SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ અનુવાદિત માટે ૨૫-૩૦ જેટલા એમના ગુજરાતી અંગ્રેજી ગ્રંથા હિંદના અને ગુજરાતના ચિરતન કલાસિક' સાહિત્યમાં કાયમને! ઉમેરો કરનારા છે. આમાંનાં ઘણાં પુસ્તકા આપણી યુનિવર્સિટીઓના પાઠયક્રમમાં સ્થાયી સ્થાન લઇ શકે એવાં છે. સંસ્કૃત ગ્રંથનુ એમનુ પરિશીલન એમના અંગ્રેજી વાંચન જેટલુ જ બહાળુ અને ઊંડું હતું. ગીતા, વાલ્મીકિ રામાયણ. અને શ્રીમદ્ ભાગવત પ્રતિ એમને અગાધ શકિત હતી. પાછલાં એના શ્લેાકા, વચનામૃતા અને ગહન અવલેાકનેાના ફકરા એમને જિહ્વાગ્રે રહેતાં. એ ટાંકતાં કદી ન થાકતા, બાઇબલના એમને અભ્યાસ પણ તેવા જ તલસ્પર્શી હતા. હિંદુ સંસ્કૃતિ અને વિચારણાની શ્રી રાધાકૃષ્ણનની રજૂઆતે એમના ચિંતન અને લેખન ઉપર લગભગ ગાંધીજીના જેટલી જ અસર કરી હતી. શ્રી રાધાકૃષ્ણનના અનેક ગ્રંથેના અનુપમ અનુવાદો એમણે ગુજરાતને ભેટ કર્યાં છે. પ્રબુદ્ધ જીવન એમની સારમાણુસાઇ, ભલાઇ, વિનય, નમ્રતા ખં અનુપમ હતું. મહાદેવભાઇની વિભૂતિ ઉપાસના કરી કરીને કીટભ્રમરન્યાયે એમના અનેક ગુણ પેાતાનામાં ઉતારવામાં તે સફળ થયા હતા. અને જોકે જિંદગીના ક્ષેત્રમાં નાનાં કહેવાતાં માણસાને પેાતાના કરતાં ઘણી ઓછી ચોગ્યતાવાળા માણસોને હાથે ઘણી વાર 'ખમવું પડે છે એવુ એમને પણ ઠીક ડીક ખમવુ વેલ્લું પડેલું, છતાં એમણે એની ફરિયાદ કદિ કાઈને સંભળાવી નહીં. છેલ્લાં ૧૦-૧૨ વર્ષોમાં એમની વિદ્વત્તા તેમ જ સંસ્કારિતાની સુગધ દેશપરદેશ ધે પહોંચી હતી. ગાંધીજીના એક કાળના મંત્રી અને અન્તવાસી તરીકે પ્રાંતપ્રાંતના રાજદ્વારી આગેવાને, મુત્સદ્દીઓ, હાર્કમા અને વડામાં વડા દેશનેતાએ જોડે અંગત સપક` સંબંધ ધરાવતા, છતાં તેવી એળખાણાથી કશે અંગત લાભ મેળવવાની સ્પૃહા એમણે કદી ન ધરી, અ ંગ્રેજી સલ્તનતના મોટામોટા મુત્સદ્દીઓ, માજી વાઈસરાયા, આંતરરાષ્ટ્રીય નામના ધરાવનારા ગ્રંથકારો કે મિશનરી, સૌ જોડે એક ગ્રંથકાર કે સંપાદકને નાતે અગર તેા વ્યકિતગત નાતે પૂરા આત્મવિશ્વાસપૂર્ણાંક સાથે સ્વાભાવિકપણે પત્રવહેવાર ચલાવતા અને ભલભલા ચમરબંધી અ ંગ્રેજ અમેરિકન મુત્સદ્દી કે મિશનરીનું' મેાકલેલુ લખાણ પેાતાની માગણી કે ગ્રંથયોજનાને બંધબેસતું ન હેવાને સખમે રદ કરતાં અચકાતા નહીં. ગૃહજીવનમાં સુખી હતા. અશરાક પત્ની અને ચાંપાકળી સમી મે નાનકડી દીકરીએ કિરતારે એમને બક્ષી હતી. વર્ષો અગાઉ આ ટચૂકડા પરિવારને મહાદેવભાઈએ ગાંધીજી આગળ એમના જવને ટાંકીને 'ચંદ્રશંકરનાં “Them' મળવા આવ્યાં છે’ કહીને એળખાવેલે ! એ જ સએ:ધને ઘણી વાર. પોતાના પરિવારને સમાધતા કે મિત્રા આગળ ઉલ્લેખ કરતા. બિચારાં “Them” નુ ત્ર માજે ઉડી ગયું ! પણ એમની હાનિમાં દેશનાં અસખ્ય મંત્રા અને મિત્ર કુટુબે આજે ભાગીદાર છે, એ વિચાર એમને સૌને સાંવન આપનાર નીવડેા. તા. ૧-૧૧-૫૩ હતું. ક્ષીણ વ્યાધિસ્ત તબિયતે દમના હુમલાઓ સામે ઝઝૂમીને લીધેલું કામ પુરું કરવાને લેત્રે એફિડ્રિન (ધતૂરા) ની ટીકડીએ, એવી જ જાલિમ દવાઓના નાસ અને બીજી પેટંટ દ્વા ઝનૂનીના આગ્રહથી લઈ લઈને આ શાણા પુરૂષે પેાતાના હૃદયને પૂરી રીતે જોખમાવ્યું, એવું નિષ્ણાત દાકતરાનું એમની અંતમાંદગીનુ નિદાન હતું, એમની ટૂંકી જિંદગીનું છેલ્લું વર્ષ` દેઢ–એમણે ગાંધીજીના જીવનપ્રસ ગેાની તે તે કાળે લેવાયેલી ફિલમેાના સમન્વય દ્વારા તૈયાર કરવામાં આવતી ડેાકયુમેન્ટરી' જીવનકથા અંગે મુંબઈમાં ગાંધી સ્મારક નિધિના આશરા હેઠળ ચાલી રહેલી પ્રવૃત્તિમાં ગાળ્યું. જીવનમાં સ્થિરતા આવ્યા છતાં શરીર જોડેની લેણાદેણીમાં ભાઈ ચંદ્રશંકર મરહૂમ કિશારલાલભાઇની બરાબરી કરનારા હતા. એવા જ દમિયલ અને સુકલકડી. પણ કિશેરલાલભાઇમાં નહાતુ' એવું કમજોરીનુ ઝનૂન દુર્ભાગ્યે એમનામાં ઇશ્વરની અગમચેજનામાં અંતે તે માસ મપત્ત જ છે. દાકતરી ખુલ્લા જ્ઞાનું ઔગત્ય ચાહે તેવડું હોય તેાયે માનવીએ માનવીની ખૂલે નબળાઈઓના કાળ બનવાના પ્રયાસ થા છે. ' માણસમાત્ર શાણપણ અને ગાંડપણનું, ખામીએ અને ખૂંખી ાનું પાટલુ બનીને જીવે છે ને મેઉની કમાણી જીવન ખાતે જમે કરાવીને પોતાની યાત્રા પૂરી કરે છે. સુસંગતિવિસ ંગતિ પણ જીવનનાં એવાં જ અવિભાજ્ય જોડકાં છે, જેવાં સુખદુ:ખ, જશશ્મા અને હારજીત. ડાહ્યામાં ડાહ્યાં લેખાતાં માણસેાનાં જીવનમાં પણ્ કયાંક ને કયાંક એકાદ નબળાઈ— એકાદ સ્ક્રૂ ઢીલા—હાય જ છે, એવા સાત્રિક અનુભવ છે. માનવ જીવનની આ નખળામાં જ કદાચ એની માનવતાની ભવ્યતા ને ગૌરવ છૂપાં છે. પણ માણસની ખામી, ક્ષતિ અને અવગુણુ એના મમ્મા! જ્, શરીર . નાશ પામે છે અને એના ગુણેની સુગંધ અને સ્મૃતિ એ પેાતાના પાછળ પેતાની પ્રજાના અને સૌંસારના ઉપકાર અઁથે મૂકી જાય છે. મહાબળેશ્વર, ૧૭-૧૦-૫૩ સ્વામી આન ંદ પુસ્તક પરિચય The Perennial Fount—( કવિ નાનાલાલનાં કેટલાંક કાવ્યોના અગ્રેજી અનુવાદ ): અનુવાદક : શ્રી ખાદ્ર પરીખ, પ્રકાશક: હિંદ કિતાબ તીમીટેડ, મુંબઇ, કીંમત રૂા. ૩-૮-૦ આ પુસ્તકમાં કવિશ્રી ન્હાનાશાલનાં ૨૩ મિંગીતાનાં અંગ્રેજી અનુવાદ આપવામાં આવ્યા છે. લેખકે કવિ ન્હાનાલાલને ઘણા ઊંડા અભ્યાસ કર્યાં છે, અને ન્હાનાલાલ ઉપર અંગ્રેજીમાં એક પુસ્તક પણ લખ્યુ છે. આ પુસ્તકમાં પણ ઊંમ ગીતને અંગ્રેજી અનુવાદ આપવા ઉપરાંત ન્હાનાલાલની કવિતાના પરિચય આપતી પ્રસ્તાવના પશુ લેખ લખી છે, જો કે એમાં લેખક ન્હાનાલાલની કવિતાના તટસ્થ વિવેચક કરતાં મુગ્ધ પ્રશંસક વધારે લાગે છે. આ સંગ્રહમાં નાનાંમેટાં ૨૩ ગ્રંમ ગીતે અંગ્રેજીમાં મૂક વામાં આવ્યાં છે. આ ઊંમરેંગીતા ન્હાનાલાલનાં જયા-જયંત,’ ‘ઇન્દુકુમાર,’વિશ્વગીતા' વગેરે પ્રખ્યાત નાકામાંથી તેમ જ કેટલાંક કાવ્યો,” હાના ન્હાના રાસ,' દાંપત્ય છ્તાત્રે, ‘ચિત્રદા' વગેરે પુસ્તકામાંથી પસંદ કરવામાં આવ્યાં છે. કાવ્યાને અને તેમાંયે મિ ગીતને જ્યારે પરભાષામાં ઉતારવામાં આવતાં હોય છે ત્યારે અનુવાદકાને એક મેટામાં માટી જે મુશ્કેલી નડતી હોય છે તે મૂળ' ગીતના શબ્દમા અને શબ્દ સંગીતને પરભાષામાં ઉતારવાની છે. અહીં પણુ એ મર્યાદા દેખાઇ આવ્યા વિના રડતી નથી. લેખકે જે ગીતા પસદ કર્યાં છે તે ન્હાનાલાલનાં ઉત્તમમાં ઉત્તમ ગીતે માંનાં કેટલાંક છે. આ ગીતા અંગ્રેજી ઢાળ અને લયમાં બેસાડવાનો લેખક ખરેખર સુદર પ્રયત્ન કર્યાં છે. અને એમાં અ'ગ્રેજી ભાષા પરનું લેખકનું પ્રભુત્વ ખરેખર પ્રશસનીય છે. અંગ્રેજી ભાષામાં પણ અમુક ઢાળમાં એ ગીતા રજૂ કરવાની લેખકે સારી હથેાટી પ્રાપ્ત કરી છે તે છતાં હળવે હાથે તે નાથ મહીડાં સેવો, કે ‘ના મા સારે
SR No.525938
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1953 Year 13 Ank 17 to 24 and Year 14 Prabuddha Jivan Year 01 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1953
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy