મન તથા વચનની અહિંસાથી બચાવે છે.
પ્રભુ જીવન
૧૪૯
આધ્યાત્મિક દર્શન છે. એ સ્પષ્ટ છે કે આ આધ્યાત્મિક દર્શનને માનવના વિકાસ અને તેની સાચી સુખશાન્તિ સાથે ગાઢ સંબંધ છે. અધ્યાત્મવાદના અર્થ એ નથી કે મનુષ્ય ભૌતિક સમ્પન્નતા અને શારીરિક સુખથી વિમુખ બનીને ચાલે. એને અથ ફક્ત એટલા જ થાય છે કે આ સુખને જ સર્વોપરી સ્થાન ન આપે અને માનવ જીવનનું ધ્યેય અને આદર્શની પ્રાપ્તિ ભૌતિક સમ્પન્નતામાં ન માની એસે. ભૌતિક ઉન્નતિને અધ્યાત્મનુ એક સાધન માનવુ જોઈએ.
તે અહિંસાનું કઇ પણ મહત્વ નથી કે જે વિવેકથી શૂન્ય હાય, જેમાં સહિષ્ણુતાને અભાવ હોય, જે ખીજાના દષ્ટિકાણને સમજવા તૈયાર ન હાય, પરંતુ આવું બધું કહેવું તે કદાચ મારા અધિકારની સીમાની બહારની વાત છે. વિદ્યાતા અને સાધકેાના ક્ષેત્રમાં હું અનઅધિકાર પ્રવેશ નહિ કરૂ.
આ
આદરણીય મુની સુશીલકુમારજી આજ કેટલાંક વર્ષોથી દિશામાં પ્રયત્નશીલ બની રહ્યાં છે. તેમની દ્વારા યાજાયેલાં મુંબઈ, -ઉજ્જૈન અને ભીલવાડાનાનાં ધર્મસમ્મેલના આ વિશ્વ સમ્મેલનની ભૂમિકાના રૂપમાં હતાં. તેમની પ્રેરણા સમ્મેલનનું મૂળ ખળ છે.
સૌજન્ય અને સરલતાની મૂર્તિ જેવા આપણા રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદે આરભથી જ આ સમ્મેલનના આયોજનમાં રૂચિ દેખાડી છે. અને માર્ગદર્શન આપ્યું છે. તેમના પ્રત્યે કૃતજ્ઞતાનાપન કરવુ એ મારી સુખદ ફરજ છે.
ભારતીય દર્શન અને સંસ્કૃતિના અદ્વિતીય વ્યા'યાનકાર, વાણીના અદ્ભુત શિલ્પી ડૉ. રાધાકૃષ્ણને આ અધિવેશનનું પ્રમુખપદ સ્વીકાંરીને અમને ઉપકૃત કર્યા છે. તેમની કૃપાથી અમે આભારી બન્યા છીએ.
અમારી રાષ્ટ્રીય ચેતનાના પ્રાણ અને પ્રેરક અમારા પ્રધાન મંત્રી શ્રી જવાહરલાલ નહેરૂએ અહિંઆ હાજરી આપીને અમારા ઉત્સાહને વેગ આપ્યા છે. અહિંસાની વ્યવહારિક બાજીમાં તેમની ઉંડી સમજણ છે. તે જે કાંઇ એ ચાર શબ્દો આપણને સભળાવશે તેવુ પણ આપણા માટે બહુજ મહત્વ છે. તે અહિં આવવા માટે ચેડી ક્ષણા પણ કાઢી શકયા તે માટે અમે તેમના ઋણી છીએ.
અનેક તકલીફો ઉઠાવીને દેશ-વિદેશથી આવનારા પ્રતિનિધિએના આભાર કયા શબ્દોમાં વ્યક્ત કરૂ ? તેઓની ઉદારતા અને તેમના સ્નેહની અમને મેટી કદર છે. આ ઉદારતા અને સ્નેહની વિપુલતામાં અમારી સ્વાગત-સત્કાર સબંધી ત્રુટિઓ ઉપેક્ષણીય ખની જશે એવા અમને વિશ્વાસ છે.
દિલ્હીના નાગરિકા તે સ્વાગત સમિતિના અંગજ છે. તેમના સહકારને માટે હ્રવ્યથી આભારી છું, અમારી, આપની, બધાની ભાવના હંમેશા આજ છે:
મૂળ હિંદી
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःखभाकू भनेत् ॥ અનુવાદક : ભાનુમતી દલાલ ત્યાર બાદ આ સ ંમેલનનું ઉદ્ઘાટન કરતાં ભારતના રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદે નીચે મુજબ પ્રવચન કર્યું હતું:
રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદનુ ઉદ્દધાટન પ્રવચન
આજે વિશ્વધર્મ સમ્મેલનનું ઉદૂધાટન કરતાં મને ખુબ જ માનદ થઇ રહ્યો છે. હું' આ પ્રસંગને આવકારૂ છુ એવા ભાવથી કે, જ્યાં મને ગંભીર વિષયેાપર વિદ્યાના અને સાધુપુરુષોના વિચારો જાણવા મળશે અને આ સંબંધમાં કંઇક કહેવાના સુયેાગ મને પ્રાપ્ત થશે.
અધિક પો
મૂળમાં સર્વ ધર્માં એક રૂપ છે અને તેમનું ધ્યેય પણ એક જ છે. તે છે માનવ આત્માના પૂર્ણ વિકાસ કે જેનાથી તે સાચી શાન્તિ, માક્ષ અથવા નિર્વાણ પ્રાપ્ત કરી શકે. ખીજા શબ્દોમાં કહીએ તો જેનાથી તે પરમાત્માને પ્રાપ્ત કરી શકે, અથવા તેા તેનામાં લીન થઇ શકે. મનુષ્યની આ મહત્વાકાંક્ષા એટલી પ્રબળ અને સારગર્ભિત છે કે દૈનિક જીવનમાં આપણું માર્ગદર્શન એનાથી અન્ય કોઇ ભાવના કરી શકતી નથી. સાચા ધર્મની ભૂમિકા પર પહેાંચતા જ અંદર અંદરના મતભેદ, સર્વ પ્રકારના કલહ અને વૈમનસ્ય એકાએક ર્શમી જાય છે,
અને મનુષ્ય એવી વ્યાપકતાનાં દર્શન કરે છે કે જેમાં તેને બધા એક. સમાન દેખાવા માંડે છે. આ ભાવનાનુ જ ખીજું નામ જીવનનુ
સંસારમાં જુદા જુદા ધર્મ તથા મતમતાંતર પ્રચલિત છે, કારણ કે દેશ અને કાલાંતરને કારણે ધર્મનું સ્વરૂપ જુદું જુદું થઇ, ગયું છે અને માનવી વિભિન્ન સોંપ્રદાયામાં ખેંચાઈ ગયા છે. આડ ખરેને કારણે આ વિભિન્નતા એટલી હદ સુધી પહેાંચી ગઇ છે કે ઇતિહાસમાં મનુષ્ય મનુષ્યની વિરૂદ્ધ, જાતિ જાતિની વિરૂદ્ધ, એક દેશ અને રાષ્ટ્ર ખીજા દેશ અને રાષ્ટ્રની વિરૂદ્ધ થઈ ગયાં છે, અને સમયે સમયે ધમ ના નામપર એક બીજાના વિનાશ માટે તત્પર બની ગયા છે; ધર્મના નામથી અનેક પ્રકારના યુદ્ધો થયાં છે, અને તેના કારણે અનેક જણને અકલ્પનીય કષ્ટ થયું છે. જ્યાં ધર્મ ના નામપર એક પણ તરફથી અન્ય પક્ષ પ્રત્યે આચરવામાં આવતા અન્યાય, અનાચાર અને ક્રુરતાનાં દૃશ્ય જોવામાં આવે છે, ત્યાં ખીજી બાજુ ધર્મના નામપર પોતાના વિશ્વાસ અને શ્રદ્ધાને પ્રમાણિત કરવા માટે મનુષ્ય માટે કઠોરમાં કઠાર વેદના સહન કરવાના અને પ્રાણાન્ત સુધીની આહુતિ આપવાના આદશ પણ નજર સમક્ષ ખડેા થયા છે. આજે પણ એ કહેવું કઠણ છે કે, મનુષ્ય એ પાશવી વૃત્તિથી ઉંચે આવેલા છે કે જે તેને ખીજાએને દબાવીને બળજબરીથી પોતાની ભાવનાઓ અને કલ્પનાને જ માત્ર સત્યરૂપે સ્વીકારવાની પ્રેરણા આપતી રહી છે.
આજે વિજ્ઞાનની પ્રગતિએ એક બીજી વધુ જટિલ સમસ્યા ઉપસ્થિત કરી છે. પ્રકૃતિ અને પ્રકૃતિનાં સાધનો ઉપર મનુષ્ય એટલે બધા અધિકાર મેળવી ચૂકયા છે અને મેળવતા જાય છે કે, તે પોતાની જાતને કેવલ સર્વીનું જ નહિ પરંતુ, સ શક્તિમાન પણ માનવા લાગે અને ભૌતિક પ્રગતિ તથા ભૌતિક સુખને જ સર્વશ્રેષ્ઠ ધ્યેય તરીકે માનવા લાગે તો એમાં નવાઇ નહિ, ધર્મનાં મૂળ તત્વા ભૌતિક સાધના પર નિર્ નથી, પરંતુ અધ્યાત્મ પર આધારિત છે. આજની પરિસ્થિતિમાં મનુષ્ય તે મૂળ આધારને જ ભૂલતા જાય છે. અને તેનાં પરિણામે માનવસમાજ ભૌતિક પદાર્થાને ખાતર ધાતક દોડધામમાં લાગી ગયા છે અને તેનામાં પરસ્પર સહિષ્ણુતા અને ઉદારતાની ભાવના ક્ષીણુ બનતી રહી છે.
કદાચ ભૌતિક સાધના ઉપર જે જોર આપવામાં આવે છે તે આને માટે, જવાબદાર છે. પ્રકૃતિની શક્તિનું વિશ્લેષણ કરી માનવીએ વિજ્ઞાનની મદદથી ધણે અંશે તેના પર નિયંત્રણ સ્થાપિત કર્યુ છે. આશ્ચર્યમાં ગરકાવ કરી દે તેવી આ પ્રગતિથી મનુષ્ય કઈંક વિચલિત થઇ ગયા છે, અને ભ્રમમાં પડી ગયા હૈાય તેવા લાગે છે. જો કે ઉન્નતિ કરતાં કરતાં સ્વયં વિજ્ઞાન આધ્યાત્મિક તત્વાની તરફ જ આગળ વધી રહેલ છે, તેા. પણ દુર્ભાગ્યવશાત્ મનુષ્ય હજી પણ ભૌતિકવાદના પ્રભાવથી પેાતાને મુક્ત કરી શકયા નથી. કેટલાક સમયથી ધ્વંસાત્મક શસ્ત્રોની શોધને લીધે પરિસ્થિતિ એટલી નાજુક બનતી ગઇ છે કે આત્મરક્ષાના ખ્યાલથી પ્રેરાઇને પણ માનવ અધ્યાત્મવાદની વાતે કરવા લાગ્યા છે. આ હિંસાત્મક વિજ્ઞાનની પ્રગતિમાં મનુષ્ય વિનાશના ભય જોવા લાગ્યા છે, અને એનાથી ભયભીત થઈને હવે ખીજો માર્ગ શોધવા
ચ્છે છે. આ માર્ગ સત્ય અને અહિંસા સિવાય બીજો ન હોઇ શકે, એમાંજ મનુષ્યની સાચી શાન્તિ અને સાચું સુખ રહેલું છે.
ગમે તેમ હાય, એમાં જરા પણ સન્દેહ નથી કે, ધર્મ અથવા અધ્યાત્મવાદનું અવલંબન લીધાં વગર મનુષ્ય ન તા વિજ્ઞાનની ઉન્નતિને લાભ ઉઠાવી શકશે, ન તા સર્વનાશના અભિશાપથી ખેંચી શકશે. માનવી સમજવા લાગ્યા છે કે, અહિંસા, શાન્તિ ને વિશ્વમ’ધુત્વ જ તેને નિશ્રિત વિનાશના માર્ગ માંથી બચાવી શકશે, અને આ જ એ આધ્યાત્મિક તત્ત્વ છે કે જેને જાગૃત કરવું એ વિશ્વધર્મ સમ્મેલનના ઉદ્દેશ છે.