________________
૧૦૮
છે, અને અનેક શિષ્યાને વિદ્યાદાન આપ્યું છે. આપે જૈન, વૈદિક તેમ જ બૌદ્ધ તત્ત્વદર્શનને. જીવનભર અભ્યાસ કરીને ભારતીય સંસ્કૃતિનુ સમગ્ર દર્શન સમ રીતે અને સમાન દૃષ્ટિએ · જનતા પાસે મૂક્યું છે એ આપના જીવનકાર્યની વિશિષ્ટતા છે. વિચારાનું સ્વાતંત્ર્ય અને જીવનનું વ્યકિતત્વ સાચવીને આપતું મંતવ્ય આપે હંમેશા નિર્ભયપણે રજૂ કર્યું છે, એક વિદ્વાન અધ્યાપકે આપને માટે યથાર્થ જ કહ્યું છે કે “As a thinker he is absolutely independent. His allegiance is always to truth and never to a fashionable opinion. He holds brief for none and does not hesitate to champion the cause which, he thinks, stands for justice and truth." (વિચારક તરીકે તે કેવળ સ્વતંત્ર છે, તે હંમેશાં સત્યને વશ વર્તીને ચાલે છે, અને ફ્રેશનરૂપ અભિપ્રાયને હરગિજ તાખે થતા નથી. કાઈના પક્ષ કરતા હાતા નથી, અને એમને જે કાર્ય ન્યાય અને સત્યવાળું લાગે તેના પુરસ્કાર કરતાં અચકાતા નથી. )
પ્રબુદ્ધ જીવન
આ જમાનાના એક સમન્વયદર્શી `ચિંતક અને “મહાપ્રાન” ના પદને લાયક પુરુષને ડી.લિ. ની માનાર્હ પદવી આપવામાં ગુજરાત યુનિવર્સિટી ઉચ્ચ વિદ્યાનું સન્માન કરે છે અને તેની સાથે પોતાનુ ગૌરવ વધારે છે.
અંતે એક અંગત વાત કહુ તા ક્ષમા કરશે. ભારતીય તત્ત્વજ્ઞાનના એક અભ્યાસ તથા તેમાં ઊંડે રસ ધરાવનાર મને આ પથ્વીમાં આપને પ્રવેશ આપવાને જે શુભપ્રસંગ મળ્યો છે. તેને હું મારું સદ્ભાગ્ય સમજું છું.
પતિજી, હવે હું આપને આ પ્રમાણપત્ર અર્પણુ કરું છું અને આશા રાખું છું કે હજી ઘણાં વર્ષ સુધી આપ માનસિક
અને શારીરિક સ્વાસ્થ્ય ભાગાવી જે સાંસ્કૃતિક સેવા આપ કરી રહ્યા । તેમાં અભિવૃદ્ધિ કરશેા.
શ્રી મુનશીજીની શ્રધ્ધાંજલિ
ત્યાર બાદ આ પ્રંસગે ઉપસ્થિત થયેલા મુખ્ય મહેમાન શ્રી કનેચાલાલ મુનશીએ જણુાવ્યું કે “પડિતજીને મારી શ્રધ્ધાંજલિ અર્પણ કરવાના મતે આ અવસર મળ્યો તે માટે હું મારી જાતને સદ્ભાગી લેખુ છું. પંડિતજીનું ચારિત્ર્ય, તપ, વિદ્વત્તા એ બહુ જાણીતાં છે. તેમના વિષે એક વાત ખાસ કહેવા જેવી એ છે કે તેમણે સમસ્ત જીવન વિદ્યાભ્યાસ અને ચિન્તન પાછળ ગાળ્યુ છે. આ જમાનામાં આવી ખીજી વ્યક્તિ મળેલી મુશ્કેલ છે. ાજના વખતમાં વિદ્યાની એકધારી ઉપાસના કરવી એ અત્યન્ત મુશ્કેલ છે. આજની ધાંધલ, ચંચળતા, માનવીના મનને સક્ષુબ્ધ રાખે એવી સતત બન્યે જતી ઘટનાઓ, આર્થિક વિટંબણાઓ–આ બધા વચ્ચે નાનાપાસના માટે જોઈતી એકાગ્રતા લગભગ દુષ્પ્રાપ્ય છે. એ તો પડિતજી જૈવા સરસ્વતીના લાડીલા કાઈક જ પ્રાપ્ત કરી શકે છે. એમનામાં શાસ્ત્રીય -અન્વેષણ કરવાની અમાપ શક્તિ છે. તે સાથે તેમની દ્રષ્ટિ નિષ્પક્ષપાત
છે. કોઇ પણ સંપ્રદાયને તેમણે પોતાના માન્ય નથી. તે સંપૂર્ણ અર્થમાં સ્વત ંત્ર ચિન્તક છે. અને જો ચિન્તક સ્વતંત્ર ન હોય તે તેને ચિન્તક કહેવાય જ કેમ ? ચિન્તકના પ્રથમ કર્તવ્ય તરીકે તેમણે સદા સત્યની જ સેવા કરી છે.
તા. ૧૫ ૧૦ પછ
પંડિતજીને ‘પ્રજ્ઞાચક્ષુ’ વિશેષણથી ઓળખવામાં આવે છે. આ વિશેષણ તેમણે સપૂર્ણ પણે સાર્થક કર્યું છે. તેમણે વિદ્યાના ક્ષેત્રને અનેક રીતે સમૃદ્ધ બનાવ્યું છે. આ માટે આપણે તેમના ખરેખર ખૂબ રૂણી છીએ. આપણે સ્વભાવે એવા ધડાયા છીએ કે ચિન્તન અને અભ્યાસને આપણા ત્રનમાં બહુ ઓછું સ્થાન મળે છે, પડિતજીએ તા ચિન્તન અને અભ્યાસને પોતાના જીવનના મુખ્ય વ્યવસાય બનાવ્ય છે. આ માટે આપણે તેમનુ જેટલું બહુમાન કરીએ તેટલું આવ્યું છે.
સાધારણ રીતે આજ કાલ આવી પદવી યુનિવર્સિટીઓ તરકથી રાજકીય આગેવાનને આપવામાં આવે છે. મેં ઘણીવાર આવી પીએ આપી છે. મે` ઘેાડી ઘણી લીધી પણ છે, જેમાં એક જ પછી એવી છે કે જે રાજકારણના નિમિત્ત સિવાય માત્ર સાહિત્યના કારણે મને મળી હોય. આજે અપાતી પદવી માત્ર સાહિત્ય સેવા માટે આપવામાં આવે છે. આ પ્રકારની પદવી ગુજરાત યુનિવર્સિટી તરફથી સૌથી પહેલી આપવામાં આવે છે અને તે પણ શુધ્ધ સાહિત્યિક ઉપાસના કરનાર આવી વ્યક્તિને આવી પરિપાટી શરૂ કરવા માટે ગુજરાત યુનિવર્સિટીને ધન્યવાદ ધટે છે. આ પ્રસંગ ગુજરાત યુનિવર્સિટી માટે ખૂબ ગૌરવપ્રદ છે. ૫. સુખલાલજી જેવી વ્યકિતને આ પછી આપીને ગુજરાત યુનિવર્સિટીએ એક નવી પ્રણાલિકા શરૂ કરી છે જેનું ખીચ્છ યુનિવર્સિટીએ પણુ અનુકરણ કરશે એવી હું આશા રાખું છું. પ્રસંગે ૫. સુખલાલજીને મારા અન્તરની શ્રધ્ધાંજલિ સમર્પિત કરૂ છું.”
ત્યાર બાદ ડૉકટર ઓફ્ લેટસની માનાહે પદવીને લગતું પ્રમાણુપત્ર ઉપકુલપતિ તરફથી ૫. સુખલાલજીને અર્પણ કરવામાં આવ્યું. તેને સાદર સ્વીકાર કરતાં પંડિતજીએ મોટેથી બુલંદ સ્વરે નીચે મુજબ મહત્વપૂર્ણ નિવેદન કર્યું: --
પ્રાચીન સમયમાં અધ્યયનનાં એવાં સ્થાને હતાં કે જ્યાં તે તે સમયના ઝંઝાવાતાથી તેમ જ બહારનાં આકર્ષાથી મુક્ત રહીને એકાગ્ર અધ્યયન થઈ શકતું હતું. આજે તો રાજકીય આંદોલનાનું આકષ ણુ ચાતર, ખૂબ વધી ગયું છે અને તે કારણે અભ્યાસમાં અનેક વરાધા ઉભા થાય છે. આમ છતાં આજના સમયમાં પંડિતજીનું અધ્યયન એકધારૂ અને કશા પણ અવાધ સિવાય એકસરખુ વિકસતુ રહ્યુ છે તે ભારે આશ્રય જનક છે.
પંડિતજીનુ આભારનવેદન ઉપકુલપતિશ્રી, મહુનીય મુખ્ય મહેમાનશ્રી અને મિત્રો,
વિશ્વવિદ્યાલય એ વિદ્યાવાસ્ય વિદ્યા મંદિર છે અને તેથી જ તે ઇશાવાસ્ય પણ છે. એમાં શારદાની ઉપાસના જ ચાલતી રહે છે. મંદિરમાં પાસ્ય એક, પણ તેના ઉપાસકે અને ઉપાસના વિવિધ હાય છે. એ જ રીત વિદ્યાધામમાં પ્રવર્તે છે. વિદ્યાધિકારી, અધ્યાપકા અને વિદ્યાર્થી એ બધા જ પોતપોતાની રીતે એક માત્ર વિદ્યોપાસનાના લક્ષ્યથી જ અહીં પ્રેરાય છે.
હું' પણ એક નમ્ર ઉપાસક જ રહ્યો છું. તેથી વિશ્વવિદ્યાલય જે પસ્તુત પદવી દ્વારા મારા સત્કાર કરે છે તે વિદ્યોપાસકાએ પોતા પૈકી એક સાધુને જ કરેલ સત્કાર છે. અને એ સત્કાર ખરી રીતે વૈયક્તિક ન હોતાં માત્ર વિદ્યોપાસનાના જ સત્કાર બની રહે છે.
વિદ્યાની ઉપાસના એટલે શાસ્ત્રોની ઉપાસના. એ પશ્યતી, મધ્યમા, અને વૈખરી એમ અનેક સ્વરૂપે આવિર્ભાવ પામે છે, પણ એના મૂળમાં પરા વાણી છે. એ છે, તે બાકીનું બધુ છે. જેટલા પ્રમાણમાં શાસ્ત્રીય ઉપાસના વિશુધ્ધ રીતે અને નિષ્ઠાપૂર્વક ચાલે તેટલા જ પ્રમાણમાં પરા શારદાના અનુભવ થાય, અને આ જ અનુભવ પરબ્રહ્મ યાશિના અનુભવમાં પવસાન પામે છે—શસ્ત્રન નિષ્ણાત પર કમાડ ધતિ. તેથી જ વિદ્યાવાસ્ય એ ઈશાવાસ્ય પણ છે. આ પદ સ્વીકારતાં મારે તે સ્વપ્રત્યે એટલુ જ ઉચ્ચારવાનુ રહે છે કે તેનાપિત હાડપિ સ્વીચ મāય મા ાદઃ—વિશ્વવિ ઘાલયે આપેલ. પદને સ્વીકારીને પણ તેને વૈયક્તિક સમજવાના લાભ તું ન કર !
ડોકટરેટ પથી સત્કાર પામ્યા હૈાય એવા ગુજરાતી વિદ્વાન અને વિદુષીએ ખીજા પણ છે જ, પણ મારુ' સામ્ય કાંઇ હાય તો ડૉ. ભગવાનલાલ ઇંદ્રજી સાથે ગણી શકાય. તેઓ અંગ્રેજી જાણે જ નહિ અને છતાં એમની આગવી વૈજ્ઞાનિક દૃષ્ટિ અને સંશોધન પ્રવૃત્તિને કારણે જર્મનીની લીડન યુનિવર્સિટીએ પ્રે. કર્નની ભલામણથી તેમને ડૉકટરેટની પદવી અર્પી, જ્યારે મને તે માતૃભૂમિની