________________
રજીસ્ટર્ડ નં. “મી ૪ર૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪
રજત મહોત્સવ વિશેષાંક
પ્રબ જીવન
શ્રી મુંબઇ જૈન યુવક સઘનુ પાક્ષિક મુખપત્ર છુટક નકલ : એક રૂપિયા
પ્ર, જૈન વર્ષ ૧૪–પ્ર. જીવન વર્ષ ૨ અંક ૧૨-૧૩
મુંબઇ, નવેમ્બર ૧, ૧૯૫૪, સામવાર આફ્રિકા માટે શીલિંગ ૮.
તંત્રી : પરમાન'દ કુંવરજી કાપડિયા ::::://u/0/11
મંગળ કામના 31 { 2 } } } }/\
જૈન યુવક સંઘની મુંબઇમાં શરૂઆત થઇ, લગભગ ત્યારથી જ તેની સાથે મારે સંબંધ રહ્યો છે અને ઉત્તરા ત્તર વધતા ગયા છે. સ્વર્ગવાસી મણિભાઇ મુખ્ય સૂત્રધાર અને તેમના સાથી શ્રી અમીચંદ ખીમચંદ, સત્રનુ ધ્યેય જેમ બધા જ ફ્રિકા વચ્ચે એખલાસ વધારવાનું હતુ તેમ અનુચિત રૂઢ પ્રવૃત્તિઓના સખત સામના કરવાનું પણ હતુ સઘે મુશ્કેલીઓ વચ્ચે પણ મક્કમ રહી એ ધ્યેયમાં સફળતા મેળવી છે તે તેા બધા ક્રિકાએમાંથી તેણે મેળવેલ સભ્ય ઉપરથી અને બાળદીક્ષા જેવા અનિષ્ટના સખત સામનાથી સિધ્ધ જ છે. પણ એ યુવક સધ વિચારમાં પ્રગતિશીલ અને પ્રવૃત્તિ કરવામાં યથાશિત તત્પર હાવાથી બીજી અનેક પ્રવૃત્તિએ આદરતા અને વિકસાવતા રહ્યો છે. સંઘને જેમ ફિકાભેદના સામના કરવાના હતા તેમ કટ્ટર સાધુઓની અને રૂઢિગ્રસ્ત શ્રાવકાની મનેદશાના પણ સામને કરવાને હતા. પૈસા કે બીજી કોઇ પણ લાગવગની શેહમાં ન તણાતાં તે અત્યાર લગી પેાતાના ધ્યેયમાં મકકમ રહ્યો છે એજ એનુ નૈતિક ધન છે એમ હું સમજું છું. ઘણુ ખરૂં હરિપુરા કોંગ્રેસ પછી એણે પેાતાના બંધારણમાં ઉદારલક્ષી અનેક સુધા રાએ કર્યા અને વિકસતા જતા યુવકમાનસે તેને એકમતે સત્કાર્યો; પણ એ જ મળમાંથી એણે ખીજી પ્રવૃત્તિઓ પણ વિકસાવી. તેમાં મુખ્ય નોંધપાત્ર પ્રવૃત્તિ જ્ઞાનદાનની છે. અનેક વિષયના રધર વિચારકા અને વિદ્વાનાને મેલાવી તે તે વિષયના જ્ઞાનની સાર્વજનિક મુક્ત લહાણી કરવી, જિજ્ઞાસુ માનસને વધારે જિજ્ઞાસુ મનાવવું, સુબઇના શ્રેષ્ઠ નાગ કિત્વને છાજે એવી વિચારભૂમિકા તૈયાર કરવી તેમ જ એક જ ઘરેડમાં ઉછરતા અને પેાષાતા સાંપ્રદાયિક માનસને વિચારના મુકત આકાશમાં વિચરણ કરાવવુ એનુ મૂલ્ય જેવું તેવું નથી. ભાવનગર, પાટણુ, અમદાવાદ, કલકત્તા વગેરે અનેક સ્થળેાએ યુવક સંઘા અસ્તિત્વમાં આવ્યાં, પણ આજે બીજા બધાંને અનુકરણીય થઇ પડે એવા જૈન યુવક સંઘ, હું જાણું છું ત્યાંસુધી, મુંબઇ જૈન યુવક સંઘ જ છે. એની ઉંમર ૨૫ વર્ષથી વધારે થઈ, એટલે એને અત્યારે ખર ચૌવનકાળ છે. એ દૃષ્ટિએ તેને હજી નવાં સાંહસા ખેડવાના કાળ છે. એનુ મુખપત્ર ‘પ્રમુખ જૈન’માંથી ‘પ્રમુગ્ધ જીવન’માં પરિવતન પામ્યું એ વિચાર જીવાનીની નિશાની છે. રૂઢ થયેલ જૈન શબ્દના અસલી વિશાળ ભાવનું આ રીતે પ્રાકટય કરવું એ સંઘના યૌવનકાળની એક નિશાની છે. જેએ ‘પ્રબુદ્ધ જીવન’ વાંચે છે તે વખતસર તેના આવ્યાની રાહ જોતા જ જણાયા છે. તેનાં લખાણા વાચકની રૂચિને તૃપ્ત કરવા ઉપરાંત પરિમાર્જિત પણ કરે છે એ હકીકત છે. ‘સત્ય’ શિવ’ સુન્દરમ્’ પુસ્તકમાં આવેલા તે મુખપત્રના કેટલાક લેખા એ બાબતની સાક્ષી પૂરે છે. એ પુસ્તકના સંપાદક શ્રી યશવંત દોશીએ મને હમણાં જ કહેલું કે હજી ‘પ્રબુદ્ધ જીવન’ના તંત્રીના લેખામાંથી અનેક સરસ અને સરસતમ લેખા તારવી પુસ્તકાકારે પ્રસિદ્ધ કરવા જેવા છે.’ આ સૂચવે છે કે ‘પ્રબુદ્ધ જૈન’ ચા · પ્રભુદ્ધ જીવન ની પાછળ એક ચિંતન—તપસ્યાની ભૂમિકા છે. આવી નકકર ભૂમિકા અને વિકસતા ઇતિહાસ ધરાવનાર જૈન યુવક સદ્ય દીઘાયુ અને સ્થાયી અનેા, તેની પ્રવૃત્તિની શાખા-પ્રશાખાએ વધારે વિસ્તર, તેમજ સભ્યો તેને પૂરા હૃદયથી ટેકો આપે
*
}'>
એ જ મારી મંગળ-કામના !
પડિત સુખલાલજી
⭑
સદેશેા
મુંબઇ જૈન યુવક સંઘ તરફથી કંઈક વષઁ સુધી “પ્રબુદ્ધ જૈન” નામનુ પખવાડિક ચલાવવામાં આવતું હતું. હવે એનુ જ નામ બદલીને “પ્રમુખ જીવન”ના નામે એ પ્રગટ થાય છે. આ મંત્ર રાષ્ટ્ર અને સમાજકલ્યાણના ઉચ્ચ આદ દૃષ્ટિ સમક્ષ રાખીને ચલાવવામાં આવે છે. એમાં સારા સારા વિદ્વાનેાના લેખ આવે છે. એમાં મુખ્યત્વે શ્રી. પરમાનં‰. ભાઈના લેખનુ બહુમાન કરવા ચેાગ્ય છે. એમના લેખામાં ખૂબ વિવેકશીલતા, સમતેલપણુ અને સત્યાધની વૃત્તિ દેખાય છે. કદાચ આ પત્રના ગ્રાહકે ઘણી સંખ્યામાં નહીં હોય, પરંતુ સમાજને અનેક દ્રષ્ટિથી જ્ઞાન આપીને દરેક વિષયમાં અને લેાકેાની સદૃસદ્ બુદ્ધિ જાગૃત કરીને એને ચેાગ્ય બનાવવામાં આ પત્રને ઘણા ઉપયોગ થઈ શકે છે. આ પત્રમાં કાઈ પણ પ્રકારની જાહેરખખર લેવામાં આવતી નથી એ એની એક અત્યંત પ્રશંસનીય વિશેષતા છે. આથી પત્ર બાબતમાં એ સ્પષ્ટ ખાત્રી થાય છે કે એ ચલાવવા પાછળ કાઇ વ્યકિત " અથવા સંસ્થાની દ્રવ્યપ્રાપ્તિના હેતુ નથી. આ ષ્ટિએ “હરિજન” માફ્ક આ પણ એક આદર્શ પત્ર છે એમાં કોઇ શંકા નથી. હું ઇચ્છું છું કે આ પત્ર અધિકાધિક લેાકપ્રિય અને સેવા કરવા યાગ્ય થતું રહે.
આ સંઘ તરફથી અનેક શુભ પ્રવૃત્તિએ ચાલી રહી છે. પર્યુંષણુ વ્યાખ્યાનમાળા, વાંચનાલય વગેરે એની મુખ્ય પ્રવૃત્તિઓ છે. આ બધું જનકલ્યાણ માટે જ છે. સંઘની આ પ્રકારની શુભ પ્રવૃત્તિએ બદલ સંઘ તથા એના સંચાલક અને કાર્ય કર્તાઓને અનેક ધન્યવાદ આપું છું. એ બધા યશસ્વી થાવ એવી શુભેચ્છા દાખવું છું.
કેદારનાથજી