SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન શ્રી સુઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર . છુટક નકલ : નયા પૈસા ૧૯ રજીસ્ટર્ડ નં. B ૪૨૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪ ‘પ્રબુદ્ધ જૈન'નું નવસસ્કરણ વર્ષ ૧૯: અંક ૧૩ મુંબઈ, નવેમ્બર ૧, ૧૯૫૭ શુક્રવાર આફ્રિકા માટે શીલિંગ ૮, ક ------- sexyb1ક 6 @Pedh :]]s[P - NEEME-Weste નિરામિષ માનવીજીવનના પૂર્વકાળના ઋતિહાસ અને વિકાસક્રમ જોઇએ છીએ તેા માલુમ પડે છે કે એક કાળે આપણી દુનિયાના લેકને ખેતી કેમ કરવી અને ધાન કેવી રીતે પકાવવું તેના ખ્યાલ નહાતા અને આ જગત ઉપર વિચરતા માનવી જે કાંઇ ફળપાન મળે તે દ્વારા અને શિકારથી મળેલા પશુએના માંસભક્ષણ દ્વારા જીવનને નિર્વાહ કરતા હતા. સમયાન્તરે ખેતીની શોધ થઇ અને અનાજ તથા કઠોળ તેના ખાદ્ય પદાર્થોમાં ઉમેરાયાં. ખેતી જેમ જેમ વધતી ગઈ અને પુષ્કળ પ્રમાણમાં જેમ જેમ પાક ઉતરવા લાગ્યો તેમ તેમ જીવનનિર્વાહ માટે માંસભક્ષણની અનિવાર્યતા ઘટતી ગઈ અને કેવળ અનાજશાક તથા ફળ ઉપર જીવનનિર્વાહ શકય અનતે ગયે. આમ જેમ ખેતી—વિજ્ઞાનના જ માત્ર નહિ પણ વનસ્પતિ–વિજ્ઞાનના એક બાજુએ વિકાસ થતા ગયા તેમ બીજી બાજુએ માનવીના મનને, બુદ્ધિના, હૃદયના પણ ઉત્કર્ષ થતે ગયા અને કામળતા, કરૂણા, અનુકપા આદિ ગુણા ખીલવા લાગ્યા. આ આન્તર્વિકાસના પરિણામે કોઇ એક માનવીના દિલમાં પ્રશ્ન થયો કે હું જો વનસ્પત્યાહાર ઉપર મારા જીવનને –શી પણ અગવડ, તંગી કે અતૃપ્તિ વિના—નિર્વાહ કરી શકું છું, મારી રસેન્દ્રિય તૃપ્ત થાય છે અને પ્રાણુવર્ધક દ્રબ્યો પણ વનસ્પતાહારમાંથી મને પુરા પ્રમાણમાં મળી રહે છે તેા પછી મારી જેવા જ પંચેન્દ્રિય પશુઓને વધ કરીને તેનું માંસ હું શા માટે ખાઉં ?' એક દિવસ કતલ થતા જાનવરની ચીસ એ માનવીના કાન ઉપર અથડાઇ અને તેના દિલમાં તે સાંસરી ઉતરી ગઇ. તે પશુનુ પકવેલું માંસ તેની સામે આહાર-ઉપભોગ માટે આવ્યું અને તે પેલી ચીસનું સ્મરણ તેના દિલને ચીરવા લાગ્યું, અને તે પશુની દીનતાભરી મુદ્રા, કરગરતી આંખા, આન્તર ચેતનાથી હલનચલન કરતું તેનુ સેહામણું શરીર તેની આંખ સામે તરવરવા લાગ્યુ” અને “આ મારાથી નહિ ખવાય' એમ કહીને તે ઉભા થયા. તેના દિલમાં ઉંડી કરૂણાના તે દિવસથી ઉદ્દય થયા અને માંસાહારને તેણે હંમેશાને માટે ત્યાગ કર્યાં. માંસાહારત્યાગની આ છે પ્રાથમિક ભૂમિકા અને આજે પણ માંસાહારત્યાગની એ જ ભૂમિકા રહી છે. ભગવાન તેમનાથ લગ્નમડપથી પાછા ફર્યાં, કારણ કે લગ્નને લગતી વરેાંઠી-જમણુ માટે કતલ કરવા અર્થે એકઠા કરવામાં આવેલાં પશુઓના ચિત્કાર તેમના કાને પડયા અને તેમને આત્મા અંદરથી કકળી ઉઠયા કે અરે આ શું? મારા લગ્નનિમિ-તે આટલાં બધાં પશુઓની હિંસા ? મને આ લગ્ન જ ન ખપે.' રથ પાછે ફેરવાગ્યે અને સાથે સાથે તેમની જીવનની આખી દિશા પણ દિલાઇ ગઈ. આમિષ કે નિરામિષ આહાર અંગે પ્રસ્તુત ખાબત એ છે કે માનવી જો પશુની જ એક વિસ્તૃત આવૃત્તિ હત, તેનામાં પશુઓમાં જે નથી એવી બુદ્ધિ, હૃદયની લાગણી, સ્મૃત્તિ અને કલ્પના ન હેાત તા માનવી મેટામાં માટે માંસાહારી જ બન્યા હાત. કારણ કે માંસાહારથી વારનારૂ તેના માટે કાઇ કારણ હોત જ નહિ. પણ માનવી પેાતે અહિથી વિચારતા થયે। અને ખીજાના સુખદુઃખને સમજવા આહાર લાગ્યા, હૃદયથી સ'વેદતા થયા અને અન્યમાં આત્મીયતાના પ્રેમ અને સહાનુભૂતિને અનુભવ કરતા થયા, સ્મૃતિવર્ડ પેાતાના અને અન્યના ભૂતકાળને અને કલ્પના વડે પોતાના અને અન્યના ભવિષ્યકાળને તે વર્તમાનના અનુબંધમાં વિચારતા, ચિન્તવા સંવેદતા થયા અને તેની અને પશુની રીતભાતમાં ઉત્તરાત્તર મેટા ને મેટા તફાવત પડતા ગયા. એ તાવતમાંથી માનવીસભ્યતા અને સ ંસ્કૃતિના ઉદ્ય થયે।, જ્ઞાનના અનેક પ્રદેશો સર થવા લાગ્યા અને પ્રેમ, યા, કરૂણાની નવી દષ્ટિથી જગતનેજગતના પ્રાણીઓને-તે નિહાળવા લાગ્યો, ધર્મસંસ્થા ઉભી થવા લાગી અને દુનિયા સાથેના તેના વ્યવહારે અનેક નવાં રૂપે ધારણ કરવા માંડયા. આજે આપણી પ્રકૃત્તિમાં જે નિરામિષઆહારની વૃત્તિ સ્થિર અને સ્થાયી રૂપ ધારણ કરી બેઠી છે તે સતત વિકસતી રહેલી માનવીસભ્યતા અને સંસ્કૃતિનું જ એક રૂપ છે. અમુક માનવીઓ જો નિરામિષઆહારી છે તે અમુક પશુઓ ગાય, બળદ, ભેંસ, હાથી, ઘેાડા, બકરાં, ઘેટાં વગેરે પણુ–નિરામિષ– આહારી છે અને શ્વાસ અને ભાજીપાલા ઉપર નભે છે. પણ તેમના અને માનવીના નિરામિધઆહારતામાં ભારે મોટા તફાવત છે. તે પશુ આ પ્રકૃતિથી અને નહિ કે કાઇ ઉદાત્ત વૃત્તિથી નિરામિષહારી છે. માનવીની આ આહારમર્યાદા કેવળ કરૂણા વૃત્તિમાંથી નિર્માણ થઈ છે. આજે નિરામિષ આહારના સમર્થનમાં અનેક દલીલા કરવામાં આવે છે. દા. ત. વનસ્પત્યાહાર માંસાહાર જેટલા જ ખળદાયી છે, બધુ વધારે છે. માંસાહારથી કેટલાક રોગો થાય છે જેનું વનસ્પત્યાહારીઓ માટે કશુ જોખમ જ નથી. માણસના દાંતનું બંધારણ એ પ્રકારનું છે કે . તે વનસ્પત્યાહાર માટે સર્જાયા છે. હિંસક પ્રાણીઓનાં દાંત જુદા જ પ્રકારના હાય છે. જો પાયામાં કરૂણાની વૃત્તિ બળવાન નહિ હાય તે આવી મધી દલીલે। માનવીને માંસાહારથી વાળવામાં કામયાબ નીવડવા બહુ સભવ નથી. માંસાહારનુ અળવ કપણાની ખાખતમાં ચડીયાતાપણું એટલી જ બળવાન દલીલેાથી પુરવાર થઈ શકે તેમ છે. માંસાહારના કારણે અમુક રાગા પેદા થવાના સંભવ હશે તા વનસ્પત્યાહારમાંથી પણ અમુક દર્દીની સંભાવના રજી કરી શકાય તેમ છે, રાંધીને પકવેલુ અન્ન ખાવાને ટેવાયલી માનવજાતિના દાંત કશું કાચુ-પછી તે અનાજ હોય કે માંસ–ખાઈ શકતા નથી અને ખાવા જાય તેા પણ દાંતની ચાવવાની શકિત મર્યાદિત હાને તેવા ખારાક તે પચાવી શકતા નથી. એટલે નિરામિષઆહારના સમર્થનમાં દાંતની ક્લીને બહુ અર્થ નથી. આમ માંસાહારના પક્ષમાં અને વિદ્ધમાં અળવાન લીલા રજુ થઈ શકે છે અને કાઈ એકાન્ત નિણૅય ઉપર આવવાનું સાધારણ માણસ માટે મુશ્કેલ બને છે. સ્થુળ જગત ઉપર નજર નાંખતાં આપણી સામે એક જ કુદરતી નિયમ તરી આવે છે કે ∞વા જીવસ્ય જીવનમ્.' નીચેની ષ્ટિને ધાત કરીને ઉપરની સૃષ્ટિ ચાતરફ્ વનનિર્વાહ સાધતી માલુમ પડે છે. આ રીતે સૃષ્ટિના વિકાસક્રમની ટાંચે બેઠેલા માનવી એમ માનવાને અને વર્તવાને મુખત્યાર છે કે ‘હું પણ મારા શરીરનું પ્રાણસંવર્ધન નીચેની કાર્ટિની જીવસૃષ્ટિના ફાવે તેવા ઉપયોગ વડે કરી શકું છું, મને એમ કરવાના પૂર્ણ અધિ
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy