________________
તા. ૧-૭-૫૭
અપેક્ષા છે. જાહેર ફંડના ઉપયોગ સબંધે આપણે સત્યનિષ્ટ બનવાની જરૂરી છે. જાહેર કુંડાની આપણી પેાતાની મુડી માફક સભાળ લેતા થવુ જોઇએ. એને લેશ માત્ર દુરૂપયોગ ન થાય એ બાબતની આપણે પૂરી ચીવટ કેળવવી જોઇએ.
પ્રબુદ્ધ અન
૪૭
પણ સરસ્વતીસેવી જે પરિવાર વચ્ચે જીવી રહ્યો છુ તે તે સારસ્વત–પ્રકાશના આનંદને અવિચલપણે માણી જ રહ્યો છે. તેથી એવા આનંદની ભાગીદારીનું મારે મન શાશ્વત મૂલ્ય છે.
“સમિતિ મારફત કરવામાં આવનાર સત્કારના સ્વીકાર કરવાના મેં જ્યારે મન સાથે નિય કર્યાં ત્યારે મારી જે દૃષ્ટિ હતી, તે પ્રથમ દર્શાવવી યોગ્ય લાગે છે. મારા જેવા નેત્ર-પરતંત્ર અને પરાશ્રિત સંખ્યાબંધ ભાઈ બહેના આ દેશમાં છે. તેમાંથી કેટલાકની સ્થિતિ તે અનેક ખાળતામાં મારા કર ય અનેકગણી સારી પણ હશે. એવાં સારી સ્થિતિવાળાં ભાઈ-બહેનેાને માગી–મુલાકાત આપવામાં પણ ધનિકો, વિદ્વાના, તેમજ અધિકારીઓને મેટે ભાગે ખમચાતા અને કાંઈક લાધવ અનુભવતા મેં જોયા જાણ્યા છે, જ્યારે મારી બાબતમાં દૃશ્ય આથી ઊલટું છે. એવી વિશિષ્ટ વ્યક્તિ પણ જ્યારે મને સત્કારવામાં રસ લે, ત્યારે એનું કારણ શું એ વિચાર મને આવ્યો અને મેં સત્કાર સમારંભમાં ભાગ લેવાના તેમ જ સત્કાર સ્વીકારવાને ક્ષણ માત્રમાં મન સાથે નિણૅય કરી લીધે.
“મેં વિવેકથી તદ્દન સ્પષ્ટપણે જોઇ લીધું કે, તે આ સત્કાર . મારા સ્થૂળ—વ્યક્તિત્વ કે અહ્ય આવરણના નથી, પણ એ કાઇ બીજી વસ્તુને જ છે. એ વસ્તુ એટલે વિદ્યોપાસના અને તેને લગતા પુરુષાર્થ, આ વસ્તુ ભલે અલ્પાંશે મારામાં વ્યક્ત થયેલી હાય, પણ અંતે તે એ વસ્તુ વૈયક્તિક નહીં, પણ સર્વસાધારણ છે. જ્યાં જ્યાં માનવ— ચેતના છે ત્યાં ત્યાં સત્ર એ વસ્તુ વહેલી મેાડી, અલ્પાંશે કે મહદ્ અશે, એક રીતે કે બીજી રીતે આવિર્ભાવ પામવાની જ. આ જ વસ્તુ ચૈતન્યના અસ્તિત્વની સાબિતી છે. જ્યાં ચેતના હશે ત્યાં જિજ્ઞાસા અને તેનાથી ઉદ્ભવતા સ ંકલ્પ યા પુરુષાથ હાવાને જ. જો કાઈ વિદ્યોપાસના અને પુરુષાર્થના સત્કાર કરે તો એને અંગત સત્કાર શા માટે માનવે ? એમાં અહત્વ શા માટે પોષવુ? ઊલટું જેમ સત્કારનારા તટસ્થ દૃષ્ટિએ ભાગ લે છે, તેમ સત્કાર પામનારે પણ એ સત્કારને બ્રાહ્મી—સરસ્વતીના સત્કાર માની તેમાં ભાગ શા માટે ન લેવે ? આ અને આના જેવા વિચારાએ બુદ્ધિમાં તટસ્થતા જન્માવી અને મને હળવા ફૂલ કરી નાખ્યો.
આમ સમગ્ર રીતે વિચારતાં એ અત્યન્ત આવશ્યક છે કે આપણા લોકળા જેમને જેમ વાળે તેમ વાળી શકાય તેમ છે તેમને ચેાગ્ય આકારમાં આપણે ઢાળવા જોઇએ. મને કોઇ શક નથી કે જો આપણે લેકને સાચી દોરવણી આપીશું તે આપણા દેશના રૂપરંગમાં ભારે પરિવર્તન સાધી શકીશું. ગાંધીજી જે મનમાં વિચારતા હતા તે કહેતા હતા અને જે કહેતા હતા તે મુજબ આચરતા હતા. હું આજની કંઢગી સ્થિતિને ચારિત્ર્યની કટોકટી−Crisis of Character—તરીકે ઓળખાવું છું, જાહેર કરૂ છું.
આપણે આજે એવા એક આત્માનું અભિવાદન કરી રહ્યા છીએ કે જેમણે ગાંધીજીએ શિખવેલા સત્યાગ્રહ અને અહિંસાના આદર્શોના સતત સાન્નિધ્યમાં જીવન વ્યતીત કર્યુ છે. આમ કરતાં મને ખૂબ આનંદ થાય છે. પડિત સુખલાલજી કે જેમને બનારસ હિંદુ યુનિવર્સિટીના અધ્યાપક તરીકે વર્ષોથી હું એળખું છું ઉત્કૃષ્ટકેાનું દીર્ઘ આયુષ્ય ભગવે અને જેમાંથી અનેક શાખા પ્રશાખાએ છુટે એવું એક ખીજ રીપે, એવી એક મુદ્રા કાળપટ ઉપર અંકિત કરી જાય એવી તેમના વિષે શુભેચ્છા દાખવતાં હુ ઊંડી પ્રસન્નતા અનુભવું છુ.
તે
પંડિત સુખલાલજીને પ્રત્યુત્તર
ત્યાર બાદ તેમના કરવામાં આવેલ સન્માનના ઉત્તર રૂપે પ. સુખલાલજીએ નીચે મુજબ પ્રવચન કર્યું ઃ— અધ્યક્ષવર હૈં, રાધાકૃષ્ણન અને મિત્રો !
“શરૂઆતમાં જ એક કૂર્મકથા કહેવા ધારુ છુ કે જે આ સારસ્વત પ્રકાશાનન્દના ઉત્સવમાં ભાગીદાર થવાની મને મળેલી તક અને મારી દૃષ્ટિએ તેનુ સ્થાયી મૂલ્યાંકન સમજવામાં ઉપયોગી થાય તેવી છે. જૈન શાસ્ત્રમાં માનજીવનની દુર્લભતા સમજાવવા માટે દશ દૃષ્ટાન્ત મળે છે. તેમાં એક કૂર્માંનું દૃષ્ટાન્ત છે. ફૂમ એટલે કાચો. તદ્દન સાંકડા અને બહુ ઊંડા એવા એક કૂવામાં એક કાચા રહેતા હતા. પાણીની સપાટી ઉપર એટલી બધી ઘટ્ટ શેવાળ જામેલી કે તેમાં કયારેય પ્રકાશ પ્રવેશી શકતા નહિ. એકવાર પવનના અણુધાર્યા વેગથી શેવાળના એ ઘરમાં નાનું ગાબડું પડયું સયેાગવશ તે જ ક્ષણે પેલા કચ્છપનું મુખ પણ ' એ ગાબડા ભણી હતું. તેથી એણે જન્મમાં કદી નહિ જોયેલ ચન્દ્રના શીતલ સૌમ્ય પ્રકાશ જોયા, હર્ષધેલા બની એ પોતાના પરિવારને પણ તે પ્રકાશાનન્દના ભાગીદાર બનાવવા માટે ઉપર લઇ આવવા તળિયે ગયા. પાછા આવે છે ત્યાં તે પવનના ઝપાટે એ ગાબડુ પુરાઇ ગયું. અને પરિવારસહુ એ કચ્છપ નિરાશ થયા.
“ડા રાધાકૃષ્ણન, કાકા કાલેલકર, આચાય જિનવિજયજી શ્રી મેરારજીભાઇ અને કાંગ્રેસપ્રમુખ શ્રી ઢેબરભાઈ જેવા અનેક સરસ્વતીપુત્રો તેમ જ સરસ્વતી —ભકતા ઉપસ્થિત થઇ જ્યાં સારસ્વત પ્રકાશની ઉપાસના કરવાના હોય ત્યાં ઉપસ્થિત થવા મને કહેવામાં આવ્યુ. એ અન્વયે દર્શનના ગાઢ આવરણ તળે દબાયેલા છતાં હું અહીં ઉપસ્થિત થયા. જો કે હું અત્યારે ચામેર સૌ સારસ્વત-ભકતાના ચહેરા ઉપર દૃશ્ય થઇ શકે એવા શીતલ સૌમ્ય પ્રકાશને ચિર—આવરણને લીધે જોઇ નથી શંકતા, છતાં એની શીતલ સૌરભને તે ખીજી રીતે અનુભવ કરી જ રહ્યો છું; એટલું જ નહિ, પણ ડૉ. રાધાકૃષ્ણન વગેરેએ જે સારસ્વત વાણીપ્રવાહ વહેવડાવ્યા તેના આનન્દ તે સાક્ષાત્ અનુભવી પણ રહ્યો છું. આ રીતે પેલા કૂમતે તે! પ્રકાશ જોવાની તક મળી-—ન મળી થઇ ગઈ હતી અને એના પરિવારને તે તક મળી જ નહાતી, જ્યારે મને તે એવી તક મળી અને તે પણ ચિરસ્થાયી, અચળ બની. મને આવી તક પૂરી પાડનાર જે સહૃદય વર્ગ છે, તે પોતે જ સારસ્વત ઉપાસનાના સ્થાયી આનંદને માણનાર છે, અને અલ્પ એવા
“સત્કાર સ્વીકારવાના નિણૅયની પ્રેરક એક પ્રાસંગિક બીજી દૃષ્ટિ પણ હતી. મને થયું કે તે સકાર સમિતિ એ પ્રસંગે મારાં જ લખાણા પ્રસિદ્ધ કરવા ઈચ્છે છે તો મારે માટે આ એક કસોટી છે. એ લખાણે! કેટલાંય વર્ષો થયાં ચાલુ રહ્યાં છે અને અનેક લેકા એને વાંચતા પણ રહ્યા છે. આ પ્રસંગે મને એ જોવાની તક મળશે કે એકંદર મારાં લખાણો અને મારા વિચારો પ્રત્યે વાચક- માનસ કેવું છે ? જો ચેડા પણ સમજી માણસે મારાં એ લખાણોને ઉપયોગી સમજતા હશે અથવા તેમાં કોઈ મહતી સ્ખલના જોતાં નહીં હાય, - તા મારે એમ માનવું રહ્યું કે હું એક ંદર શાસ્ત્રપરિશીલનને રસ્તે જે કાંઈ કરતા આવ્યો છું તે હુંય તે નથી જ. હું પોતે વિચારું કે લખું છું યા શાસ્ત્ર—પરિશીલન કરું છું ત્યારે મનને સમ રાખવા અને તેટલે વધારેમાં વધારે પ્રયત્ન કરું છું. જો મારે આ પ્રયત્ન સમજુ વાચકોના ધ્યાનમાં આવ્યા હોય તે મારે માટે હવે પછી એ જ દિશામાં વિશેષ પ્રયત્ન કરવાનું અને વધારે ઊર્ધ્વગામી બનવાનું જ કામ બાકી રહે છે. આ વિચારે પણ મને સત્કાર-સ્વીકારની કસેટીએ ચડાબ્વે છે.
“ મને જે રકમ સદ્ભાવશીલ મિત્રો અને સ્નેહીઓ તરફથી આજે સુપ્રત કરવામાં આવી છે. તે રકમ માત્ર બ્રાહ્મી સરસ્વતીને ચરણે ધરવામાં આવી છે એમ માનીને જ મેં એને હાર્દિક સ્વીકાર કર્યાં છે, અને તેથી ડૉ. રાધાકૃષ્ણને જેટલી નિઃસ્પૃહતાથી એ રકમ મને આપી છે તે કરતાં વધુ નહિ તે છેવટે તેટલી જ નિઃસ્પૃહતાથી એ રકમ સારસ્વત–ચરણની ઉપાસના અર્થે હું ધરી દઉં છું.
“હવે જ્યારે રકમને, સ્વીકાર કર્યાં તે એના સારસ્વત ઉપયેગ વિષે અત્યારે મારે કાંઈક તે સૂચન કરવું જ રહ્યું. વિગતે તે અધિકારી મિત્રો સાથે સમુચિત ચર્ચા-વિચારણા કરી તેના ઉપયેગના સ્વરૂપ