SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૮-૫૭ -‘વિશ્વાત્મા હું માનવી !” “જીવતિ...ચરનેતિ” આ એક જ મંત્ર સાંભહ્યો છે આ માણસે. વૈટને ક્રુપ માં ન યેક શૌર્ ઘૂમતે દુશ્મન પૂર્વેનું રહસ્ય-વાકય ઉચ્ચારતા એ ચાલ્યે જ જાય છે. આખા દેશની કાયાપલટ થાય નહીં, સર્વોદયનુ શમણું મૂર્તિમંત થાય નહીં, રિતું કાજ સુધાય નહીં, ત્યાંસુધી એને ચેન નથી. ધામ ધખે છે, વર્ષા વરસે છે, ઠંડી થથરાવે છેઃ એ થેાભતા નથી. આંધી આવે છે, કટો ઘેરે છે, માંદગી પીડે છે. એ અટકતા નથી. લોકા કયાંક આવકારે છે, કયાંક ઉપેક્ષા કરે છે, કયાંક અપમાને છેઃ એ પરવા કરતા નથી. બસ ચાલતા જ રહેવુ, ચાલતા જ રહેવુ, આગળ ને આગળ, દૂર તે દૂર... ! કરુણાપથના આ પરિવ્રાજક સદાય ચાલતા જ રહ્યો જન્મ્યા ત્યારથી, પગથી અને વિચારથી ! કયાંય એ અટકયા નહીં, કયાંય લાભાયે નહીં, કયાંય ખંધાયા નહીં ! ના બંદી છું, ના અભિમાની, જાતિ–દેશના કાજે, ના બંધાયે ધર્મમતામાં, વિશ્વકુટુંબી આજે.' ધમમતેમાં ય એણે સમન્વય શેાધ્યા અને સાર કાઢયા 'वेद वेदांत गीतानां विनुना सार उद्धृतः । ब्रह्म सत्यं जगत् स्फूर्ति, जीवनम् सत्यशोधनम् ॥६ જીવનનુ એણે કાઈ એકાંગી દર્શન સ્વીકાર્યું નહીં. માત્ર જ્ઞાન, માત્ર કર્મ કે માત્ર ભકિત નહીં; પહેલાં જ્ઞાન, પછી કર્મ, પછી ભકિત કે એથી ઉલ્ટું કશું ય નહીં; ચે જ્ઞાન, થોડું કર્મ, થેાડી ભકિત એમ પણ નહીં...એણે તે જ્ઞાન—કર્મ–ભકિતના અખડિત સ્વરૂપને સ્પષ્ટ કર્યું, આત્મસાત્ કર્યું, પ્રસરાવ્યું. જ્ઞાનપૂર્વકનું, ભક્તિભાવ સાથેનુ, જીવંત કર્મ... અકર્મણ્યતા વગરની, જ્ઞાનમયી, ભકિત...અને શુષ્કતાવિહાણું, કર્મ-ભકિતથી સભર એવું જ્ઞાનઃ કેવું સુંદર આદર્શન અને નિરુપણ છ મુધ્ધની કરુણા અને શ કરતુ અદ્વૈત, ખીરની મસ્તી અને તુલસીની ભક્તિ, રામકૃષ્ણની સાધના અને અરવિંદને યાગ, રમણનુ અકર્મ અને ગાંધીની અહિંસાઃ આ બધી વિશેષતાઓ જાણે આ વિશ્વાત્માના વ્યક્તિત્વમાં આવી મળી છે. આવીસ ભાષા જાણવા છતાં, દુનિયાભરનાં ધર્મશાસ્ત્રોને દવાના તાગ મેળવ્યાં છતાં, સાહિત્ય, સમાજશાસ્ત્ર તે રાજકારણને પચાવી જવા છતાં, આત્માની જાણને સતત જાગૃત રાખી પંડિતાઇનું કાઈ અભિમાન એણે આવવા દીધું નથી. જગતભરમાં નવા ઇતિહાસ રચનારૂં એનું સેવાકાર્ય હાવા છતાં એને એને લેપ નથી. ‘સેવા’ કરવાની ય વાંસના પ્રભુને સોંપતા નામશેષ બનીને એની ભકિત આંસુ સારી રહે છે કે— સ્થાન દિયા હૈ આમાય તુમિ શખાર નીચે ! આશન તલેર, માટીર પરે, લુટિયે રમે...' < શૂન્ય બનીને વ્યાપક અનેલા આવા વિશ્વાત્માની અગાધતાં આવી નાનકડી માપ—પટ્ટી કેમ માપી શકે? એને મુકત મને સમજવામાં જ મેની જયંતીને આ સારક ગણતું ને એનું ચિરાયુ વાંછતુ અ ંતર આટલુ ગાઈ રહે છેઃ સંત પરમ હિતકારી, જગતમાંહિ સંત પરમ હિતકારી...' પ્રતાપરાય ઢાળિયા ૧ મા, ગાંધીજી અને ઇશ્વર—આ ત્રણનુ સ્મરણ થાય છે ત્યારે વિતાબા રડી પડે છે....શ્રીકૃષ્ણદત્ત ભટ્ટ (‘ક્ષત્રો ની છાયા મેં”) ક્રૂર કુ. નિર્મલા દેશપાંડે લિખિત ‘વિનોવા છે સાથ’ માં પુનર્જન્મ અંગેની ચર્ચા. *૩ શ્રી. બાજીરાવ જોશી (‘તોષન વિનો’) ૪ ૫ શ્રી. હૅલઞ ટેનીસન (Saint on the March') 'હું આચાર્ય વિનેખા: ‘ગુરુષોધ’ ની પ્રસ્તાવના. ૭ આચાર્ય વિનાબા ‘ગીતા પ્રવચન’, く રવીન્દ્રનાથ : ‘સ્વરબિતાન’. ટા પ્રભુ જીવન ટાલ્સ્ટોયના ગાંધીજી સાથેના પત્રવ્યવહાર એક મહત્ત્વની પૂરવણી વ્યવહાર થતા દૈનિક પચાસ પ્રબુદ્ધ જીવનના ગતાંકમાં રાભ્યાયના ગાંધીજી સાથેના પત્રએ મથાળા નીચે ચાર પત્રો પ્રગટ કરવામાં આવ્યા હત!. ત્યાર બાદ તા. ૬–૯–૧૭ ના ‘જનસત્તા’ નામના અમદાવાદ ખાતે પ્રગટ પત્રમાં માસ્કાના લીટાલ્લ્લાય સંગ્રહસ્થાનના કયુરેટર (સશેાધક ) શ્રી એલેક્ઝાંડર સીમેનના ‘ગાંધીજીને અજ્ઞાત પત્ર એ મથાળા નીચે પ્રગટ થયેલા લેખના અનુવાદ મારા વાચવામાં આવ્યું .. એ લેખ વાંચતાં ટાલ્ટાય અને ગાંધીજી વચ્ચેના પત્રવ્યવહારની ખૂટતી કડીઓના મેળ મળ્યા અને ગાંધીજીના હજી સુધી અજ્ઞાત રહેલ તા. ૧૦-૧૧-૧૯૦૯ ના એક પુત્રની વિગત જાણવા મળી. આ પત્ર કઈ રીતે મળી આવ્યો તે સબંધે શ્રી. એલેક્ઝાંડર સીમેન જણાવે છે કે “...અને હમણાં જ ગાંધીજીને એક મૂળ પત્ર મળ આન્યા છે. યાસ્યાના પાલ્લાના જાગીરના સંગ્રહસ્થાનમાં કામ કરતા નીકેાલાષ્ટ પુઝીન અને ચેલેના નાઝલેન્ઝા દુનિયાના બધા જ ભાગામાંથી ટોલ્સ્ટોય ઉપર આવેલાં ચાપાનિયાં ઉથલાવતા હતા. એવામાં અચાનક એમને આ પત્ર મળી આવ્યો. એક જૂના અંગ્રેજી માસિકમાં આ પત્ર પડયા હતા. આ પત્ર સાથે આ માસિકમાં આવેલા એક લેખનું, ટાત્સ્યાય માટે, એમનાં પુત્રવધૂ શ્રીમતી એ. કે. ટોલ્સ્ટોયાએ કરેલુ રશીયન ભાષાન્તર પણ પડયુ હતું. ટાત્સ્યાયે દેખીતી રીતે જ, ઉત્તર આપવાની ઇચ્છાથી ગાંધીજીના પુત્ર ત્યાં મુકી રાખ્યા હશે. પણ તેએ માંદા પડયા અને તેથી એ જ વિસા દરમિયાન સંભવ છે કે એમના અભ્યાસ ખંડમાંથી. આ માસિક કયાંક બીજે મૂકી દેવામાં આવ્યું હોવુ જોઇએ. એ કારણે આ પત્ર લગભગ વર્ષ સુધી અજ્ઞાત રહેવા પામ્યો છે. ગાંધીજીને એ અજ્ઞાત પત્ર અહિં રજુ કરવામાં આવે તે પહેલાં ગાંધીજી અને ટાલ્સ્ટોયના પત્રોને સાંધતી કડીઓની ક્રમસર રજુઆત જરૂરી છે. ૧૯૦૮ ની સાલમાં ટોલ્સ્ટોયે ‘એક હિંદુને પત્ર’ એ મથાળા નીચે અંગ્રેજી હુકુમત નીચેના એ વખતના હિંદની પરિસ્થિતિની માલાચના કરતા એક મોટા લેખ લખેલા અને તેના અનુવાદ ઇંગ્લાંડના અંગ્રેજી અખબારોમાં પ્રગટ થયેલા. આ પત્ર અથવા તે લેખ ગાંધીજીના વાંચવામાં આવ્યા, તેમને બહુ ગમ્યા અને ૧૯૦૯ ની સાલમાં ઓગસ્ટ—સપ્ટેંબર આસપાસ દક્ષિણ આફ્રીકામાં વસતા હિંદીઓના પ્રશ્નને અંગે લડત ચલાવવા માટે ગાંધીજી લંડન ગયેલા, તે દરમિયાન ૧૯૦૯ ના ઓકટોબર માસની પહેલી તારીખે પોતા હસ્તક ચાલતા ઇન્ડિયન ઓપીનિયન'માં તેમ જ હિંદની ભાષાઓમાં પ્રગટ કરવાની મંજુરી માગતે સૌથી પહેલે પત્ર ગાંધીજીએ ટોલ્સ્ટોય ઉપર લખ્યા અને તેમાં દક્ષિણ આફ્રિકામાં હિંદીઓને ભાગવવી પડતી હાડમારીઓ વિષે અને ત્યાંની સરકારે હિંદીએ,ને લગભગ ગુલામીની દશામાં મૂકી દેતા ‘કાળા કાયદા'ના નામે ઓળખાતા ધારા વિષે ટોલ્સ્ટોયને, કેટલીક ' માહીતી આપી. તેના જે જવાબ ટાત્સ્યાયે ગાંધીજી ઉપર લખ્યા તે તા. ૧-૮-૫૭ ના પ્રબુદ્ધ જીવનમાં ક્રમમાં સૌથી પહેલા પ્રગટ કરવામાં આવ્યા છે, પણ તે પત્રની તારીખ સબંધે ૧૯૧૦ ના માર્ચમાં લખાયેલે’એમ જણાવવામાં આવ્યું છે. તેના બદલે તેની ખરી તારીખ ૧૯૦૯ ના એકટાખરની ૭ મી તારીખ હતી એમ એલેક્ઝાંડર સીક્રમેનના લેખ ઉપરથી માલુમ પડે છે. ' આ પછી લંડનમાં ગાંધીજીની બ્રીટીશ અધિકારીઓ સાથેની વાટાઘાટ ભાંગી પડી અને તે દક્ષિણ આફ્રિકા પાછા જવા નીકળ્યા. તે પહેલાં ૧૯૦૯ ના ઓકટોબર માસની ૧૧ મી તારીખે લંડનથી ગાંધીજીએ ટાત્સ્યાય ઉપર એક પત્ર લખે અને તે સાથે દક્ષિણ આફ્રિકાની સત્યાગ્રહની લડત પોતે કેવી રીતે ચલાવી રહેલ છે તેના ટાČા મને પુરા ખ્યાલ આવે તે હેતુથી ૧૯૦૯ માં લંડન ખાતે પ્રસિદ્ધ થયે જે, ડેકતું ‘એમ. કે. ગાંધી, દક્ષિણ આફ્રિકાના એક ભારતીય દેશભક્ત’ ગ્રે.
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy