SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ અન ૧૧૨ ઉજળા લાગતા, અને એ રીતે એ વિશાળ ગાલીચા ઉપર પ્રકાશ અંધકારના-ધવલતા અને શ્યામતાના—નાના મેાટા મુદ્દા ઉઠતા અતે સરતાં હાય એમ લાગતું હતું. એક બાજુએ ગણેશપુરીની ઝાંખી થતી હતી; ખીજી બાજુએ અકલાલી ગામને–ધમ શાળા અને આરોગ્ય ભવનના પડાવ દેખાતા હતા. આખા પ્રદેશ ઝાડપાનથી ખીચેખીચ ભરેલા હતા. વહેતા પ્રવાહની રોચક શીતળતા અને આસપાસના દૃષ્યની મનહર રમણીયતા નદીમાં નહાતાં નહાતાં અમે એકાદ કલાક માણી અને પછી સરખા થઇને અમે અમારા નિવાસસ્થાન ઉપર ગયા. અને ભાજનની વ્યવસ્થા કરવામાં રોકાયા. બપોરના મધ્યાહૂન કાળે અમે બધાંએ એકઠાં ખેસીને ભેાજન કર્યું. ભેાજનમાં હતુ ઉંધીયું, જલેબી, કઢી અને ભાત. આ રીતે અમારૂં ભોજન નહેતુ સાદું, નહેાનું ભારે. આ પર્યટનમાં જ્યારે જ્યારે જે કાંઈ ખાવાનું આપવામાં આવ્યું તે પાછળ એક પ્રકારની સુરૂચિ અને આવે પ્રબંધ કરવાને લગતા અનુભવ હતા. તેના યશ અમારા ખાનપાનની બધી ગોઠવણુ કરનાર અને એ માટે પૂરી જહેમત ઉઠાવનાર ભાઇશ્રી નૌતમભાઇને ફાળે જાય છે. જમ્યા પછી દોઢ બે કલાક આરામ લીધા ખાદ ટી, જી. શાહે અમને કેટલાક જાદુના ખેલ ખતાવીને અમારા મનનું ખૂબ રંજન કર્યું. સંધના મંત્રી શ્રી. ચીમનલાલ જે. શાહે પણ એ ત્રણ જાદુઈ કરામત ખતાવીને અમને ખુબ હસાવ્યા. સાંજના સાડા ચાર વાગ્યા. ઉપડવાની અમે તૈયારી કરી. મુંબઈ તરફ પાછા ફરતાં પહેલાં અમારી સ્વારી નજીકમાં આવેલી ગણેશપુરી તરફ ઉપડી. અહિં પણ ગરમ પાણીના કુંડા છે, એક વિશાળ વિષ્ણુમંદિર છે, વળી અનેક શ્રદ્ધાળુ લેકાનુ આકર્ષ છુપાત્ર બનેલા નિત્યાનંદ સ્વામી નામની એક વ્યક્તિ ત્યાં રહે છે. આમને કેટલાએક સિદ્ધયોગી માને છે અને તેમના દર્શન વડે ઊંડી કૃતાર્થતા અનુભવે છે અને તેમની સામે ફળ ફુલો અને દ્રવ્યની ભેટ ધરે છે. તેઓ ભાગ્યે જ મેલે છે. તેમની કાયા શામળી છે અને માત્ર લગેટ વડે લગભગ નગ્ન દશામાં રહે છે. જેની સાથે સીધા પરિચય માટે અવકાશ નથી તેના વિષે એક યા ખીજા પ્રકારના અભિપ્રાય વ્યકત કરવા એ ઉચિત લાગતુ નથી. જ્યાં સુધી જે વ્યકિત આપણુને બરાબર ન સમજાય ત્યાં સુધી આપણા માટે તે વ્યકિતના કાઈ ખાસ ઉપયાગ નથી. આવી વ્યકિત સંબંધમાં માનસિક તાટસ્થ્ય એ ઉચિત માર્ગ છે. આંધળી શ્રધ્ધા અથવા તે અવિચારી તિરસ્કાર એ બન્નેથી દૂર રહેવામાં ડહાપણ છે, શાણુપણુ છે. ગણેશપુરીની બાજુએ વયેવૃદ્ધ ડો. કાઠાવાળાનુ' એક સેનેટારિયમ છે. આસપાસના પ્રદેશમાં આવેલા ગરમ પાણીના ઝરાના વૈજ્ઞાનિક પદ્ધતિએ વૈદ્યકીય ઉપચાર કયા કયા દર્દીના સંબંધમાં કેવી રીતે કરવા તે વિષયના તે નિષ્ણાત છે અને એવા ઉપચારની અપેક્ષા ધરાવતા દર્દીઓને પેતાના કુટુંબીજના સાથે રહેવા વગેરેની તેમના સેનેટારિયમમાં વ્યવસ્થા છે. ડા. કાટાવાળા ભલા પરગજુ દિલના પારસી અને માયાળુ સજ્જન છે અને એ બાજી બહુ જ એ વસવાટ અને લોકાની અવરજવર હતી ત્યારના વર્ષોજીના તેમને ત્યાં વસવાટ છે. પોતે કુશળ ખ દુખાજ છે અને વાધ દીપડા આદિ હિંસક પ્રાણીએની રંજાડમાંથી આસપાસનાં ગામડાંમાં વસતા કાને પોતાની કુશળ ખદુકગીરી વડે અનેકવાર તેમણે બચાવ્યા છે. નિર્ભયતા અને સાહસ તેમને જન્મથી વરેલાં છે. તેમના સેનેટારિયમની પણ આમારામાંના કેટલાકે મુલાકાત લીધી અને ડે. કાઠાવાળાનાં દર્શન કીધાં તા. ૧૫-૧૦ અહિંથી પછી અમે મુંબઇ તરફ ઉપડયા અને જેમ સુખથી આ બાજુ આવતાં તેમ જ અહિંથી મુંબઈ બાજુ જતાં જે અઢી ત્રણ કલાક લાગ્યા તે આખા સમય ગાનતાન, દુહાઓની રમઝટ અને વિનાદ વાર્તાલાપમાં અમે પસાર કર્યો, ચાણા નજીક માવ્યાં; હવે તે એક પછી એક છુટા પડવાના. એટલે નાની બહેનેાએ ગીત શરૂ કર્યું :-- અમે અમારે ઘેર જઈએ ભાઇ રામનામ છે; આ ખેલ્યુ ચાલ્યું માફ, બીજી શું કહીએ ? સઘના પ્રમુખ શ્રી ખીમજીભાઈને રામરામ છે; તેમને એકલાં આવવાનેા શાખ, ખીજુ શુ કહીએ ? સઘના મંત્રી શ્રી પાન દભાઇને રામરામ છે. તેમને ટનના બહુ શોખ, બીજું શુ કહીએ ? સઘના મંત્રો શ્રી ચીમનભાઇને રામરામ છે, તેમને માલકન-જીન્ઝારીના શાખ, ખીજું શું કહીએ? સઘના સભ્ય ભાઈ અચરતલાલને રસાય છે. તેમને દુહા સ’ભળાવવાને શાખ, શ્રીજી શું કહીએ ! અને એ .રીતે પર્યટનમાળીની દરેક વિશેષ વ્યકિતની ખાસિ યતને—વિશેષતા તેમ જ વિચિત્રતાને—પેાતાની રીતે વર્ણવીને અમને ઠીક ઠીક હસાવ્યા. આઠ વાગ્યાં લગભગ મુંબઇ પહેાંચ્યા અને અનમાં અનેક મીઠાં સ્મરણેા સંગ્રહીને એકમેકથી છુટાં પડયાં. આ છે અમારા વજેશ્વરીપર્યટનની નાની સરખી કથા. પર્યટનમાં અમે જેમ મુકત મને વિચર્યા તેમ જ તેનુ વર્ણન પણ પ્રસ્તુતાપ્રસ્તુતની મર્યાદાની બહુ દરકાર કર્યા સિવાય મુકત મને આળખવા અહિં પ્રયત્ન કર્યો છે.એ હેતુથી કે જે એ પર્યટનમાં અમારી સાથે નહાતા જોડાયા તે પણ એ પર્યટનને કલ્પનાથી ચેડા આસ્વાદ અનુભવી શકે, અને અમારા આનંદના ભાગીદાર મની શકે. બાન હું અહિં જણાવતાં ઊંડી દિલગીરી થાય છે કે આ વરૃધ્ધ . ૐ. કાઠાવાળાને અમે મળ્યા તેનાં ખીન્ન જ દિવસે સાંજના કે રાત્રીના સમયે તેમને કારાનરી થ્રોમ્મેસીસ”ના હુમલા થયા. આમ છતાં પેાતાની મેટર પેતે જ હાંકીને તેઓ મુંબઇ આવ્યા અને ડૅ, ચાના નર્સીંગ હોમમાં દાખલ થયા અને જરૂરી સર્વ ઉપચાર કર્યા, પણ આ પુરૂષાર્થ અને પ્રયત્ન નિષ્ફળ નીવડયા અને પછીના દિવસે તેમણે આ ફ્રની દુનિયાની સદાને માટે વિદાયગીરી લીધી, જનસમાજ આ રીતે એક પરોપકારી મૂક સેવકથી વશ્ચિત બન્યા. અમદાવાદમાં સ્થપાનાર ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર શેઠ શ્ર, કસ્તુરભાઇ લાલભાઇ, શેટ્ટ શ્રી. ચીમનભાઈ લાલભાઈ, શેઠ શ્રી. નરાત્તમભાઇ લાલભાઈ અને તેમનાં કુટુખીજના તથા અન્ય ગૃહસ્થાએ મળીને ભારતીય સંસ્કૃતિની ઉંચી કક્ષાના અધ્યયન અને સશોધન માટે એક સંસ્થા સ્થાપવાના વિચાર કર્યો હતા અને તે અમલમાં મુકવા સૌ પ્રથમ એ સસ્થા સરકારમાં શ્રી. લાલભાઈ દલપતભાઇ ભારતીય સંસ્કૃતિ વિદ્યામ ંદિર” નામે રજીસ્ટર કરાવી હતી. આ “લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર”ના મકાન વિગેરે બાંધવા માટે કામસ કાલેજની પાછળ યુનિવર્સિટી કેમ્પસ પાસે સાડા છ એકર જમીન રૂપીઆ એ લાખમાં ખરીદવામાં આવી છે અને તેના મકાન વિગેરેના નકશા તૈયાર કરવાનું કામ હાથ પર ધરાયું છે, અને સદરહુ જમીન ઉપર અધતન સગવડવાળું મકાન આશરે શ. ૧૦ લાખના ખર્ચે તૈયાર કરાવવાનુ નક્કી કરવામાં આવ્યું છે, આ સંસ્થાના વહિવટી ખર્ચ માટે પણ શેઠ શ્રી. કસ્તુરભાઇ લાલભાઇ, શેઠ શ્રી. ચીમનભાઇ લાલભાઈ તથા શેઠે શ્રી. નરોત્તમભાઇ લાલભાઈ તરફથી એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે અને તેની વાર્ષિક આવક જે આશરે રૂા. ૭૦,૦૦૦) ની છે તે આ સસ્થાના કાયમી વહિવટી ખને પૂરક રહેશે. સંસ્થાનું કાર્ય –આ સંસ્થા પોતાના પ્રથમ કાય તરીકે સ્થળે થળે જુદા જુદા હસ્તલિખિત ગ્રંથસંગ્રહા અને ભડારે। પડયા છે તેમને વ્યવસ્થિત રીતે સંધરવા, સાચવવા અને સંશોધન માટે સુલભ કરવાને પ્રયાસ કરવા ધારે છે. આ અથે આમેહવા અને જીવજં તુ વગેરેથી પ્રતિઓનુ રક્ષણ થાય એ માટે અદ્ય-તન વૈજ્ઞાનિક જ્ઞાનના ધેારણે મકાન બાંધવાની અને સંરક્ષણની ચેાજના વિચારાઈ છે, આ હસ્તલિખિત ગ્રંથવિભાગનું કાર્ય પૂ. પા. મુનિ શ્રી. પુણ્યવિજયજી આદિ નિષ્ણાતેની દોરવણી નીચે થશે; જેમની દેખરેખ નીચે અદ્યતન પદ્ધતિઓમાં કેળવાયેલા કયુરેટર આખી વ્યવસ્થા સંભાળશે. કાર્યાલયના પ્રારંભ–મકાન તૈયાર થાય ત્યાં સુધી એસી ન રહેતાં લાલભાઇ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર કાર્ય ના પ્રારંભ કરવાના ઠરાવ કર્યાં છે અને તે માટે હાલમાં શેઠ લાલંભાઈ દલપતભાઈ પાનકાર નાકે આવેલા વડાનું મકાન કાર્યાલય તરીકે પસંદ કરવામાં આવ્યુ છે. - લાલભાઈ દલપતભાઇ ભારતીયસ સ્મૃતિ વિધામંદિરના કાર્યના મંગળ પ્રારભ વિદદરત્ન સાધક આચાર્ય પૂજ્ય મુનિ શ્રી. પુજ્યવિજયજીના હસ્તે વિજયાદશમી તા. ૩ જી તે ગુરૂવારે પ્રાતઃકાળે છા વાગે કરવામાં આવ્યા છે.
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy