________________
૧૪૨
શ્રી મગનભાઇ દેસાઇ આ પદ ઉપર આવે છે ત્યારે તેમના સબંધમાં એક બીજો વિચાર પણ આવે છે. છેલ્લાં છ વર્ષથી આ યુનિવર્સિટીનુ સુકાન શ્રી હરસિદ્ધભાઈ દિવેટિયાના હાથમાં હતું. તેમની પ્રકૃતિ સરળ, સમાધાનપરાયણ અને કાઈ પણ ખાખતના વધારે પડતા આગ્રહથી, ઘર્ષણથી, મતભેદથી દૂર રહેવાની હતી. આને જેમ અમુક રીતે ગેરલાભ હતા તેમ ખીજી રીતે લાભ એ હતા કે યુનિવ સિટીની સેનેટ ’ અને સીન્ડીકેટ જે ભિન્ન ભિન્ન વિચાર વલણા ધરાવતી વ્યકિતઓના શંભુમેળા જેવી છે તેનું કામ બાંધછેાડ કરીને, પતાવટ કરીને સરળતાપૂર્વક તે ચલાવી શકતા હતા.
પ્રબુદ્ધ જીવ
તા. ૧-૧૨-૫૭ થયેલી છે. દંડના અધિકાર આપણે સરકારના હાથમાં છે. તેમાં એટલી ૪ ચર્ચા થઇ શકે કે, સરકાર તેના યોગ્ય ઉપયોગ કરી રહી છે કે અયોગ્ય ? ગોળીઓ છૂટી તે પ્રમાણમાં વધારે હતી કે ઓછી ? પર ંતુ પથ્થર ફેંકનાર વિષે એવી ચર્ચા થઈ નહિ શકે કે, પથ્થર ફેંકવા ચાગ્ય હતા કે નહિ ? આટલા ફેંકવા યોગ્ય હતા કે નહિ ? તેને વિષે તે માત્ર એટલું જ કહી શકાય કે, પથ્થર ફેંકવા એ ખોટું હતું.
“લાકાએ કાયદાથી ગોળીબારના અધિકાર સરકારને સોંપ્યા. છે. તેની પાછળ તમારી, મારી, સૌની સ ંમતિ છે. તેને માટે એટલી જ ચર્ચા થઇ શકે કે, ગોળીઓ યોગ્ય પ્રસંગે ચલાવી કે અયેાગ્ય પ્રસંગે ? જ્યાં સુધી જનતાએ સરકારને લશ્કર વિખેરી નાખવાની આજ્ઞા આપી નથી, ત્યાં સુધી ગાળી છેાડવી તે ખાટું છે એવું નહીં કહી શકાય.
શ્રી હરસિધ્ધભાઈ સાથે સરખાવતાં શ્રી મગનભાઈ દેસાઈ એક ખીજા જ છેડાની વ્યકિત છે. પોતાના વિચારમાં તે ભારે આગ્રહી લેખાય છે, અને કાઇ પણુ મહત્ત્વના પ્રશ્ન ઉપર બાંધછેાડ કરવી એ તેમના સ્વભાવમાં નથી—આવા આજ સુધીના તેમના વિષેના અનુભવ છે. ગુજરાત વિદ્યાપીઠમાં તે લાંબા વખત સુધી રજીસ્ટ્રાર તરીકે કામ કરી શકયા હતા, કારણ કે ગુજરાત વિદ્યાપીઠને આદર્શ અને રચના અને સાથે તેમના પૂરા મેળ હતા. ગુજરાત યુનિવર્સિટીની રચના પશ્ચિમના યુનિવર્સિટીના ઢાળા મુજબ કરવામાં આવી છે. આ યુનિવર્સિટીની સીન્ડીકેટમાં તેમ જ સેનેટમાં પણ તેના પ્રારંભથી આજ સુધી જુદે જુદે સમયે તેમણે એક સભ્ય તરીકે જરૂર કામ કર્યું છે. આમ છતાં પણ સીન્ડીકેટ કે સેનેટના એક સભ્ય તરીકે કામ કરવું એ એક વાત છે અને તેની સમગ્ર કાર્યવાહીના કાર્યાધ્યક્ષ તરીકે કામ કરવું એ જુદી જ વાત છે. તેમની પ્રાકૃતિક ખાસિયતાના વિચાર કરતાં ગુજરાત યુનિવર્સિટીના અદ્યતન ચોગડામાં તેમની પ્રકૃતિની ધડ શી રીતે બેસશે એવા એક સવાલ મનમાં ઉભા થયા વિના રહેતા નથી, અને એ રીતે વિચારતાં એમ પણ મનમાં તર્ક પેદા થાય છે કે, કાં તે પોતાના વિચાર સાથે ચાલુ બાંધછોડ કરતાં રહેવું અથવા તે યુનિવર્સિટીના સહક ચારીઓ સાથે નાનીમેટી બાબતમાં સંધમાં આવવુ આવી વિકલ્પમય સ્થિતિ સ્વીકારવા કરતાં આજ સુધી ગુજરાત યુનિવર્સિટીના કાર્યોંમાં પાતે જે એક ટીકાકાર અને ચોકીદારના ભાગ ભજવી રહ્યા હતા તેવા ભાગ તે ભજવતા રહ્યા હોત તો, તેમના તેમ જ યુનિવર્સિટીના કદાચ સવિશેષ લાભમાં પરિણમત. * આમ છતાં પણ આજે જ્યારે તેમણે આ જવાબદારી સ્વીકારી છે. ત્યારે તે જવાબદારીનુ વહન કરવામાં તેમને સફળતા મળે અને તેમના મતાગ્રહ અને કાર્યકુશળતાારા આ યુનિવર્સિટીને સારા એવા ગાંધીવળાંક મળે એમ આપણે અન્તરથી ઇચ્છીએ ! પથ્થરમાર અને ગેાળીમાર
અમુક પ્રશ્ન સંબંધે લોકોએ ઉશ્કેરાટભયું વન શરૂ કર્યું, સુલેહશાન્તિની રખાવાળ પોલીસ ઉપર અથવા તે પોતાના ક્રોધાવેશના પાત્ર અનેલ કાઈ વર્ગ અથવા તે સ્થળ ઉપર લેકાના ટાળાએ પથ્થર મારા શરૂ કર્યાં અને લોકેાના ટોળાના વધતા જતા અનર્થ અટકાવવા માટે પોલીસે ગોળીબાર કર્યો આપણા દેશમાં રાજખરાજ અનતી ઘટના છે. આ સબંધમાં એક મત એવા છે કે ગમે તેવા સાગ હાય તા પણ પોલીસે કદિ ગાળીબાર કરવા જ ન જોઈએ, જ્યારે બીજો મત એવા છે કે જાહેર જનતાની સુલેહશાન્તિ જોખમાયલી હાય ઍવા પ્રસંગે ટાળાના તાાનને અટકાવવા માટે કરવામાં આવતા ગાળીબાર ક્ષમ્ય લેખાવા જોઇએ.
આ સંબંધમાં વિનોબાજીએ તેમના આજ સુધીના પ્રગટ વલણથી કાંઈક જુદા જ પ્રકારનું વલણ રજુ કરતુ એવુ એક નિવેદન કર્યું છે. આ નિવેદન નીચે મુજબ છેઃ–
“દેશમાં થતા ગેાળીબારાની ધણા લેકા ટીકા કરે છે; હું પણુ કરૂ છુ. પરંતુ એ ધ્યાનમાં રાખવુ જોઇએ કે, લેકે પથ્થર ફેંકે છે તે અને લોકતંત્રાત્મક પદ્ધતિથી રચાયેલ સરકાર ગાળી છેડે છે તે, અને એક કાર્ટિનાં નથી; ભિન્ન ભિન્ન કાટિનાં છે. સરકાર તરફથી જે ગેળીઓ છૂટે છે, તેની પાછળ એક સ્વીકૃતિ છે; તેમને એક આના
“આજે પાર્લામેન્ટમાં સરકાર તરફથી બિલ આવે છે. તેમાં સૂચન કરવામાં આવે છે કે, ફલાણા ખર્ચ ઘટાડા, પરંતુ લશ્કર માટે સરકાર તરફથી જે રકમ માંગવામાં આવે છે, તેમાં કશું સૂચવાતુ નથી. તે માંગણી એક પળવારમાં મંજૂર થઇ જાય છે. સરકારને એટલું જ પૂછવામાં આવે છે કે, તે લશ્કર પાછળ પૂરતા ખર્ચ કરે છે કે આછે ? સરક્ષણની વ્યવસ્થા તે બરાબર છે ને? નવામાં નવાં શસ્ત્રાસ્ત્ર તેણે ખરીદ્યાં છે કે જૂનાં પુરાણા સરજામથી જ તે કામ ચલાવે છે ? સરકાર સૈન્ય પાછળ જે ખર્ચ કરે છે, તેની વિદ્ધ કાઈની કશી રિયાદ નથી હતી. ત્યારે તમે કર્યો આધારે કહેા છે. કે, ગાળી ચલાવવી એ ખાટુ છે ?
ગાળી ચલાવવી એ આજની હિંદુસ્તાનની સમાજરચનાએ માન્ય કરેલી વાત છે. પરંતુ પથ્થર ફેંકવા એ માન્ય થયેલી વાત નથી. આ અને વાત ધ્યાનમાં રાખવી જોઇએ. એ ખરી વાત છે કે, પથ્થર ફૂંકવાથી ફક્ત માથું જ પુરે છે, જાન નથી જાતે; અને ગાળીથી જાન જાય છે. પણ પેલી દૂક અહિંસાની નજીક જે, જ્યારે આ પથ્થર અહિંસાની નજીક નથી.”
ગાળીબારના પ્રશ્ન ઉપર આ ઝીણવટભર્યું શ્રી વિનોબાજીનુ નિવેદન આ સબંધમાં અન્યથા વિચાર ધરાવનાર લેકા માટે માર્ગદર્શક બને તેવું છે. આ ઉપરથી આજે થતા દરેક સરકારી ગોળીબારા વ્યાજખી છે એવું કહેવા કે સૂચવવાને અર્થ કાઈ ન તારવે, પણ સાથે સાથે દરેક ગાળીબાર ગેરવ્યાજખી છે અને તેથી અક્ષમ્ય છે એવા એકાન્ત વિચાર ધરાવનાર વ્યકિત પણ આજની વાસ્તવિક પરિસ્થિતિ અને તેમાં સરકાર માટે ઉપસ્થિત થતી ફરજ વિષે સાચું જ્ઞાન કે સમજણ ધરાવતી નથી એમ કહ્વા સિવાય નહિ ચાલે, આવી તુલનાત્મક દૃષ્ટિ વિનેાખાજીના ઉપરના નિવેદનમાંથી આપણને પ્રાપ્ત થાય છે.
‘પ્રણય ત્રિકા’ના શ્રી. હંસાબહેને સૂચવેલા ઉકેલ
તા, ૩૧ મી આકટાબરના જન્મભૂમિમાં નીચે મુજબ સમા
યાર પ્રગટ થયા હતાઃ—
“ગઈ કાલે ( તા. ૨૯ મી ઓકટોબર ) વડોદરામાં મળેલી અખિલ અખિલ ભારત મહિલા પરિષદની ગુજરાત શાખાના પ્રાન્તિક અધિવેશનની વિષય વિચારણી સમિતિની ખેઠકમાં પ્રણય ત્રિકાણુ” ના પ્રશ્નની ચર્ચાને લઇને એક પ્રકારના ઉહાપોહ મચી ઉઠયા હતા અને વડાદરા વિદ્યાપીઠનાં ઉપકુલપતિ શ્રીમતી હુંસાબહેન મહેતાએ આ બાબત અંગે દાખવેલી કહેવાતી સમાધાનકારક ( compromising ) વલણુ સામે વિરોધ પ્રદર્શિત કરીને કેટલાક પ્રતિનિધિઓએ સભાત્યાગ પણ કર્યો હોવાનુ જણાય છે.
“બહુપત્નીત્વ સામેના ઠરાવ પરની ચર્ચા દરમિયાન શ્રીમતી હું સાબહેન મહેતાએ એવું સૂચન કર્યું " હેાવાનુ કહેવાય છે કે “પ્રય ત્રિકાણુ સમયે પહેલી પત્નીએ માનવતાની દૃષ્ટિએ ત્રિકાણમાંથી ખસી જવું જોઇએ.” તેમણે એમ પણ કહ્યું હોવાનું મનાય છે કે “ જો પતિ અન્ય સ્ત્રી સાથે સ ંપર્કમાં આભ્યો હોય અને તેને જો એ સ્ત્રી સાથે લગ્ન કરવા દેવામાં ન આવે તે ત્રણ છવા દુ:ખી થઈ જાય છે.