SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫–૧૧–પ પ્રબુદ્ધ અન બાબુ રાજેન્દ્રપ્રસાદનું ( મુંબઈ ખાતે તા. ૯ નવેમ્બરના રાજ મળેલી વિશ્વ વનસ્પત્યા હાર કોંગ્રેસનું ઉદ્ઘાટન કરતાં ભારતના રાષ્ટ્રપતિ ખાધ્યુ રાજેન્દ્રપ્રસાદે કરેલા મંગળ પ્રવચનને નીચે અનુવાદ આપવામાં આવે છે. આ પ્રવચનમાં વનસ્પત્યાહાર સબંધે ભારતીય પ્રજાનું પરંપરાગત વલણુ અને વનસ્પત્યાહારના સમગ્ર પ્રશ્ન બહુ સુન્દર અને પ્રમાણધ્ધ રીતે રજી કરવામાં આવેલ છે. ભારતના કાઇ પણ ખુણે કાઇ પણ વ્યકિત તરફથી જ્યારે પણ કાઈ મહત્વનું પ્રવચન કે વ્યાખ્યાન કરવામાં આવે છે ત્યારે તેવા પ્રવચન કે વ્યાખ્યાનને સોંપૂર્ણ રૂપમાં પ્રબુધ્ધ જીવનમાં પ્રગઢ કરવાના મનમાં આગ્રહ રહે છે, જો કે તેમ કરવાનું હંમેશા શકય હેતુ નથી. અંગ્રેજી ભાષામાં કરવામાં આવેલા પ્રવચનના ખૂબ મહેનત લખતે સરલ સહજગ્રાહ્ય ગુજરાતી ભાષામાં અનુવાદ કરવામાં આવે છે. આવાં પ્રવચન અથવા તો તેમાંથી કાપકપ કરેલા વિભાગા અને તેના અનુવાદ સૈનિક છાપાઓમાં જરૂર પ્રગટ થાય છે પણ આવાં પ્રવચના કે જે ઘણી મહેનતપૂર્વક તૈયાર કરવામાં આવેલ હાય છે અને જેમાં પ્રવચનકારનું મૌલિક ચિન્તન ઘણીવાર જોવામાં આવે છે અને જેમાં પ્રસ્તુત વિષયને લગતી ઉપયોગી માહીતી એકત્ર અને સુઆયેાજિત રૂપમાં આપણને સહજપણે જાણવા સમજવા મળે છે તેવાં દૈનિક છાપાઓમાં પ્રગટ કરવામાં આવેલા પ્રવચતા તેને યોગ્ય ચિત્તની એકાગ્રતાપૂર્વક વંચાતા નથી–વાંચવાનું બનતું નથી. વળી પવનવેગે કરાયક્ષા અનુવાદે અધકચરા, અસ્પષ્ટ અને શ્રેણી વખત મૂળ વિચારને વિપર્યાંસ કરતા માલુમ પડે છે.. દૈનિક છાપાએ પસ્તીમાં અલાપ થઈ જતા હેાવાથી સમયાન્તરે જરૂર પડે ત્યારે આવાં ઉપયોગી પ્રવચના આપણને હાથ લાગતા નથી. આવાં પ્રવચન વિશદ રૂપમાં વાચકાને વાંચવા મળે અને જરૂર પડે ત્યારે તેની ફાઇલમાંથી સહજપણે મેળવી શકાય એ હેતુથી આવાં પ્રવચને માટે પ્રમુદ્ધ જીવનમાં અવારનવાર ઘણી મોટી જગ્યા રોકવામાં આવે છે. આત્મશ્લાધાના દોષ વહારીને પણ એમ કહેવાનું મન થાય છે કે પ્રમુધ્ધ જીવનને વાંચક છાપામાં વાંચ્યું હશે તેવુ તે પ્રવચન અથવા તેને અનુવાદ પ્રબુધ્ધ જીવનમાં રીથી તે વાંચશે તે તેમ કરવામાં ખરચાયેલા સમય તેને વ્ય ગયા નહિ લાગે. કારણ કે પ્રબુધ્ધ જીવન વાંચે છે ત્યારે તેના મનનું વાતાવરણ જુદા પ્રકારનુ હાય છે અને કાઇ પણ અનુવાદમાં મૂળના ભાવાર્થને યથાસ્વરૂપે પ્રતિબિંષ્ઠિત કરવાના નિાયુક્ત પ્રયત્ન હાય છે. નીચે પ્રગટ કરવામાં આવેલું પ્રવચન કેવળ ઔપચારિક નથી પણ નિરામિષ આહારને કુલપર પરાથી વરેલા સંસ્કારમૂર્તિ બાજી રાજેન્દ્રપ્રસાદના દિલના ઊંડાણમાંથી નીકળેલી એક પ્રકારની સ ંવેદનવાણી છે. પોતાની આસપાસ પ્રગતિના નામે જે પારિવનાની હિંસાત્મક પ્રવૃત્તિએ ચાલી રહી છે તે સામે જાણે કે પોકાર કરતા ન હાય એમ આ પ્રવચનના અન્તભાગમાં રાજેન્દ્રબાબુ ગંભીર ચેતવણીના સુર સંભળાવી રહ્યા છે અને ભારત વિષે એવી શાશા તેમણે વ્યક્ત કરી છે કે “ભારત પણ જે આજે પાશ્ચાત્ય પ્રજાએ સ્વીકારેલા મા પાછળ આંખ મીંચીને જોસભેર દોડી રહ્યું છે તે ક્ષણભર ઉભુ રહેશે અને પોતાની રાજ્યનીતિના ગર્ભમાં રહેલાં (અનર્થંલક્ષી) સૂચના અને આખરનાં પિરણામેાને ક્રૂરીથી તાજેતર વિચાર કરશે.”પરમાનંદ) દૂર દૂરથી આવેલા આપ સન્નારી અને સસ્થાને હું હાર્દિક આવકાર આપું છું. વનસ્પત્યાહાર વિષે ઊંડી પ્રતીતિ ધરાવતા સજ્જનાના મોટા સમુદાય અહિં મારી સામે એકત્ર થયેલા જોઇને હું આનંદ અનુભવું છું. વનસ્પત્યાહારની હીલચાલ યુરેાપમાં ઘણા લાંબા સમયથી ચાલી રહી છે અને પેાતાના સત્યના પ્રયાગા' એ નામના પુસ્તકમાં મહાત્મા ગાંધીએ જદા જુદા દૃષ્ટિબિન્દુથી વનસ્પત્યાહારની ઉત્કૃષ્ટતા પુરવાર કરતા કેટલાંક પુસ્તકાના ઉલ્લેખ કર્યાં છે. છેલ્લી સદીના છેલ્લા દશકા દરમિયાન પોતાના વિદ્યાર્થીજીવનના ગાળામાં વિલાયતની વેજીટેરીયન સેાસાયટીના પોતે એક સભ્ય હાવાના પણ ૧૨૯ મંગળ પ્રવચન તે ઉલ્લેખ કરે છે. આ ઉપરથી યુરોપના જુદા જુદા દેશમાં આ સંસ્થાનાં અધિવેશન ભરાતાં રહ્યા હાય એમાં કશું આશ્ચર્ય પામવા જેવુ નથી. • આ વેજીટેરિયન કોન્ફરન્સનાં આજ સુધીનાં અધિવેશના અન્ય દેશામાં ભરાતાં રહ્યાં છે. આજનુ અધિવેશન ભારતમાં ભરાઈ રહ્યું છે. અન્ય દેશાની અપેક્ષાએ ભારતની કેટલીક લાક્ષણિકતાઓ છે. જે તેની પેાતાની આગવી છે. હું નથી ધારતો કે આ દુનિયા ઉપર એવા ખીજો દેશ હાય કે જ્યાં આટલી મોટી સંખ્યામાં લોકે વનસ્પત્યાહારી હાય અને અનેક પેઢીએથી પૂરેપૂરા નિરામિષ-આહારી હોય. તેમ બનવાનું કારણ એ છે કે માંસાહાર આધ્યાત્મિક વિકાસને કદાચ બાધક–હાનિકર્તા—ગણવામાં ન આવ્યા હૈાય તે પણ તેની સાથે માંસાહાર બંધબેસતા નથી એવી માન્યતા અમારે ત્યાં સદીઓથી ચાલતી આવી છે અને અમારાં ધર્મશાસ્ત્રોએ આહારસબંધમાં અનેક આચારનિયમેનુ વિધાન કર્યું છે. માત્ર સજીવ પ્રાણીઓ જ નહિ પણ વનસ્પતિને—ઝાડપાન, કુળપુલને પણ ઈજા ન પહોંચાડવી આ પ્રકારની અહિંસાની કલ્પના ઉપર એ આચારનિયમેનુ ઘડતર કરવામાં આવ્યું છે. અમારા પુરાણા જીવનવિજ્ઞાને અને ધર્મ શાસ્ત્રઓએ જીવનનો વિચાર જુદા જુદા ભાગલાઓમાં નથી કર્યાં, પણ એક સમગ્ર સુગ્રથિત વસ્તુ રૂપે જીવનને નિહાળ્યું છે અને માનવીના ઉર્ધ્વ લક્ષી વિકાસને સહાયક અને સવાદી અને એ રીતે માનવીની જુદી જુદી પ્રવૃત્તિઓનું અનુસધાન કર્યું છે. આમ હાવાથી ખીજા લેાકા જીવનના જે રીતે વિચાર કરતા સંભળાય છે તે રીતે અમારે ત્યાં અમારી પ્રવૃત્તિઓ અંગ એવડાં ધોરણો કે કૃત્રિમ વિભાજના અસ્તિત્વ ધરાવતાં નથી. દાખલા તરીકે એવુ સાધારણ રીતે ઘણે ઠેકાણેથી સંભળાય છે કે માણસનો ધર્મ એ તેની અંગત બાબત છે અને તેના રાજકારણ કે જાહેર જીવન સાથે તેના ધર્મને કશા સબંધ નથી. એવી જ રીતે તેના ધમ અને તેની રાજદ્વારી ચર્ચા એ એને પરસ્પર ભિન્ન ખાખતા તરીકે લેખવામાં આવે છે. પોતે શું ખાય છે, કેમ રહે છે અને પોતાની બીજી ખાનગી ખાખતાનું કેવી રીતે સંચાલન કરે છે તેને તેની જાહેર પ્રવૃત્તિઓ સાથે કરશે સંબધ હાતા નથી. અમે ખરી રીતે એમ માનીએ છીએ કે દરેક પ્રવૃત્તિના ખીજી પ્રવૃત્તિઓ ઉપર આધાત-પ્રત્યાધાત પડે જ છે અને પ્રવૃત્તિને કે તેનાં પરિણામેાને આપણે જુદાં પાડી શકતા નથી. આ પાયા ઉપર જ ખારાકને અને સ્વસ્થ અક્ષુબ્ધ કોટિના મનના નિર્માણને પરસ્પર સંબંધ છે અને ખાનગી કે જાહેર કાર્યોમાં, આધ્યાત્મિક કે ભૌતિક પ્રવૃત્તિનાં સફળ સંચાલનમાં આ પ્રકારના સ્વસ્થ મનના યોગ આવશ્યક છે એમ અમારે ત્યાં માનવામાં આવે છે. જ્યારે હું આ કહી રહ્યો છું ત્યારે કાઇએ એમ સમજવાનુ નથી કે અમારે દેશ અને અમારા લોકે આ આદર્શો મુજબ જીવી રહ્યા છે. . જો એમ હોત તો તે અમારે દેશ અને અમારા લેાકેા આજે છે તે કરતાં કાઈ જુદા જ પ્રકારના હાત. અને એમ છતાં આમાંના કેટલાક આદર્શો એવા છે કે જેના અનુપાલનના આગ્રહે અમને એવી કસોટીએ અને આ તેમાંથી ઉગાર્યા છે કે જે પ્રકારની કસેાટી અને આફતામાંથી બીજી પ્રજાને ભાગ્યે જ પસાર થવું પડ્યું હોય. આ બધાં તત્વાનુ જ આપણે પૃથક્કરણ કરીએ તે મે ઉપર જણાવ્યું તેમ અહિંસા જે તેના સક્રિય અને વિધાયક આકારમાં અન્ય જીવા વિષે પ્રેમ યા મૈત્રી છે અને જે તેના નિષેધાત્મકનકારાત્મક-આકારમાં અન્ય જીવા વિષે સહિષ્ણુતા છે—આ પ્રકારની અહિંસા જ અમારા માટે પાયાનું તત્ત્વ બની રહેલ છે. ખીજા શબ્દોમાં કહું તે તા એક બાજુએ અમે ખીજાનું સક્રિય રીતે ભલું કરવામાં માનીએ છીએ તે બીજી બાજુએ ખીજાએ પાતાની રીતે જીવે, પેાતાની રીતે વિચારે અને પેાતાની રીતે અને મુક્તપણે અન્ય સાથે. વાણીવ્યવહાર કરે એમ અમે સ્વીકારીએ છીએ. આ સહિષ્ણુતા આ
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy