SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ૨ પ્રબુદ્ધ જીવન al. 9-9-460 શુભેચ્છાના સંદેશાઓ ( પંડિત સુખલાલજી સન્માન સમારંભ પ્રસંગ ઉપર શુભેચ્છા સૂચક અને પંડિતજીને આદર અંજલિ અર્પતા અનેક સંદેશા પ્રાપ્ત થયા હતા જેમાંના પંડિત જવાહરલાલ નહેરૂ, વિનેાખા ભાવે, કદારનાથજી, ડૅા, સુનીતિકુમાર ચેટરજી, ગાવિંદ વલ્લભપત, રવિશંકર મહારાજ, શ્રીમતી વિદ્યાબહેન રમણુભાઇ નીલકંઠ, ડૉ. વાસુદેવશરણુ અગ્રવાલ અને રાજેન્દ્ર ટી. વ્યાસના સંદેશાએ સન્માન સમાર ંભના અહેવાલમાં સામેલ કરવામાં આવ્યા છે, બાકીના સંદેશાઓમાંથી કેટલાક નીચે આપવામાં આવે છે. શ્રી વિજયસિંહ નહાર (મુખ્યમત્રી, ખેંગાલ પ્રદેશ કોંગ્રેસ કમીટી, કલકત્તા )—ધ્રુવળ જૈન જ નહીં પરંતુ સમસ્ત ભારતીય દ - તામાં એમને ફાળા અતુલનીય છે. ક્રાંતિકારી વિચારી દ્વારા જૈન પરંપરાની રૂઢિને તેાડીને, નૂતન માર્ગ અપનાવીને, એમણે જૈન સાહિત્ય અને દર્શનના વિકાસમાં કરેલી સેવા ચિરસ્મરણીય બની રહેશે.” (હિન્દી ઉપરથી) સાહુ શ્રી શાંતિપ્રસાદજી જૈન (કલકત્તા)—“જૈન સાહિત્યના પ્રસાર દ્વારા સમાજની મહાન સેવા કરનાર ૫. સુખલાલજીને આ પ્રસંગે હું મારી સાદર અંજલિ અપું છું.” (અ ંગ્રેજી ઉપરથી) શ્રી સરલાદેવી અને શ્રી અ ંબાલાલ સારાભાઇ (અમદાવાદ) —“સંશોધન ક્ષેત્રમાં તથા તેના વિશિષ્ટ વિષયના અભ્યાસમાં ૫. સુખલાલજીએ જે મહત્ત્વપૂર્ણ કાળા આપ્યો છે તેને સન્માનવામાં અમે જોડાઇએ છીએ ’ શ્રી મેહનલાલ લલ્લુચંદ્ર શાહ ( જૈન, કોન્ફરન્સના વરાયેલા પ્રમુખ )... “આપણા સર્વશ્રેષ્ઠ તત્ત્વજ્ઞો અને ચિંતામાંના એક ૫. સુખલાલજીને મારી સાદર અંજલિ પાઠવુ છુ. પેાતાની વિવેકપૂર્ણ અને અમૂલ્ય શિક્ષાઓથી તત્ત્વજ્ઞાન અને સંસ્કૃતિને વધુ ને વધુ સમૃદ્ધ બનાવવા માટે ઇશ્વર એમને દીર્ઘાયુષ્ય બક્ષે. જૈન તત્ત્વજ્ઞાનને સમૃદ્ધ કરવામાં એમના કાળા અજોડ છે.” (અ ંગ્રેજી ઉપરથી) શ્રી કનૈયાલાલ મુનશી ( લખનૌ “પં. સુખલાલજીના સન્માનમાં તમે સ ંમેલન ગાઢવા છે એ જાણી ખૂબ આનંદ થાય છે. હું સ ંમેલનને સંપૂર્ણ સફળતા ઇચ્છું છું” (અંગ્રેજી ઉપરથી) કવિ શ્રી મૈથિલીશરણ ગુપ્ત—“શ્રી સુખલાલજી એવા મનીષી અને ચિંતક છે કે જેમનાથી દેશનું ગૌરવ વધે છે. હુ એમનું. હાર્દિક અભિનન્દન અને અભિવદન કરું છું.” (હિન્દી ઉપરથી) ડૉ. હીરાલાલજી જૈન—એમને જૈન સિદ્ધાન્ત અને શાસ્ત્રોના જેટલા પરિચય છે એટલેજ વૈદિક અને બૌદ્ધ પર પરાઓના પણ છે. અને એમના તુલનાત્મક અધ્યયનનુ સ્પષ્ટ દર્શન આપણને એમનાં ગ્રંથામાં થાય છે............ પેાતાના વિચારે અને જીવનપદ્ધતિમાં પ્રાચીન પરંપરાનુ` જતન કરવા છતાં પંડિતજીએ પોતાના જ્ઞાનમાં અત્યારની સમસ્ત ઉત્તમ વાતાને આત્મસાત્ કરી લીધી છે, જેથી એમના વિચારેશમાં નવા અને જૂનાનું અદ્ભુત સામજસ્ય જોવા મળે છે....જ્યારે આપણે એમના સામાજિક અને હાર્દિક ગુણા તરફ ધ્યાન આપીએ છીએ ત્યારે તા વળી આપણે વિશેષ આશ્ચર્ય ચકિત થઈ જઈએ છીએ.” (અંગ્રેજી ઉપરથી) શ્રી શ'કરરાવ દેવ—“આ કઈ પંડિતજીનું બહુમાન નથી, પરંતુ ખરી રીતે, જે તેનુ બહુમાન કરે છે. તેમનુ પોતાનુ જ બહુમાન થાય છે.” (અંગ્રેજી ઉપરથી) ડૉ. હરિસત્ય ભટ્ટાચાર્ય (કલકત્તા)-પ. સુખલાલજીએ માત્ર જૈન દર્શનનું જ નહિ પરંતુ અન્ય બધાં ચંદનનુ યથાવત્ મૂલ્યાંકન કરેલુ છે. એથી તે જૈન તેમજ જૈનેતર વિદ્યાનામાં પ્રિય થયેલા છે. તેમનું સન્માન કરવામાં જૈન સમાજ કેવળ જૈન ધર્મનું જ નહિ, પર’તુ પ્રાચીન ભારતીય સંસ્કૃતિનુ ખરી રીતે બહુમાન કરે છે.” (અ ંગ્રેજી ઉપરથી) ગુલાબચન્દ્ર ચોધરી—(પાલીના અધ્યાપક, બૌદ્ધવિદ્યાપીઠ, નાલંદા ) પૂજ્ય પંડિત સુખલાલજી એક યુનિર્માતા વિદ્ન છે. એમણે ભારતીય વિચારસરણીને એક નૂતન ગતિ આપીને આપણા ઉપર મેટા ઉપકાર કર્યાં છે. તે જૈન દર્શનના જ નહીં પરંતુ સમસ્ત ભારતીય દશનાના અગ્રગણ્ય વિદ્વાન છે. એમણે અધ્યાપન ચિન્તન, લેખન તેમ જ સંપાદનના ક્ષેત્રમાં એક નૂતન પર ́પરા તેમ જ શૈલિ સ્થાપિત કરી છે.” (હિંદી ઉપરથી) શ્રી વિનયચંદ્ર દુલ ભજી ઝવેરી (પ્રમુખ, સ્થાનકવાસી કોન્ફરન્સ)——“ ૫. સુખલાલજી સારા વિદ્વાન, દર્શનશાસ્ત્રી, પ્રતિભાસંપન્ન સાહિત્યિક પુરુષ તેમ જ પોતાના વિષયેામાં નિષ્ણાત કર્મઠ તપસ્વી છે. એમનુ સન્માન એ જીવન્ત નિદ્વત્તાનુ સન્માન છે. ૫, સુખલાલજી કેવળ જૈન સમાજનું જ નહીં પરંતુ દેશનું ગૌરવ અને વિભૂતિ છે.” ( હિન્દી ઉપરથી ) શ્રી આનન્દ્રરાજ સુરાણા (આન. સેક્રેટરી, સ્થાનકવાસી જૈન કાન્ફરન્સ) “પડિતજીએ અંતરના પ્રકાશથી અજ્ઞાનરૂપી અ ંધકારને દૂર રહીને પોતાના પ્રજ્ઞાચક્ષુ નામ સાર્થક કર્યું છે, તેમ જ અમૂલ્ય સાહિત્ય સર્જીને સમસ્ત ભારતીય સાહિત્યમાં અદ્વિતીય સ્થાન મેળવ્યું છે.” ( હિન્દી ઉપરથી ) શ્રી. કાંતિલાલ ઇશ્વરલાલ (મુંબઈ). આવા પડિતાનું સન્માન થાય એટલા અ ંશે આપણા દેશ સમૃદ્ધ થતા જાય છે.” ડા. શ્રી. રવિશંકર મ. રાવળ (અમદાવાદ)—“એમની વિકટસાધના અને પ્રખર સિદ્ધિનુ' વૃત્તાંત મનેાખળ અને સંકલ્પબળનાં જીવતદષ્ટાંત બન્યાં છે, સમગ્રતા પામેલી એમની જીવનદૃષ્ટિ આજના વિસવાદો ભરેલા વિશ્વમાં આશ્વાસન અને માર્ગદર્શન આપે છે. આ પ્રસ ંગે નતમસ્તકે હૃદયના સંપૂર્ણ ભાવે હું એમને વંદન કરૂં છું.” મ શા શ્રી સિદ્ધરાજજી ઢંઢ્ઢા (મુખ્ય મંત્રી, અખિલ ભારત સર્વ સેવા સંધ )- એમની વિદ્વતા, તપશ્ચર્યા તથા પ્રગતિશીલતા આગળ મારુ મસ્તક હમેશાં નમતુ રહે છે. એમનું સન્માન કરીને આપણે સમાજ ઉપરના એમના ઋણુને કંઇક સ્વીકાર કરીએ છીએ.” (હિન્દી ઉપરથી) શ્રી હરિભાઊ ઉપાધ્યાય (રાજસ્થાનના નાણાંપ્રધાન અને જાણીતા હિન્દી સાહિત્યકાર) : સુખલાલજી મુખ્યત્વે જ્ઞાની પુરુષ છે; પરંતુ કાય પરાયણતા એમની સામે છાયાની મા રહે છે. તેથી એમનુ જીવન સાથે ક અને અનુકરણીય છે.......જ્યારે જ્યારે એમને મળવાનુ અને છે ત્યારે એમની પાસેથી ખસવાનું મન નથી થતું.” ( હિન્દી -ઉપરથી) ૫. બેચરદાસ દેશી—“પડિતજી સર્વોદયલક્ષી વિચારણાએના પ્રચાર કરતા કરતા લાંબુ નિર્મળ આરોગ્યયુક્ત જીવન જીવે એ જ એક શુભકામના છે” શ્રી ગોકુલભાઇ ભટ્ટ— પડિત સુખલાલજી જેવા સમ્યગ્દષ્ટિનવાનું સન્માન કરવામાં આપણે એક ઊંચી કાટીની સત્ત્વશીલતાનું બહુમાન કરી રહ્યા છીએ.” (હિન્દી ઉપરથી) શ્રી પી. કે. ગાર્ડ ( કયુરેટર, ભાંડારકર એ રિ. ઈ. પૂના ) જીવનભર જે ક્ષેત્રમાં પંડિતજીએ કામ કરેલુ છે તેમાં તેમનાં ઊંડા અભ્યાસ અને વેધક દષ્ટિને કારણે તેઓ ઊગતી પ્રજાને એક ઉદાહરણરૂપ છે. તેમનું બહુમાન કરવામાં. આપણે આપણી જાતનું જ માન કરીએ છીએ (અંગ્રેજી ઉપરથી) શ્રી રસિકલાલ છેા. પરીખ (ડીરેકટર, ભો. જે અધ્યયન— સ’શાધન વિદ્યાભવન, ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ )— પંડિતજી વિદ્–રત્ન.. છે એ એમનુ અધૂર ઓળખાણ છે; એ નરરત્ન છે એમાં એમનું પૂરૂ ઓળખાણ છે. શ્રી ગોવિન્દ્રલાલ ભટ્ટ (ડીકેટર ઓરીએન્ટલ ઈન્સ્ટીટયુટ, વડાદરા )- પરમ પૂજ્ય પંડિત જ્ઞાનના નિધિ છે. સત્ત્વગુણની મૂર્તિ છે, સદાચારના આદર્શ છે. એમની વિચારસરણી ઘણી નિષ્પક્ષપાતી છે અને તેથી. એમનાં વિધાતા સર્વ તટસ્થ વિદ્વાનો તી કરવા પડે
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy