________________
“મારે પ્રવજ્યા લીધાને કાઈ પાંચ છ દસકા વીતી ગયાં છે. પણ પરિવ્રાજક તરીકેના મારા. એ દીધ જીવનમાં મેં સ્વેચ્છાએ બ્રહ્મચર્ય પાળ્યુ તે માત્ર પહેલા સાત દિવસ જ. પછીના પચાસથી પણ વધારે વરસથી હું એ પાળી રહ્યો છું ખરા, પણ અનિચ્છાથી. આ શુદ્ઘ સત્ય પ્રકાશિત થતાં, સ્વસ્થ અને કુમાર, વિષ નષ્ટ થા
જીવા જીવા યજ્ઞદત્ત !”
દીપાયનની આ સત્યશ્રવણાથી યજ્ઞદત્તની છાતીની ઉપરના ભાગનું વિષ ઝરીને ભોંયમાં ઉતરી ગયુ. કુમારે આંખો ખાલી માતાપિતાની સામે જોતાં ‘અમ્મા' ખેાલી, પડખું કરીને તે પાછા શાંત થઈ ગયા.
માતાપિતાનાં ખાળિયાં નવી આશાથી ધબકી રહ્યાં.
દીપાયને માંડવ્યને કહ્યુ, “ભદ્ર, મેં તે મારૂં બળ અજમાવ્યું. શું પરિણામ આવ્યું તે તમે જોયું. તે હવે તું પણ સત્યક્રિયાને અજમાવી જો.”
“સારૂં ભદત !” માંડવ્યે રડતે રાગે કહ્યુ, “આપ કહા છે તે હું પણ સત્યક્રિયા કરી જોઉં.”
પ્રબુદ્ધ જીવન
ને માંડવ્ય કુમારના વક્ષ:સ્થળ પર હાથ મૂકી, દ્વીપાયન સામે દૃષ્ટિ પ્રયત્નથી ઠેરવીને ખેાલ્યો-એના સ્વરમાં તરડાટ હતા.
“વરસોથી હું બ્રાહ્મણે! તે શ્રમણાના સેવાસુશ્રુષાથી ને દાનધર્મથી સત્કાર કરતા રહ્યો છું. પણ મારા અંતરમાં ાન દેવું મને કદી પ્રિય નથી લાગ્યુ, તેમ અતિથિની આગતાસ્વાગતા કરતાં મને કશા • સાચા આનંદ નથી થયા—જો કે અભ્યાગતને મે કદી જણાવા નથી દીધું કે હું બધું અનિચ્છાએ કરી રહ્યો છુ.
... આ શુદ્ઘ સત્ય શ્રાવણાથી,
સ્વસ્થ અના
વિષ નષ્ટ જીવા, જીવા
કુમાર, યા, યજ્ઞદત્ત !”
માંડવ્યની સત્યક્રિયા પૂરી થઇ એટલે કુમારના કડીપ્રદેશના ઉપરનાં ભાગનું બધુ વિષે ઝરીને ધરતીમાં ઉતરી ગયું. યજ્ઞદત્ત ખેડા થયો. પણ હજી તેના પગ ખેાટા હતા. તે ઉભો થઇ શકે તેમ ન હતું. “પ્રયાગની આટલી સફળતાથી ઉત્સાહે ઉભરાતા માંડવ્યે ગેાપાને કહ્યું, “ભકે, મેં ય મારૂ ખળ અજમાવી જોયુ. હવે રહ્યો તારો વારો. સત્યક્રિયા કરી પુત્રને ઉઠાડવા, હાલતા ચાલતા કરવા તારા હાથમાં છે.’
“મારા હાથમાં ?” સ કાચાતી સ ંકોચાતી ગેાપાના મુખમાંથી વેણુ નીકળ્યાં. “તમે બન્નેએ તમારી ગુØતમ વાત પ્રગટ કરી. એ સત્યના પ્રભાવ ન પડયા, ત્યાં મારા જેવીનું શું ગજું ? મારી પાસે કહેવા જેવું શું હોય ?” સહેજ અટકીને પછી કંપિત સ્વરે તેણે ઉમેર્યું, “જો કે મારે પણ એક સત્ય પ્રગટ કરવાનું છે ખરૂં, પશુ—પણ તમારા દેખતા હું નહીં કહું.” ગોપામાં રહેલી માતા અને પતી વચ્ચે ચાલતું હતું.
“અરે આપણા કુમારને પ્રાણસંકટ છે ને તેયે તને ખચકાવાનુ સૂઝે છે, ભદ્રે ?” માંડવ્યે સમજાવટથી કહ્યુ, “તારે કહેવાનુ હાય તે કાપતા કશાયે ભય રાખ્યા વિના કહી દે, ને કુમારને સાવ સાજો કર.” “સાર, તમે કહેા છે તા.”
ગાપાએ યજ્ઞદત્તના પગને હાથ અડાડ્યો. ધડીક તે તેને લાગ્યુ કે જીભ તાળવે ચોંટી ગઈ છે. તે ખાલી ન શકી, ને એકાએક પહેલા ધીમા, પણ પછી ધ્રૂજારીભરી ચીસ જેવા શબ્દો તેના મુખમાંથી છૂટયા હું તાત, ઘરમાંથી નીકળીને તમે સેલા કાળા નાગ મને જેટલા અપ્રિય છે તેટલા જ મને તારા પિતા અપ્રિય છે—જો કે આની મેં કદી તેમને જાણ થવા દીધી નથી.
આ ગુહ્યતમ સત્યના પ્રકાશનથી, સ્વસ્થ અને કુમાર, વિષ નષ્ટ ચા, જીવા, જીવા, યાદત્ત”
તા. ૧૫-૮-૫૭
ગાપાની સત્ય શ્રાવણા પૂરી થઈ તે સાથે જ કુમારનું બધું વિષ પૃથ્વીમાં સમાઈ ગયું! યજ્ઞદત્ત નિર્વિષ્ઠ થઇ ઉઠ્યા.
માતાએ તેને ખેાળામાં ખેંચી લઈ છાતી સાથે માથું ચાંપ્યું. તે તેની પર અખંડ આંસુધારે અભિષેક કરી રહી. માંડવ્ય પુત્રના મુખ પર અને શરીરે હાથ ફેરવતા, “ઊંધ આવી ગઈ હતી, વત્સ! તારું માથું કે હાથપગ કશુ દુખતાં નથી ને ?” એમ વળી વળીને પૂછવા લાગ્યા, તે પછી તેને ઉંચકીને દીપાયનને પગે લગાડો, લાગણીના ઊભરા કાંઈક શમતાં માંડવ્ય અને ગેાપાએ જરા નિરાંતને શ્વાસ લીધા..
તેમનાં અંતરનું ગુહ્યમાં ગુહ્ય છતું થયું, તેથી ત્રણેય એક વિચિત્ર સકાય સાથે અપૂર્વ હળવાશ પણ અનુભવતાં હતાં, પણ ગાપાની દૃષ્ટિ ભોંય પર જ ખાડાયેલી રહી હતી.
પણ મુખ્ય પડદો હઠી જતાં મેાટી આડશ તા દૂર થયેલી. એટલે દીપાયનની પ્રેરણા મળતાં સૌએ પોતાનુ હધ્યગત પૂરેપૂર ખુલ્લું કર્યું..
બ્રહ્મચર્યની જુગુપ્સા છતાં લેાકેાપવાદથી ડરીને પાતે શ્રમણ્ જીવનને વળગી રહ્યાનું, તે એમ લેકેમાં પુણ્યશાળી સાધુપુરૂષ ગણાતા રહ્યા હોવાનુ દીપાયતે જણાવ્યું.
ત્રણ પેઢીની ઉદાર દાનદક્ષિણાની કુળપરંપરાને પોતે ન અનુસર તા લોકો કુળમેળુ કહે એ ભયે, અનિચ્છાએ દાનધર્મ આચરતા રહ્યાનું જણાવી માંડવ્યે પોતાની વાત સ્પષ્ટ કરી.
પરિણીત પતિને છેડીને ખીજાને સ્વીકાર કરવાનુ પોતાના કુળમાં કદી ન બન્યુ હાવાથી, પોતે મર્યાદા તોડે તેા સૌ કુલકલકિની કહે–એમ લેાકલજ્જાથી ખીને, પ્રેમ ન હતા તે 'ચે, માંડવ્યની પરિચર્ચા કરવા તે જીવનભર સાથે રહી હોવાનું કહી ગાપા પતિના ચરણામાં પડી, તે કાંઇ નહીં તે તેમના પુત્રને ખાતર ક્ષમા આપવા તેને વીનવ્યા.
આમ ત્રણેકે હવેથી દંભને ત્યાગ કરી, સાચુ ને પવિત્ર જીવન ગાળવાનું સ્વીકાર્યું. નવજીવન પામેલા માંડવ્ય ગેપા ને યજ્ઞન નવજીવન પામેલા દીપાયનને વંદના કરી ઘર તરફ પાછાં ફર્યા. ( ‘વિકાસ'માંથી સાભાર ઉષ્કૃત )
હરિવલ્લભ ભાયાણી
વજ્રેશ્વરી પટણ
ગયા અંકમાં જાહેર કર્યા પ્રમાણે શ્રી મુંબઈ જૈન યુવક સંધના સભ્યો તથા તેમના કુટુ ખીજના માટે વજ્રેશ્વરીનું પટણૢ આગામી સપ્ટેમ્બર માસની ૭ અને ૮ તારીખ (શની-રવ) ચેાજવામાં આવ્યું છે. પટણમ'ડળી સપ્ટેમ્બરની ૭મી તારીખ શનીવારે સાંજે બરાબર ચાર વાગ્યે પાધુની ટી. જી. શાહ ખીલ્ડીંગથી ઉપડશે; રોયલ ઓપેરા હાઉસ ચીમનલાલ માનચ ંદની શાપ બાજુએ, દાદર ખારદાદ સરકા ડાખી બાજુના બસ સ્ટેપ આગળ તથા માટુંગા કીંગ સર્કલ જૈન મંદિર પાસે આટલાં સ્થળાએ અટકીને સીધી વજ્રેશ્વરી જશે. તારીખ ૭ ની રાત્રી અને ૮ મી તારીખ .રવિવારને દિવસ વજ્રધરી અલેાલી છેડા આરાગ્ય ભવનમાં ગાળશે અને સાંજના ત્યાંથી મુંબઈ તરફ પાછી ફરશે. રાત્રીના સુવા માટે જરૂરી પાગરણ પુરૂ પાડવામાં આવશે. ફક્ત એઢવાનુ સાધન સાથે લેતાં આવવું. પર્યુંટણમાં જોડાનારે વ્યક્તિ દીઠ રૂા. ૯ અને ૧૨ વર્ષ નીચેના માટે શ. પ આપવાના રહેશે. આ પર્યટણમાં જોડાવા ઇચ્છનારે ઓગસ્ટ માસની આખર સુધીમાં પેાતાનાં નામ ઠામ સાથે જરૂરી રકમ સધના કાર્યાલયમાં ભરી જવી. પર્યુષણ વ્યાખ્યાનમાળા અંગે તા. ૨૧ થી ૨૯ ઓગસ્ટ સુધી સધનું કાર્યાલય આખા દિવસ ખુલ્લુ નહિ હૈાય તે કારણે વ્યાખ્યાન સભામાં આવતા સભ્યાને પાતાની રકમ ભરવાનુ ત્યાં સરળ રહેશે એટલે ત્યાં પણ નામ નોંધી રકમ સ્વીકારવામાં આવશે. આ પર્યટણ માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસનેા પ્રબંધ કરવામાં આવ્યું છે. મર્યાદિત સંખ્યા માટે પર્યટણ ચાજાયલું હાઇને પર્યટણમાં જોડાવા ઈચ્છનારે પોતાનું નામ નોંધાવવામાં વિલંબ ન કરવા વિનતી છે. સત્રીઓ, મુંબઇ જૈન યુવક સધ
મુંબઈ જૈન યુવક સધ માટે મુદ્રક પ્રકાશક શ્રી પરમાનદ કુવરજી કાપડિયા, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, મુદ્રણુસ્થાન : કચ્છી વીશા ઓશવાલ પ્રિન્ટીંગ પ્રેસ, મસ્જીદ બંદર રોડ, મુંબઈ ૯. 2. ન. ૩૪૬૨૯