SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ whitehsky best કર “તાત્ત્વિક વિચાર પણ લેાકેાને અપીલ કરે છે—સ્પર્શે છે. ભૂદાનની મૌલિક ભૂમિકા, એટલે કે અહિંસા—અપરિગ્રહના વિચારને વ્યાપક કરવાની ભૂમિકા, તે એવી નકકર છે કે એને કાઇ ચળાવી શકે તેમ નથી.” અસ્ખલિતપણે વિચારધારા વહાવ્યે જતા પંડિતજી અને દહીં ચગળવાની સાથે એકાગ્રપણે સાંભળતા વિનાબાજી–ત્યાં એકઠા મળેલા નિરીક્ષામાં જિજ્ઞાસા જગાવી રહ્યા હતા. પ્રબુદ્ધ જીવન “મેં એ પણ જોયુ' કે ' ભૂદાનમાં કેટલાક ગંભીર લેાકા પણ આવવા લાગ્યા છે. પહેલાં આમ ન હતું.” વિનેાખાજીએ વિચાર-તાર છેડયો અને પંડિતજી તે પર વિસ્તાર–પ્રસ્તાર કરી રહ્યા. આજકાલ શાળા કાલેજેમાંથી જે કાલ બહાર આવી રહ્યો છે તે તેા માટે ભાગે છીછરો દેખાય છે. લેકા આજે વધુ મહેનત કરવા નથી માગતા. કોઈપણ હિસામે પાસ થઇ જવું એ જ એમનુ ધ્યેય રહે છે. ગંભીર સાહિત્ય વાંચવું અને તેને સમજવું એ તે વિરલ વસ્તુ બની ગઈ છે. છતાં જે જિજ્ઞાસુ, તરવરતા વર્ગ છે તે આપનુ ગંભીર સાહિત્ય પણ વાંચે છે, અને તેમાંથી તેમને જોઈતુ વિચારભાથુ મળી રહે છે. આપ Logician તો છે જ. તર્કની સત્—અસત્ અન્ને બાજુ છે. એટલે કે તર્ક, ' અને સુ' બન્ને પ્રકારના હાઈ શકે. કુતર્કની અક્ષૌહિણી સેના મેટી હોય છે. સુતર્કની પ્રમાણમાં નાની હોય છે. પણ સાચું ખળ એમાં હોય છે. “નવી પેઢી અને તાને માટે આવા કાઈ પ્રેરક માર્ગની જરૂર હતી જ. પંજાબના હત્યાકાંડ બાદ કાંગ્રેસ તરફથી તપાસ સમિતિ રચાઇ હતી. કદાચ ત્યાંથી રીપેર્ટ તૈયાર કરવા ખાપૂજી ખનારસ ગયેલા. પાછા અમદાવાદ આવ્યા ત્યારે તેમની તબિયત કાંઈક લડેલી. મે સહજભાવે ભક્તિવશ કહ્યું કે, એક માસ પૂરો વિશ્રામ કરો.' બાપૂએ તુરત કહ્યું, શું આ શરીરને અજગરની પેઠે પડ્યું રહેવા દેવુ ?... એટલામાં કોલેજના કેટલાક વિદ્યાર્થીએ આવ્યા. સ્વરાજની ભાવના હવામાં ગૂ ંજતી. તેથી તેમણે ખાપૂને પૂછ્યું કે, અમારે શું કરવું ?’ બાપૂએ જવાબ આપ્યો કે, હું તે નિર્દોષ જીવન જીવવાનો નિર્દોષ માર્ગ બતાવી રહ્યો છુ........મને લાગે છે કે આજે ભૂદાનને આ મારું એવા જ નિર્દોષ છે અને ઉપયોગી પણ છે. ......છેલ્લા ચાર પાંચ વર્ષોમાં જોશભેર પરિવર્તન થઈ રહ્યું છે, એને અનુકૂળ બૌદ્ધિક સંસ્કાર પણ અમુક વર્ગમાં છે એ તે દેખાય છે જ. પરંતુ અંતરમાંથી ઉગેલી જે પ્રેરણા માણસને જગાડે છે તે જ મહત્ત્વની છે...” પંડિતજી થા, વિનાબાજી પણ નાસ્તો પૂરા કરીને સ્થિર ખેઠા હતા, તે હવે ઊભા થયા. “પ ંડિતજી! હવે રજા લઉં છું.” વિનાખાજીનાં આ શબ્દો સાંભળતાં પડિતજી પણ ઊભા થયા અને સાથે ચાલવા લાગ્યા... વિનેાખાજીએ તેમને રોકયા અને “આપને ભક્તિમાવપૂર્વક પ્રણામ" કહેતાં ધીમે પગલે વિદાય થયા.... સ્થિતપ્રજ્ઞ અને પ્રજ્ઞાચક્ષુનું વીસેક મિનિટનું આ મિલન । એ જાણે અધૂરૂં હોય તેમ, સ ંમેલન પૂરૂં થયા પછી, ૧૨ મી તારીખે સવારે વિનાબાજીએ ફરી મળવા માટે પૂગ્યું, પણ પંડિતજી અચાનક ૧૧ મીની સાંજે ત્યાંથી નીકળી ચૂકેલા. પ્રતાપક્રય ટાળિયા વિષય સૂચિ સ્થિતપ્રજ્ઞ અને પ્રજ્ઞાચક્ષુનું સુભગ મિલન મૂઠ ફિલસુફ્ કવિ શેખ અબદુલ્લા અણુસારી કાશ્મીર વિષે અમેરિકાના જાહેર અભિપ્રાય પગ પીરાજાબાઈ ૫. સુખલાલજી સન્માનનિધિ કાળાની યાદી. માનવી જીવનમાં ધર્મનું સ્થાન પૃષ્ઠ ૩૨ લે, પ્રતાપરાય ટાળિયા ૩૧ લે. ટી. જી. શાહ લે. સર જોગેન્દ્રસિંહ અનુઃ પરમાનદ લે. જે. જે. સિંધ અનુ શાંતિલાલ ના ૩૫ લે. પરમાનદ ૩૩ ૩૬ ૩૭ છે. ડા. સવ પ્રધી રાધાકૃષ્ણન અનુ. પરમાન દ તા. ૧૫૬ પણ મૂઠ અડદના દાણા મતરી દુશ્મન પર નાખી તેને ગાંડા બનાવા અગર પેાતાને વશ કરી લઇ એની પાસે પેાતાનું ધાર્યું કામ કરાવવું એ ક્રિયાને મૂઠુ નાખવાની ક્રિયા કહે છે. મને આ ક્રિયા કેવળ ધતિંગ લાગી છે. અમુક માણસની જનતા ઉપર બીવડાવનારી છાપ પાડવા વાસ્તે આવી ગપ ગામડાઓમાં ખૂબ ફેલાવવામાં આવે છે. જનતા આવા માણસોથી ખૂબ ખીએ છે અને ખીકના માર્યાં જે કાંઈ તે માગે તે તુરત આપી દઈ છુટકારાતા દમ ખેંચે છે. વર્ષો પહેલાંની વાત છે. એક વખત અમદાવાદથી ૧૪ માઇલ દૂર સાણુંદ નામના ગામના ચોકમાં એક ગાડી મારલી બજાવી એક જબરા સાપને પેાતાની સામે ડાલાવી રહ્યો હતા. જ્યારે રમત પુર બહારમાં હતી અને સેંકડો માણસે! આ રમત એકીટશે જોઈ રહ્યા હતા ત્યારે તેની મારલી એકાએક વાગતી બંધ પડી ગઈ. ગમે તેટલી ઝુકે પણ મારલી વાગેજ નહિં. તેથી તેણે ખૂબ ગુસ્સે થઈ પ્રેક્ષકાને સખાધીને કહ્યું જે “તમારામાં મારે કાઈ દૂશ્મન સતાઇ રહ્યો છે. મારી મારલીના નાદ તેનાથી સાંભળી શકાતા નથી અને રમત જોઈ શકાતી નથી તેથી રોંગમાં ભગ પાડવા માટે તેણે મારા પર મૂઠુ નાખી છે અને મારી મેારલીને વાગતી બંધ કરી છે.” એમ ખેલતાં ખેલતાં તે ગધેડાની માફક ભૂકવા માંડયા. કોઈ દુ:ખી ચીડાતા ગધાડા ભૂકે તેમ તેણે વળખાઇ ખાઇને ભૂંકવા માંડયું. મૂઠ નાખનારે પોતાના દુશ્મનની કેવી ખરાબ વલ્લે કરીએ. વિચારે પ્રેક્ષક જનતા ત્રાસી ગઇ. દશેક મીનીટ બાદ શુધ્ધિમાં આવતાં તેણે કહ્યું “જેણે મારા પર સૂંઠ નાખી મારી મારલી બંધ કરી, મારી રમતમાં ભગ પાડયા, અને મને ગધેડાની માફક આવડી મોટી માનવ મેદની વચ્ચે ભૂકાવ્યા એને જો કુતરાની માક ભસતા આ કુંડાળાની અંદર ન મેલાવું તે મારૂ નામ ગાડી નહિ” એમ કહી પોતાની ફરતું આશરે દશેક ફુટ પહેાળુ લાક્ડી વતી કુંડાળુ દોર્યું અને પોતાના હાથમાં અડદના દાણા લઇ મતરી તેણે માનવ મેદની ઉપર ફેંકયા. ફેંકતાની સાથે જ એક જુવાન માણસ હડકાયા કુતરાની જેમ ભસતા ભસતા કુંડાળામાં આવી પાડ્યા અને આંતરડા વલાવાઈ જાય તેવુ ભાકર રીતે ભસવા માંડયું. થોડી વારે તે શુધ્ધિમાં આવ્યા ત્યારે ગરૂડીનું વેર વાળવા તેણે વળી પાછા અડદના દાણા મતરી ગાડી પર ફેંકી પહેલાની માફક તેને ગધાડા માક ભૂ કતા કરી મુકો, વેરથી વૈર વધે છે એ નિયમ પ્રમાણે બન્ને જણ સામ સામી મૂઠ નાંખી એક બીજાને વધારેને વધારે ત્રાસ આપતા ગયા અને વાતાવરણને ખૂબ ગંભીર બનાવતા ગયા. આખરે સાણંનું દયાળુ મહાજન વચમાં પડી બન્નેને અમુક રૂપીયા આપવાનું ઠરાવી છુટા પાડવાનું સમજાવી રહ્યું હતું ત્યારે મને સુઝી આવ્યું જે આ બન્ને એક ખીજાના દુશ્મને નથી પણ મિત્રો છે, અને ભોળી પ્રજા પર ત્રાસદાયક વાતાવરણ ફેલાવી તેમનામાં દયાની લાગણી ઉશ્કેરી તેના લાભ લેવા માગે છે. મેં મહાજનને કહ્યું જે “આ બન્ને જણ મૂઠ નાખવામાં કુશળ છે તો તે મારાપર મૂ નાખે અને જો હું ગધાડા માક ભૂકવા માડું અગર કુતરા માંક્ક ભસવા માંડતા આ ૧૦૧ રૂપીઆ બન્ને જણને સરખે હિસ્સે વહેંચી આપજો. હવે તમારે કાઇએ પૈસા આપવાની જરૂર નથી.” એમ કહી મારા પાકીટમાંથી રૂા. ૧૦૧ કાઢી મહાજનના હાથમાં મૂકયા. “મને આ લેક ઠગ લાગે છે. બન્ને એક બીજાના દુશ્મને નથી પણ મિત્રો છે. અને ત્રાસ દાયક વાતાવરણ ઉભું કરી, ભાળી જનતાની કામળ લાગણી ઉશ્કેરી પૈસા પડાવવાની બાજી અગા ઉથી ગઠવીને અહીં આવ્યા છે.” અન્ને ગાએ કરેલી આશરે દોઢ કલાક સુધીની મહેનત નકામી ગઈ, મહાજને શ. ૧૦૧ મને પાછા આપ્યા અને જનતા આવા ઠંગ માણસેાથી ચેતતી થઈ ગઈ થી. જી. શાહ
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy