SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ 90 ( અનુસ ધાન પાનુ ૬૦ ઉપરથી ચાલુ જોગવાઈ કરવી પડે છે. એટલે આપણે જ્યારે સમાજવાદ વિશે એલીએ ત્યારે આપણે તે બધા પ્રશ્નો બધી બાજુથી સમજવા વિચારવા જોઇએ. સમાજવાદ, લાગણીવિવશ બનાવે તેવા એક બહુ સુંદર વિચાર છે પરંતુ આ લાગણીવિવશતાની ભીતરમાં વાસ્તવિકતા શું છે તે પણ આપણે સમજવી જોઇએ. આપણે એ સમજવાનુ છે કે કેવી રીતે અતિ ધણી ગૂંચવણભરી સમાજની જુની પદ્ધતિને બદલી શકાય. ખાત અંગે જો આપણે ખોટી દિશામાં જઇશું તે નવી વસ્તુનુ નિર્માણ કર્યા વગર આપણે આગલી વસ્તુની તોડફોડ કરી નાખશુ. સમાજવાદની ભાવના જનતાના માનસમાં પ્રવેશવી જોઇએ, આ માત્ર કાયદાઓથી સમાજવાદ લાવી શકાય નહિ સમાજવાદ અંગેની મૂળભૂત બાબત આપણે જે ધ્યાનમાં રાખવાની છે તે આ છે : સમાજવાદ એ સામાજિક વ્યવસ્થાની એક પદ્ધતિ છે, સમાજવાદ એ આર્થિક વ્યવસ્થાની એક પદ્ધતિ છે. આમ છતાં, ભૂનીયાદી રીતે સમાજવાદના જનતાના મન અને હૃદયમાં પ્રવેશ થવા જોઇએ. જો આપણે સમાજવાદની ભાવના અંતર્ગત નહિ કરીએ અને જે ખીજાઓ સાથે સહકાર સાધીને આપણે કાર્ય શકિતમાં વધારો નહિ કરીએ અને ઉલટું ખીજાને નુકશાન કરવાની કાશીષ કરશું તે તે સમાજવાદ નહિ જ હાય. સમાજવાદની સફ્ળતાને આધાર મેટે અશે. સમાજમાંની માનવ વ્યકિતઓ ઉપર જ નિર્ભર છે. નિઃશ’ક કાયદો મદદ કરે છે, પરંતુ કાયદા સમાજને ખલી શકે નહિ. પ્રભુદ જીવન તા. ૧-૮-૧૭ -દષ્ટાંત છે. બહુ જ સારી ભાવનાઓથી, તેમણે તેમની જનતાના લાભ માટે તેમનાથી શકય તેટલું બધુ કર્યું. પરંતુ તેને માટે તેમણે જોર અને જબરદસ્તીના ઉપયોગ કર્યો. બીજા શબ્દોમાં કહીએ તા ત્યાંની સરકાર પ્રામાણિક રીતે માનતી હતી કે અમુક કાર્યક્રમથી જનતાને લાભ ‘થશે પરંતુ તે કાર્યક્રમનો અમલ તેણે ખળ દ્વારા કર્યા હતા. દા. ત. ખેડૂતો પોતાની જમીન આપી દેવા કદી ચ્છિતા નહાતા, પરંતુ તેમને એ વિષે કદી પણ પૂછવામાં આવ્યું ન હતું. તેમની પાસેથી જમીન જબરદસ્તીથી લઇ લેવામાં આવી હતી અને તેનું સામૂહિક ખેતીના ધોરણે વ્યવસ્થા—સંચાલન કરવામાં આવ્યું હતું. આમ, ખળ અને જબરદસ્તી દ્વારા આ સામૂહિક ખેતીની પદ્ધતિ લાદવામાં આાવી હતી. સાચું છે કે પ્રત્યેક કાયદામાં બળનુ –જબરદસ્તીનું અમુક તત્ત્વ હોય છે, પરંતુ સમય જતાં, લેકા તેને સ્વીકારી લે છે. આપણા હિંદુ કાયદાનું દૃષ્ટાંત લો. આપણે તેમાં અમૂક ફેરફારા દાખલ કર્યાં છે, પરંતુ દરેકે તે ફેરફારો સંપૂર્ણતઃ સ્વીકાર્યો નથી. આમ છતાં પણ, આપણા માટે એમ ન કહી શકાય કે જનતા ઉપર આપણે અમુક નિયમ જબરદસ્તીથી લાદી દીધા છે. પરંતુ રશિયામાં જોર અને જખરદસ્તીથી પ્રગતિ સાધવામાં આવી હતી અને તેના પરિણામે ઘણા ત્રાસ, દુઃખ, મુંઝવણા અને અગવડા ઉપસ્થિત થઇ હતી. આમ છતાં પણ, તેમણે બધી મુશ્કેલી અને અગવડો સહન કરી લીધી અને કાર્યક્રમને પૂરો પાર પાડયા. એમાં તે શંકા નથી જ કે પાછળનાં વર્ષો દરમિયાન આ બધાએ તેમને સફળતાના શિખરે પ્રસ્થાપિત કર્યાં, અને પુષ્કળ આર્થિક પ્રગતિ તેઓ સાધી શકયા. દરેક વ્યકિતના સંતુકાર દ્વારા આપણે સમાજવાદ સાધવાના છે મૂડીવાદ એટલે ગળાં-કાપ હરીફાઈ કેટલીકવાર એમ રજૂઆત કરવામાં આવે છે કે આજના મૂડીવાદ પોતે જ ઘણે ભાગે સમાજવાદી થઈ ગયા છે. આમ છતાં, મૂડીવાદ ખુનીયાદી રીતે '‘લેવાવાળા” સમાજ છે, એટલે કે એવા સમાજ છે કે જેમાં દરેક જણ ખીજા પાસેથી વધુમાં વધુ ઝૂંટવી લેવાના પ્રયત્ન કરતા હાય છે. એ સમાજમાં દરેકને બીજા કરતાં વધારે કમાવું છે—પ્રાપ્ત કરવું છે અને બીજાઓની પ્રતિષ્ઠા ગળપ કરી જવી છે. આમ, મૂળભૂત રીતે મૂડીવાદી સમાજ અને નાલક્ષી સમાજ એ બન્ને એકજ છે. મૂડીવાદની તરફેણુની ફીલ્મી આમ છે કે મૂડીવાદ એટલે પ્રત્યેક વ્યકિતએ પેાતાથી શકય તેટલા વધુમાં વધુ યત્ન કરવા જેના પરિ ણામે રાષ્ટ્ર ઉત્કર્ષ ભણી પ્રગતિ કરશે. આ વિચારસરણીની વિરૂદ્ધ, સમાજમાં સૌને સહકાર એ સમાજવાદના સિદ્ધાન્ત છે. આ સહકાર સ્વયંપ્રેરિત હાવા જોઇએ અને તેનુ ઉદ્ભવસ્થાન માનવહૃદય હેવુ જોઇએ. લાકામાં જો .સહકાર કરવાની શકિત-ભાવના ન હેાય અને જે તે ગળાં–કાપ હરીફાઈમાં રચ્યાપચ્યા રહે તે ઉત્તમોત્તમ કાયદાથી પણ સમાજવાદ લાવવાનું શકય નથી. માનવ-મન અઠ્ઠલવું એ એક ધીમી પ્રક્રિયા છે સવાલ એ છે કે લોકાનાં મન કેમ બદલવાં ? આપણે આપણાં વિચારાને ગળાં–કાપ હરિકાથી દૂર લઇ જવાં જોઇશે અને સહકારના ફાયદાઓ તરફ જોવુ જોઇશે. આપણે તે ધીમે ધીમે સાધવું પડશે. માનવાની મનેાસૃષ્ટિમાં આવા ફેરફાર એકદમ અને ઐચિંતા લાવી શકાતા નથી. આજે આપણાં બાળકને તેમના વર્ગોમાં ઊચ્ચતમ સિદ્ધાંતા શિખવવામાં આવે છે પરંતુ જ્યારે તેઓ તેમની આસપાસ સત્ર ગળાં-કાપ હરિફાઇ જૂએ છે ત્યારે તેની તેમના મન ઉપર એક ખરાબ છાપ પડે છે. ઘણી એવી બાબતે છે જે કાયદાએ મારફત સાધી શકાતી નથી. એક તરફ કાયદા દ્વારા અને બીજી તરફ સમાજને કેળવવાથી આપણે ફેરફાર લાવી શકીએ. જોર અને જબરદસ્તી ત્રાસ અને અગવડ ભણી ઢારી જાય છે: રશિયાનું દૃષ્ટાંત મેં તમને હમણાં કહ્યું કે આપણે માનવ વ્યકિત સાથે કામ લેવાનુ છે, નહિ કે લોખંડ અને પોલાદ સાથે, આપણી સામે રશિયાનું તો આપણી સમક્ષ હવે પ્રશ્ન આ છેઃ આપણા ઉદ્દેશાની સાધના માટે શું આપણે બળના જોર જૂલમના પ્રયોગ કરવા ? અથવા તે પ્રત્યેકના સહકાર દ્વારા આપણાં લક્ષ્યાંક તરફ આગેકૂચ કરવાનું શકય છે ખરૂં? આપણે માનીએ છીએ અને આપણું રાજ્યબંધારણ પણ કહે છે કે આપણા ઉદ્દેશની સાધના માટે આપણે જોર જબરદસ્તીને ઉપયોગ કરવા ન જોઇએ. આપણા રાષ્ટ્રના રાજ્યવહીવટ લેાકશાહી પદ્ધતિ ઉપર રચાયલા છે. અને એ દીવા જેવું સ્પષ્ટ છે કે જો જોર જૂલ્મના આશરા કાપણુ લે તે આ લેાકશાહી પદ્ધતિના અંત આવે અને તેની જગ્યાએ અન્ય પ્રકારની પદ્ધતિ અમલમાં આવે. માટે તેને અર્થ એ થયો કે આપણે રશિયા જેવાં રાષ્ટ્રોની નકલ ન કરીએ અને જોરી અને જબરદસ્તીથી ધારી બાબતો પાર પાડવાના વિચાર ન કરીએ. જો આપણે તેવી રીત અખત્યાર કરીશું તો તેથી રાષ્ટ્રમાં ખળવાની—àાહિયાળ ક્રાંતિની ઉપસ્થિતિ થશે. આપણે કાઈ પણ અધિનિયમ ઘડીએ ત્યારે રાજ્યસત્તાની તાકાતના પૂરો ખ્યાલ રાખવા ધટે છે. અને જ્યારે કાઈ પણ કાયદો કાનૂન ઘડાવાનું હાથ ધરવામાં આવે છે ત્યારે ઘણા વાદવિવાદ અને ચર્ચા વિમર્શ થાય જ છે. આવા ચર્ચા વિમર્શ અને વાદવિવાદ દ્વારા જ વસ્તુ યોગ્ય આકારમાં પ્રગટ થાય છે. અને એ રીતે જે ખાખતા સામાન્ય રીતે જનતાના મેટા સમૂહને સ્વીકાય હાય છે તે જ બાબતને આખરે કાયદાનુ રૂપ આપવામાં આવે છે. આમ, આપણા કાર્યની આ પદ્ધતિ છે અને એ રીતે ચાલતાં આપણને સૌના સહકાર સાંપડે છે. અલબત્ત, તેમાં સમય વધારે જાય છે. તેમ છતાં આપણે એમ માનીએ છીએ કે પ્રગતિની આ રીત વધારે સારી અને વધુ ખૂનીયાદી છે. આ રીતે, સમસ્ત જનતાના સહકાર સાધીને, ધીમે છતાં દઢતાથી, સમાજવાદ પ્રતિ આગેકૂચ કરવાની આપણી મનોકામના છે. લોકેા પોતાની મેળે વિચારતા થાય અને તેમનામાં આત્મ—વિશ્વાસ ઉત્પન્ન થાય—એ આપણાં હેતુ છે. આપણે માનીએ છીએ કે સમાજવાદ સાધવાની આજ ઉત્તમ રીત છે. મૂળ પ્રવકતા : ૫', જવાહરલાલ નહેરૂ અનુવાદક : શ્રી શાન્તિલાલ નન્દુ સમાપ્ત મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩. મુદ્રણુસ્થાન : કચ્છી વીશા ઓશવાલ પ્રિન્ટીંગ પ્રેસ, મસ્જીદ બંદર રોડ, મુંબઈ ૯. ≥. ન. ૩૪૬૨૯
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy