________________
પ્રબુદ્ધ જ્યન
તા. ૧૫૯ પ
રહસ્યભરી આ દુનિયામાં આવી બુદ્ધિ'નુ સ્થાન પણ કેટલું ? બુદ્ધિ જ્યાં પહોંચી પણ ન શકે એવી અનેક શકત જગતમાં કામ કરી રહી છે. હા, એ પ્રત્યક્ષ થાય ત્યારે જ બુદ્ધિવાદીઓએ સ્વીકારવા તૈયાર થાય છે. ચમત્કાર વગર નમસ્કાર તો કોઈ પ્રેમ કરે
ભૂતકાળનું થવાનું થઈ ગયા પછી એમાં ડોકિયું કરવું એમને પસંદ નથી, એ તે આગળ ને આગળ જવા માગે છે, પાછળ નહીં,
આજની નિરતર ગતિમાન અવસ્થાએ પહાંચેલા તેઓ અને તેમના એ નાના ભાઇ એ વર્તમાનના પુરુષાર્થની શક્તિના પુરાવા છે. કુદરતે ય ''શુ' અજબ રચના કરી કે આ બન્ને અનુજોને પણ તેમના જ માર્ગે વાળ્યા ! એના પણ મીઠો ઈતિહાસ છે. બાલકૃષ્ણ અને શિવાજી અને વિનેબાની પાછળ પાછળ વડોદરાથી સાબરમતી આશ્રમમાં આવ્યા. પેાતાના ભાઈએ પણ પોતાનુ અનુકરણ કરે એ વિનેખા ન ઈચ્છતા. એટલે એમણે એ વખત તે બન્નેને ધમકાવીને ઘેર પરત મોકલ્યા. ત્રીજી વાર બાલકૃષ્ણે યુતિ કરી. તેમને ન મળતાં તે
બાપૂ ! વિનેાખા અમને કાઢી મૂકે છે' એવી ફરિયાદ કરતા સીધા બાપૂને મળ્યા અને બાપૂએ આ કુમારીને વ્હાલથી સ્વીકારી લીધા. જાજરૂના મળ ઉપાડતા થાકેલા ભગી કિશોરને જોઇ દ્રવી પડનારા અને મળસક્ત સૌ પ્રથમ આર ંભ કરનારા તે આ બાળકૃષ્ણે જ. બાપૂએ તેમને ‘બાળકોબા’ કહ્યા, ૩ તબૂર પર ‘તુમિ બધું તુમિ નાથ” ગાતા હાય ત્યારે સાક્ષાત્ રામકૃષ્ણ પરમહ ંસનું સ્મરણ કરાવતા, ભાવુક, સેવાપરાયણ અને નિષ્ઠાવાન એવા બાળકાખા પણુ આજીવન બ્રહ્મચર્ય પાલન સાથે બાપૂનુ એક સ્વપ્ન પૂરૂ પાડવા મથી રહ્યા છે-નિસર્ગોપચારના પ્રચારનું... ઉરુલી કાંચનમાં બેઠા બેઠા... |
ત્રીજા શિવાજી ભાવે પણ એ જ માના પથિક છે, આજીવન બ્રહ્મચારી અને શરીર—પરિશ્રમના પૂજારી છે, ચિંતક અને ચિત્રકાર છે અને વધુમાં ધુળિયાના ગાંધી તત્ત્વજ્ઞાન મંદિર' ના સંચાલક છે.
બળકાબા એમના છેલ્લી વખતના ધર છેોડવાના પ્રસંગ કહે છે ત્યારે એ દૃશ્ય જાણે પ્રેરણાત્મક બની જાય છે: મા ત્યારે આ લેકમાં ન હતી. પિતાની પાસે જવાની રજા માગી અને છેલ્લી વખત માટે ગાડીભાડાના આઠ આના! આ વખતે તે કશુ ન ખેલ્યા, ભીંતે ટીંગાતા પહેરણ ભણી આંગળી ચીંધી અને પોતાના સ્વપ્નાને સંકેલતા, મૌન સમંતિ આપતા અંતરમાં ઉતરી ગયા...અને..પિતાની ઉદારતામાં શું શું જોતા આ પુત્રો ચાલી નીકળ્યા ! એક, બે, તે ત્રણેય ગયા...! કાણ જાણે શું ધાર્યું હતુ આભમાં બેઠેલાએ?
ભલે સંસ્કારોના વલણ અને શક્તિમાં જૂદા જૂદા રહ્યા, પણ એક જ ધ્યેય ભણી જઇ રહેલા, એક જ ગુરૂના શિષ્યા એવા, આ ત્રણ ભાઇ ત્રિમૂર્તિ દત્તાત્રેયના કે જ્ઞાનેશ્વર ભએ!ના જાણે નવ રૂપ જેવા નથી? '
કરુણાના રાજ્યની રચના
“ આપણું લક્ષ્ય છે.કરુણાનું રાજ્ય રચવાનુ, કરુણાના માત્ર કાર્યો કરવાનું નહીં. ” —વિનામા. બાપૂની છત્રછાયામાં અને મૂંગી સેવા—સાધનામાં વિનેબાનાં ત્રીસ વર્ષ વીત્યા. બહાર પણ પોતાની અનિચ્છા છતાં, બાપૂ જતાં, આવવુ પડયું. ભૂદાન આંદોલને હૃદય પરિવર્તનના સાધનના સળ યેગ આપ્યો. બાપૂના હાથે જે થવું બાકી રહ્યું હતું તે-સૌંદર્યનુ', કરુણા–રાજ્યની રચનાનું, વિશ્વશાંતિની સ્થાપનાનું કામ જાણે જમાના વિનોબાના હાથે શરૂ કરાવી રહ્યો! ઇંગ્લાંડમાં ભૂદાનનું કામ કરી રહેલા, અંગ્રેજ કવિ ટૅનીસનના પૌત્ર હૅલમ ટૅનીસન વિચારવા જેવું લખે છે
,, Gandhi the politician succeeded, but Gandhi the saint failed. India was freed but not converted. That is why Vinoba still sticks to the changing of hearts"
(“રાજકારણી ગાંધી સફળ થયા, પણ સન્ત ગાંધી નિષ્ફળતાને પામ્યા. હિંદ આઝાદ તા થયુ, પણ હિંદનું રૂપાન્તર ન થયું. વિનોબા હજી પણ હૃદયપરિવર્તનના ભેખ ધારીને બેઠા છે તેનું આ જ કારણ છે.”)
- માત્ર શુષ્ક બુદ્ધિને જ સર્વસ્વ માની મેડેલા, જે છે તે બધું સારૂં છે' એમ માનનારા અને જેમને સ્વાર્થ સાધવા અને દંભ આચરવા સિવાય ઉપયાગનું કશું કામ કરવુ નથી એવા લેાકાને હજુ પણ આ હૃદય પરિવર્તનની વાત ગળે ન ઉતરે તેમાં નવાઈ નથી.
પહેલી અને સાદી વાત છે પોતાની જાતથી શરૂ કરવાની. એ કરી રહેલા અને સૂચવી રહેલા વિનોબાને નિરાશા નથી, ભરપૂર આશા છે—કરુણા રાજ્યના, સતયુગના, આંગમનની. પણ હા, એમને વર્તમાન સ્થિતિમાં, કાર્યોંની ગતિમાં સમાધાન નથી, નિરાંત નથી, જંપ નથી. વૈટ્ટ્ઝ ઘૂમ ઙા તપ કરતા” તે દિને દિને વધુ ને વધુ તીવ્ર બનતા જાય છે. પૃથ્વી પર કરુણાનું અવતરણ થાય એમાં આપણને અશ્રદ્ધા, શકા કે નિરાશા લાગતાં હાય તે તેનું કારણ આપણી મુઠ્ઠી થઈ ચૂકેલી ચેતના છે. આપણને એ ખપતું જ ન હાય, એઠવાડ જ મીઠા લાગતા હોય, તે વિનેખાની વાત આપણને ‘ઉલટી ખાપરીની’ ( Utopia) શા માટે ન લાગે ? પણ આવું ગમે તેટલા લકાને લાગતું હાય તેથી યુગની આકાંક્ષા, દુ:ખી જગની અપેક્ષા, મટી જતી નથી, એટલે તેા ુલમ ટેનીસન આગળ લખે છેઃ—
"Vinoba's Kingdom is no Utopian vision, it is very much of this world. How else should this world have stopped to listen to him above the din of a thousand propaganda-machines and the distant rumble of explosions? Once again we are learning that the truth has undreamt-of carrying power: that the example of a great and pure character is worth a thousand speeches.
Christ died that the individual might learn the law of suffering love; Gandhi that we might see its relevance to Society. Vinoba, with his two skinny legs and a voice that scarcely rises above a whisper, returns to besiege the obstinate heart of Man. Meanwhile, time grows shorter and every moment of delay brings us nearer ruin..."પ
( “વિતાબા જે રાજ્યનું નિર્માણ કરવા માંગે છે તે કાષ્ટ કાલ્પનિક સ્વર્ગ નથી. તે રાજ્ય દુન્યવી રાજ્ય જ હશે. એમ ન હોય તા હજારો પ્રચારક યંત્રોના ધોંધાટ અને આંબધડાકાના દૂર દૂરથી આવતા ગડગડાટ વચ્ચે દુનિયા તેને સાંભળવા થંભી રહી છે એમ કેમ બને? ફરીથી એક વખત આપણને જાણવા મળે છે કે સત્યમાં આપણે સ્વપ્નમાં પણ ન ચિન્હવીએ એવી અદ્ભુત પ્રચારશકિત છે, અને પવિત્ર અને મહાન ચારિત્ર્યના દૃષ્ટાન્તની કીંમત હજાર ભાષાથી પણ વધારે છે.
“શુ ખ્રીસ્તના દેહાન્ત થયો, એટલા માટે કે દરેક વ્યકિત દુ:ખને આવકારતા પ્રેમને કાનુન અન્તરમાં ઉતારે. ગાંધીજીના દેહાન્ત થયેલું, એટલા માટે કે તે જ પ્રેમતત્વનુ' આપણે સમાજના અનુસંધાનમાં પ્રસ્તુતત્વ સમજી શકીએ. વિનાબા પોતાના એ સુકલકડી પગ અને મંદ વાર્તાલાપના ગણગણાટથી જરા પણ વધારે ઊંચે નહિ એવા -નાના સરખા-અવાજ સાથે માનવીના કદાગ્રહી હૃદયને ઘેરો ઘાલાંને તેનું સદાગ્રહમાં રૂપાન્તર કરવા માટે આપણી સામે ઉપસ્થિત થયા છે. આ દરમિયાન કાળ શીઘ્રપણે વહી રહ્યો છે અને વિલંબની પ્રત્યેક ક્ષણ સ તામુખી વિનાશની વધારેને વધારે સમીપ લઈ જઈ રહેલ છે.”) સરી જતી આ પ્રત્યેક પળ !
વિતાને સમજવામાં આવી જેટલી પળેા વહાવીને જગત
માઠું કરી રહ્યું છે તેટલી તેના માટે નુકસાની નિઃશંક છે. અરે, જગત તા '', ભારતના લાકા ય એને સમજે તે ! માન્યતાના રૂઢિ—બંધથી મુકત થઈને, પૂર્વગ્રહાની પકડથી અળગા બનીને, બંધ કરેલાં બુદ્ધિબારણાં ખુલ્લાં કરીને, ઘડીભર વિચારે તે ! યુગ જાણે કહી જ રહ્યો છે, હિંદવાસીએ ! ગાંધીને તે ખાયે, એના તેજને તમે ન જીરવી શકયા. હવે રખે આ માનવીને ખેાતા.. !'
——અને તે કરુણાનું રાજ્ય પણ દૂર જ હશે !
belief