SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૫-૧૧-હ પ્રવર્તતા હાય છે. આ રીતે એવા ચોક્કસ પશુએ છે અને આમાં કામ, કામદીઠ ફેરફાર હોય છે-કે જેનું માંસ ખવાય જ નહિ અને તેના ત્યાગ કરવા જ જોઈએ એવી માન્યતા પ્રવર્તતી હાય છે. વળી એવા કેટલાક વિસા કે કેટલાક પ્રસંગો હોય છે કે જ્યારે માંસ ખાઇ ન જ શકાય, અને કતલ કરવાની પદ્ધતિ સંબંધમાં પણ ચોક્કસ નિયમા યા પ્રતિભા હોય છે. હિંદુ સબંધમાં આ બધા પ્રતિભા અને નિષેધાની પાછળ માણુસની સ્વાદવૃત્તિની નબળાઈના સ્વીકાર, માંસાહારવિરમણની ઈષ્ટતા અને માંસના ઉપયોગને જેટલા અને જેટલી રીતે અટકાવી શકાય તેની આવશ્યકતાના પ્યાલા રહેલા છે. આમ હાવાથી એમાં કશું આશ્ચર્યજનક નથી કે પરંપરા અથવા કૌટુંબિક રીવાજ તરીકે, અંગત માન્યતા કે સામુદાયિક નિયમન તરીકે, આર્થિક કારણસર કે શરીર, મન અને આત્માનાં આરેાગ્ય અને વિકાસની દૃષ્ટિએ નિરામિષ આહારની ઉપયોગીતાના સ્વીકાર તરીકે—આવાં અનેક કારણેાસર અમારે ત્યાં વસ્તીના એક વિપુલ વિભાગ છે કે જે ખીલકુલ માંસાહાર કરતા નથી અને એથી પણ વધારે મોટા એવા પણ વિભાગ છે કે જે કાઈ કાઈ વાર અથવા તો અમુક જ પ્રસગે માંસાહારની છૂટ લે છે. અમારા રીતરીવાજથી ખીનવાકે એવા પરદેશથી આવેલા મિત્રોની જાણ ખાતર મારે એ પણ જણાવવું જોઇએ કે સાધારણ રીતે અમારા દેશમાં અમે દૂધ અને તેમાંથી બનતી ચીજોને ખીતવનસ્પત્યાહાર તરીકે લેખતા નથી. ખીજી બાજુએ ઈંડાંને-જેમાંથી બચ્ચું પેદા થવાની શક્યતા જ ન હોય એવાં ઈંડાને પણ—સ્થિતિચુસ્ત વર્ગોમાં બીન-વનસ્પત્યાહાર તરીકે જ લેખવામાં આવે છે. ૧૩૦ ઉદારતા—અમારા લકાની લાક્ષણિક શ્રદ્ધાનો વિષય છે, અમારી પ્રકૃતિ સાથે જડાયલું તત્ત્વ છે, અને ખરી રીતે અમારી સર્વ આધ્યાત્મિક અને તાત્ત્વિક વિચારણાની તેમ જ સાથે સાથે જુદા જુદા ધર્મોના વિકાસની તે જનની અનેલ છે. જ્યારે અમારે ત્યાં એક દાનિક વિચારસરણીએ યજ્ઞામાં પશુનાં બલિદાન ઉપર ખૂબ ભાર મૂકયો ત્યારે અહિંસા ઉપર તાત્વિક ભાર મૂકતા બૌધ્ધ ધર્મના અને અહિંસાના વિચારને જીવનની ઝીણામાં ઝીણી વિગત . ઉપર લાગુ પાડવાને અને કેટલીક બાબતમાં આત્મન્તિક આકાર સુધી લઈ જવાના આગ્રહ ધરાવતા જૈન ધર્માંતા આ દેશમાં ઉદય થયો તે કાઈ આકસ્મિક યોગ નહતા, પણ અમારી વૈચારિક પ્રક્રિયાનું સ્વાભાવિક તર્ક જન્ય પરિણામ હતું. એવી જ રીતે ખ્રીસ્તી ધર્માંતે-જ્યારે તેને રાજકારણ સાથે કોા સંબંધ નહે એવા તેના પ્રારંભના દિવસેામાં-અને સમયાન્તરે જરથોસ્તી ધર્મને આ દેશમાં આવકારપૂર્ણ વાતાવરણ મળ્યું અને પોતાના વિકાસ સાધવાને યોગ્ય ક્ષેત્ર પ્રાપ્ત થયું એ પણ કેવળ અકસ્માત નહેાતા, પશુ ઉપર જણાવી તેવી અમારી ઉદાર વિચારોલનું જ સ્વાભાવિક પરિણામ હતું. ઇસ્લામ જે પોતાની આક્રમક પ્રચારનીતિ માટે સુવિખ્યાત હતા તે હિંદમાં પ્રવેશ પામતાં નરમ બન્યો, મૃદુ અન્યો અને મુસ્લીમ વિજેતા અને શાસકાના વિજય કરતાં જો વધારે નહિ તા તત્સટશ મહત્વપૂર્ણ ઈસ્લામના સન્ત સાધુઓને વિજય બન્યો, તે પણ ભારતની પ્રાકૃતિક ઉદાત્તતા અને પરમતસહિષ્ણુતાનું જ પરિણામ છે. આજે અમારે ત્યાં એક એવી અનેક રંગના ચારૂ મીશ્રણવાળી, રંગખેર’ગી તાણાવાણાવાળી—સંસ્કૃતિ નિર્માણ થઈ છે કે જેમાંના અનેક તત્ત્વાએ એક અસાધારણ વૈવિધ્યવાળી છતાં વિલક્ષણ એકરૂપતાને પ્રગટ કરતી. સમાજરચના ઉભી કરવામાં અદ્ભુત કાળા આપ્યો છે. આમ હોવાથી નિરામિષ-આહાર હુંમેશને માટે અમારા જીવનનુ અર્ધ ધાર્મિક એવુ` સામાજિક વૈશિષ્ટય બની રહેલ છે, અને નહિ કે આહાર વિષયક જુદી જુદી .વિચારસરણી કે આર્થિક અનિવાર્યતાનુ કેવળ સૂચક યા નિક હેાય એવું રૂપ તેણે ધારણ કર્યું છે, જો કે આ ખાખતાને લગતાં પરિણામે તે! તેમાંથી જરૂર પેદા થયા છે. પરિણામે એમાં જરા પણ આશ્ચય પામવા જેવુ નથી કે અમારે ત્યાં એવી કેટલીયે જ્ઞાતિઓ અને કામેા છે કે જે પેઢીઓથી નિરામિષઆહારી છે અને જેના કાઇ પણ સભ્ય કદિ પણ નાના કે મેટા જાનવરનું માંસભક્ષણુ તે શું પણ તેને સ્પર્શ સુદ્ધાં પણ કર્યો હત નથી. જ્યારે હું આ કહી રહ્યો છુ ત્યારે એમ સમજવાનું નથી કે ભારત સમગ્રપણે નિરામિષ–આહારી છે અથવા તો તેની વસ્તીને મોટા ભાગ તે પ્રકારના છે એવા હું દાવા કરૂં છું. મુસલમાન, ખ્રીસ્તી, પારસી, શિખા અને બૌદ્ધધર્મીઓ પણ :સામુદાયિક રીતે વનસ્પત્યાહારી નથી, એટલે કે જેમ ખીચ્છ કામેામાં છે તેમ આ ક્રમામાં માંસાહારના સામાજિક રીતે પ્રતિબંધ નથી. પણ બીજી દૃષ્ટિએ વિચારતાં, ભારતની વસ્તીના મોટા ભાગ વનસ્પત્યાહારી છે—એ અર્થમાં નહિ કે તેઓ માંસ ખાતા નથી અથવા ખાઈ શકતા નથી, પણુ એ અર્થમાં કે તેમને માંસ મળતું નથી અથવા તે પરવડતું નથી. અમારી વસ્તીના માત્ર નાના સરખા ભાગ એવા છે કે જે ચાલુ માંસા હારનુ સેવન કરે છે. આમાં પણ ખીજા દેશે!' કરતાં અમારા દેશમાં શાક, કઠોળ અને ફળે તેમના ચાલુ ખારાકમાં મહત્વનું પ્રમાણ ધરાવે છે. એમ પણ કહી શકાય કે આમાંની કેટલીક ખાખતા વિષે અમે કાંક વિચિત્ર ખ્યાલો ધરાવીએ છીએ—આપ તેને પૂર્વગ્રહા પણ કહી શકા છે. જેઓ માંસ ખાતા હોય છે. તેમને પણ સર્વ પ્રકાર માંસ ખાવાની છૂટ હોતી નથી, પણ અમુક પશુએનું જ માંસ ખવાય, અમુક પશુઓનુ માંસ ન જ ખવાય, અને વર્ષ દરમિયાન અમુક દિવસેાએ અને અમુક સમયે તે પ્રકારનું માંસ ખવાય યા ન ખવાય એટલું જ નહિ, આપને જાણીને આશ્ચર્ય થશે કે કતલ કરવા માટે નક્કી કરાયેલા પશુઓની અમુક રીતે જ કતલ કરાય યા ન કરાય આવી અનેક મર્યાદાઓ અને પ્રતિબંધ માંસાહાર અંગે અમારે ત્યાં આવા બધા ખ્યાલેના પરિણામે હિંદમાં એક એવા સમાજ પેદા થયા છે કે જે ખારાકની બાબતમાં ખીજા દેશેાથી જુદો પડે છે. એ પુરાણા વિસા કે જ્યારે અહિંસા અને મનુષ્ય સ્વભાવ ઉપર પડતી ખારાકની અસર એ બે મુદ્દાએઁ। ઉપર માંસાહાર નિષેધ સબંધમાં ખાસ ભાર મૂકવામાં આવતા હતા ત્યારે તે પાછળ કાઈ આર્થિક ખ્યાલ પણ રહેલા હતા કે કેમ તે વિષે ચાક્ક્સપણે કહેવાની સ્થિતિમાં અમે નથી, પણ આજની અમારી આર્થિક પરિસ્થિતિ અમારી ખાનપાનની પરંપરા સાથે બહુ સારી રીતે અંધ બેસે તેવી છે. અમારી વસ્તી ધણી મેટી છે અને દર વર્ષે ૪૦ થી ૫૦ લાખના પ્રમાણમાં જોસભેર વધતી ચાલી છે. જમીનનું ક્ષેત્રફળ મર્યાદિત છે અને તેમાં એક ઈંચના પણ વધારો થઈ શકે તેમ નથી, વણખેડાયલા ભાગ ખેતી નીચે લાવી શકાય તેમ છે, પણ એમાં કાઈ શક નથી કે આપણી દૃષ્ટિ પહોંચી શકે તેટલા નજીકના ભવિષ્યમાં ખેતી નીચેની જમીનમાં જરા પણુ વધારા કરવાનું શકય રહેવાનું નથી. આ ઉપરથી આપણને એ વિચારવાનું પ્રાપ્ત થાય છે કે અનાજ કે માંસ એમાંથી ોની વૃદ્ધિ કરવાનું આર્થિક દૃષ્ટિએ વધારે યોગ્ય છે ? જે દેશમાં વિશાળ પ્રદેશ હજી પણ સુલભ છે અને ચરાણુની જમીન પણ ચારે બાજુએ પથરાયલી પડી છે ત્યાં માંસ મેળવવા માટે પશુઓને ઉછેર જરૂર સારા પ્રમાણમાં કરી શકાય. “આ સબંધમાં સામાન્ય રીતે એ પ્રકારની ગણતરી છે કે એક માણુસને જરૂરી ખારાક પુરો પાડવા માટે પશ્ચિમના ધારણા મુજબ ૨૫ એકર જમીન આવશ્યક લેખાય છે. જો લક વનસ્પત્યાહારી હાય તા ૧૫ એકર જમીન પૂરતી થઈ રહે એવા અંદાજ વિચારામાં આવે છે. આ તકાવતનુ કારણ એ છે કે માંસા હારના હેતુથી ઉછેરવામાં અને ચરાવવામાં આવતા જાનવરને જેટલી જમીન જોઈએ તેના ૮ થી ૧૫ મા ભાગની જમીન માણસના આહાર માટે જરૂરી એવા અનાજ, શાક, અને કળાના આકારમાં એટલુંજ પાષણુદ્રવ્ય મેળવવા માટે પૂરતી થઇ પડે.” આ વિષયના અભ્યાસ કરતાં અમેરિકાવાસી શ્રી રીચાર્ડ ખી. ગ્રેગ આ પ્રકારના નિ ય ઉપર આવ્યા હતા. તા.પછી એ તે એક ભારે સુખદ સુયોગ છે કે આજે દેશના ઘણા ભાગામાં જમીન ઉપરનું જે ખાણું અનુભવાઈ રહ્યું છે તે દબાણુ અમારા જો કે મર્યાદિત સ્વરૂપના એમ છતાં પણ ઠીક ઠીક વ્યાપક એવા વનસ્પત્યાહારને લીધે સારા પ્રમાણમાં હળવુ બને છે.
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy