SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ Jamanovsinh@gtlb પ્રબુદ્ધ જીવન જોઈએ અને પરમત વિષે આદર ભાવને ખૂબ કેળવવા જોઇએ. જો આપણે આટલું કરી શકીએ તે આપણે એક સુખી કુટુંબના સભ્ય જેવું છત્રન જરૂર અખત્યાર કરી શકીએ. તા. ૧-૧૨-૫ તે દુનિયાની પુનર્રચના માટે નહોતા પણ વ્યકિતના રૂપાન્તર માટે હતા. આપણને એમ શિખવી ગયા છે કે અન્ય ઉપર શાસન ચલાવવા પહેલાં પેાતાની જાત ઉપર શાસન સ્થાપિત કરો. તેમના એ ઉપદેશ હતા કે બીજાની માલમીલ્કતને પેાતાની અનાવવાની વૃત્તિ ન રાખા અને બીજાના ભાગે મેટા બનવામાં પ્રયત્ન ન કરશે. તેએ આપણને એમ કહે છે કે આપણે કદિ ભૂલ ન કરીએ એમ પા વિષે વિચારવું તે બરાબર નથી, અને તેથી ખીજા પણ કદિ ભૂલ કરે એવી આશા રાખવી તે પણ ઉચિત નથી. આપણુ સ ભૂલ પાત્ર છીએ અને તેથી એકમેક વિષે ઉદાર ભાવ દાખવવા એ જ સમ્યક્ માર્ગ છે. ભગવાન બુધ્ધે નીશા આવે એવી વસ્તુઓના ઉપયેાગથી દૂર રહેવાનું કહેલું ત્યારે તેમના મનમાં શારીરિક નિશાન નહિ પણ માનસિક નિશાનો ખ્યાલ હતા. આ પ્રકારના પંચશીલને આપણા જીવનમાં અપનાવીએ અને આપણા ભગ્ન—ખડિત બનેલા વ્યકિતત્વને સ્વસ્થ અખડ એકરૂપ બનાવીએ. આજની આપણી સભ્યતા ૧૦૦૦૦ વર્ષ કરતાં વધારે પુરાણી નથી, આપણી સામે ભૂતકાળના આ રીતે એક લાંખે પટ પડેલા છે. આ ગાળા દરમિયાન આપણી સભ્યતાનાં અનેક રૂપે પ્રગટયાં અને આથમ્યાં અને અનેક સંસ્કૃતિ ઉદય અને અસ્ત પામી, અને એમ માનવાને કાઈ કારણ નથી કે, આજની આપણી સભ્યતા એ આપણી સમજણુ અને શાણપણને અન્તિમ પ્રયોગ છે. ઇતિહાસમાં કારણકાર્યની એક પર પરા ચાલે છે. આ દુનિયામાં જે કાંઈ બને છે તે અરાજકતાના શંભુમેળા નથી, અથવા તો એકમેક સાથે કશે પણ સબંધ ન હોય એવી મનસ્વી તર ંગી ધટનાઓની આંધળી પરંપરા નથી. જો આપણે આપણા આતરરાષ્ટ્રીય સંબધામાં નીતિ, પ્રેમ અને ભ્રાતૃભાવના મહાન સિધ્ધાન્તાને વળગીને ચાલીએ અને આપણા જીવનમાં તે સિધ્ધાન્તાના અમલ કરીએ તે આપણી સભ્યતા ટકી રહેવાતે પૂરા સંભવ છે. પણ આમ કરવાને બદલે આપણા અંગત સ્વાર્થીને પ્રાધાન્ય આપીએ તે આપણું ભાવી અનિષ્ટ-અનથ પૂર્ણ–જ બને. આ સબંધમાં એક ઘટનાની તમને યાદ આપુ છું. એક છાપાને તંત્રી જે મદ્યનિષેધ સમિતિના સભ્ય હતા અને જે પોતાના છાપામાં મઘને લગતી જાહેર ખબર છાપતા હતા તે સામે વિરાધ પ્રદર્શિત કરતાં ગાંધીજીએ તેને પૂછ્યું કે “તમે આમ કેમ કરો છે?” તંત્રીએ જવાબ આપ્યો કે “મારે જીવવુ તે જોઇએ ને ?” ગાંધીએ તેને જણાવ્યું કે “તમારા જીવવાની મને કાષ્ઠ જરૂર લાગતી નથી.” આપણી રાષ્ટ્રીય લડત સબંધમાં પણ ગાંધીજીએ એ જ ભાવના શબ્દો ઉચ્ચાર્યા હતા. તેમણે આપણને જણાવ્યુ' હતું કે રાષ્ટ્રીયવાદ માટેના મારા આગ્રહ પક્ષપાત ‘આ મારા દેશ છે' એ કારણે નથી. પણ મારા દેશ સ્વતંત્ર થાય એમ હું એટલા માટે ઇચ્છું છુ કે, જરૂર પડે ત્યારે માનવતાની સેવા કરતાં પેાતાને તે નેસ્તનાબુદ કરી. શકે.” કાઇ પણ પ્રજા એકલી પેાતાની માલીક નથી. દરેક પ્રજા ઉપર દુનિયાની માલીકી છે. ગાંધીજીએ આપણને આ શિખવ્યું હતું. જો આપણે દુનિયાના નૈતિક શાસનને લગતા સિદ્ધાન્તા સ્વીકા રીએ તે દુનિયાના ભાવી માટે આપણે એક સૌથી વધારે મહત્વનુ પંગલું ભર્યું. લેખાશે. જ્યારે એક બાજુ આ રેડ ક્રોસ જેવી સંસ્થા માનવજાતનાં દુઃખા અને આપત્તિએ હળવી કરવાના પ્રયત્ન કરી રહી છે, ત્યારે ખીજી બાજુએ વિનાશ અને સંહારના ભય કર શ આપણે ત્યાં પેદા થઇ રહ્યાં છે. આ પ્રકારની પરિસ્થિતિ વસ્તુતઃ માણસના આત્મામાં ઉભી થયેલી દિધા પરિસ્થિતિનું જ પરિણામ છે. માણુસાના આત્માની અંદર પેદા થયેલા એ વ્યાધિ છે, જે દુનિયાના વ્યાધિના રૂપમાં એટલે કે એક બાજુએ શસ્ત્ર સરંજામ વધા૨ે જવાની કાતિલ હરીફાઈ અને ખીજી બાજુએ આવી માનવતાલક્ષી સંસ્થાએનાં નિર્માણુ-આવી દ્વિધા પરિસ્થિતિમાં પ્રતિબિંબિત થઈ રહ્યો છે. આજની દુનિયાની દ્વિધા એ વસ્તુતઃ આત્માની—વ્યક્તિના અન્તર મનની દ્વિધાનુ જ પ્રતિબિંખ છે. વ્યક્તિના વ્યક્તિત્વની પુનઃ સજાવટ એ જ આજની સૌથી પહેલી જરૂરિયાત છે. આપણી જાતમાં સુગ્રથિત ઐકય ઉભું કરવાની–નિર્માણુ કરવાની—ખાસ અગત્ય છે. આજે દુનિયાએ છે શકયતાઓ વચ્ચે પસંદગી કરવાની છે: ઉત્તરોત્તર વધતા જતા અનિષ્ટને સ્વીકારવાની અથવા તે રહેવા જીવવા માટે વધારે સુખદ સહીસલામત ખતે એવી દુનિયા ઉભી કરવાની. આપણી સામે જે પ્રશ્ન છે તે પ્રશ્ન બૌદ્ધિક નથી, પણ નૈતિક અને આધ્યાત્મિક છે. આપણે આજે જે કરવાનુ છે તે છે અ ંદરની સામગ્રાને પુનઃ વ્યવસ્થિત બનાવવાને લગતું છે. આપણે તેનું પુનઃ આયેાજન કરવાનુ છે અને આપણી જાતમાં સળંગ એકરૂપતા સંવાદિતા—પેદા કરવાની છે. આપણને એ ભાન થવાની જરૂર છે કે પ્રેમ, સૌન્દર્ય અને સ્વાસ્થ્ય એ જ સાચુ આરોગ્ય છે અને દ્વેષ, મત્સર, તિરસ્કાર એ વિકલતા છે. ભગવાન બુધ્ધે દુનિયા સમક્ષ રજુ કરેલ પચશીલના સિદ્ધાન્તો મૂળ 'અંગ્રેજી : ડૉ. એસ. રાધાકૃષ્ણન અનુવાદક : ધર્માનંદ વિશ્વ વનસ્પત્યાહાર કોંગ્રેસે પસાર કરેલા મુખ્ય પ્રસ્તાવ મુંબઇ ખાતે મળેલી અને ૨૨ રાષ્ટ્રોનું પ્રતિનિધિત્વ ધરાવતી ૧૫ મી વનસ્પત્યાહાર ક્રાંગ્રેસ મનુષ્યજાતિ તેમ જ પશુસૃષ્ટિ સાથેના સબંધ અંગે અહિંસાના સિદ્ધાન્તને અમલ કરવા સમસ્ત કાને અનુરોધ કરે છે. (ક) આ અનુરાધના અનુસંધાનમાં આ કેંગ્રેસ આહાર માટે પશુઓના ચાલી રહેલા શાષણ અંગે ઊંડા ખેદ વ્યકત કરે છે અને અદ્યતન વૈજ્ઞાનિક સંશોધનના આધારે આ કૉંગ્રેસ જાહેર કરે છે "કે, વનસ્પત્યાહાર દુનિયાના બધા લોકોને જે કઈ વ્યવસાયમાં તે રોકાયલા હાય તે વ્યવસાય અંગે જરૂરી પોષણ આપી શકે છે. (ખ) આરગ્ય અને તન્દુરસ્તી માટે આવશ્યક એવા પેષણક્ષમ ખારાક મેળવવા સબંધે ચિન્તા ધરાવતી આ કૉંગ્રેસ ઝેરી રસા યણા અને રેડીઓ–પ્રભાવિત અણુવર્ષાને લીધે ખેતરને પાક દૂષિત અને સ્વાસ્થ્યમાધક બને છે તે સંબંધે દુઃખની લાગણી પ્રદર્શિત કરે છે. આ કારણને લીધે ચેગ્ય રસાયણા વડે પુષ્ટિકારક ખારાક કેમ પેદા કરવા તેની તપાસ કરવા અને વિનાશજનક હેતુઓ માટે અણુશકિતના કરવામાં આવતા ઉપયોગની એકદમ અટકાયત કરવા, આ કૉંગ્રેસ સ રાજ્યસંસ્થાઓને અનુરોધ કરે છે. (ગ) દુનિયાની ઝડપભેર વધતી જતી વસ્તીને કેમ નીભાવવી તે પ્રશ્નનો ખ્યાલ કરીને ઉત્કૃષ્ટ ક્રેટિના પોષક ખાદ્ય પદાર્થો જેમાં પૂરતા પ્રમાણમાં મળી શકે તેમ છે એવા વનસ્પત્યાહારલક્ષી આર્થિક રાજ્યસ સ્થાને આ કાંગ્રેસ અનુરોધ કરે છે. આયેાજનના લાભો ઉપર પોતાનું લક્ષ્ય કેન્દ્રિત કરવા દુનિયાની સ (ધ) “ માંસની અસાધારણ પેષણક્ષમતા અને સ્વાસ્થ્યવર્ધકતા અંગે લોકાને શિક્ષણ આપવા માટે વિશાળ ધારણ ઉપર પ્રચારકાર્ય હાથ ધરાવું જોઇએ” આ પ્રકારની-ખારાક અને ખેતીવાડીને લગતા વ્રુન્દ્રસ્થ વહીવટીતંત્રના માર્કેટીંગ અને ઈન્સ્પેકેશન ખાતા તરશ પ્રગટ કરવામાં આવેલ ‘ભારતમાં માંસના વેચાણુને લગતા રીપોટ કરવામાં આવેલ ભલામણને ભારત સરકાર અમલ કરે તે પહે ભારતમાં ખારાક ઉપર પ્રવર્તતા વસ્તીના ખાસ દબાણુને ધ્યાનમાં લઈ આખા પ્રશ્નના ફરીથી વિચાર કરવા માટે આ કૉંગ્રેસ ભારત સરકાર અનુરોધ કરે છે. (૩) પશુઓની કતલ સંસ્કારી જીવનપતિ સાથે અસ’ગત છે એ ભાખતના સ્વીકાર કરવા આ કૉંગ્રેસ ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય—સર્વ ક્ષેત્રના આગેવાનને અનુરોધ કરે છે, (૫) ભારતમાંથી થતી વાંદરાની નિકાસ સામે ભારતના તેમ જ અન્ય દેશેાના વિરોધની આ કૉંગ્રેસ નોંધ લે છે અને તેમાં રહેલી યાતનાને લક્ષ્યમાં લઇને આ વ્યાપાર સદન્તર બંધ કરવા આ કાંગ્રેસ ભારત સરકારને ભારપૂર્વક અનુરોધ છે.
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy