________________
પ્રભુદ્ર જીવન
૧૫.
વિલ યુરાન્ટકૃત ‘Mansions of Philosophy' વગેરે હતાં. વિલ યુરાન્ટની શૈલી અને એની રજૂઆતને ખાતર પણ એનાં ખીજા પુસ્તકો વાંચવાનું મને મન થાય છે.
તા. ૧૫-૭-૫૭
Thou shalt not kill, ( તું ક્રાઈન હણુતા નહિં ) ના · કંઇ જ અર્થ રહેત નહિ. પ્રેમ અને ભાગવિલાસ એકબીજા સાથે નભી શકે નહિં ટાસટાય માટે પ્રેમ માત્ર કઈ નીતિ કે વ્યવહારના પ્રશ્ન નહાતા, પણ એક ભીશન—જીવન કાર્યં હતુ. પ્રેમ જીવનની સર્વ પ્રવૃત્તિને વ્યાપી રહેલા હોવા જોઇએ અને સર્વ વિષયો અને વ્યક્તિ સાથે એને સબંધ હાવા જોઇએ. એ આપણને લેવાના વિચાર વિના આપવાનું શીખવે છે. તેણે પાપ અને પાપી વચ્ચે ભેદ કરવા જોઇએ અને પાપી પ્રત્યે ધૃણાની વૃત્તિ ન દાખવતાં કરુણાપૂર્વક જોવું જોઇએ, લેોભ અને લાલસામાં જ સર્વ હિંસા અને શાષણનું મૂળ રહેલું છે એવી મને ટાલ્સટાય દ્વારા પ્રતીતિ થઇ. દરેક પ્રકારના લેાબ એક પ્રકારની ચેરી જ છે.
આને એક વિકલ્પ હાઈ શકે અને તે એ કે દરેક માણસે પેાતાના રાટલા પેાતાના પરસેવાથી રળી લેવા જોઇએ. Confession and what I believe’ માં જે સિદ્ધાંતાનું પ્રતિપાદન કરવામાં આવ્યુ છે તે સિંદ્ધાન્તાને જ What must we do then ?' માં ટાલ્સટાયે જીવનના પ્રશ્નો ઉપર લાગુ પાડયા છે, મેં જોયું કે બીજી રીતે ૮૦ થી ૯૦ ટકા તંદુરસ્ત અને શકિતશાળી માનવે લેભ અને લાલસાનાં એ ચક્રો વચ્ચે પીસાઈ રહ્યા છે. ખરી રીતે તા, જેમ રેશમના ક્રીડા કોશેટામાંથી સમયસર પોતાના માર્ગ કાઢી લે છે તેમ ૮ ૦ થી ૯૦ ટકા માનવાએ સમયસર પેતાના માર્ગ કાઢી લેવા જોઇએ. અને આ વિષયચક્રમાંથી છુટકારો મેળવવા જોઇએ.
આની સાથે ભગવદ્ગીતાના ઉપદેશ સરખાવતાં મને તેમાં સમાધાનપૂર્વક સમજાયું કે ખશ પ્રશ્ન આ ૮૦ થી ૯૦ ટકા માનવાને એમ સમજાવવાના છે કે તેમની સમસ્યાના આખરી ઉકેલ શ્રીમતા સાથે સ્પર્ધા કરવાથી કે, કર્મના ત્યાગ કરવાથી નહિ આવે, પરંતુ માનવને એના સંપૂર્ણ અધિકાર અપાવે એવી સમાજવ્યવસ્થા નિર્માણ કરવાથી જ આવશે.
આ જો કે, સંપૂર્ણ જવાબ નથી. મુખ્ય પ્રશ્ન તા એ છે કે વધતી જતી વસતી, અનાજની અછત, પછાત રહેલી ખેતી, સમાજનું અતિશય પછાતપણું, અને જ્ઞાતિવાદ તેમજ પ્રાન્તવાદરૂપે વિસ્તરેલી એની શાખાઓ—આ બધાંની વચ્ચે ભારતની પરિસ્થિતિના સુમેળ કેવી રીતે બેસાડવા એ છે.
નવી સમાજવ્યવસ્થાનું સ્વરૂપ કેવું હાવું જોઇએ ? એના તખા શો અને કેવા હવા જોઇએ ? એનું આખરી ચિત્ર અને એનું અંતિમ ધ્યેય કેવું હાવુ જોઇએ ?—આ પ્રશ્નોના જવાબ આપવાના પ્રયાસ શ્રી મશરૂવાળાએ પોતાના પુસ્તક “સમૂળી ક્રાન્તિ' માં કર્યાં છે. આ પુસ્તકને હું લેખના ‘A new civilisation' નામના પુસ્તક સાથે સરખાવું છું. આ પુસ્તકના ખાસ કરીને સેલા સાવિયેટ' ના કેટલાક વિચારશ પ્રત્યે હુ આકર્ષાયા હતા. એ વિચારાના મેં ગ્રામપંચાયત અંગેના સૌરાષ્ટ્રના ધારા ધડવામાં ઉપયોગ કર્યો છે, અને ગ્રામ લોકશાહીના વિદ્યાર્થીઓએ ગ્રામપચાયત માટે નમૂનારૂપ એ ધારો અભ્યાસ કરવા જેવા છે.
હું સામાજિક પરિસ્થિતિ આલેખતાં પુસ્તકામાં દેખીતી રીતે જ Uncle Tom's Cabin' અને પત્ર અકનાં East wind, West Wind' અને Good Earth' પુસ્તકા તથા યુદ્ધ પૂર્વેની તંગદિલી આલેખતાં પુસ્તકામાં ડગલાસ રીડના Insanity Fair અને Disgrace Abounding-એ પુસ્તકાએ મને આકર્ષ્યા છે. જો કે એ આશ્ચર્યજનક છે કે આટલી વિશાળ દૃષ્ટિ અને પુસ્તકના વિશાળ ફૂલક છતાં રીડ, એ નોંધવું ચૂકી ગયાં કે મોટામાં મેટુ' અનિષ્ટ તે હિટલર નહિ, પણ શાહીવાદ છે.
જેલનાં ત્રણ વર્ષ દરમ્યાન ધણાં પુસ્તક વાંચવાની મને તક મળી. ઘણુ ખર એ સમયનું વાચન ગભીર પ્રકારનુ હતું. આ પુસ્ત કામાં એચ. જી. વેલ્સકૃત ‘Science of life', 'Work, Wealth. and Happiness', Outlines of World History' તથા
સામાન્ય ભારતીય જનને એનાં ધાર્મિક ગ્રંથો માટે ઘણું માન હોય છે. મે જે ગ્રંથ વાંચ્યા છે તે બધામાં ભગવદ્ ગીતા' પરની જ્ઞાનેશ્વરની ટીકા ભાવાર્થ દીપિકા' દીવાદાંડીની જેમ સ્પષ્ટ તરી આવે છે, જ્ઞાનેશ્વરે તેરમા સૈકામાં ખેલાતી તળપદી મરાઠી ભાષામાં પધમાં માત્ર પંદર વર્ષની નાની ઉંમરે, વિદ્યાર્થી અવસ્થામાં ૯૦૦૦ શ્લોક જેટલી લાંબી ટીકા—જ્ઞાનેશ્વર ગીતા લખી એ ભારતના ધર્મવિષયક લખાણામાં એક અદ્ભુત અને મહાન સિદ્ધિ છે. કલ્પના કરતાં ચે ચડી જાય એવાં સરળ અને સુંદર દૃષ્ટાંતા અને રૂપકાદારા એમણે ગીતાના અત્યંત ગહન વિચારોને સામાન્ય માણસને સમજાય એવી સરળ ભાષામાં મૂકયા છે. જ્ઞાનેશ્વરે જે આત્મવિશ્વાસથી કહ્યું છે એ કહેવાની એ જમાનામાં ખીજા કાએ હિંમત કરી ન હોત. “તુ નિશ્ચિતપણે જાણુ કે આ બધા વેઢે ત્રિગુણથી આવરાયેલા છે અને તેથી માત્ર ઉપનિષદે જ સત્ત્વ ગુણ ધરાવે છે. આથી હું પા ! તુ સમજી લે 、 કે કકાણ્ડના મા જ દુઃખનુ' સ્વયં મૂળ છે. માટે તારા મનને એ દિશામાં વળવા દઈશ નહિ. વિદ્વાન વેદના અભ્યાસ કરે છે ખરા, પણ, એમાંથી આવસ્યક અને મૂળભૂત રીતે સંગીન અને ઉપયોગી હાય એટલું જ ગ્રહણ કરે છે.”
આ પછી Ends and means" નામના મહાન ગ્રંથના લેખક આલ્લુસ હકસલીના તાજેતરના પુસ્તકનુ મને સ્મરણ થાય છે. એમણે પોતાના પુસ્તકમાં માનવ વિચાર, નાંન અને સમજશક્તિના આંતરિક ઝરણાનું દર્શન કરાવ્યું છે.
અને છેલ્લે હું યાદ કરૂં છું શ્રી ચેસ્ટર એલ્સને, જે એક વખત એમેરિકાના ભારત ખાતેના પ્રતિભાશાળી પ્રતિનિધિ હતા. એમનું પુસ્તક ‘New: Dimensions of Peace' વાંચતાં એમ લાગે છે કે જાણે ગાંધીવાદી દ્રષ્ટિકાથી દુનિયાની મહાન ક્રાંતિને ઇતિહાસ એમણે આળખ્યા હોય. એમાં ભારતની ક્રાન્તિને પશ્ચિમ સમક્ષ એના સ્વાભાવિક સ્વરૂપમાં રજૂ કરવામાં આવી છે. સામાજિક અને આર્થિક પછાતપણા આમેની પેાતાની લડતમાં પણું ભારત ગાંધીજીની ભાવના પ્રગટાવે એવી લેખક એમાં અપેક્ષા રાખે છે.
આમ, થાડી મિનિટાના આ વાર્તાલાપ દરમ્યાન, મેં આ મહાન લેખકા પ્રત્યેની મારી આભારની લાગણી વ્યકત કરી છે. એ લેખકાએ પેાતાના ઉદાત્ત પ્રેમથી મારા જીવનપથમાં પ્રકાશ પાથર્યાં છે. ભૂતકાળમાં એમનું હુંં સ્મરણ કરતા આવ્યા છું અને ભવિષ્યમાં પણ પ્રેમ અને ગૌરવપૂર્વક હું એમનું સ્મરણુ, કરતા રહીશ,
મૂળ અંગ્રેજી : શ્રી ઉ. ન. ઢેખર અનુવાદક : અ. રમણલાલ શાહુ સંધના સભ્યાને
જે સભ્યોએ સધનું વાર્ષિક લવાજમ હજુ સુધી ભરેલ ન હાય તે સભ્યોને પોતપોતાનું લવાજમ વસુલ આપવા વિનંતિ છે. આ સંબધમાં તેમને અવારનવાર યાદ આપવામાં આવ્યું છે અને આ રીતે તેમને ફરીથી યાદ આપવામાં આવે છે. લવાજમ વખતસર નહિ ભરવાના પ્રમાદના ત્યાગ કરવા તેમને અમારી આગ્રહભરી વિનંતિ છે. વ્યવસ્થાપક, મુંબઈ જૈન યુવક સઘ
પૃષ્ટ
વિષયઃ સૂચિ
- બહુજનઅનુંમત સમાજવાદ સ્મૃતિપટ રમતા ગ્રંથા જૈન કોન્ફરન્સના પ્રમુખ શ્રી, માહનલાલ લલ્લુભાઈનુ સંધે કરેલ સન્માન આત્માની વિકાસશ્રેણી
૫. સુખલાલજી સન્માન સમારભ પ્રસંગે
૫. જવાહરલાલ નહેરૂ શ્રી. યુ. નં. ઢબ્બર
ગીતા પરીખ