SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ પ્રબુદ્ધ જીવન આ ક્રૉંગ્રેસનું ધ્યેય સમજાવવા માટે તા. ૧૭-૧૦-૫૭ ના રાજ શ્રી મુબઈ જૈન યુવક સંધના આશ્રય નીચે યોજાયલી જાહેર સભામાં શ્રી વુડલેન્ડ કૅહલર અને શ્રી જયન્તીલાલ એન. માનકર પધાર્યા હતા અને કૉંગ્રેસના વિવિધ કાર્યક્રમની સમજુતી આપી હતી. શ્રી વુડલેન્ડ કેહલર આન્તર રાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા શાકાહાર પ્રચારક છે. તે માત્ર નિરામિષાહારી જ નથી, પણ પ્રાણીજન્ય કાઈ પણ પદાર્થ તા—દુધ, માખણ ધી વગેરેને—ખાનપાન માટે ઉપયોગ કરતા નથી. વર્લ્ડ કલ્ચરલ એસસીએશનના તેઓ પ્રમુખ છે. તે ભારતમાં પહેલાં પણ આવ્યા હતા, પણ આ વખતે તે કૉંગ્રેસના પ્રચાર કાર્ય માટે યુરોપથી ખાસ આવ્યા છે. તેઓ ભારતની સંસ્કૃતિના મોટા ચાહક છે અને જૈન ધમ પ્રત્યે ઊંડા આદર ધરાવે છે. તેમણે ઉપરની સભામાં પ્રસ ંગોચિત વિવે ચન કરતાં જણાવ્યુ કે “મારી જાણ સિવાય હું કેટલાય વખતથી જૈન હતા એમ મને માલુમ પડયુ છે. જૈન ધર્મની વિશેષ જાણ થતાં હું દિન પ્રતિ દિન વધારેને વધારે આદર્શ જૈન બનવાની ઉમેદ રાખું' છું. જૈન પાસે આ કૉંગ્રેસની પ્રવૃત્તિ વિષે ખાસ કશુ કહેવાનું હાય જ નહિ; કારણ કે જૈનાને આદર્શ અને ભાવના એ જ આ કૉંગ્રેસના આદર્શ અને ભાવના છે. વિશ્વબંધુ એ જૈન ધર્મના પાયા છે. હું પણ એવા વ્યાપક બધુત્વના પ્રચાર કરી રહ્યો છું. બધી સંસ્કૃતિના પાયે ભાતૃભાવ છે. આપણા સાધારણ પ્રશ્ન જીવનમાંથી આપણે શું મેળવવા માંગીએ છીએ તે. ાય છે. ખરો પ્રશ્ન જીવન આપણી પાસેથી શું અપેક્ષા રાખે છે તે હાવા જોઇએ. દરેક સર્જન પાછળ દૈવી પ્રયોજન હાય છે. આપણા જીવન પાછળ પણ એવા કાઈ દૈવી હેતુ રહેલા જ છે, જે આપણે શોધી કાઢવા જોઇએ અને તે મુજબ આપણું ચારિત્ર્ય આપણે ઘડવુ જોઇએ. “આ દૈવી પ્રયોજન શું હેઈ શકે? વિશ્વવ્યાપી ભાતૃભાવ આપણે આપણી સર્વે અહંતાનેશ્વરી આયોજનના ચરણે સમર્પિત કરવી જોઇએ. એમ આપણે કરીએ તે પછી આપણા જીવનના માર્ગ, સુખરૂપ—કશી પણ ગુંચ વિનાના અને છે. મૈત્રીની સાધનાએ આપણુ સર્વના જીવનનો હેતુ છે, આપણે આપણા શરીરને મિત્ર સમાન ગણાવું જોઈએ. હું શરીર નથી, પણુ શરીર મારૂ છે. એ રીતે આપણે વિચારવું જોઇએ, જેમ મા બાળકની ચિન્તા રાખે છે તેમ આપણે આપણા શરીરની ચિન્તા રાખવી જોઇએ અને શરીરમાં કશીપણા દૂષિત સસ્તુ પ્રવેશ ન કરે એની આપણે સભાળ રાખવી જોઇએ. એવી જ રીતે આપણી ભૂમિ સાથે અને ભૂમિ ઉપર વસતા પ્રાણીઓ પશુઓ સાથે આપણું મૈત્રી કેળવવી જોઇએ અને તેથી માંસાહારને આપણા ખાનપાનમાં લેશ માત્ર અવકાશ હાવા ન જોઇએ.” તા. ૧-૧૧-૫૯ વેશના અનુક્રમે ભરાવાનાં છે.” આ મુજબ જણાવીને તેમણે આગામી કોંગ્રેસમાં ભાગ લેવા અને તેને લગાતી આર્થિક જવાબદારીને અને તેટલી હળવી કરવામાં સહાયભૂત થવા મુંબઇ જૈન યુવક સંધના સભ્યોને અનુરોધ કર્યો હતા. ત્યાર બાદ શ્રી જયન્તીલાલ માન્કરે વિશ્વ શાકાહાર કોંગ્રેસના આશાની વિસ્તારથી સમજુતી આપી હતી. “આત્માને ઉન્નત કરવા માટે શરીરને શુદ્ધ પવિત્ર રાખવું જોઇએ અને તે માટે આહારશુદ્ધિ અત્યન્ત આવશ્યક છે. શાકાહાર એ કાઇ વાદ નથી, પણ જીવન જીવવાના સાચા માર્ગ છે. Vegetarianism is a way of life. આપણાં ખારાકના માત્ર પૌષ્ટિક દૃષ્ટિએ વિચાર કરવા ન જોઇએ. આ રીતે આ કૉંગ્રેસની ભૂમિકા ધ્રુવળ આધ્યાત્મિક છે; તેની પાછળ ભૂતમાત્ર વિષે' મૈત્રી કેળવવાના આદશ છે. આપણા નિરામિષહારી ખારાક માં પ્રેટીનનું તત્ત્વ ઓછું છે અને માંસમાં વધારે છે એ માન્યતા ભૂલભરેલી છે. ઉલ્ટુ માંસાહાર અનેક એવા વ્યાધિ માનવી શરીરમાં પેદા કરે છે જેની આપણને કદિ કંલ્પના આવતી નથી. માત્ર અહિંસાની દૃષ્ટિએ નહિ પણ વૈજ્ઞાનિક દષ્ટિએ વિચાર કરીતે આજે ૪૦ લાખ અમેરિકતા વેજીટેરીયન બન્યા છે. આ કેંગ્રેસના આશય અહિંસક સંસ્કૃતિને વેગ આપવાના છે, જૈન ધર્મને જનધર્મ બનાવવાનો છે. આ માટે આ કૉંગ્રેસમાં ભાગ લેવા માટે અને ભારતની સંસ્કૃતિના પ્રત્યક્ષ દર્શન કરવા માટે યુરોપ તથા અમેરિકાથી ૮૦ પ્રતિનિધિએ પાતાનાં ખર્ચે આવે છે. અને ભારતના મુખ્ય છે. શહેરામાં આ કૉંગ્રેસના અધિ મુંબઇ જૈન યુવક સંધ તરથી સંધના મંત્રી શ્રી પરમાન≠ કુંવરજી કાપડિયાએ શ્રી વુડલેન્ડ કેટલર તથા શ્રી જયન્તીલાલ, માનકરનેધ આભાર માન્યા હતા અને વિશ્વ શાકાહાર કોંગ્રેસને અપનાવવા સંધના સભ્યાને વિનંતિ કરી હતી. પ્રકીર્ણ નોંધ નવા વર્ષની શુભેચ્છા અને તા. ૨૪-૧૦-૫૭ ગુરૂવારના રોજ આપણે વિક્રમ સવત ૨૦૧૩ન વર્ષ પુરૂ' કરીને ૨૦૧૪ ના વર્ષમાં પ્રવેશ કર્યાં. આમ જાના અને નવા વર્ષની સ ંધિના ચાર વિસે આપણા દેશમાં દીવાળીના પર્વ તરીકે ઉજવાય છે અને વિદાય થતા વર્ષની આધિ, વ્યાધિ, ઉપાધિને આમ જનતા એ દિવસે। દરમિયાન ભુલી જાય છે. ઘેર ઘેર મીઠાઇ થાય છે અને વહેંચાય છે; શેરીએ શેરીએ દીપમાળ પ્રગટે છે અને વેપારીએ પોતાની પેઢીઓને શણગારે છે. બાળકા ફટાકી દારૂખાનું ફાડે છે અને આનંદમસ્ત બનીને મહાલે છે. નરનારીઓ નવાં વસ્ત્રોમાં સજ્જ થઇને નીકળે છે અને એકમેકનુ પ્રેમપૂર્વક અભિવાદન કરે છે. દિવસ રાતના ચાલુ કાળચક્રમાં આ ચાર ક્વિસે જાણે કે કાઇ જુદા જ પ્રકારના હોય એમ માનવીના—બાળકા, સ્ત્રીઓ, પુરૂષોના મોઢા ઉપર કાઈ અનેરી પ્રગ્નુલ્લિતતા તરવરતી દેખાય છે અને ચેમેર આનંદ અને ઉત્સાહનું વાતાવરણ અનુભવગાચરી થાય છે. આ નૂતન વર્ષના નવલ પ્રભાતે પ્રમુદ્ધ જીવનના વાચકાને અમારી અન્તરની શુભેચ્છાઓ છે. તેમના સુખ આરોગ્યમાં વૃદ્ધિ થાય, ઐશ્વર્ય તથા સંપત્તિને ઉત્કષ થાય અને ઇચ્છિત Àયપ્રેયની તેમને પ્રાપ્તિ થાય અને સૌ કાઇ સમાજય-અભિમુખ બને એવી પ્રાર્થના છે. સર્વાય હોસ્પીટલ અને તેના આત્મા કાન્તિલાલભાઇ ઘાટકાપર ખાતે ક્ષયરોગીની સારવાર માટે છેલ્લાં ચાર વર્ષથી એક હાસ્પીટલની શરૂઆત કરવામાં આવી છે. આનું નામ છે સર્વોદય હાસ્પીટલ.' આ હાસ્પીટલ ચાર ભાઇ અને તેમના કુટુબીજનાનુ સ્વતંત્ર સાહસ છે. તે ભાષ્ટનું ‘શ્રી મગનલાલ પોપટલાલ ચેરીટી ટ્રસ્ટ’ એ નામનું એક ચેરીટી ટ્રસ્ટ હતુ. તેમાંથી અઢી લાખ રૂપી જુદા કાઢવામાં આવ્યા. તે રકમ વડે. ૧૯૫૩ ના એકટાબર માસમાં ૧૫૦૦૦ વાર જમીન ખરીામાં આવી અને ૫૬ બીછાનાની હાસ્પીટલ બાંધવામાં આવી. આ હાસ્પીટલને બીજા ૧૦૦ ખીચ્છાનાં બાંધવા માટે તેમના જ બીજા એક ટ્રસ્ટ—સર્વોદય ટ્રસ્ટતરફથી આશરે ૧૫ લાખ રૂપી મળ્યા. અને ૧૯૫૪ ના જુલાઈ માસમાં આ હોસ્પીટલમાં કુલ ૧૫૬ બીછાનાની સગવડ થઇ. ત્યાર બાદ એપ્લાઈઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ વાળાએ અમુક સરતાએ. પોતાના કર્મ - ચારીઓ માટે આ હાસ્પીટલમાં ૮૦ નવાં બીછાનાં કરવામાં આવે એવી માંગણી કરી. આ માટે એ જ ભાઇઓની કંપનીઓ–પનાલાલ સીલ્ક મીલ્સ પ્રાઇવેટ મીલીટેડ તથા વિનાદ પ્રાઈવેટ લીમીટેડે–બે લાખ રૂપી વગર વ્યાજે ધીર્યા અને તેમાંથી ખીજા ૧૫૦ ખીછાના વધારવામાં આવ્યા. આમ છતાં દર્દીઓની ભરતી થતી જ રહી અને વધારે ખીછાનાની માગ અનિવાર્ય બની. પરિણામે એ જ કુટુંબના કુટુંબીજના તરફથ દોઢેક લાખનાં દાન મેળવીને ખીજા ૨૦૦ ખીછાનાં ઉમેરવામાં આવ્યાં. આ રીતે આજે આ સર્વોદય હોસ્પીટલ ૫૦૦ બીછાનાની સીમા સુધી પહેાંચ્યું છે અને ક્ષયરોગથી પીડાતા સખ્યાબંધ દરદીની ઉપચારસેવા કરી રહ્યું છે. વસ્તુતઃ આ વૈદ્યકીય રાહતકાર્યની શરૂઆત એક આઉટડોર પેશન્ટ ડીસ્પેન્સરીના રૂપમાં ૧૯૪૨ થી કરવામાં આવેલી. તેણે ૧૯૫૩ માં ક્ષયના દર્દીઓની એક નાની સરખી હોસ્પીટલનું રૂપ લીધું. આજે
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy