________________
તા. ૧૫-૭-૫૭
“ જેટલા માલનુ ઉત્પાદન કરીએ છીએ તેમાં સારા એવા ઘટાડા પણ થઈ જાય. આમ થવાથી એક કટાકટી ઉભી થાય અને કદાચ આપણે દેવાળિયા બનવું પડે. કારણ કે આપણે એ ભૂલવું ન જોઇએ કે સંધા કરાયલી સંપત્તિને રાષ્ટ્રની ખરી સંપત્તિ તરીકે ગણી શકાય જ નહિ.
પ્રબુદ્ધ જીવન
પ૩
થતુ નથી—સ ંપત્તિનું ઉત્પાદન તે। ત્યારે થાય છે. કે જ્યારે માનવી એજારાથી કામ કરતા હેાય છે.
આપણે એ પણ યાદ રાખવાનું છે કે આપણી વસ્તીમાં દર વર્ષે ૫૦ લાખના વધારા થતા રહે છે. બીજા શબ્દોમાં કહીએ તે, આપણે પ્રતિ વર્ષે ૫૦ લાખ ઉદરના પોષણને લગતી જરૂરીયાત પૂરી પાડવાની રહે છે. આમ છતાં, તેની સાથે આપણે એ પણ ન ભૂલીએ કે જો પ્રતિ વર્ષ આપણે કામ પ્રાપ્ત કરવાની-કરાવવાની યોગ્ય ગોઠવણા–વ્યવસ્થા કરીએ તા ૫૦ લાખ નવા અને શક્તિશાળી માનવહાથા ઉત્પાદનની ક્રિયા–પ્રક્રિયામાં રોકાઈ શકશે. આમ, એક તરફ જેમને અનાજની જરૂર પડશે એવાની સખ્યામાં વધારો થશે તે! ખીજી બાજુ જે સંપત્તિનું ઉત્પાદન કરે છે. તેમની સ ંખ્યા પણ વધતી જશે. અને પ્રત્યેક જેટલું વાપરે—ઉપયોગમાં લે તેથી તા વધારે પ્રત્યેક ઉત્પન્ન કરવું જ જોઈશે. કાઇ પણ વ્યક્તિ પોતાના ઉત્પાંદન કરતાં વપરાશ વધુ કરે તે તે સમાજને ખેોજારૂપ બને છે અને આપણા હાથમાં બચતમાં કાંઈ રહેતું નથી. હકીકતમાં, કાઈ પણ દેશ પોતે કેટલું ઉત્પાદન કરે છે, કેટલા વપરાશ કરે છે અને બીજા અને ભાવિ ઉપયોગો માટે તેની પાસે વધારાનું બચતમાં કેટલુ રહે છે તેના પરથી તે દેશની પ્રગતિનું મૂલ્યાંકન થાય છે. કાઇ પણ રાષ્ટ્રનું ઉત્પાદન દર વરસે એટલું ચતું હોય કે તેમાંથી તે વધારાનુ તારવી શકે યા ખર્ચત કરી શકે તા તેના અર્થ એમ થયા કે તે રાષ્ટ્ર પ્રગતિ કરી રહ્યું છે અને જે તે રાષ્ટ્ર તે પ્રમાણે ઉત્પાદન ન કરે અને બચાવે નહિ તે તેના અથ એમ થયો કે તે રાષ્ટ્ર પ્રગતિ કરતુ નથી. આ તે બહુ જ સાદી હકીકત છે અને બધા તે સારી રીતે જાણે છે-સમજે છે કે કાઇ પણુ વ્યક્તિ પેાતાની આવક કરતાં ખર્ચ વધારે કરે તે તે હંમેશાં મુશ્કેલીએથી જ મુ ંઝાયોા રહે છે.
વર્ષ–પ્રતિ વર્ષ જે સંપત્તિ ઉત્પન્ન કરવામાં આવે તે જ રાષ્ટ્રની ખરી સંપત્તિ ગણાય. દાખલા તરીકે અનાજને પ્રશ્ન લો. ભલે આપણે અનાજના અમુક પ્રમાણમાં સંગ્રહ કરીએ, પણ તે તે આપણને થોડા સમય માટે જ ઉપયોગી થશે, ઘણા લાંબા સમય માટે તે નહિં જ. વધારે વખત રહેતાં તે સડશે અને તેનો નાશ થશે. આખરે તા આપણે પ્રતિ વર્ષે કરવામાં આવતા અનાજના ઉત્પાદન ઉપર જ આધાર રાખવા પડશે. આપણે કદાચ એક લાખ, એ લાખ, પાંચ લાખ અથવા તા કદાચ પચ્ચાસ લાખ મણ અનાજના સગ્રહ કરીએ, પણ આખરે તેનાથી કાંઈ અર્થ સરશે નહિ.
૧૯૪૭ નુ વર્ષ યાદ કરીએ. આપણે આઝાદી પ્રાપ્ત કરી, પરંતુ પંજાબમાંના હુલ્લડને પરિણામે આપણું અનાજનું ઉત્પાદન બહુ જ ઘટી ગયું. લગભગ એ વરસ સુધી તે નીચામાં નીચી સપાટી સુધી રહ્યું. લોકો નાસી જતા હતા અને ત્યાં અનાજ વાવવા કાઈ રહેતુ નહિ. અને એ એક વર્ષીમાં અનાજનું ઉત્પાદન ન થયું તેથી આપણે જબરદસ્ત મુશ્કેલીઓ અને મૂઝવણા અનુભવી. ટૂંકમાં, આપણે એ યાદ રાખવાનુ છે કે વર્ષ પ્રતિ વર્ષે થતુ આપણું ઉત્પાદન એ જ આપણી સાચી એકઠી થતી સંપત્તિ છે. સેાના અને ચાંદી હુ ખપનાં નથી; તેની ઉપયાગીતા મર્યાદિત છે. આપણા દેશમાં આપણે દર વરસે કેટલું ઉત્પાદન કરીએ છીએ એ જ ખરૂં મહત્ત્વનું છે, અને આપણા ઉત્પાદનને આપણે જેટલું વધારીશું તેટલું આપણામાં વધુ ખળ આવશે અને આપણે તેની વ્યાજખી અને ન્યાયી વહેંચણી કરવા તરફ વધુ નજીક જઈ શકીશુ.
ભાળની જરૂર ઉત્પાદનને જરા પણ ધકકો લાગવા ન જોઇએ
આપણે આ બાબતે ધ્યાનમાં રાખવી જોઇએ. ભારતમાં પ્રાપ્ત થતી અત્યારની સધળી સંપત્તિ જો આપણે ન્યાયી રીતે વહેંચીએ તે આપણી ઉત્પાદન—શક્તિ ને કદાચ આપણે બહુજ નુકશાન કરી બેસશુ અને એ. આવતા. કેટલાક વરસ પર્યંત સહન કરવુ પડે એવા આધાત આપણને લાગે, માટે આપણે જે કાંઇ પગલાં ભરીએ તેમાં આપણે હંમેશાં ધ્યાન રાખવું જોઈશે કે તે સાચી દિશામાં છે અને આપણે એ પણ સંભાળ રાખવી પડશે કે તે પગલાંના પરિણામે એવી કામ પરિસ્થિતિ પેદા ન થાય કે જેથી આપણા ઉત્પાદનને ધક્કો પહોંચે. અને આપણી જમીન અથવા કારખાનાં અંગેની આપણી કાર્યવાહીમાં તા તેનું ખાસ કરીને વિશેષ ધ્યાન રાખવું પડશે. આ આપણે સતત ધ્યાનમાં રાખવું પડશે કારણ કે વારવાર આપણે એવા લોકાના પરિચયમાં આવીએ છીએ કે જે વાત મોટી કરે છે પરંતુ તેના શું પરિણામ આવશે તેની જરા પણ દરકાર કરતાં નથી અગર વિચાર કરતાં નથી. આપણે તેવાં કાઇ પણ જોખમાં લઇ ન શકીયે કે. જેના પરિણામે આપણી જમીનમાંથી અત્યારે જે અનાજ ઉત્પન્ન કરીએ છીએ તેમાં બે કે ત્રણ વરસ માટે ઘટાડે થાય, કારણ કે જો તેમ થાય તે.તે આપ્ણા માટે એક મહાન આફતરૂપ બનવાનું આપણા વસ્તીવધારાને આપણા ફાયદામાં કેમ પલટવા
?
તે જ્યારે આપણે સમાજવાદ વિષે ખેલીએ છીએ ત્યારે રાષ્ટ્રમાં વધુમાં વધુ ઉત્પાદન એ જ માત્ર સૂચવવાને આપણા ભાવ હાય છે અને તે દૃષ્ટિએ અતિ અગત્યની ચીજો છે; અનાજ, કાપડ અને મકાન. વળી બીજી પણ ચીજો તે છે જ, પ્રત્યેક વ્યક્તિને પેાતાનુ શિક્ષણ મેળવવા માટે સગવડો મળવી જોઇએ અને પ્રત્યેક નાગરિકની તદુરસ્તીની દેખભાળ રહેવી જોઇએ. તેનાથી આગળ દરેક નાગરિકને કામ મળવુ જોઇએ. કામનું મહત્વ ઘણુ અગત્યનું છે કારણ કે માનવ -કાર્ય થી જ સ ંપત્તિનું ઉત્પાદન થાય છે. સપત્તિનું ઉત્પાદન સ્વયં ભૂ
આત્મત્યાગ અને કહેણ જીવન અખત્યાર કરવાની જરૂર અને આ રીતે આપણા રાષ્ટ્ર સમક્ષ આ એક કોયડા છે ઃ આપણા દેશ ગરીબ છે અને આપણા દેશમાંધવાને પૂરતુ, ખવડાવવા જેટલુ અત્યારે આપણું ઉત્પાદન નથી.. એટલે આપણે પણ બચત રહે એટલું વધુ ઉત્પાદન જ્યાં સુધી ન કરીએ ત્યાં સુધી પ્રગતિ શી રીતે કરી શકીએ ? અને તેથી આપણે આ વિષચક્રમાંથી બહાર આવવુ જ રહ્યું અને તે માટે આપણી સમક્ષ એક જ વિકલ્પ છે કે કમર કસીને આપણે અમુક સમય માટે ત્યાગ અને સાદાઇને અપનાવીએ કે જેથી આપણે વસ્તુઓને બચાવ કરી શકીએ. આમ કરવામાં આપણે એ હંમેશાં યાદ રાખવાનુ છે કે જે કાંઈ થોડી વધારાના મેમો આજે આપણે ઉપાડશું અને તકલીફ઼ા ભોગવીશું તે આવતા વરસમાં આપણને અને ભાવિ પેઢીઓને જબરદસ્ત રીતે મદદકર્તા અને ઉપયેગી નીવડશે.
પૂર્ણ
મૂળ પ્રવક્તા: ૫, જવાહરલાલ નહેરૂ અનુવાદક શ્રી. શાન્તિલાલ નન્દ વજ્રેશ્વરી પટણ
શ્રી. મુંબઈ જૈન યુવક સંધના સભ્યો તથા તેમના કુટુંખીજના માટે મુંબઈથી આશરે ૬૦ માઈલ દૂર આવેલ વજેશ્વરીનુ એક પર્યટણ યોજવામાં આવ્યુ છે. પટણુમંડળી એગસ્ટ માસની ૧ તારીખ શનિવારે સાંજે બરાબર ચાર વાગ્યે પાયની ટી. જી. શાહ બીલ્ડીંગથી ઊપડશે; રાયલ આપેરા હાઉસ ચીમનલાલ માનચંદની શાપ બાજુએ, દાદર ખારદા સરકલ ડાબી બાજુના બસ સ્ટેપ આગળ તથા માટુંગા કીંગ સરકલ જૈન મંદિર પાસે—આટલાં સ્થળાંએ અટકીને સીધી વજેશ્વરી જશે. તા. ૧૦ ની રાત્રી અને ૧૧ મી તારીખ રિવ વારના દિવસ વજેશ્વરી અકલાલી ઇંડા આરામ્ય ભવનમાં ગાળશે અને સાંજના ત્યાંથી મુંબઈ તરફ પાછી ફરશે. રાત્રીના સુવા માટે જરૂરી પાગરણ પુરૂ પાડવામાં આવશે. કુક્ત ઓઢવાનુ સાધન સાથે લેતા આવવું: પટણમાં જોડાનારે વ્યક્તિ દીઠ રૂા. ૮૫ આપવાના રહેશે. ૧૨ વર્ષની નીચેના માટે શ, પા લેવામાં આવશે. આ પટણમાં જોડાવા ઇચ્છનારે તા. ૫ મી સામવાર સાંજ પહેલાં સધના કાર્યાલયમાં પોતાનુ નામ નોંધાવી જવું પડશે. મર્યાદિત સંખ્યા માટે પર્યટણ યોજાયલ હાઇને જે સભ્યની પય ટણમાં જોડાવાની ઇચ્છા હાય તેણે વિના વિલએ નામઠામ સાથે જરૂરી રકમ સંઘના કાર્યાલયમાં ભરી જવી એ જ વિનંતિ. ૪૫/૮૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩. મંત્રીએ મુંબઇ જૈન યુવક સંઘ
વો સુગર
''