________________
(90)
પ્રબુદ્ધ જીવન
૧૨૬
માનવી 'અને માનવી વચ્ચેના, માનવ અને સમાજ વચ્ચેના, માનવ અને રાજ્ય વચ્ચેના અને સમાજ અને રાજ્ય વચ્ચેના સંબધાનુ સંચાલન કરવું જોઇશે. તેણે જે કાઈ વ્યક્તિ સમાજની સાવાર્થે કાઈ પણ ઉત્પાદક યા રચનાત્મક શ્રમમાં ભાગ લે તેવી દરેક વ્યક્તિ માટે સહયોગ' તથા ભાવનાની સમાન ઉપલબ્ધિ સુરક્ષિત કરવી જોઇશે. વળી એમ પણ લાગે છે કે સમાજ યા માનવતાના લાભ માટે ઉત્પાદન યા ક્રિયાત્મક પ્રયત્નમાં ભાગ લેવાની ઈચ્છા તથા પુરરકાર પ્રાપ્ત કરવાની ચ્છિા એ બન્નેની વચ્ચે એક ભેદ રેખા દોરવાનું ઉચિત લેખાશે. એક સમાજવાદી સમાજમાં પ્રમુખ ાિ તા. દરેક વ્યક્તિએ તેની કા ક્ષમતા અનુસાર” આપવાનુ હાય છે પરંતુ તે એવા વિશ્વાસ સાથે કે સમાજ “દરેક વ્યકિતને તેની જરૂરિયાત પ્રમાણે” આપશે. ફ્રાંસિસ વિલિયમ્સ કહે છે :
“સમાજવાદી જ્યારે આધુનિક મૂડીવાદી સમાજોને જુએ છે ત્યારે તેને આધુનિક સામ્યવાદી સમાજો માફક જ મુડીવાદી સમાજો પણ એક ગહન મતાવિકારનાં શિકાર બની ગયેલાં દેખાય છે. ભૌતિક સિદ્ધિના માત્ર ધારણ પરના તેમને ભાર અને હરીફાઇ-પરિણામી સફળતાઓને જ ચાત્ર્યિનાં માપદંડ તરીકે લેખવાના તેમના આગ્રહ–આવી બાબતે સમાજવાદીના દૃષ્ટિક્રાણુથી માનવના વ્યકિતત્વને એક વિકૃત અને યાંત્રિક માળખામાં જકડી દે છે અને એવા માળખામાં સંસ્કૃતિનાં સભ્યતાનાં સાચાં મૂલ્યો અને માનવ ધ્રુવની ઉષ્મા, લાગણી અને ઉદારતા સતત જોખમાતા રહે છે. સાચા સમાજવાદી આર્થિક સ્વાર્થ સાધનાને બન્ને ખીજા મૂલ્યાને માનવી સમાજમાં એક નવુ મહત્વ આપીને લોકશાહીના ક્ષેત્રને વિકસિત કરવાના પ્રયત્ન કરે છે. કારણ કે તે માનવ સ્વભાવનાં નિવેદવાદી અને નિરાશાજનક વલણના સ્વીકાર કરતા નથી, જેને લીધે સ્વા સાધના એજ માત્ર માનવીની સર્વ પ્રવૃત્તિઓનું પ્રેરક મૂળ બને છે. આમ કરવામાં તે માનવ સ્વભાવ અંગે એવાં મન્ત્રબ્ય ધરાવતા હોય છે કે જે મન્તબ્યાના સ્વીકારમાં અમુક જોખમ પણ રહેલુ હાય છે. પરંતુ તેને વિશ્વાસ હાય છે કે બજારૂ હરીફાઇ કરતાં અધિક સતાષકારક અને પુષ્ટિકારક એવા એક સામજસ્યની ખોજ એ માનવજાતિનાં સનાતન સતત ચાલતા પુરૂષાર્થનુ એક અતિ મહત્વનું અંગ છે. તેને એ પણ વિશ્વાસ હોય છે કે આ પ્રકારના માનવીના પુરૂષાર્થ દ્વારા સમાજવાદે સ્વયં પોતાની એક ન્યાય્ય અને સ્થાયી ભૂમિકા ભજવવાની છે.”
આવા સમાજમાં અન્યની જવાબદારીએ અંગેના નિણૅય સ્વાર્થી લાકાનુ કાઈ એક દળ નહિ કરે. તેના નિર્ણય કરવામાં આવશે પ્રત્યેક વ્યક્તિ તેમજ દળની કાર્યક્ષમતાના ખ્યાલ રાખીને, સમાજદ્રારા. તકની સમાનતાથી આવકની સમાનતા સૂચિત છે જ નહિ એમ છતાં તકની સમાનતાએ કાઈ પણ પ્રકારના ભેદ-ભાવ વિનાની વ્યક્તિગત પ્રતિ નિર્માણ કરવી જોઇએ અને વ્યક્તિની જરૂરિયાત મુજખતુ જીવનધોરણ નક્કી કરી આપવું જોઈએ. પ્રતિષ્ટા, આમદાની, પુરસ્કાર, સંપત્તિ વગેરેની અસમાનતાઓ તેને શિકાર થયેલી વ્યક્તિ યા ળા પર અસહ્ય જો લાદે છે અને તેમને તકની-અવસરની સમાનતાના લાભથી વંચિત
રાખવામાં કારણરૂપ બને છે. તે મૌજુદ સામાજિક તંગ વાતાવરણને વધુને વધુ તંગ કરે છે. અને તેથી ભાવીમાં વધુ અનથ પરિણામી અને છે એ તો નિર્વિવાદ છે કે આપણા દેશમાં એક એવા સમાજ છે કે જે આર્થિક ક્ષેત્રે ખીજાઓના ભાગે વધારે ને વધારે પ્રાપ્ત કરવું એવી ઇચ્છા ધરાવતા ડાય છે અને જે બીજાની ન્યાયાચિત વહેંચણી અથવા તે તકની સમાનતા નિર્માણ થવા દેતા નથી. એ પણ નિર્વિવાદ છે કે ઉત્પાદન, વિતરણ અને વિનિમયનાં સાધના કે માધ્યમોં માત્ર જ નહિ પરંતુ વિશિષ્ટ અધિકારો પણ સાથીમાનવબ'નું ભાવી નિશ્ચિત કરવામાં ઘણા મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. આ પુરાતન મૂલ્યો અને સચોગાને બદલીને તેના સ્થાને એક પૂર્ણ સમાજવાદી સહકારી સમીલિત સ્વરાજ્ય લાવવાનુ આપણુ ધ્યેય છે.
-*******
તા. ૧-૧૧-૫૭
પરિવર્તન કેવી રીતે લાવવું ?
આવી પરિસ્થિતિમાં આપણે કેવી રીતે પરિવર્તન - લાવવા ઇચ્છીએ છીએ ?
(*) કાંગ્રેસ માને છે કે સમાજવાદ કાઇ એવી ચીજ વસ્તુ નથી કે જે ઉપરથી લાદી શકાય. વસ્તુતઃ સમાજમાં ઉપરોક્ત માન્યતા એને અનુરૂપ સામાજિક—આર્થિક માળખું તૈયાર કરવાની ઈચ્છા મૌજુદ હોવી યા ઉત્પન્ન કરવી જોઇએ. સામ્યવાદી અને કેંગ્રેસી અભિગમ અને કાર્યપદ્ધતિમાં આ પણ એક મૂળભૂત તફાવત છે. રાજ્યના દંડાત્મક તંત્ર ઉપર કામુ ધરાવતા આગેવાનાની એક મંડળી એ રાષ્ટ્રની અર્થ વ્યવસ્થામાં ચોક્કસ પ્રવાહો દાખલ કરીને ક્રાંતિ પેદા કરવી એ સામ્યવાદીઓની કાર્ય પદ્ધતિ છે. પરંતુ ક્રાંગ્રેસનાં અભિપ્રાય મુજબ આવા સરમુખત્યારશાહી માનસથી પ્રેરિત અને સંચાલિત રાજ્યના દંડાત્મક તત્ર વડે સમાજને દબાવીને તેને નવાં મૂલ્યે સ્વીકારવાની ફરજ પાડી શકાય છે પરંતુ તેના કાયમી સ્વીકાર કરાવી શકાતા નથી. કૉંગ્રેસ માને છે કે તેવી પ્રક્રિયામાં સામાજિક મૂલ્યોની–માન્યતાઓની વિકૃતિ થઇ જશે. સ્વેચ્છા વિનાના એ સ્વીકાર રાષ્ટ્રના વ્યકિતત્વના ધ્વંસ કરનાર જ નીવડશે, સિવાય કે આવી જબ્બરદસ્તી સાથે આગામી પેઢીઓને અમુક માળખામાં જડબેસલાટ પરહેજ કરી શકાય એવા હિંસાત્મક પ્રયાસેા પણ કરવામાં આવ્યા હોય. આમ કરવાનું પરિણામ પણ રાષ્ટ્રની મૌલિકતા નાબુદ કરવામાં અને એકાંગી માનસ પેદા કરવામાં જ આવશે. લોકશાહીની તથા ધારણા સાધનની શુદ્ધિમાં માનતી કાંગ્રેસ આ મા, મંજુર કરી ન જ શકે. સમાજવાદ એ જીવનનું એક ધ્યેય છે, એક માર્ગ છે અને તેથી જ પાશવી ક્રૂરતાથી તથા કોઈ પણ પ્રકારના માનસિક એકાંગીપણાથી તેને દૂર રાખવા જોઇએ. નહિ તે આત્મતત્વનો નાશ થઇ જશે. આવી સમાજવાદી રચનાનુ બાહ્ય માળખું વધારે ધાતક હિંસાના ભાર નીચે ભાંગી પડશે અથવા તે હંગેરીમાં થયું અથવા અન્ય સ્થળામાં જેમ થાય છે તેમ ભય કર સંતે પેદા કરશે. તેથી, એ તો સ્પષ્ટ જ છે કે, ભારતમાં સમાજવાદ માત્ર અવાડી કોંગ્રેસના પ્રસ્તાવના કારણે, યા તે કૉંગ્રેસના બંધારણમાંના ફેરફારને કારણે, યા નિરંતર વિકાસ ચેાજનાએના અમલને લીધે પણ આવી શકશે નહિ, સંસ્થાએ. જેમાં રાજ્યસંસ્થાનો પણ સમાવેશ થાય છે--અને સંસ્થાઓના બંધારણના ફેરફારા તા માત્ર પ્રક્રિયામાં મદદ કરી શકે.
કોંગ્રેસના ચૂંટણી—મુસદ્દો પણ આ બાબત સ્પષ્ટતાથી કહે છે : “ સમાજવાદી વ્યવસ્થા એ જનતા પર અવલંબિત જીવનના એક માર્ગ છે અને તે કેવળ સરકારના પ્રયત્નાથી તેની ઉપર લાદી શકાતી નથી. તેથી લેાકેા પેાતાની શક્તિ, શિસ્ત, કાર્ય —ક્ષમતા અને સહકારી પ્રવૃતિ જેટલા પ્રમાણમાં વિકસાવે તેટલા પ્રમાણમાં સમાજવાદ મૂર્તિમ ંત થવાને સભવ રહે છે. ”
આમાં આપણતે ચોક્કસ અનુકુળતા છે. પ્રથમ અને બધાથી મહત્ત્વપૂર્ણ હકીકત તો મૈં છે કે દુનિયાના બધા દેશોમાંથી માત્ર આપણા દેશને 'અપરિગ્રહ' ના સિદ્ધાંતની દૃષ્ટિએ વિચારવાનું શિખ વવામાં આવ્યું છે; અને વળી આપણા દેશની સમગ્ર સાંસ્કૃતિક પૃષ્ટ ભૂમિ એ છે કે જેમાં આપણને “વસુધા એવ કુટુંબકમૂ” ની ભાવના શિખવવામાં આવી છે. આ ઉપરાંત સત્ય અને અહિંસા પર અવલ બિત એવા આપણા સ્વાનત્ર્ય સંગ્રામની પણ અનેખી એવી પૃષ્ઠ ભૂમિ છે. વારસામાં મળેલી આવી દાર્શનિક અને આધ્યાત્મિક પૃષ્ઠ ભૂમિના કારણે, મહાત્મા ગાંધીની સ્મૃતિ પ્રત્યેના પ્રજાજનોના ઉંડા પ્રેમના કારણે અને આપણા રાજ્ય બંધારણની અનુકુળતાના કારણે એવી એક મેટી શક્યતા છે કે આપણે લોકશાહી પ્રક્રિયા દ્વારા આપણી મઝિલ પર્યંત પહેાંચીશુ અને પૂરાણા માપદંડા તથા ધેરણા છેડાવીને જનતા નવાં મૂલ્યો સ્વીકારે તેવુ' પરિવર્તન કરી શકીશું.
મૂળ અંગ્રેજી : ઉ. ન દેખર અનુવાદક શાન્તિલાલ નન્દ
અપૂર્ણ
મુંબઈ જૈન યુવક સત્ર માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનદ કુંવરજી કાપડિયા, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩. મુદ્રણૢસ્થાન : કચ્છી વીશા ઓશવાલ પ્રિન્ટીંગ પ્રેસ, મસ્જીદ, બંદર શડ, મુંબઈ ૯. ઢ. ન. ૩૪૬૨૯