SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશુદ્ધ જીવન ૧૧૮ કાર છે.' આ પ્રકારની વિચારણા માણસને માંસાહાર તરફ આકર્ષે છે અને જે કુલપર પરાથી માંસાહારી હોય તેને માંસાહાર ઉપર ટકાવી રાખે છે. આપણે આ કુદરતી નિયમને વિચાર કરવા જોઈએ અને નિરામિષઆહાર આપણને અભીષ્ટ હેય તે આપણે ઉપર જણાવેલ કુદરતી કાનુનના અનુસંધાનમાં નિરામિષ આહારનું સમ ન શોધવુ જોઇએ. મોટું માછલું નાના માછલાને ખાય છે તે મુજબ જીવા જીવસ્ય જીવનમ’ એ સિદ્ધાન્ત ખાટા છે એમ આપણે કહી નહિ શકીએ. માનવી સામે જ્યારે શું ખાવુ અને શુ ન ખાવુ એવા પ્રશ્ન ઉભા થાય છે ત્યારે તે એટલું તેા જાણે જ છે કે મારે મારા નિર્વાહ માટે—પ્રાણ ધારણ માટે—કાંઇને કાંઇ તે હિંસા કરવાની રહેશે જ.' પણ સાથે સાથે તે વિચારે છે કે એક અને અન્ય પ્રકારની હિંસા વચ્ચે પસંદગી કરવાનુ` મારા માટે શક્ય હાય તો મારી લગભગ સમકક્ષાનાં એવાં પશુઓ જેમાં મારા જેવું જ ચૈતન્ય ચમકતુ નજરે પડે છે, જેનામાં મારી જેવાં જ ભય, પ્રીતિ, સુખનુ આકર્ષણ અને દુઃખથી પ્રતિનિવર્તન, આનંદ અને શાકની, પ્રેમ અને પ્રતિકારની લાગણીઓ રહેલી છે, જેને - હું પંપાળું છું તે પ્રસન્નતા દાખવે છે અને જેની સામે લાકડી ઉગામુ છુ. તા એકાએક ભયગ્રસ્ત બની જાય છે—તેને મારીને તેનું માંસ ખાવાના મને વિચાર જ કેમ આવે? આ વિશાળ વસુધામાં શાક, ફળ, ધાન્ય પારવિનાનાં ઉગે છે, મને જોઇએ તે મને મળી શકે તેમ છે.” આમ વિચારીને તે પેાતાના નિર્વાર્ડ માટે કનિષ્ટ કાટિના જીવ-વનસ્પતિ-ના ઉપભોગ કરીને સાષ ચિન્તવે છે. આ રીતે માણસના આહારની બાબતમાં જીવે જીવસ્ય જીવનમૂ’ એ નિયમ લાગુ તે પડે જ છે, પણ પોતાના જીવનું જીવન–ધારણ તે માંસાહારથી નથી કરતા—કારણ કે તેનામાં ઉગેલી માનવતાની-કરૂણાની-ઊંડી વૃત્તિ તેને તેમ કરતા અટકાવે છે, પણ વનસ્પત્યાહારથી જીવન ધારણ કરવાનું તે પસંદ કરે છે. તા. ૧-૧૧-૫૭ નિરામિષ--આહારની તાત્વિક કહો કે નૈતિક ભૂમિકા આ પ્રકારની છે, તેના વિશેષ સંબંધ બુદ્ધિ સાથે નહિ પણ હૃદય સાથે છે. વિજ્ઞાન સાથે નહિ પણ ધર્મ સાથે છે. આજના પ્રતિકુળ વાતાવરણમાં બુદ્ધિ એમ કહેતી સભળાય છે કે 'દુનિયાના મોટા ભાગના લોકો માંસાહારી છે, પશુ, પંખી, મચ્છી માનવીના ઉપભોગ માટે સરજાયા છે. શરીરમાં અનાજ કરતાં માંસ વધારે જલ્દિી મળી જાય છે, એકરૂપ થાય છે. પશુઓ પ્રત્યે આવી દયા કાની વાતા કરવી એ એક પ્રકારની લાગણીવિવશતાં છે.’ હૃદય કહે છે કે માનવેતર સૃષ્ટિને કેવળ ભાગેપભાગની દૃષ્ટિએ જોવી એ ખરેખર નથી. મારી માક અન્ય જીવને પણ જીવવાના સહઅસ્તિત્વનેા–એટલે જ અધિકાર છે. મને કાઈ ઇજા - પહાંચાડે, મારા ક્રાઇ બાત કરે તા જેમ મને ગમતુ નથી તેમ અન્ય પ્રાણીઓને ઇજા કરીએ કે તેના ધાત કરીએ તે તેમને ગમતુ નથી. આ હું જાણું છું. અને તેથી તેમની સાથેના વ્યવહારમાં હું તેમની લાગણીઓની ઉપેક્ષા કરી શકું તેમ નથી. પ્રેમ જે મારા સ્વભાવધર્મ છે તે માત્ર માનવીસમાજ પુરતા પર્યાં નથી ખની શકતા, પણ ભૂત માત્રને સ્પશ વા–અપનાવવા ઝંખે છે. આ વૃત્તિની હું આવના શી રીતે કરી શકું ? દુનિયાના લકા ગમે તેમ વર્તતા હાય મારા સ્વભાવધ થી જે વિરૂદ્ધ ભાસે છે તે મારાથી થઈ ન જ શ આવી જ રીતે વિજ્ઞાન કૅવળ માનવલક્ષી રહ્યું છે. તે માનવીના ઉત્કર્ષ ખાતર, હિત ખાતર, સ્વાસ્થ્ય ખાતર ગમે તેટલી હિંસા કરતાં અચકાતુ નથી. આજે વિજ્ઞાન માનવસમાજના સંહાર કરવા જાણે કે તત્પર થયું હોય એવી ભયાનક પરિસ્થિતિ તેણે ઉભી કરી છે. ધર્મ સમગ્ર સજીવ સૃષ્ટિ સાથે તાદાત્મ્ય સાધવાનુ કહે છે. તેમાં પણ જો કે માનવી મુખ્ય સ્થાને છે, અને હાવા જ જોઇએ, એમ છતાં પણ માનવેતર સજીવ સૃષ્ટિની ઉપેક્ષા કરવાનુ તે કદિ પણ શિખવતા નથી. ધર્મારા પ્રરૂપિત યા અહિંસા નાનામાં નાના જીવને સ્પર્શીવા રક્ષવા ઈચ્છે છે. આ હિંસાનિર્ભર જગતમાં સંપૂર્ણ અહિંસક જીવન ભલે શક્ય ન હાય, તે પણ ધર્મનું લક્ષ્ય સર્વ જીવો પ્રત્યે કામળતા દાખવવાનું, સર્વ ભૂત વિષે મૈત્રી ચિન્તવવાનું અને બને તેટલી ઓછી હિંસા વડે અને ઉપરની કૅટિના વાની રક્ષા પૂર્વક સમાજધારણ કરવાનુ રહેલુ છે. આ ધર્મવિચાર સાથે માંસાહાર કદિ પણ સુસંગત થઇ ન જ શકે. ધ્યાના વિસ્તારને કાઇ છેડા હાઈ ન શકે : માંસાહારના પક્ષમાં સૌથી બળવાન દલીલ તેનામાં વધારે તાકાત આપવાની ગુણવિશેષતાને લગતી છે. આની સામે વનસ્પત્યાહારની તાકાત આપવાની શક્તિ વધારે નહિ તે માંસાહાર જેટલી તેા છે. જ એમ વનસ્પત્યાહારના પક્ષકારા જોરશેારથી કહેતા હૈાય છે. એમ છતાં માંસાહારની ઉપર જણાવેલ ગુણવિશેષતાને તાડી પાડવી મુશ્કેલ છે. આમ હોવા છતાં પણ એ માંસાહાર તરફ વળવા કે ઢળવાની કશી જ જરૂર છે જ નહિ. અને તે એટલા માટે કે ઉપર જણાવ્યું તેમ એક તો માંસાહારત્યાગ એટલે પ્રાણુજન્ય સર્વ પદાર્થોના ત્યાગ એમ સમજવાનું છે જ નહિ. નહિં તે। દુધ અને મધ અને વર્જ્ય અની જાય. પહિંસા વિના અને પદા આજે સુલભ છે અને શરીરની તાકાત વધારવા માટે આ અને દ્રવ્યો ઘણા ઉપયાગી છે, અને વનસ્પતિના વિશાળ પ્રદેશમાં પણ અનેક પદાર્થો ભરેલા છે કે જે માનવીની શારીરિક તાકાતમાં જરૂરી સર્વ પુરવણી કરી શકે તેમ છે. આ બધુ છતાં ધારા કે સમગ્રપણે વિચારતા વનસ્પત્યાહાર કરતાં માંસાહાર વધારે તાકાત આપે છે એમ હકીકત રૂપે સત્ય હાય તે પણુ, માનવીના આદર્શ અને તેટલા બળવાન પશુ બનવાના કદિ હતા નહિ, છે નહિ. માનવી કરતાં અનેકગણું વધારે બળ ધરાવતા પશુ વિદ્યમાન છે. એમ છતાં માનવીનું તે પશુ ઉપર પ્રભુત્વ વસ્તુ હતું અને વર્તે છે. તેનુ કારણ એ છે કે માણસનું વિશિષ્ટ લક્ષણ તેની શારીરિક બળવત્તરતા નહિ પણ પ્રખર બુદ્ધિમત્તા છે. એટલે કરૂણાપ્રેરિત માનવીનું આ પ્રશ્ન અંગે એક જ વળણું હાઇ શકે કે “મારૂં” શરીર નિરોગી .ડ્રાય, કાર્યક્ષમ હોય તે તે મારા માટે પૂરતું છે. મલ્લ કે કુસ્તીબાજ થવુ અથવા તેા ખલાઢય પશુ બનવું એ સામાન્ય માનવીના આદર્શ હાઇ ન શકે. તાકાતની દષ્ટિએ માંસાહારનુ ગમે તેટલું ચડિયાતાપણુ હાય, તે પણ એવી તાકાતની મને કોઈ જરૂર નથી કે જે મારા અન્તસ્તત્ત્વને જડ બનાવી દે, કણાવિહાણ બનાવી દે. કરૂણાપ્રેરિત માનવી આમ હંમેશા વિચારે છે અને નિરામિષ આહાર વિષેની પોતાની મમતાને કાયમ રાખે છે. આ નિરામિષાહારપરાયણ વનવૃત્તિ આત્માના ગુણવિકાસને અનેક રીતે ઉપકારક છે એમ છતાં અહિંસાની સાધના એ જેવુ' જીવનલક્ષ્ય છે તેણે માત્ર નિરાપ્તિહારથી સતષ માનવાની જરૂર નથી, નિરામિષ આહાર અહિંસાની ઉપાસનાનું એક અંગ છે. નિરામિષા– આહારી અન્ય માનવી સાથેના વર્તાવમાં ઘણી વખત અપ્રમાણીક, સ્વાર્થી દુષ્ટ, નિષ્ઠુર જોવામાં આવે છે, જ્યારે અન્ય માનવી માંસાહારી હોવા છતાં માનવીસમાજ સાથેના વ્યવહારમાં સરળ, નમ્ર, ધ્યાળુ જોવામાં આવે છે. આનુ કારણ એ છે કે આપણી અહિંસાવૃત્તિ–દયાની ભાવના જેટલા ક્ષેત્રને સ્પર્શે છે તેટલા ક્ષેત્ર પૂરતે આપણા વર્તાવ કણા-દયા-બને છે; તેથી ઇતર ક્ષેત્રમાં એ કુણાપણુ' જોવામાં આવતું નથી. પશુયા ઉપર ખૂબ ભાર મૂકનારા લોકો ઘણી વખત માનવી સાથેના વ્યવહારના ઊંડાથી વિચાર કરતા જોવામાં આવતા નથી. તદુપરાન્ત પશુયા એટલે પશુની પ્રાણહાની—હિંસા ન કરવી એટલી મર્યાદિત સમજણ તેમનામાં ઘણી વખત જોવામાં આવે છે, પણ જીવતા પશુઓ સાથેના વ્યવહારમાં તેમના તરફથી કેવળ નિષ્કુરતા-ક્રૂરતા દાખવવામાં આવતી માલુમ પડે છે. માનવીના આવા અહિંસાવિષયક વર્તનમાં અસંગતિએ પેદા થવાનુ કારણ એ છે કે અહિંસાના સર્વાંગી ખ્યાલ અને તનુરૂપ વિવેકભર્યું આચરણ ભાગ્યે જ કોઇ માનવીમાં પૂર્ણ પણે પ્રગટેલું જોવામાં આવે છે. કાઈ એક ખાખત ઉપર ખૂબ ભાર મૂકે છે, તો બીજો બીજી બાબતને વધારે મહત્વની ગણે છે. શાકાહારી કુટુંબમાં જન્મેલી વ્યકિતને માંસાહારના ભાગ્યે જ ખ્યાલ આવે છે. માંસાહારી કુલપર પરામાં જન્મેલ માનવીને માંસાહારમાં ભાગ્યે જ કાંધ અનૌચિત્ય ભાસે છે, એવી જ
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy