________________
તા. ૧૫-૩-૫૩ .
પ્રબુદ્ધ જૈન
. ':
ક
'' ' 3
, ,
, ,
જ
ન
*
ઐશ્વર્યામતિ માશલ એલીનન" અસ્તમમન ' આપણી’ દુનિયામાંથી કોઈ પણ સામાન્ય માનવી અદ, થાય છે ત્યારે તે મરી ગયે, મૃત્યુ પામે, એમ આપણે કહીએ છીએ પણ જ્યારે આ જગતના ક્ષિતિજે ઉર્ષથી સૂર્ય કે ચંદ્ર- જેવું કંઈ તેજથ્વી તત્ત્વ અર્થ થાય છે ત્યારે તેને અસ્ત થયે
એમ આપણે વર્ણવીએ છીએ. માર્શલ સ્ટેસીને માર્ચ માંસની - છઠ્ઠી તારીખે અવસાન થયું છે. આધુનિક સેવીયર' શીઆ તે
1 મહાન શિ૯પી, હિતે, 'તિમિર અંધકારમાં પ્રર્ક અને પ્રદ્યોત - નિમણુ કરનાર દિવાકર હતો, દુનિયાને એક ક્રાંતિકારી પુરૂષ હતો, વર્તમાન ઇતિહાસને નિર્માતા હતાં. તે ગયો એટલે આ દુનિયા ઉપરથી એક પ્રચંડ શકિતનો અસ્ત થયો એમ કહેવામાં લેશ માત્ર
અકિત થતી.
ભિન્ન કોટન
ક યા બીજી
દુનિયામાં ભિન્ન ભિન્ન કોટિના મહાપુરૂષ પાકે છે. લાખ માનવીઓના જીવનને તેમનું અસ્તિત્વ એક યા બીજી રીતે સ્પર્શે છે. આ મહા પુરૂષો બે પ્રકારના હોય છે. એકની પ્રતિભા સૂર્ય સરખી હોય છે; અન્યની પ્રતિભા ચંદ્ર સરખી હોય છે. સૂર્ય પ્રકાશ આપે છે, જીવન અર્પે છે અને બાળે છે પણ ખરે. પ્રાતઃકાળને સૂર્ય આપણને ગમે છે, મધ્યાહ્ન કાળને સૂર્ય આપણને ત્રાસ ઉપજાવે છે. તેનામાં પ્રકાશ છે જેવડે આંખે જોઈ શકે છે અને જેની ઉગ્રતા આંખને અંધ પણ કરી શકે છે. તેનામાં તેજ છે, ગરમી છે, જે સચરાચર સૃષ્ટિને નવી પ્રાણુચેતના આપે છે અને જેની ઉગ્રતા અનેકને ભસ્મીભૂત પણ કરી શકે છે. ટેલીન આ કેટિને આદમી હતા. તે જુલીયસ સીઝર, એલેક્ઝાન્ડર ધી ગ્રેટ, નેપોલિયન બોનાપાર્ટ અને અદ્યતન કાળના હર હીટલરની પરંપરાની એક પ્રચંડ માનવ વિભૂતિ હતી તેની જીવનલીલા અદ્દભુત પરાક્રમે અને ઉત્કટ પુરૂષાર્થથી ભરેલી હતી. તેણે અનેકને ઉદ્ધાર્યા, અને કને નાબુદ કર્યા. અપૂર્વ રાષ્ટ્રનિષ્ટા અને ધાર્યા ધ્યેયને પહોંચી " વળવામાં આડે આવતા અન્તરાનું નીતાન્ત ઉન્મેલન-આ તેની જીવનવૃત્તિ હતી. તેનું આચરણ જોતાં હદયની કોમળ લાગણીઓને જાણે કે કશે અવકાશ જ નહિ હોય એમ આપણને લાગે. “રાજા મિત્ર 'કન દ્રષ્ઠ શ્રત વા” આવું તેનું વિલક્ષણ વ્યકિતત્વ હતું. એકાન્ત નિટુરતાથી ભરેલી-અહિંસા, દયા, કમળતા, માનવતા આ બધાં જાણે કે માનવીને નિર્બળ બનાવતાં વેવલાવેડાં ન ગણતા હોય એવી-તેની પ્રત્યેક ચાલ હતી. અને એમ છતાં પણ તેને અપ્રમત્ત જીવનયોગ, અનેક વિધી બળા સામે નિચળપણે ટકી રહેતી અડગતા અને પિતાની પ્રજાને એક પછી એક ઉદ્ધતા પ્રલયકારી વમળમાંથી ઉગારી લેતી, આગળ ધપાવતી, દુનિયાનાં મોખરે લાવી મુકતી અપ્રતિમ નાવિકતા-દુનિયાનાં ઇતિહાસમાં આવા માનવીએ બહુ એ પાક્યા છે, બહુ ઓછા પાકશે.' ' ' .: અન્ય પ્રકારના મહામાનની પ્રતિભા ચંદ્ર સરખી હોય છે. આ પરંપરામાં ભગવાન બુદ્ધ, મહાવીર, સોક્રેટીસ, ઈ. પ્રીત અને અદ્યતન કાળના મહાત્મા ગાંધીને મૂકી શકાય. તેમનું અસ્તિત્વ કોઈ પણ કાળે, કઈ પણ કક્ષાએ પ્રસન્નતા પ્રેરક, શાન્તિપિપક જે રહ્યું છે. તેમને પ્રયત્ન દુનિયાને નિરોગી, ઉન્નત બનાવવાનું હોય છે. અહિંસા, કોમળતા, માનવતા એ ગુણે તેમનામાં પરમ પ્રકર્ષને પામેલા જોવામાં આવે છે. તેમના પ્રત્યે વિધીઓ પણ આદર અનુભવતા હોય છે. સૂર્ય કોઈને ગમે, કોઈને ન પણ ગમે; કોઈને અમુક વખતે ગમે, અમુક વખતે ન ગમે. ચંદ્ર સૌ કંઇને સદાયે ગમે. કારણ કે તેનું ધ્યેય સૌ કોઈને સદાકાળ. શીતળતાને અનુભવ કરાવવાનું શાંતિ ફેલાવવાનું પ્રસન્નતા, પ્રસરાવવાનું હોય છે. આપણે ત્યાં રામ અને કૃષ્ણ ઉભય વિષે પ્રજા અનુપમ ભકિતભાવ ધરાવે છે. ઉપરની રીતે વિચારીએ તે રામમાં વધારે પ્રમાણમાં ચંદ્રની પ્રતિભાની અને કૃષ્ણમાં વધારે
પ્રમાણમાં સૂર્યાની પ્રતિભાની આપણુને ઝાંખી થશે. , : 11 બ્રહ્મા એટલે સર્જક, વિષ્ણુ એટલે સવર્ધક અને શ કર
એટલે સંહારક-આવી કહપના આ ત્રિપુટિ વિષે આપણે.' કઈ
કાળથી સેવતા આવ્યા છીએ. આપણે જગતમાં જે જે પુરૂ મહામાનવ તરીકે લેખાયો છે તેમાંથી કેઈમાં બ્રહ્માની સજોકે, વિશેષતા, કોઈમાં વિષણુની સંવધ કવિશેષતા, કોઈમાં શંકરની સંહારકવિશેષતા પ્રધાનપણે જોવા મળે છે. અને આ વિશાળ . પૃથ્વી ઉપર એવી પણ કોઈ કોઈ વ્યકિત. પાકે છે કે જેનામાં ત્રણે વિભૂતિનાં ઉપર જણાવેલ વિશિષ્ટ તે એકત્ર થયેલાં માલુમ પડે છે. સ્ટેલીને આ કારની વ્યકિત હતી. તેણે નવા યુગનું નવાં, નવા રાષ્ટ્રનું, નવી જીવનદ્રષ્ટિનું સર્જન કર્યું; તેણે પિતાને હવાલે. ' સંપાયલી પ્રજાનું ધારણ, પિશુ સંવર્ધન કર્યું. તેણે "જાહિતને આડે આવતા હજારે માનવીઓને નાના સરખા પણ * મન-ય ઠકે કલેજે સંહાર પણ કર્યો, કરા અને પિતા ! જગતભરમાં ભારે ધાક બેસાડી. ' ' ' , ' ' ' ,
કુવરતનાં બે સ્વરૂપે આપણે હંમેશાં નીહાળીએ છીએ, અનુભવીએ છીએ. એક ભવ્ય શિવ સ્વરૂપ અને બીજું ભયાનક રૂદ્ર સ્વરૂપ. હિમાલય જેવા મહા પર્વતને વિચાર કરો; પાસીફીક કે આટલાંટિક જેવા મહાસાગરને ધ્યાનમાં લે. તેનું શિવસ્વરૂપ જેટલું મોહક હોય છે તેટલું જ રૂદ્ર સ્વરૂપ ભયાનક ભાસે છે. ભયંકર વાવાઝોડું અને પ્રાણદાયી વરસાદ ઘણી વાર એક સાથે આવે છે, છે, જગતને ધ્રુજાવી જાય છે અને ધરણીને ધરવી પણ જાય છે, આપણને શિવસ્વરૂપ ગમે છે; રૂદ્ર સ્વરૂપથી અકળાઈએ છીએ, મુંઝાઇએ છીએ. કુદરત માફક મહામાનના ચરિત્રે પણ ઘણી વખત આવી પરસ્પરવિધી બે બાજુ એક સાથે રજુ કરે છે, જે અનુભવને કવિ ભવભૂતિએ આ રીતે વર્ણવેલ છે કે “વાથી પણ કઠોર અને કુસુમથી પણ મૃદુ એવા લોકોત્તર પુરૂષોનાં ચિત્તાને ઓળખવાને કોણ સમર્થ થયું છે?” આની અંદર લેકરાર પુરુષની ત્રણ ખાસિયતનું સૂચન કરવામાં આવ્યું છે. મૃદુતા, કઠોરતા અને ગૂઢતા. ટેલીનની મૃદુતાને આપણને અનુભવ નથી, કારણ કે તેના જીવનની તે બાજુ આપણને મોટા ભાગે અગોચર છે. પણ જેણે રશીયન પ્રજા ખાતર આટલી તપસ્યા, કરી અને પ્રારંભ કાળમાં જે પારવિનાનાં સંકટ ખમે તેનામાં મૃદુતાને અભાવ હતો એમ આપણે ન જ કહી શકીએ. યસાધના પાછળની તેની કઠોરતા તે જગવિદિત છે. અને ગૂઢતા તે લીનની જ તેને ઓળખવે, પરખ બહુજ મુશ્કેલ. બહુ ઓછું બેલે અને બોલે ત્યારે પણ તોળી તોળીને અને પ્રત્યેક વેણને ભાત ભાતના અર્થો તળાય અને તેની દુનિયાની ચાલ પરિસ્થિતિ ઉપર ચિત્રવિચિત્ર અસર પડે. આવું અકળ જેનું વ્યકિતત્વ અને ચરિત્ર હતું એવા લીનને દુનિયા કંઈ કાળ સુધી સંભારશે. તેની કાર્યપધ્ધતિ નીતિરીતી વિષે અનેક મતભેદો હશે, પણ એક માનવી તરીકે તેની અસાધારણ શકિતમત્તાને તે કઈ ઇનકાર કરી નહિ શકે. પરમાનંદ
જે સંયુકત જૈન સ્વ. મણિભાઈ સ્મૃતિ ફંડ | વિવાહમાં
I ' વપરાવાનું છે. ૧૨૯૭૦ અગાઉ સ્વીકારેલા * ૧૦૧ શ્રી ચંદુલાલ ટી. પારેખ * ૧૦૧ , સી. પી. શાહ એન્ડ બ્રધર્સ
» ઈન્ડસ્ટ્રીઅલ એજીનીઅરીંગ કુ. ૧૦૧ , પુલચંદભાઈ શામજી ૨૦૦ , કાંતિલાલ ડાહ્યાભાઈ પરીખ & ૧૦૧ ,, બાટલી બેય એન્ડ કુ. * ૧૦૧ , બાબુભાઈ જસભાઈ પટેલ ૧૩૭૭૬ * આ નીશાનીવાળા પૈસા આવવા બાકી છે. . વિષયસૂચિ -
| પૃષ્ઠ ' ચાંડિલ સર્વોદય સંમેલન ગોકુળભાઈ દૌલતરામ ભટ્ટ ૧૭૮ પંચવર્ષીય આયોજન કાન્તિલાલ બડિયા ૧૮૧ ઐશ્વર્યમૂતિ માર્શલ એલીનનું અસ્તવમન પરમાનંદ. ૧૮૩ છે. દ્ધનું પ્રેરક પ્રવચન અનુ. એમ. જે. દેસાઈ ૧૮૪