SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ પ્રબુદ્ધ જીવન ઉપર જણાવેલ મુકમાના ચુકાદો આપતાં મધ્યભારતતી હાઇકોર્ટના ન્યાયમૂર્તિ શ્રી પી. વી. દિક્ષિત તથા શ્રી વી. આર. નેવાસ્કરે પ્રસ્તુત જૈન મંદિરના કબજો જૈતેને સોંપી દેવાના, તેને લગતી પ્રવેશ અધીતુ ફરમાન પાછુ ખેચી લેવાના અને તકરારનું મૂળ અનેલ શિવલિંગ ઉપાડી લેવાના હુકમ કર્યાં છે. આ પ્રમાણે હાઇકોર્ટના ચુકાદો હાવા છતાં રતલામના સનાતનધર્મી સમાજે અશાન્તિ અને તીવ ઉશ્કેરાટ ભર્યું વાતાવરણ અને ત્યાં વસતા જૈનાની સહીસલામંતી જોખમાય એવી તગ પરિસ્થિતિ ઉભી કરીને એ ચુકાદોને અમલ થતા અટકાવ્યો છે. રતલામમાં જૈતાની વસ્તી ૮૦૦૦ ની છે, જ્યારે તે સામે વિરોધના વાવટાળ ઉભું કરનાર અન્ય સમાજની વસ્તી ૮૦૦૦૦ .ની છે. લઘુમતી કામે કરેલી ફરિયાદનું વ્યાજબીપણું સ્વીકારીને તેના લાભમાં હાઈકા અમુક ચુકાદ્ય આપે છે. એમ છતાં બહુમતીની જોહાકી અને આપખુદી ન્યાયના અમલ થતા આપણા દેશમાં અટકાવી શકે છે અને પ્રાદેશિક સરકાર અને કેન્દ્રસ્થ સર ટગરટગર જોયા કરે છે—આપણા માટે આ એક અતિશયનીય અને શરમજનક ઘટના છે. આની સામે હજી થે!ડા સમય પહેલાં અમેરિકામાં બનેલ પ્રસંગ યાદ આવે છે કે જેમાં, અદાલતના હુકમને અમલ કરવા માટે અમેરિકાના પ્રમુખ આઇઝનહેાવરે ત્યાંના એક પ્રાન્તમાં લશ્કર મેાકલ્યું હતુ અને બંદુકની અણીએ અદાલતના હુકમના અમલ કરાવ્યા હતા. ભારતના તંત્રવાહકાએ એ વાત ખાસ ધ્યાનમાં લેવાની જરૂર છે કે જે દિવસે અદાલતની સત્તા નબળી પંડશે તે દિવસે દેશમાં લેાકશાહી જોખમમાં આવી પડવાની છે. અલબત, પ્રસ્તુત કીસ્સાને નીકાલ બંદુકની અણીએ થાય એવી આપણી અપેક્ષા નથી, પણ જ્યારે એક બાજુએ એક નાની સરખી કામ પાનાના ધાર્મિક હક્કની રક્ષા કરવા મથતી હાય અને સરકારી ન્યાય મદિર જ્યારે તેનું સંપૂર્ણ સમાઁન કરતુ હોય ત્યારે તે નાની સરખી કામને દાખી દેવા, છુંદા, એટલું જ નહિ પણ, તેને અનેકમુખી સામાજિક બહિષ્કાર કરવા નીકળેલ બહુમતી સમુદાયની અમાનુષી ગુડગીરીને અંકુશમાં લાવવા માટે, આ જૈન છે કે જૈનેતર–એવા ક્રાઇ પણ ખ્યાલથી મુકત રહીને, ભારત સરકારે અને તેની પ્રતિનિધિ મધ્ય. ભારતની સરકારે, એટલુંજ નહિ પણ, રાષ્ટ્રીય મહાસભાએ પેાતાની સર્વ લાગવગ અને સત્તાનું પીઠબળ સ્થાનિક જૈન સમાજને આપવું જોઇએ, અને બહુમતી સમુદાયને નાના સમુદાય સાથે સમજુતી ઉપર આવવાની કજ પડે એવું ખાણુ ત્યાંના સનાતની સમાજ ઉપર લાવવું જોઇએ. સદ્ભાગ્યે વિનાબાજીનુ આ બાબત તરફ ધ્યાન ખેંચાયું છે, અને ત્યાંની વિગતે સાંભળીને તેમને ખૂબ પરિતાપ થયો છે, અને જો બન્ને પક્ષ ઈચ્છે તો આ તકરારની પાતે લવાદી કરવાની તેમણે તયારી દર્શાવી છે એમ તા. ૨૬-૧૧-૫૭ ના ભૂમિપુત્ર ઉપરથી માલુમ પડે છે. જૈના હંમેશા શાન્તિપ્રિય રહ્યા છે અને મારામારી અને ઝગડે કરીને પોતાના હક્કા અન્ય પાસે કબુલાવવાની વૃત્તિ તેમણે કદિ સેવી નથી. આ ઝગડાને પણ શાન્તિ-સુલેહથી ઉકેલ લાવવા માટે ત્યાંના જૈનાએ અનેક વાર તૈયારી દાખવી હતી અને પ્રયત્નો કર્યા હતા, પણ ધર્મ ઝનુનને ભોગ બનેલા સનાતન ધર્મીઓએ આ વાત ધ્યાનમા લીધી જ નહિ, અને પરિણામે આ ઝગડા મધ્ય પ્રાન્તની હ!ઇકોર્ટ સુધી પહોંચ્યા. ત્યાં તેમની માંગણીએના વ્યાજબીપણાને સંપૂર્ણ સ્વીકાર થવા છતાં કાઈ પણુ સુલેહ શાન્તિના વિચારવા જૈને આજે પણ તૈયાર છે, અને ઉપર જણાવ્યું તેમ જો વિનેભાજી આ બાબતને નિકાલ લાવવાને તૈયાર હોય, અને સનાતન ધર્મી તેમની લવાદી સ્વીકારવાને તૈયાર હોય તેા, જૈન સમાજના આગેવાને આવી લવાદીને નહિ આવકારે એમ માનવાને કશું જ કારણ નથી. પાનદ જર્મનીની પુનર્રચના ’ શ્રી મુંબઇ જૈન યુવક સંધના આશ્રય નીચે તાજેતરમાં યુરોપને પ્રવાસ કરી આવેલા શ્રી નવલમલ કુન્દનમલ ક્રિરાયિા જનીની પુનર્રચના' એ વિષય ઉપર સધના કાર્યાલયમાં તા. ૪-૧૨-૫૭ 'ગુરૂવારના રાજ સાંજના ૬ વાગ્યે જાહેર વ્યાખ્યાન આપશે.. મત્રો, મુઅ જૈન યુવક સઘ તા. ૧-૧૨ ૫૭ અજન્ટા–એલારાની યાત્રાના પ્રબંધ જેનું લાબા સમયથી સ્વપ્ન સેવવામાં આવતું હતું તે સુપ્રસિદ્ધ -કળાધામ અજન્ટા એક્ષેારાની યાત્રાના શ્રી મુંબઈ જૈન યુવક સંધ તરફ્થી સંધના સભ્ય તથા તેમનાં કુટુબીજના માટે પ્રબંધ કરવામાં આવ્યેશ છે. આ માટે ૪૪ યાત્રિકા સમાઇ શકે તેવી સ્ટેટ ટ્રાન્સપોર્ટની ખસની ગોઠવણુ કરવામાં આવશે. ચાલુ ડીસેખર મામની ૧૯ મી તારીખ શુક્રવારે સવારે સાત વાગ્યે પાયધુની ટી. છ શાહુ ખીલ્ડીંગ પાસેથી અસ ઉપડશે. રસ્તામાં રોયલ ઓપેરા હાઉસ,-ઝવેરી ચીમનલાલ માનચક્રના શરૂમની બાજુએ, દાદર ખોરદાદ સરકલ વીન્સેન્ટ રેડના શરૂ થતા બસ સ્ટાપ પાસે, કીંગ સરકલ પહેલા જૈન મંદિર પાસે—એ મુજબ ખસ ઉભી રાખવામાં આવશે. બપોરના નાશીક પહેાંચશે અને ત્યાં આરામ તથા ભોજન માટે એ કલાક રોકાઇને બસ ઉપડશે અને રાત્રે ઔરંગાબાદ પહોંચશે. તા. ૨૦ તથા ૨૧–શનીવાર તથા રવિવાર એ દિવસ એલેરા તથા અજન્ટાની ગુફાઓ તેમ જ નજીકનાં જોવા લાયક સ્થળે જોવામાં પસાર કરવામાં આવશે અને ૨૨ મી સામવારે સવારે ઔરંગાઆથી નીકળી વચ્ચે આરામ તથા ભજન માટે બે કલાક નાશિક રોકાઇને રાત્રે મુંબઈ પાછા ફરવાનું બનશે. આ યાત્રામાં જોડાનાર મેટી ઉમ્મરના ભાઇ બહેનોએ રૂા. ૫૦], તથા ૧૨ વર્ષની નીચેનાં બાળકો માટે રૂ।. ૩જી આપવાનાં રહેશે, ત્રણ વર્ષે નીચેનાં બાળકાને સાથે લેવામાં આવશે નહિ. પોતાની મેાટરમાં આવનારે વ્યકિત દીઠ શ. રઘુ અને બાર વર્ષે નીચેનાં બાળકા માટે રૂા. ૧૦] આપવાના રહેશે. આ યાત્રામાં વ્યક્તિ દીઠ આશરે ફા. ૪] ન ખર્ચ આવવા સંભવ છે. અને તેથી આવકમાંથી કુલ ખર્ચ બાદ કરતાં ` જે કાંઇ વધશે તે વ્યકિત દીઠ પ્રમાણસર પાછી વહેંચી દેવામાં આવશે. આ યાત્રામાં જોડાનાર યાજ્ઞિકે પોતા માટે પૂરતુ ખેડીંગ, ગરમ કપડા, કુટુંબ સાથે આવતા હાય તેમણે પાણીનું ઠામ ટાર્ચ વગેરે જરૂરી વસ્તુઓ સાથે લેવાની રહેશે. આ યાત્રા માટે માત્ર એક જ ખસના પ્રબંધ કરવા ધારેલા હોઇને યાત્રીઓની સંખ્યા અતિ મર્યાદિત રહેશે. તેથી આ યાત્રામાં જોડાવા ઇચ્છનાર ભાઇ બહેનેને સધના કાર્યાલયમાં પોતપાતાની રકમ જગ્દિથી ભરી જવા વિનંતિ છે, આ બાબતમાં વહેલા તે પહેલા એ જ નિયમ અનુસરવામાં આવશે. અહિં એ જણાવવું જરૂરી છે કે આ રીતે રકમ ભરી જનાર ભાઈ યા બહેન છેવટની ઘડિએ અસાધારણ અગવડના કારણે આ યાત્રામાં જોડાઇ ન શકે એમ બનવા સંભવ છે. આ રીતે એકાએક અંકી જનાર ભાઈ યા બહેને ભરેલી રકમ, નિયત સખ્યા કરતા વધારે ભાઇ બહેનેાની યાત્રામાં જોડાવાની માંગણી આવશે તે અને તે પ્રમાણુમાં, પાછી આપવામાં આવશે. તદુપરાન્ત આવા અણધાર્યા સયાગમાં પોતાની જગ્યાએ પેાતાના કાઈ સ્વજન યા મિત્રને તે મૂકી શકશે. આવું ચાર દિવસનું લાંબું પર્યટન ગોઠવવાના મુંબઇ જૈન યુવક સંધ માટે આ પહેલા જ પ્રયાસ છે. આ પ્રવાસમાં જોડાનાર ભાઇ બહેને પરસ્પર પૂરા શ્રમ અને સહકાર વડે અને પેાતાની સગવડ કરતાં ખીજાની સગવડના ખ્યાલને પ્રાધાન્ય આપીને આ પ્રવાસને સ રીતે સફળ બનાવે એવી તેમને પ્રાથના છે. મત્રીએ. મુંબઇ જૈન યુવક સદ્ય પૃષ્ઠ વિષય સૂચિ આત્માના વિસંવાદ એજ આજની દુનિયાના વિસંવાદનું મૂળ છે. વિશ્વ વનસ્પત્યાહાર કૉંગ્રેસે પસાર કરેલા મુખ્ય પ્રસ્તાવ વિશ્વ વનસ્પત્યાહાર કૉંગ્રેસ બટાટાની અર્વાચીનતા--પ્રાચીનતા વિષે પ્રકીણ નોંધ : શેઠ ક્લીચ વીરચંદ શ્રોકને ધન્યવાદ, ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિપદ ઉપર શ્રી મગનભાઇ દેસાઇની નિમણૂક, પથ્થરમાર અને ગોળીબાર, ‘પ્રય ત્રિકાણના શ્રી હ ંસાબહેને સૂચવેલ ઉકેલ, રતલામનુ જૈન મંદિર અને સનાતન ધર્મીએની ગુંડાગીરી. કરૂણામૂર્તિ મિણી એન્ડેઇલનુ સ્વાગત પ્રવચન ડૉ. રાધાકૃષ્ણન પૂર્ણિમા પકવાસા પરમાનદ પરમાન દ ૧૩ ૧૩૬, ૧૩૯ ૧૪૦ ૧૪: ૧૪૨
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy