SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૨૦ ૫૭ કંદમૂળની ભક્ષ્યાભફ્યતા ? એક તાર્કિક વિચારણા (ગયા અંકમાં બટાટા કંદમૂળ હોવાના માન્યતાભ્રમ વિષે કેટલુ ક વિવરણ' કરીને ખટાટાં કંદમૂળ નથી એવા એક નિણૅય તારવવામાં આવ્યો હતા. તેમાં કંદમૂળની અભક્ષ્મતા ગૃહિત કરીને આખી ચર્ચા કરવામાં આવી હતી. આ નીચેના લેખમાં કંદમૂળની જૈન દૃષ્ટિએ પ્રતિપાદિત અભક્ષ્યતા તાર્કિક દૃષ્ટિએ ખરેખર છે કે કેમ તે વિષે એક વિચારણા રજી કરવામાં આવે છે. તંત્રી. ) જૈન પર પરા પ્રમાણે જીવના બે ભાગ પાડવામાં આવ્યા છે. ત્રસ અને સ્થાવર. ત્રસ જીવા એટલે સ્વતંત્ર હલનચલનયુક્ત જીવા જેમાં બે ઇન્દ્રિયથી માંડીને પાંચ ઇન્દ્રિય ધરાવતા જીવાને સમાવેશ થાય છે સ્થાવર જીવા એટલે સ્વત ંત્ર હલનચલન વિનાના જીવા, જેમાં પૃથ્વીકાય, અધૂકાય, વાયુકાય અને અગ્નિકાય જીવોને સમાવેશ થાય છે, આ જીવા એકેન્દ્રિય હાય છે. આ પૃથ્વીકાયના જીવામાં અન્તત થતા જીવાના બે ભાગ કરવામાં આવેલ છે; ૧ પ્રત્યેક વનસ્પતિકાય, સાધારણ વનસ્પતિકાય. જે વનસ્પતિના એક પદાર્થ માં એકજ જીવ હાય–દા. ત. સજન, કેળું'—તેને પ્રત્યેક વનસ્પતિકાય કહેવામાં આવે છે. જે વનસ્પતિના એક પદાર્થ માં જૈન પરપરા પ્રમાણે અનન્ત છવા હાય--દા. ત. સુરણુ અથવા રતાળુ-તેને સાધારણ વનસ્પતિકાય કહેવામાં આવે છે, અને આ પદાર્થ અનન્તકાય હાઈને તેને અભક્ષ્ય પદાર્થની કોટિમાં મૂકવામાં આવેલ છે. સર્વ કંદમૂળ સાધારણ વનસ્પતિકાય હોઈને જૈન પર’પરા પ્રમાણે અભક્ષ્ય લેખાય છે. કંદમૂળ વિષેની આ. પ્રમાણેની જૈન માન્યતા સ્વીકારીને ચાલીએ તો પણ કંદમૂળનુ' અભક્ષ્યત્વ એટલે પ્રત્યેક વનસ્પતિકાયની અપેક્ષાએ તેનું સવિશેષ વર્જ્ય પણ બરાબર છે કે કેમ એ મુદ્દાની ચર્ચા કરવાના અહિં આશય છે. એ તો સર્વ સ્વીકૃત છે કે જેમ વધારે ઇન્દ્રિયવાળા જીવ તેમ તેની ચેતના અને સવેદનને વિકાસ વધારે. એક જ કાર્ટિના વેામાં પણ વધારે ઓછા વિકાસની વર્ગા થઇ શકે એવી જીવયેાનિએ ડ્રાય છે. દા. ત. પ ંચેન્દ્રિય જીવેામાં પણ માનવી સૌથી વધારે વિકસિત પ્રાણી છે. એનામાં પુરી ખીલેલી પાંચ ઇન્દ્રિયે ઉપરાંત અસાધારણ શક્તિ અને શકયતાઓ ધરાવતું મન, કલ્પના, સ્મૃતિ, બુદ્ધિ તથા હૃદય હાય છે, જેના તરતની નીચેની કાર્ટિના જીવામાં બહુ જ ઓછે અંશ હોય છે અને પછીની ક્રાટના જીવામાં એ અંશ ઘટતા ઘટતા લગભગ અભાવમાં પરિણમે છે. જૈન પરંપરામાં એક બાજુએ વિવિધ પ્રકારના સંયમલક્ષી તપ અને વ્રનિયમાાં અનુન્નાના વિહિત છે અને બીજી બાજુએ ખાદ્યાખાદ્ય તથા પેયાપેય પદાર્થોં સબંધમાં અહિંસાલક્ષી અનેક વિધિનિષેધા ક્રમાવવામાં આવ્યા છે. આ ખાદ્યાખાઘ તથા પેયાપેયના નિર્ણય કરવા માટે ત્રણ પ્રકારના નિયમો કલ્પવામાં આવ્યા હોય એમ લાગે છે: (૧) જ્યાં સુધી નિર્જીવ લેખાતા પર્યાં વડે જીવનનિર્વાહ શક્ય હોય ત્યાં સુધી સજીવ પદાર્થોના ઉપયાગ ન કરવા. પ્રબુદ્ધ જીવન ૧૧૭ હવે વનસ્પતિકાયના જે બે વિભાગ કરવામાં આવ્યા છે~ એક વિભાગમાં આપણે જે ચાલુ મૂળ શાક ખાઈએ છીએ તેને સમાવેશ થાય છે અને ખીજા વિભાગમાં જેને આપણે કંદમૂળ તરીકે ઓળખીએ છીએ તેના સમાવેશ કરવામાં આવે છે—તે સમગ્ર વનસ્પતિકાયને જો આ ધોરણ લાગુ પાડવામાં આવે તે ઉપરના કીસ્સામાં જેમ માંસાહારને વર્જ્ય ગણવામાં આવ્યા અને તેની અપેક્ષાએ નિરામિષ આહારને આદરણીય લેખવામાં આવ્યો તેમ પ્રત્યેક વનસ્પતિકાયના સ્થાને સાધારણ વનસ્પતિકાય એટલે કે કંદમૂળ વગેરેને ખાનપાન અંગે સવિશેષ પસંદગી આપવી ઘટે. કારણ કે કંદમૂળ વગેરેનું અન ંતકાય હોવાપણું એ હદ સુધી જૈન શાસ્ત્રોમાં વણૅવવામાં આવ્યું છે કે સાયના અગ્રભાગ જેટલા કંદમૂળમાં અનત જીવો રહેલા છે. આ વા ક્ષણે ક્ષણે જન્મતા અને મરતા હોય છે એમ પણ તે વિષે શાસ્ત્રોમાં વર્ષોંન: કરવામાં આવ્યું છે. આવા સુક્ષ્મતમ છવા ચેતના અને સવેદનની દૃષ્ટિએ હીનતમ કોટિના હોવા જોઇએ, જેની અપેક્ષાએ પ્રત્યેક વનસ્પતિકાયના જીવે ચેતના અને સંવેદનની દૃષ્ટિએ વધારે ચડિયાતા અને વધારે વિકસિત હોવા જોઇએ અને તેથી જ તેની અપેક્ષાએ કંદમૂળના ઉપભાગને પ્રથમ સ્થાન મળવુ જોઇએ. (૨) ખાનપાન માટે જીવહિંસા અનિવાર્ય હોય ત્યાં અને તેટલી આછી હિંસા. વડે ચલાવવુ. આ ખીજા નિયમ ઉપર વિવેકમર્યાદા સૂચવતા ત્રીજો નિયમ નીચે મુજબ છેઃ (૩) ચાલુ જીવનનિર્વાહ માટે જ્યાં અલ્પવિકસિત જીવાની અધિકતર હિંસા અને અધિકતર વિકસિત જીવાની અપ હિંસા—એ એ વચ્ચે પસંદગી કરવાની હાય ત્યાં અલ્પવિકસિત જીવોની અધિકતર હિંસાને પસંદગી આપવી અને અધિકતર વિકસિત જીવની હિંસાથી અને તેટલા દૂર રહેવુ. V ખાનપાનને લગતા જૈન આચારમાં લીલા કરતાં સુકુ, વનસ્પતિ કરતાં કઠોળ મૂળ કરતાં અનાજ ખાવાના જે આગ્રહ છે અને માંસા હારના સ્થાને નિરામિષ ભાજનને સવિશેષ આદરણીય લેખવામાં આવ્યુ છે તે ઉપર જણાવેલ ત્રણ નિયમા ઉપર આધારિત હાય એમ લાગે છે. અહિં એ સ્પષ્ટ કરવાની જરૂર છે કે વનસ્પતિની સજીવતા આજના વિજ્ઞાનને અભિમત છે, સ્વીકાર્ય છે, પણ અન્ય ફળશાકની અપેક્ષાએ કંદમૂળની જીવબહુલતાને વૈજ્ઞાનિક સંશોધનને કોઇ ટેકા નથી અને જીવસખ્યાની દૃષ્ટિએ આજનું વિજ્ઞાન કેળાં, બટેટાં કે સુરણ વચ્ચે કશા ભેદ કરતું નથી. આ તેા વિજ્ઞાનની વાત થઈ. પણ જૈન માન્યતા પાછળ રહેલા હિંસા—અહિસાના ધારણે વિચાર કરતાં અને તેમાં પણ ઉપર જણાયેલ ત્રીજો નિયમ લાગુ પાડતાં પ્રત્યેક વનસ્પતિકાયની અપેક્ષાએ કંદમૂળ સવિશેષ વર્જ્ય એટલે કે અભક્ષ્ય બની શકતું નથી. હિંસા—અહિંસાની દૃષ્ટિએ કંદમૂળ અને ખીજા ચાલુ શાકા વચ્ચે ખીજો એક તફાવત પણ ધ્યાનમાં લેવા ઘટે છે. કંદમૂળ નક્કર ફળ હાય છે, તે લાંખા વખત ટકે છે અને તેમાં જલ્દિ વિકાર થતા નથી, તેમજ ખીજી કોઇ જીવાત્પત્તિ થતી નથી; ખીજાં લીલાં શાક બહુ ટકતા નથી; તે જહિંદુ અગડે છે અને તેમાં બીજી વાત્પત્તિ શરૂ થઇ જાય છે. એટલું જ નહિ પણ સરસ અને તાજા શાકમાં પણ એળેા અને ખીજી જીવાત ઉત્પન્ન થયેલી અનેકવાર જોવામાં આવે છે અને જરા પણ બેદરકારીથી આ શાક મેાળતાં આ એ ઇન્દ્રિય કે ત્રણ ઇન્દ્રિય ધરાવતા જીવાની હિંસા થવા ખૂબ સંભવ રહે છે. દા. ત. ભીંડા, વટાણા, વાલેાળમાં જીવતી એળે! ઘણીવાર જોવામાં આવે છે અને પૂરી ચીવટથી શાક મેાળતાં પણ એ એળેા માળનારના હાથે ઘણીવાર કપાઇ જાય છે. કાશ્મીફ્લાવરમાં તે! જલ્દિ ન દેખાય એવી ઘણી વખત પુષ્કળ જીવાત હોય છે. નાતજાતના વરામાં તે આવી હિંસાના ક્રાઇ પાર રહેતા નથી. આ દૃષ્ટિએ પણ ચાલુ ખીજા શાકા કરતાં કંદમૂળ વધારે પસંદગી લાયક લેખાવું ઘટે છે. ઉપર જણાવેલ ત્રીજા નિયમના વિધમાં કાઈ . એમ કહે કે આપણે જીવ જીવ વચ્ચે આવા ભેદ કરવા ન જોઇએ, જૈન મતે તે સર્વ જીવા સરખા છે.' આ મન્તવ્યમાં સત્ય છે, પણ તે સાપેક્ષ છે. જૈન શાસ્ત્રો જરૂર કહે છે કે શકય હોય તે કોઇ પણ પ્રકારની હિંસાથી દૂર રહે અને તેમાં નાના મેાટા જીવાનો ભેદ ન કરો અથવા તેા આ નાના જીવ છે એટલે તેની ઉપેક્ષા ન કરો, પણ જ્યાં એક યા બીજા જીવની હિંસા અનિવાર્ય હોય ત્યાં નાના મેટા જીવાને વિવેકપૂર્વક ભેદ કરવાની આપત્તિ આવીને ઉભી રહે છે. જૈન પરપરાએ આ ખ્યાલ રાખીને એકેન્દ્રિય જ્વની હિંસા કરતાં એ ઇન્દ્રિય જીવની હિંસામાં અનેક ગણા દોષ છે, પાપ છે એમ જણાવ્યું છે. માનવીમાં પણ શ્રાવક, શ્રાવકમાં પણ ખાર વ્રતધારી શ્રાવક, તેમાં પણ પંચમહાવ્રતધારી મુનિની હિંસા અધિકાધિક દોષપાત્ર હોવાનું જૈન દર્શન જણાવે છે. આ જ ન્યાય ભીડા તુરીયા જેવા પ્રત્યેક વનસ્પતિકાયને અને કંદમૂળ જેવા સાધારણુ વનસ્પતિકાયને લાગુ પાડતાં પ્રત્યેકની હિંસા સાધારણ કરતાં વધારે દ્વેષપાત્ર લેખાવી જોએ એમ લાગે છે,
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy