________________
પ્રબુદ્ધ જીવન
૩
એક દિવસ તેમણે વધારી આપ્યા તે તેમની અમારી પ્રત્યે વધતી જતી સહાનભૂતિ દર્શાવે છે. ભારતીય વિદ્યાભવનનુ થીએટર પણ અમને તેના ચાલુ દરથી ઓછ! દરે વાપરવા આપ્યું તે માટે તેના સંચાલકોના પણ અમે આભારી છીએ.
તા. ૧૫-૯-૫૭
વ્યાખ્યાના એક સરખા આકર્ષક–રસપ્રદ નીવડ્યા હતા. ત્રીજા દિવસે ભારતીય વિદ્યાભવનમાં તેમને સાંભળવા માટે શ્રોતાઓની અસાધારણ ભીડ જમા થઈ હતી. તેમનાં આ ત્રણ વ્યાખ્યાનાનુ આયેાજન આજ સુધીની વ્યાખ્યાનમાળામાં એક નવા સીમા ચિત્તૂનરૂપ બન્યું હતું. તેમનાં વક્તવ્યોથી અનેક ભાઇબહેને ખૂબ પ્રભાવિત થયાં હતાં. અન્ય વ્યાખ્યાનામાં શ્રી ભવરમલ સિંઘી, ચીમનલાલ ચકુભાઈ શાહ, શ્રી એમ. વી. દોન્દે, શ્રી ક. મા. મુનશી, શ્રી પુષ્પાબહેન મહેતા તથા શ્રી. જ્યાતીન્દ્ર હ. દવેનાં વ્યાખ્યાને સવિશેષ આકર્ષક નીવડ્યાં હતાં. શ્રી જ્યોતીન્દ્ર હ. દવેએ શ્રોતાઓમાં હાસ્યરસની ખૂબ જમાવટ કરી હતી અને એમ છતાં પોતાના વિષય ' સાહિત્ય અને સ ંસાર' નું સુન્દર નિરૂપણ કર્યું હતું.
આ વખતની વ્યાખ્યાનમાળામાં શ્રી. સુમન્ત સી. ભટ્ટ, શ્રી. એમ. વી. દાન્તે, શ્રી પુષ્પાબહેન મહેતા. શ્રી ભવરમલ સિંઘી, જ્યાતીન્દ્ર હ. દવે, દાદા ધર્માધિકારી તથા શ્રી વજુભાઈ શાહ સૌથી પહેલીવાર આવ્યા હતા. બહારગામથી આવનાર વ્યાખ્યાતાઓમાં દાદા ધર્માધિકારી તથા શ્રી દલસુખભાઈ માલવણીયા કાશીથી, શ્રી ભવરમલ સિંધી કલકત્તાથી, શ્રી વજુભાઈ શાહ રાજકોટથી, મુનિ જિનવિજયજી જયપુરથી અને શ્રી પુષ્પાબહેન મહેતા જાનાગઢથી આવ્યાં હતાં.
દર વર્ષ માક પડિત સુખલાલજી અમદાવાદથી આવ્યા હતા અને નવે દિવસની વ્યાખ્યાન–સભાનું પ્રમુખસ્થાન તેમણે શે।ભાવ્યું હતું. સાધારણ રીતે દરેક વ્યાખ્યાનમાળામાં તેમનું એક વ્યાખ્યાન હાય જ છે. આ વખતે તેમની નાજુક તબિયતના ખ્યાલ રાખીને સ્વતંત્ર વ્યાખ્યાન આપવાની જવાબદારીથી તેમને મુક્ત રાખવામાં આવ્યા હતા. એમ છતાં જ્યારે જ્યારે કોઇ પણ વ્યાખ્યાનના પ્રારંભમાં કે છેડે વ્યાખ્યાતાના પરિચય આપવાના કારણે કે વ્યાખ્યાનની લેચના કરવાના કારણે જરૂર ભાસતી હતી ત્યારે ત્યારે તેમના ભાગે કાંરું તે કાંઈ ખેલવાનું આવતું જ હતુ. છેલ્લા વિસનાં એ વ્યાખ્યાતેમાં જ સમય એટલે બધે પસાર થઇ ગયો કે પ્રમુખ તરીકે આખી વ્યાખ્યાનમાળાને ઉપસંહાર કરવા માટે અવકાશ જ ન રહ્યો તેમજ આ વ્યાખ્યાનમાળાના એક આયોજક તરીકે આભારવિધિ કરવાના
અમારા માટે પણુ આવકાશ ન રહ્યો. એ ઉપસંહારરૂપે તેમને જે કાંઈ કહેવાનુ હતુ તે આ અંકમાં અત્યંત્ર પ્રગટ કરવામાં આવેલ છે. આભારવિધિની ફરજ અમારે પણ અહિં જ અદા કરવાની રહે છે.
સૌથી પ્રથમ આભાર માનવાના છે. પાંડિત સુખલાલજીને કે જેએ પોતાની તબિયત દુરસ્ત હોય, કે નાદુરસ્ત હાય—પણુ અમારા સંધ મારફત દર વર્ષે યેાજાતી વ્યાખ્યાનમાળામાં પહેલેથી છેલ્લે સુધી ઉપસ્થિત રહેવાના આગ્રહ રાખે છે. તેમનુ અમારી સાથે તેમ જ આ પ્રવૃત્તિ સાથે એટલું બધું તાદાત્મ્ય છેકે તેમને અમારાથી જુદા ગણીને તેમના આભાર માનતાં મન એક પ્રકારની મુંઝવણ અથવા તો દ્વિધા અનુભવે છે. આમ છતાં પણ્ તે અમારી ખાતર તબિયતનું જોખમ ખેડીને પણ જે તકલીફ્ ઉઠાવે છે અને આ પ્રવૃત્તિના વિકાસમાં જે સહકાર આપે છે તેની ખાસ નોંધ લીધા સિવાય અમારાથી રહી શકાતું નથી.
અનુક્રમે ખીજો આભાર માનવાના છે પ્રસ્તુત વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાતાઓના અને તેમાં પણ ખાસ કરીને દાદા ધર્માધિકારીના. આ વ્યાખ્યાતાઓમાં કાઈ કાશી, કલકત્તા જેવા દૂર દૂરના સ્થળેથી આવતા હાય છે. તે કાઈ મુમ્બઈમાં સ્થાયીપણે વસતા હૈાય છે. જ્યારે પણ કાઈ વ્યાખ્યાતા અમારૂ નિમત્રણ સ્વીકારે છે ત્યારે તે નક્કી કરેલા વિષય ઉપર પૂર્વતૈયારીપૂર્વક આવે છે અને ખેલે છે. આ કારણે આ વ્યાખ્યાનમાળામાં અપાતાં વ્યાખ્યાના લાક્ષણિક ગુણવત્તા ધરાવતા હાય છે અને તેથી આ પ્રવૃત્તિ અનેક ભાઇબહેને માટે આકર્ષણ અને કુતુ હળનો વિષય બનેલ છે. પ્રસ્તુત વ્યાખ્યાનમાળાના સર્વ વ્યાખ્યાતાઓને અમે અન્તઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. સાથે એ વ્યાખ્યાનામાં ગાયન, વાદન દ્વારા સુન્દર પુરવણી કરનાર ભાઈ બહેના પણ અમારા ઊંડા આભારના પાત્ર બને છે.
આ ઉપરાંત અમે ઊંડા રૂણી છીએ રાસી થીએટરના માલીક મેસસ' 'કપુરચંદ એન્ડ બ્રધર્સના કે જેમણે પોતાના વિશાળ અને સ પ્રકારની સગવડવાળા રાકસી થીએટરને પર્યુષણ વ્યાખ્યનાના ત્રણ વિસા માટે કશું પણ વળતર લીધા સિવાય અમને ઉપયોગ કરવા દીધા. આજ સુધી અમને આ સગવડ એ દિવસ માટે મળતી હતી. આ વખતે
સાધારણ રીતે આ આભાર—અનુક્રમમાં અમારી વ્યાખ્યાન સભાની વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ અનનાર સ્વયંસેવકોના ઉલ્લેખ કરવાના હોય જ. પણ આ વખતે અમને કાઈ પણુ સ્વયંસેવક મંડળને સાથ સાંપડયા નહિ. એક મડવાળાએ છેલ્લા ચાર ટ્વિસ પોતાના સ્વયંસેવકા માલવા જણાવેલું. તે સ્વયંસેવક પણ ઉપસ્થિત ન થયા. દાદા ધર્માધિકારીનાં અને પછીનાં વ્યાખ્યાનામાં ઉત્તરાત્તર શ્રોતાઓના વધતી જનાર ભીડ દરમિયાન શાન્તિ અને વ્યવસ્થા ક્રમ જળવાશે એ અમારા માટે મેટી ચિન્તાને વિષય હતા. આમ છતાં એ અધી સભામાં અને તેમાં પણ ભારતીય વિદ્યાભવનમાં જ્યારે દાદા ધર્મોધિકારીનું છેલ્લું વ્યાખ્યાન હતું અને આખુ થીયેટર ચીકાર ભરાઈ ગયું હતું અને સાંભળવા આવેલા સખ્યાબંધ ભાઈ બહેનેાને ઉભા રહેવાની ફરજ પડી હતી ત્યારે પણ સભાની શાન્તિમાં લેશમાત્ર ખલેલ પડી નહતી. અલબત્ત સ્વયંસેવાના અભાવે સંધના અધિકારીએ અને કેટલાક સભ્યોએ આ જવાબદારી ઉપાડી લીધી હતી. એમ છતાં પણ તેમના ભાગે બહું જ છું કામ આવ્યું હતું. એનું કારણ એ છે કે પર્યુષણ વ્યાખ્યાનમાળામાં સાંભળવા આવતાં ભાઈ બહે નાના દિલમાં એક સચોટ ખ્યાલ બધાયે છે કે આ સભામાં અંદર અંદર વાતચિત ન થાય, તેમજ વ્યાખ્યાન ચાલતું હોય તે દરમિયાન અસાધારણ કારણ સિવાય ઉઠાય નહિ, તેમ જ કાઇનું વ્યાખ્યાન પેાતાને ન ગમે તેા પણ એવા અણુગમે જાહેર રીતે વ્યકત ન કરાય. આ વખતે કા પણ સ્વયંસેવક મંડળના અમને સાથ ન મળ્યો અને એમ છતાં શાન્તિ અને વ્યવસ્થા જાળવવામાં કશી પણ અડચણુ. નં આવી આ હકીકતે અમારા શ્રોતાસમુદાય કેટલા બધા સ્વયંશાસિત બન્યા છે. તેનું અમને સુખદ ભાન કરાવ્યું અને આને લગતી અમારી ચિત્તાને સદાને માટે હળવી કરી.
સધ મારફત દર વર્ષે ચેોજાતી આ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં . રસ લેતા અને ભાગ લેતા ભાઈ બહેનને એવા અભિપ્રાય સાંભળવામાં આવે છે કે ઉત્તરાત્તર વિકસતી જતી અને એક પછી એક વધારે ને વધારે ચઢિયાતી બનતી જતી વ્યાખ્યાનમાળામાં પણ આ વખતની વ્યાખ્યાનમાળા ખાસ કરીને દાદા ધર્માધિકારીનાં વ્યાખ્યાનેને લીધે શિરટચ જેવી હતી. આ વ્યાખ્યાનમાળા આમ વધારે ને વધારે લોકપ્રિય બની રહી છે તેનાં અનેક કારણે છે. આ વ્યાખ્યાનમાળાએ એવી પ્રતિષ્ટા જમાવી છે અને તે પાછળ રહેલી અસાંપ્રદાયિક વૃત્તિએ વિશિષ્ટ વર્ગોમાં એવી પ્રતીતિ પેદા કરી છે કે વ્યાખ્યાન માટે માર્કલવામાં આવતું સંધનું નિમંત્રણ સ્વીકારવામાં કાઈ પણ વિશિષ્ટ વ્યક્તિ ગૌરવ અનુભવે છે, અને હિંદના કાઈ પણ ભાગમાંથી કાઈ પણ વિશિષ્ટ વ્યક્તિને ખેલાવવા પાછળ રહેલુ આર્થિક સાહસ ખેડવાની મુંબઈ જૈન યુવક સંઘે તાકાત કેળવી છે. બહારગામથી વ્યાખ્યાન આપવા માટે આવનાર વ્યક્તિને પુરસ્કાર રૂપે હજુ સુધી કશું પણ આપવાની સ્થિતિમાં મુબઈ જૈન યુવક સધ નથી, પણ આ માટે દૂરથી આવતી વ્યકિતને સંધ તરફથી સાધારણતઃ રેલ્વેનું પ્રથમ વર્ગનું જવા આવવાનું ભાડું અને પરચુરણ વાહન ખર્ચ આપવામાં આવે છે. આ ઉપરાંત વ્યાખ્યાનશાળા તથા ધ્વનિવધ ક યંત્રોની ગોઢવણ વગેરે ખાખતા અંગે પણ સારા પ્રમાણમાં ખર્ચ થાય છે. આજસુધી સાધારણ રીતે પયુ ષણ વ્યાખ્યાનમાળા પાછળ રૂા. ૯૦૦ લગભગને ખર્ચ થતા હતા. આ વર્ષે કેટલાક વિશિષ્ટ કારણોને અંગે રૂ. ૧૩૦૦ આસપાસ ખર્ચ થયા છે. પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન એકઠા કરવામાં આવતા સંઘના ફાળામાં આશરે રૂ. ૪૦૦૦ એકઠા થયા છે, પણ પર્યુષણ વ્યાખ્યાનમાળા પ્રબુદ્ધ જીવન (જેમાં છપાઈ ઢાગળ વગેરેના ખચ માં સંગીન વધારો થવાથી ચાલુ ૧૫૦૦ થી ૧૭૦૦ ની ખોટમાં બીજા રૂ.. ૫૦૦ થી ૭૦૦ તે વધારે થયેલ છે) તેમ જ અન્ય પ્રવૃત્તિઓ ચલાવવા માટે આટલી આવક પૂરતી નથી. આ ઉપરાંત શ્રી મણિલાલ મેકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય ચલાવવાને ખેાજો પણ સધના માથે જ છે, જે આશરે ખેથી ત્રણ હજારની પુરવણીની અપેક્ષા રાખે છે, શ્રી મુખઈ જૈન યુવક સધની આ પ્રવૃત્તિઓમાં રસ તેમ જ મમત્વ ધરાવતા મિત્રો તેમ જ શુભેચ્છકને અમારી આર્થિક ચિન્તા બની તેટલી હળવી કરવા પ્રાર્થના છે. મત્રીએ. મુબઈ જૈન યુવક સઘ