SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ૧૧૯ આવતા નથી. યુરોપ અમેરિકા જતા અનેક શાકાહારી કુટુંબના વિદ્યાચીં મેટા ભાગે માંસાહારી બનીને પાછા ફરે છે. સંપ્રદાયી મટવું અને ‘ કાસ્મોપોલીટન ' બનવુ એટલે નિરામિષ આહાર છેડીને માંસાહારી થવું અને દૂધ છેડીને દારૂ પીતા થવું-આવી સમજણુના ભાગ બનતા આપણા વિશાળ સમાજના અનેક યુવા નજરે પડે છે. આવા પ્રતિકુળ વાતાવરણ અને હિંસાપ્રચુર પરિસ્થિતિ વચ્ચે નિરામિષ આહારની તતુડી કાણુ સાંભાળવાનુ હતુ એવી નિરાશા મન અનુભવે છે. એમ છતાં પણ બીજી બાજુએ અહિંસાના વિચાર આજના જંગતમાં ઝડપભેર ફેલાઈ રહ્યો છે. સમાજહચિન્તકા અહિંસાની પરિ- - ભાષામાં જીવનના પ્રશ્નોને વિચાર કરવા લાગ્યા છે. કાઈ પણ કાળે કાઈ પણ સચોગામાં નિરામિષ આહારના સ્વીકાર સિવાય અહિંસાની સાધના અધૂરી જ રહેવાની છે—આવી જેની શ્રદ્ધા અને પ્રતીતિ છે તેણે નિરામિષ આહારનું મહત્ત્વ લોકો સમક્ષ સતત મુકવું જ રહ્યું.. આજની હિંસાપ્રમત દુનિયાને માથા ઉપર ઝઝુમી રહેલી પ્રલયમાંથી બચવુ હરો તે અહિંસાલક્ષી બનવું જ રહ્યું. એ રીતે જ્યારે દુનિયાના દૃષ્ટિકોણુ ખલાશે, અહિસાના ધારણે પેાતાના આચાર વિચારમાં તે પરિવર્તન કરવા માંડશે ત્યારે એક એવા પશુ દિવસ જરૂર આવશે કે જ્યારે તેને માત્ર દલિત પીડિત માનવીઓને જ નહિ પણ કપાતાં ચીરાતાં પશુઓને પોકાર પણ સંભળાશે અને માંસ ખાવું એ માનવી સભ્યતાને ઇનકાર કરવા ખરેખર છે એ પરમ સત્યને તે સ્વીકાર કરશે. એ દિવસ આવશે ત્યારે નિરામિષ આહાર વિશાળ માનવસમાજના સ્વાભાવિક આહાર બનશે અને એ રીતે માનવી સભ્યતાનુ' એક અગત્યનું સીમાચિહ્ન સર થયું લેખાશે. પરમાનંદ વિશ્વ શાકાહાર કોંગ્રેસનુ આગામી અધિવેશન તા. ૧-૧૧-૫૭ રીતે પશુયા ઉપર ભાર મૂકનારા માણસ માનવ સમાજને વિસરી જાય છે; માનવતાને આગળ ધરનારને મન પશુજીવનનુ કાઈ મહત્ત્વ હતુ. નથી. જીવનમાં સાચી અને સર્વાંગી અહિંસાના ઉદય થવા માટે માણસે પોતાના જીવનનું –આહાર તેમ જ વ્યવહારનું—આમૂલ સંશોધન કરવું જોઇએ, નિયમ અને અપવાદના વિવેકની તેને સુઝ હાવી જોઇએ, એટલું જ નહિ પણ જ્યારે અમુક અને અન્ય પ્રકારની હિંસા વચ્ચે પસંદગી કરવાની હોય ત્યારે સાચી પસંદગીનું ધેારણુ તેને સુલભ હાવુ જોઇએ. આ રીતે વિચારતાં માલુમ પડશે કે નિરામિષ-આહાર અહિંસક આચારનું માત્ર એક પાસુ છે અને તે આચારની સ'પૂર્ણતાને પહોંચવા ખીજા અનેક પાસાંઓની તેનામાં ખીલાવટ થવાની જરૂર રહે છે. આ રીતે વિચારતાં એ પણ માલુમ પડશે કે નિરામિષ આહારીને માંસાહાર કરતી વ્યકિત પ્રત્યે ધૃણા કે અવગણનાની નજરે જોવાના અને તેનાથી પોતે ધણા ઉંચા છે એવું અભિમાન ચિન્તવવાને લેશ માત્ર અધિકાર નથી. કારણ કે આવા નિરામિષ આહારીના માનસમાં અને આચરણમાં ખીજી પારવિનાની હિંસા ભરેલી હાય છે અને પેલા માંસાહારી ખીજા વ્યવહાર અને આચારમાં આ નિરામિષ આહારી કરતાં અનેક રીતે ચડિયાતા એટલે કે વધારે દયાળુ હોય એમ માલુમ પડે છે. સભવ છે ૐ તે પણ પાંતાના સંસ્કાર અને પેાતાની રીત મુજબ અહિંસાની જ અન્ય પ્રકારે આરાધના કરતા હાય. માનવી જીવન એટલું બધું જટલ અને એટલી બધી અસંગતિએથી ભરેલું હોય છે કે કાઈ પણ માણુસે પોતાના અમુક આચારવિચાર વિષે અભિમાન ચિન્તવવું અથવા તેા તે કારણે પાતાને અન્યથી ચડિયાતા લેખવા તે કેવળ અજ્ઞાનનું જ પ્રદર્શન કરવા ખરેાખર છે. નિરામિષ આહાર સંબંધમાં આપણને અ ંગત ગમે તેટલા આગ્રહ અને પ્રતીતિ હાય, એમ છતાં દુઃખ સાથે એ કબુલ કર્યાં સિવાય ચાલે તેમ નથી કે, આજના જીવનપ્રવાહ નિરામિષ આહારને ભારે પ્રતિકુળ બનતો જાય છે. કતલખાનામાં કપાતાં જાનવરોની સંખ્યા દિનપ્રતિદિન વધતી જ જાય છે. જો તાકાતવાળા થવું હોય તા માંસાહાર કરવા જોઇએ એ માન્યતા જોસભેર ફેલાતી જાય છે. વિશાળ સમાજમાં વ્યાપી રહેલા વાતાવરણ તરફ નજર કરીએ તે પશુધ્યા એ કાઈ જુનવાણી વિચાર હાય એમ ચોતરફ એ વિષે કેવળ ઉદાસીનતા માલુમ પડે છે. ભારતના મહાઅમાત્ય થાડા સમય પહેલાં સૌરાષ્ટ્રમાં આવવાના હતા ત્યારે ગીરના જંગલેામાં મુક્તપણે વિચરતા સિંહાને જોવાની તેમની ઇચ્છાને માન આપીને તેએ જે વિભાગમાં કરવાના હતા ત્યાં સિંહાને જતા આવતા કરવા માટે કેટલાય દિવસે સુધી સરકારી કર્મચારી તરફથી પાડા બકરા બાંધવામાં આવ્યા હતા. આ બાબતનું ન તા કશું દુ:ખ જવાહરલાલને હતું કે ન તો આમ પ્રજાને. પરદેશમાં પ્રયોગ કરવા માટે હજારોની સંખ્યામાં આ દેશમાંથી વાંદરાની નિકાસ કરવામાં આવે છે. અહિં પણ જીવતા વાંદરાએ ઉપર એ. પ્રયોગા ચાલી રહ્યા છે. આ બાબતમાં કાષ્ઠનુ દિલ દાઝતુ નથી કે કાઇ પાકાર ઉઠાવતું નથી. આ સૈકામાં બની ગયેલા, બે વિશ્વયુદ્ધ અને ત્યાર પછીની અનેક ઘટનાઓએ માનવી જીવનમાં નરી નિષ્ઠુરતા પોષવાનુ કામ કર્યું છે. અણુખેબ અને હાઇડ્રોજન ખેખની શેાધે માનવીની સંહારશક્તિને અસીમ બનાવી દીધી છે. વિજ્ઞાન પોતાની શાષા માટે પશુઓની પાર વિનાની હિંસા કરે છે. ક્યા કરૂણાનુ તત્ત્વ માનવી માનસમાંથી લુપ્ત થતું ચાલ્યું છે. આજે અણુખાંખના ચાલી રહેલા અખતરાઓ પશુ સૃષ્ટિના કેટલા મોટા વિનાશ કરતા હશે તેને તા કાઇને વિચાર સરખા પણુ આવતા નથી. એક એક વૈદ્યકીય શેાધ પાછળ સંખ્યાબંધ પશુઓની હત્યા થયેલી હાય છે અને એ બાબતની કાઈના દિલમાં જરા પણ અરેરાટી રહી નથી. ઉલટું માનવસમાજના હિત ખાતર એ તા થવુંજ જોઇએ એમ સારા સમજદાર માણુસા પણ દુ:ખ કે ડ ંખ સિવાય ખેલતા સંભળાય છે. દવા દારૂમાં પ્રાણીજન્ય પદાર્થોનો છૂટથી ઉપયાગ ચાલી રહ્યો છે અને તેના ઉપયોગ કરતાં અહિંસાવાદી જૈતાને પણ જરા પણ પ્રકપ થતા જોવામાં ઇન્ટરનેશનલ વેજીટેરિયન યુનિયન (લંડન), ધી એ હ્યુમેનીટરીયન લીગ (મુંબઇ), અને આલ ઇન્ડી એનીમલ વેલફેર એસોસી એશનના આશ્રય નીચે વિશ્વ શાકાહાર કેંગ્રેસનું ૧૫ મું અધિવેશન ચાલુ નવેમ્બર માસની ૮ થી ૧૨ મી તારીખ સુધી મુંબઈમાં મળશે અને ત્યાર બાદ ૧૪ મી થી ૧૭ મી સુધી દીલ્હીમાં, ૧૮ મી થી ૧૯ સુધી બનારસમાં, ૨૦ મી થી ૨૨ સુધી પટણામાં, ૨૩ મી થી ૨૫ સુધી કલકત્તામાં અને ૨૭ મી થી ૩૦ સુધી મદ્રાસમાં વિશ્વ શાકાહાર કોંગ્રેસનાં અધિવેશના અનુક્રમે મળશે. આ કોંગ્રેસની સ્વાગત સમિતિના પ્રમુખ શ્રીમતી રૂકિમણી એરડેલ છે અને મંત્રી શ્રી દસ્તુરજી કરામજી મેડ, શ્રી જયન્તીલાલ એન, માનકર, શ્રી મગનલાલ મુળચંદ શાહ અને શ્રી મગનલાલ પી. દોશી છે. મુંબઈના મુખ્ય અધિવેશનનું ઉદ્ઘાટન ભારતના રાષ્ટ્રપતિ ડા. રાજેન્દ્ર પ્રસાદના વરદ હસ્તે થવાનુ છે. અને અધિવેશનના પ્રમુખસ્થાને કલેરન્સ ગાસ્ટ ખીરાજશે. આ કૉંગ્રેસના અધિવેશનમાં ભાગ લેવા માટે યુરોપ અને અમેરિકાથી જુદા જુદા મંડળાના આશરે ૧૦૦ પ્રતિનિધઓ ઉપસ્થિત થશે. આ પ્રસંગે વનસ્પત્યાહારને લક્ષમાં રાખીને ખારાક, તન્દુરસ્તી તેમજ રાંધણ કળાનું એક પ્રદર્શન ભરવામાં આવશે. આવી રીતે હિંદમાં છ સ્થળાએ ભરવા ધારેલી ગ્રેસને પાર પાડવા માટે વિપુલ આર્થિક સહાયની જરૂર છે આ માટે ચેોજાયી સ્વાગત સમિતિના સભ્યોના નીચે મુજબ વર્ગોં નક્કી કરવામાં આવ્યા છેઃ– (૧) રૂા. ૧૦૦૦ અથવા તેથી વધારે રકમ આપીને કાઇ પણ વેજીટેરીયન વ્યક્તિ પેટ્રન બની શકે છે. (૨) રૂા. ૫૦૦ અથવા વધારે રકમ આપીને વાઈસ પેટ્રન થઈ શકાય છે. (૩) વિશિષ્ટ સભ્ય માટે શ. ૧૦૦ (૪) સ્વાગત સભ્ય માટે રૂા. ૧૦. આ ઉપરાંત કાઇ પણ સંસ્થા શ. ૧૦૦૦ આપીને સભ્ય બની શકે છે અને રૂા. ૧૦૦ આપીને એસેાસીએટ સભ્ય બની શકે છે. નાન-વેજીટેરિયન શ. ૫૦ આપીને સહાયક સભ્ય બની શકે છે. આ કૉંગ્રેસના ધ્યેકને સ્વીકારનાર સ જોડાવુ અને ભાગ લેવા. કાઈની ફરજ છે કે પોતાની શક્તિ, મુજબ આર્થિક ફાળા આપીને,
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy