________________
८२
મહત્ત્વવિનાની લેખાવી જોઇએ. આ બધી ગૌણુ કાટિની નિષ્ઠાને દિલના ગાચર ખુણામાં હડસેલી દેવી જોઇએ. આપણે યાદ રાખવુ જોઇએ કે ભારત પ્રત્યેની વકાદારીને લગતા આ પ્રશ્નને આપણા લેાકા શુ જવાબ આપે છે તેના ઉપર જ આપણા સમગ્ર ભાવીને આધાર છે. આજે આપણે એવા કટોકટીના વખતમાં જીવી રહ્યા છીએ કે જ્યારે નબળા અને અસગર્હુત રાષ્ટ્રો ઉભા રહી શકે તેમ નથી અને તેની હસ્તી આ દુનિયામાંથી નાબુદ થયે જ છુટકા છે. નાના નાના વર્ગોમાં જલ્દિથી વહેંચાઈ જવુ, નાની, નજીવી, સ્થાનિક ખાખતા ઉપર ઝગડવું, અને રાષ્ટ્રીય પ્રશ્નોની ઉપેક્ષા કરવી—આ આપણી કાળજીની નબળાઇ છે આ આપણા પુરાણા માનસિક વ્યાધિ છે. આ તરફ તમારૂં હું ખાસ ધ્યાન ખેંચું છું. તમે એ કદિ ન ભૂલે કે આપણે બધા એક વહાણમાં એઠા છીએ. આપણે સાથે મળીને માગળ વધવાનું છે. જો આપણા લોકેા વહાણુની અંદર બહાર કુદાકુદ કરશે તેા વહાણુ આગળ ચાલશે નહિ, પણ કાઈ ખડક સાથે અથડાઈ ભાંગીને ભુક્કો થઈ જશે.
આજે આપણા માથે ઘણી મોટી જવાબદારી રહેલી છે. ૧૮૫૭ થી ૧૯૫૭ સુધીમાં જે જે ઘટના બની છે તેના અનુસંધાનમાં આપણે એ પ્રતિજ્ઞા લેવાની રહે છે કે ભારતને સ્થિર કરવાનું, બધી રીતે સલામત અને સધ્ધર બનાવવાનું મહાભારત કાર્ય આપણે કાઇપણ હિસાબે પાર પાડીશું. એક કાર્ય આપણે સાધ્યુ છે. આપણે સ્વતંત્ર થયા છીએ. પણ આજના વખતમાં રાજકીય સ્વાતંત્ર્ય એ પૂરતું લેખાતુ નથી. તેની પાછળ આર્થિક સ્વાતંત્ર્ય સધાવું જ
જોએ અને લૉકાના ઉધ્ધાર થવા જ જોઇએ; ગરીબાઇનુ નિવારણ થવુ જોઇએ અને સતામુખી ઉત્કષ સિધ્ધ થવા જોઇએ.
આજે આ આર્થિક સ્વાતંત્ર્યને પ્રશ્ન આપણે બાજુએ રાખીએ તે પણ જો પ્રજા અંદરથી પૂરી બળવાન અને સુદૃઢ ન હોય તે આ રાજકીય સ્વાતંત્ર્ય કયાં સુધી ટકી શકશે એ આપણે વિચારવાનું રહે છે. આ ખળ માત્ર ભાષણા કરવાથી નથી પેદા થવાનુ, દેશને બળવાન અને સુદૃઢ બનાવવા માટે માત્ર ભાષાથી ખીજું કાંઇક આપણે કરવાનું રહે છે, જે વાદારી પાસે બીજી બધી વફાદારી ગૌણું અને અધીન બની જાય જાય. એવી આપણા દેશ પ્રત્યેની સર્વ પ્રથમ વાદારી અને આપણી એકતા વિષે દિલના મક્કમ નિરધાર—આ આપણા માટે આજે સૌથી વધારે અગત્યની અને મહત્વની વસ્તુ છે. જવાહરલાલ નહેરૂ
વજ્રેશ્વરી પયૅટણ ગતાંકમાં જાહેર કર્યાં પ્રમાણે શ્રી મુંબઈ જૈન યુવક સધના સભ્યો તથા તેમના કુટુંબીજનો માટે વજ્રેશ્વરીનુ પર્યટણ આગામી સપ્ટેમ્બર માસની ૭ અને ૮ તારીખ (શની રવિ) યોજવામાં આવ્યું છે. તેમાં હવે થોડીક જ જગ્યા બાકી રહેતી હોવાથી અને અસ ૪૨ સીટની હાઇને એટલી સંખ્યા પુરી થયા પછી નવા નામો નોંધી શકાય તેમ નહિ હોવાથી તા. ૪ થી સપ્ટેમ્બર સુધીમાં આ પર્યટણમાં ભાગ લેવા ચ્છિતા ભાઈ બહેનાને સધના કાર્યોલયમાં પેાતાના નામા નોંધાવી જવા તથા રકમ ભરી જવા વિનતિ કરવામાં આવે છે!
પ્રબુદ્ધ જીવન
મંત્રીએ શ્રી મુંબઇ જૈન યુવક સંઘ પર્યુષણ વ્યાખ્યાનમાળા વ્યાખ્યાનમાળાને લગતી નોંધ તેમ જ સમાચાર સ્થળ સકાચતે કારણે આવતા એકમાં આપવામાં આવશે.
તત્રી.
킹스
વિષય સૂચિ
ઉદ ભારતનું દશ વર્ષનું સરવૈયુ પ્રત્યે સર્વોચ્ચ વકાદારી
અશક્ત મા આશ્રમ
ટાયતા ગાંધીજી સાથેના પત્રવ્યવહાર
“અનાય
જવાહરલાલ નહેરૂ પરમાનદ,
તા. ૧-૯-પ
અશક્ત માતૃ-આશ્રમ
વૃદ્ધ અને અશક્ત પુરૂષા તેમ સ્ત્રીઓ માટે એવાં આશ્રમે ખેલવાની આપણા સમાજમાં ખાસ જરૂર છે કે જ્યાં રહેવા ખાવા વગેરેની તેમ જ શારીરિક ઉપચારની તેમને બધી સગવડા મળી શકે અને જેની સંભાળ લેનાર કોઇ પુત્ર પુત્રી કે સગાવહાલાં ન હોય તે પેાતાનું અવશેષ જીવન આવી, રાહતપૂર્વક પૂરૂં કરી શકે. આપણે ત્યાં ખાડાંઢાર અને અશક્ત પશુઓની પાંજરાપાળા અનેક સ્થળે ચલાવાતી હાય છે, પણ આવી જ જરૂર આપણા માનવ અ-ભગનીઓ માટે છે એ આપણા ધ્યાન ઉપર બહુ જ ઓછું. આવેલ છે.
આવાં બે અશક્ત આશ્રમે સૂરત ખાતે ચાલી રહ્યાં છે, પણ ત્યાં મારા ખ્યાલ મુજબ માત્ર પુરૂષોને જ દાખલ કરવામાં આવે છે. આવી જ એક સંસ્થા વૃદ્ધ જર્જરિત અને અશકત બહેનો માટે રાજકોટ ખાતે શ્રી રામજી શામજી વીરાણીદારા ચલાવવામાં આવે છે એ હજી હમણાં જ ‘જૈન જાગૃતિ’માં પ્રગટ થયેલી એક નોંધદ્વારા મારા જાણવામાં આવ્યું. એ સંસ્થાનુ નામ છે શ્રી નિળાબહેન રામજીભાઈ વીરાણી અશકત માતૃ—આશ્રમ'. આ માટે શ્રી રામજીભાઇને અનેક ધન્યવાદ ઘટે છે. શ્રી રામજીભાઈ સાથે મને થાડેાક અંગત પરિચય છે. તે પરિચય ારા મને માલુમ પડયું છે કે દીન, દલિત દુઃખી લકા માટે—ખાસ કરીને આકૃતગ્રસ્ત બહેને માટે—તેમના દિલમાં ઊંડી કરૂણા ભરી છે, અને તેઓ શ્રીમાન હેાને પેતાની શ્રીના આવા દુ:ખ—નિવારણના કાર્ય પાછળ છુટા હાથે ઉપયોગ કરે છે. ઉપર જણાવેલ અશક્ત માતૃ-આશ્રમ તરફ શ્રી રામજીભાઈ જેવી વ્યક્તિ
આકર્ષાય એ તદ્દન સ્વાભાવિક છે.
આ સંસ્થાના તા. ૧-૮-૫૫ થી તા. ૩૧-૩-૧૭ ના લગભગ પોણા બે વર્ષના રીપોર્ટ તાજેતરમાં પ્રગટ થયા છે. આ આશ્રમમાં કાઈ પણ જાતના ભેદભાવ વિના અશક્ત વૃધ્ધ બહેનને દાખલ કરવામાં આવે છે. હાલમાં આ આશ્રમને ૪૫ વૃદ્ધ બહેનો લાભ લે છે. આ બહેનેાની અથવા તા માતાની પૂરી સભાળ લેવામાં આવે છે અને તેમનું ધડપણ સુખશાન્તિમાં પૂરૂં થાય તેવી કાળજી રાખવામાં આવે છે, તેમ જ તેમના અન્તિમ સંસ્કારે પણ તેમના ધર્મ અને ઇચ્છાનુસાર કરવામાં આવે છે. શરૂઆતથી આજ સુધી આ સંસ્થામાં રહીને ૪૩ માતાએ સ્વધામ સીધાવ્યાં છે. આ ઉપરાંત `જુદા જુદા કારણે પીડાતી ૪૦૦ બહેના સાજી થઇને પેાતાના ઘેર પાછા રહેવા ગયેલ છે.
આ આશ્રમની શરૂઆત શ્રી પ્રેમ વરખહેન દેસાઇએ ત્રણ બહાનાથી કરેલી. આ કાર્ય તરફ્ શ્રી રામભાઈનું ધ્યાન ખેંચાયું. તેમણે પ્રારભમાં શ્રી પ્રેમ વરબહેનને સારા પ્રમાણમાં આર્થિક મદ કરી, અને આશ્રમને વધારે સગવડવાળા મકાનમાં લઈ જવામાં આવ્યા. સમયાન્તરે પોતાની અપંગ પુત્રી શ્રી નિર્મળાબહેન ઉપરથી અન્ય અપંગ અને અશક્ત, વૃદ્ધ અને જર્જરિત બહેનેાની દુઃસ્થિતિની કલ્પનાવડે તેઓ અભિભૂત થયા અને આ આશ્રમ માટે એક ભવ્ય મકાન તેમણે બંધાવી આપ્યું અને પરિણામે સસ્થાનુ કાર્ય વધારે વ્યવસ્થિત અને વિશાળ ધારણ ઉપર ગાઠવાયું.
થાડા સમય પહેલાં સેાશિયલ વેલફેર ખાર્ડના પ્રમુખશ્રી દુર્ગોંખાઈ દેશમુખ રાજકોટ ગયેલાં અને તે વખતે આ સંસ્થાનું કાર્ય જોઇને તે અત્યન્ત પ્રભાવિત બનેલાં. તેમણે એ સંસ્થાની ક્વીઝીટ બુક માં જણાવેલું કે “આ સંસ્થાએ મારા હૃદયમાં જે ઊંડી છાપ પાડેલ છે અને શ્રી પ્રેમ વરબહેનની જે સેવા માવજત જોઈ છે તે ઇંગ્લંડ અને અમેરિકાના મારા પ્રવાસ દરમિયાન કાય પણ મારા જોવામાં આવેલ નથી. આવું સુન્દર કાર્ય ભારતમાં સૌરાષ્ટ્રમાં પંચાય છે. એ ખરેખર પ્રશંસનીય છે. આ સંસ્થાની મુલાકાત લેતા, મત
૮. આનંદ થયો છે અને આ સંસ્થા અશકત તિરાધાર બહેનોની મૂળ -અનુ. પરમાનન્દીભૂત જરૂરિયાતો પૂરી પાડે છે એ હું જોઈ શકયા છે આ સભ્યતા
સ્વામી સત્યમ
ઉપ-સતત ઉત્કર્ષ થતા રહે એવી મારી દેશભેચ્છા છે.
પરમાન દ