SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૮-૫૭ પ્રબુદ્ધ જીવન તે અલગ રહેવાના હેતુથી તે ઈરાનના નારિક બન્યા હતા. હઝરત મહમદ પેગખરના પુત્રી કૃતિમા અને તેના પતિ અલિના સીધા ૪૮ મા વશજ છે. એવા તેમના દાવા હતા. મુસલમાન કેમના એ વિભાગ શીઆ અને સુન્ની તેમાં શીઆ કામની પેટા કામ-ઇસ્માઇલી કામ–ની આશરે પાંચ કરોડની લેખાતી વસ્તી દુનિયાના ત્રણ ખંડમાં અને તેમાં પણ વિશેષ કરીને હિંદુમાં તેમજ આફ્રિકામાં પથરાયલી પડી છે. તે ઇસ્માઇલી કામના ઈમામના ધર્મગુરૂના—સ્થાન ઉપર તે આઠ વર્ષની ઉમ્મરે આવ્યા હતા. એક મેટી જમાતના ધમ ગુરૂ હોવા ઉપરાંત તેમણે રાષ્ટ્રીય, આન્તરરાષ્ટ્રીય અનેક ક્ષેત્રામાં તરેહ તરેહના ભાગ ભજવ્યો હતો. એ લાંખી અને કાર્યસભર કારકીર્દીને ટુંકાણમાં પૂરો ખ્યાલ આપવા મુશ્કેલ છે. ધર્મગુરૂ' શબ્દ સાથે આપણા મનમાં વૈરાગ્ય, ત્યાગ, તપ અને સંયમના ખ્યાલા જોડાયલા છે. અનેક સાધકમાંથી કાઈ વિશિષ્ટ શક્તિવાળી વ્યક્તિ ધર્મ ગુરૂનું સ્થાન પામે છે, કંચન અને કામિનીને ત્યાગ એ આપણે મન ધર્મ ગુરૂનું વિશિષ્ટ લક્ષણ છે. જન્મથી કાઈ ધર્મગુરૂ બનતા નથી; આધ્યાત્મિક જીવન સાધનાની કલ્પના ધર્મ ગુરૂ' શબ્દ સાથે સંકળાયલી છે. નામદાર આગાખાનને ધર્મ ગુરૂપદ વંશપર ંપરાના કારણે પ્રાપ્ત થયું હતું. તેમના અનુયાયીઓ તેમનામાં મહમદ પયગમ્બરના અશ હાવાનુ માનતા હતા અને તેથી સાધુ સન્તાને માપવાના ચાલુ માપતાલ તેમને લાગુ પડી ન શકે એવા તેમનેા ખ્યાલ હતો. ધર્મગુરૂ હોવાપણું અને સાંસારિક ભાવિલાસ ભોગવતા રહેવું એ એ પરસ્પરવિરોધી છે એમ તેમના અનુયાયીઓ માનતા નહોતા. તેમને નામદાર આગાખાન વિષેનો દૃષ્ટિકાણુ આપણા કરતાં તદ્દન જુદા જ પ્રકારના હતા. ઈસ્માઇલી કામની આગાખાન વિષેની નિષ્ઠાનું મૂળ આ હતું. તેમને વારસામાં વિપુલ સ'પત્તિ મળી હતી; વળી વ્યાપારી કુશળતા વડે તેમણે તે સ'પત્તિમાં ખૂબ વધારો કર્યાં હતા-ઘેડદોડની સરતેમાં કામ લાગતા ઘેડાએ વસાવવાને તેમને મોટા શાખ હતા. • તેમના ધાડાઓએ દુનિયાના રેઇસકેસ ઉપર ભારે નામના મેળવી હતી અને તે દ્વારા પણ તે અઢળક સ ંપત્તિ કમાતા રહ્યા હતા. તેમણે જીંદગી દરમિયાન ચાર વાર લગ્ન કર્યું હતું. ૧૧ વર્ષની ઉમ્મરે તેઓ પોતાની પર્શીયન પિત્રાઈ બહેન શહા સાથે સ્મિાઇલી ધર્મવિધિપૂર્વક લગ્નસંબંધથી જોડાયા હતા. આ લગ્ન લાંખા વખત ચાલ્યું નહતું. ત્યાર પછી તેમણે ઈટલીની નતિંકા રાજકુમારી થેરીસા મેગ્લીઆના સાથે લગ્ન કર્યું હતું. તેનાથી તેમને બે પુત્રોની પ્રાપ્તિ થઇ હતી; એક તેા પ્રીન્સ અલીખાન જે આજે હયાત છે અને બીજા પ્રીન્સ' સવ્રુદીન જેવું નાની ઉમરમાં અવસાન થયું હતું. નામદાર આગાખાનનાં ત્રીજી વારના પત્ની મીસ એન્ટ્રી કરનને પ્રથમ પરિચય તેમને ફ્રેંચ રીવીરાની મીઠાઇની દુકાન ( Candy Stores ) માં થયે હતા. તેને એક પુત્રની પ્રાપ્તિ થઈ હતી અને પછી થડા સમયમાં તેણે છુટા છેડા લીધા હતા. આજે તે હયાત છે અને સ્વીટઝરલેન્ડમાં રહે છે અને તેને આગાખાન તરફથી મેાટુ પેન્શન મળે છે. આજની તેમની બેગમનું નામ છે વેટ લેબ્રાઉઝે. તે લીયેાંના અસ કન્ડકટરની પુત્રી છે અને એક વખત તેને મીસ ટ્રાન્સ' ( એટલે કે એ વર્ષની ફ્રાન્સની સૌથી વધારે રૂપવતી યુવતી) તરીકે જાહેર કરવામાં આવી હતી. આ બધું છતાં પણ તેમના લાખો અનુયાયીઓ જે મેટા ભાગે કરોડ રૂપીઆના વ્યાપાર વ્યવસાય સાથે જોડાયલા હતા તેમને નામદાર આગાખાન પ્રત્યે અપ્રતિમ ભકિતભાવ હતા અને તેના પ્રતીક રૂપે પેાતાની આવકમાંથી પાંચથી દશ ટકા સુધીની આવક દર વર્ષે તેઓ તરફથી ભેટ ધરવામાં આવતી હતી. પરિણામે દુનિયાની સૌથી વધારે ધનિક વ્યક્તિ તરીકે આગાખાનનુ નામ લેવામાં આવતુ હતુ. તેમની અઢળક સંપત્તિના સાઠ કર પાઉંડથી વધારે આંક અંદાજ ૬૫ વામાં આવતા હતા અને તેમની વાર્ષિક આવક એક કરોડ વીશ લાખ પાંઉંડ જેટલી અડસટવામાં આવતી હતી. છેવટના દશકા દરમિયાન જુદા જુદા સમયે હિંદમાં તેમ જ આફ્રિકામાં નામદાર આગાખાનને તેમના અનુયાયી ભકતાએ રૂપુ, સોનું, હીરા તેમ જ પ્લેટીનમથી તાળીને નવાજ્યા હતા. આજના વિજ્ઞાનયુગમાં, બુદ્ધિવાદના જમાનામાં સહજમાં ન માની શકાય, ન કલ્પી શકાય એવી આ ઘટના બની હતી. આ બધું જોઇને આજે પણ એ મધ્યકાલીન માનસ, એ અધશ્રધ્ધા, એ વ્યક્તિપૂજા હજુ જીવન્ત છે એમ આપણે કબુલ કરવું જ રહ્યું. આ સાથે એ પણ જણાવવુ જ જોઇએ કે નામદાર આગાખાતે આ રીતે પાતાને ભેટ મળેલ 'રૂપ', સાનું, હીરા કે પ્લેટીનમ . પોતાની કામને જ પાછું અર્પણ કર્યું હતું. અને તેમાંથી કામ માટે અનેક નિશાળા, કાલેજો, દવાખાના, ઇસ્લીતાળા, ધર્મશાળાઓ, આરોગ્યભવને ઉભાં કરવામાં આવ્યા હતાં, અને કામના ઉધ્ધારની અનેક પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. અહિં એ પણ સ્પષ્ટ કરવું જોઇએ કે નામદાર આગાખાન પોતાની કામના કેવળ આધ્યાત્મિક ધર્મગુરૂ નહતા, પણ આજના વૈજ્ઞાનિક યુગમાં અને હરીફાઈનાં જમાનામાં પોતાની કામ ક્રમ આગળ વધે અને પોતાના ઉત્કષઁ ક્રમ સાથે તેની તેમણે સતત તકેદારી સેવી હતી, સમયે સમયે માર્ગદર્શન આપ્યું હતું, અને વ્યાપાર વ્યવસાયમાં મદદ તરીકે તેમણે કામી બને છુટા હાથે દ્રવ્ય આપ્યુ હતુ. કામના ઐહિક હિતેા તરફ્ તેમનુ ચિત્ત સદા કન્દ્રિત રહેતું. હિંદના રાજકારણમાં મુસલમાન કામના અગ્રણી તરીકે નામદાર આગાખાને નાનાસુના ભાગ ભજવ્યો નહાતા. ૧૯૦૬ માં તે એ વખતના વાઈસરાય લૉર્ડ મીન્ટો સમક્ષ મુસલમાનોનું એક પ્રતિનિધિમંડળ લઈ ગયા હતા અને મુસલમાન કામ માટે અલગ મતદાર ચુંટણી મડળાની માંગણી કરી હતી. અને મર્હુમ મહમદઅલીએ Command Preformance' એટલે કે ‘ઉપરની સૂચના મુજબની કામભજવણી' તરીકે વર્ણવ્યુ હતું. ૧૯૪૭ માં હિંદના ભાગલા થયા અને પાકીસ્તાનનું નિર્માણ થયું તેનું ખીજ ૧૯૦૬ માં ઉપર જણાવ્યું તે રીતે રાપાયુ'' એમ કહીએ તે ખોટુ નથી. હિંદમાં રાષ્ટ્રવાદને આવેગ વધતાં ગયા અને સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટે ત્રીશ વર્ષ સુધી લડત ચાલતી રહી તે દરમિયાન નામદાર આગાખાન અંગ્રેજ સરકારની પડખે ઉભા રહ્યા હતા. અંગ્રેજ સરકારની Divide and Rule ની નીતિ ચાલુ હતી અને નામદાર આગાખાનને મુસ્લીમ કામના અગ્રણી તરીકે અંગ્રેજ સરકારનુ મોટું પીઠબળ હતું. લડન ખાતે ભરાયલી ગોળમેજી પરિષદ્માં જ્યારે કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે માત્ર ગાંધીજી ગયા ત્યારે બ્રીટીશ હિંદી ડેલીગેશનના નેતા તરીકે. નામદાર આગાખાને એ ગેાળમેજી પરિષદમાં ભાગ લીધે હતાં. આ બધુ છતાં હિંદમાં વેગ પકડતા જતા સ્વાતંત્ર્યપ્રાપ્તિના · આન્દોલનના નામદાર આગાખાને કદિ પણ પ્રગટ વિરોધ કર્યો નહાતા. તેમનું વળણ સરકારતરી રહ્યું હતું અને તેમનું લક્ષ્ય મુસલમાનનું હિત જાળવવા તરફ વિશેષ હતું. પાછળથી હિંદના રાજકારણની રંગભૂમિ ઉપર કોંગ્રેસના કટ્ટર વિરોધી તરીકે કાયદે આઝમ ઝીણાના પ્રવેશ થયા અને મૃદુ અને સૌમ્ય પ્રકૃતિને વરેલા અને અન્તરરાષ્ટ્રીય ક્ષેત્રે વધારે તે વધારે રોકાતા જતા નામદાર આગાખાનનું સ્થાન ભારતીય રાજકારણમાં નહિવત્ થતું ગયું. લીગ ઓફ નેશન્સમાં તેમણે બ્રીટીશ ઇન્ડીયન ડેલીગેનનના નેતા તરીકે ૧૯૩૨ થી ૧૯૩૫ સુધી ભાગ લીધા અને ૧૯૩૭ માં લીગ એક્ નેશન્સના તેઓ પ્રમુખ થયાં. હિંદને પુઆઝાદી મળ્યા ખાદ હિંદના રાજકારણ સાથેના તેમના સંબંધના લગભગ અન્ત આવ્યા હતા. નામદાર આગાખાન પૂર્વ તેમ જ પશ્ચિમની અનેક ભાષાના જાણકાર હતા અને અનેક વિષયામાં તેમને ડૉ. વરસ હતા. ચ
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy