________________
*a*
-
૧૧૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧૫-૧૦-પર
કેલાસ-કશન;
લેખક, શ્રી નવનીત પારેખ. પ્રકાશક: સસ્તુ સાહિત્ય - વર્ધક કાર્યાલય, ભદ્ર અમદાવાદ કીમત રૂ. ૨-૮-૦
ભાગ્યે જ એવો કોઈ હિંદુ હશે કે જેના દિલમાં કલાસ વિષે ઊંડું આકર્ષણ નહિ હોય. આ કૈલાસને નજરે નિહાળનાર ઝણ્યાગાંઠયા માનવીઓમાં એક ભાઈ નવનીતલાલ પરીખ છે. તેમની એક નાની સરખી મંડળી ૧૯૫૦ ની ગ્રીષ્મરૂતુમાં આભેડાથી ઉપડી અને લીબુ ઘાટના માર્ગે માન્ધાતા (ઉંચાઈ ૨૫૩૫૫ ફીટ) ની બાજુએ થઈને રાકસતાલ સરોવર અને માનસ સરોવર વચ્ચેના રસ્તા ઉપર આગળ વધીને કલાસ પર્વત (ઉંચાઈ ૨૨૨૮ ફીટી) ની તેમણે પ્રદક્ષિણા કરી અને માનસ સરોવરની પૂર્વ બાજુએ થઈને આભોડા તરફ તેઓ પાછા ફર્યા. આ પ્રવાસ ની ભાઈ શ્રી નવનીતલા રંગીન ફીલ્મ ઉતારેલી છે જેનું વર્ણન પ્રબુધ્ધ જૈનના આગળના અંકમાં પ્રગટ કરવામાં આવ્યું છે. આ અદ્દભુત રોમાંચક પ્રવાસનું પ્રસ્તુત પુસ્તકમાં ભાઈ નવનીત પરીખે વિગતવાર વર્ણન આપ્યું છે. સૃષ્ટિ સૌન્દર્યનું ઊંડું સંવિદન અને ભકિતપરાયણ ચિત્તવૃત્તિથી આ વર્ણન સુક્તિ હોઈને પુસ્તક વાંચતાં આપણું મન પણ દુન્યવી વાતાવરણથી છુટું થઈને લેખક સાથે ઉનત વાતાવરણમાં વિચરે છે અને કૈલાસની કંઇક ઝાંખી કરે છે. આ પુસ્તકમાં પ્રવાસવર્ણન ઉપરાંત પ્રાદેશિક ભુગળ, કૈલાસ પર્વત, માનસરોવર તેમ જ ટિબેટ વિષે ઉપયોગી માહીતીઓ તેમ જ ભાવી યાત્રીઓને ખૂબ ઉપયોગી થઈ પડે તેવા કેટલીયે વિગતે આપવામાં આવી છે. આ ઉપરાંત કૈલાસ તેમ જ આસપાસના પ્રદેશાને તથા તે બાજુ વસતી ટીમેટી પ્રજાના ચિત્રવિચિત્ર “જીવનને કાંઈક ખ્યાલ આવે તેવી કેટલીક છબીઓ પણ આ પુસ્તકમાં સંગ્રહિત કરવામાં આવી છે. પ્રવાસવર્ણનના આજ સુધીમાં પ્રગટ થયેલાં અનેક પુસ્તકોમાં આ પુસ્તક ઉપયોગી વધારો કરે છે.
પરમાનંદ ઊંમરને દીવા
લેખક–શ્રી એસ. કે. શાહ, પ્રાપ્તિસ્થાન–એન. એમ. | ઠકકરની કુ. પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૨, કિંમત-બે રૂપિયા; પૃષ્ઠ-૧૧૬.
શ્રી એસ. કે. શાહને આ પ્રથમ વાર્તાસંગ્રહ છે. આ - સંગ્રહમાં દસ ટુંકી વાર્તાઓ લેખકે આપી છે. આ વાર્તાઓમાં
‘તસવીર, દેવલો,” અને ઘેરાં ગાન’ નામની વાર્તાઓ તે તદ્દન * : ટૂંકી વાર્તાઓ-ટૂંકા પ્રસંગચિત્રો જેવી છે. આ વાર્તાઓનું વસ્તુ
આપણી આસપાસના વર્તમાન જીવનમાંથી લેવામાં આવ્યું છે અને એ જીવનના પણ વિવિધ પ્રશ્નોનું આલેખન એમાં કરવામાં આવ્યું છે. એટલે આ વાર્તાઓની વાસ્તવિકતાની છાપ
આપણું મન ઉપર પડયા વિના રહેતી નથી. પરંતુ એક દરે * આ વાર્તાઓનું ધારણ ઘણું નીચું છે. વાર્તાઓનું વસ્તુ વાસ્તવિક છે, છતાં તેનું નિરૂપણુ જેટલું ચોટદાર અને પ્રતીતિકર થવું જોઈએ તેટલું થયું હોય તેમ જણાતું નથી, અને એથી જ એમની વાસ્તવિક જીવનની વાર્તાઓમાં ઘણીવાર અવાસ્તવિકતાની ખામી દેખાઈ આવે છે. કાળા ડાઘ પાટીવાળાને પત્ર ખાટો રૂપિયો વગેરે વાર્તાઓમાં કેટલાંક સ્થળે અસંભવિતતા અને અપ્રતીતિ કરતા ખૂયા વગર રહેતી નથી. લેખકને ગરીબો પ્રત્યે સહાનુભૂતિ વધારે છે, અને એ પ્રશંસનીય છે, પરંતુ ' કેટલીક વાર લેખક માત્ર ઊંમલતામાં સરી પડી અતિશયતા
ભર્યું આલેખન કરી નાખે છે અને એથી એમની વાર્તાઓમાં કલાતત્ત્વની ઉણપ આવી જાય છે, જેને લીધે વાર્તાઓ જેટલી અસરકારક બનવી જોઈએ તેટલી બનતી નથી. આ પુસ્તકની છપાઈમાં જોડણની અશુદ્ધિ પણ વધારે નજરે પડે છે.
લેખક જે ચેટદાર શૈલીમાં, કલાત્મક સ્વરૂપમાં, પ્રતીતિકર લાગે એ રીતે આ જ પ્રકતેનું નિરૂપણ કરે તે વધુ સારી વાર્તાઓ જરૂર આપી શકે.
રમણલાલ શાહ ધી ઈન્ડીયન કેટન ટેક્ષટાઈલ ઈન્ડસ્ટ્રી
લેખક : શ્રી. એસ. ડી. મહેતા. પ્રસ્તાવના. સર. હોમી. મેદી. પ્રકાશક: ધી ટેક્ષટાઈલ એસેસીએશન (ઇન્ડીઆ) પ્રથમ આવૃત્તિ. કીંમતઃ રૂ. ૧૨
કાપડના વણાટકામમાં આપણા દેશે ઘણા વર્ષો પૂર્વે પણ સારી પ્રગતી કરી હતી અને આપણે ભૂતકાળ ભવ્ય હતું તે એક અતિહાસીક બીના છે. ઔદ્યોગિક ક્રાન્તિ પછી 'ઉદ્યોગોમાં મશીનને પ્રવેશ થયો અને ત્યારથી ઉત્પાદનના જથ્થામાં અને - માલના ધોરણમાં અને જાતમાં ધરમૂળથી ફેરફારો થવા પામ્યા. લગભગ સો વર્ષ પૂર્વે આપણા દેશમાં મીની સ્થાપના થઈ અને ત્યારથી ભારતના મીલઉદ્યોગે પ્રશંસનીય પ્રગતિ સાધી છે. આપણું દેશના અર્થકારણમાં આ ઉદ્યોગ મહત્ત્વનું સ્થાન ધરાવે છે-લગભગ એક અબજથી વધુ મુડી તેમાં રોકાયેલી છે. લગભગ પાંચ અબજની કીંમતને માલ દર વર્ષે તેમાં બને છે ? અને સાતથી આઠ લાખ માણસને છ આ ઉદ્યોગ આપે છે. આપણું દેશની આંતરિક માંગ વિપુલ પ્રમાણમાં છે અને વિકાસ
જનાઓને પારણામે જેમ જેમ લેકોનું જીવનધોરણ ઉંચુ આવતું જશે તેમ તેમ આ માંગને સંતોષવા આ ઉદ્યોગે વધુને વધુ વિકાસ સાધવો પડશે એ નિશ્ચિત છે.
શ્રી. એસ. ડી. મહેતા અર્થશાસ્ત્રના અને આ વિષયના ઉંડા અભ્યાસી છે અને તેમણે આ સુંદર પુસ્તકમાં મીલઉદ્યોગના અટપટા અને વિવિધ પ્રશ્નો ઉપર સુંદર વિવેચન કર્યું છે. આ વિષયની ટેકનીકલ બાજુ, 'નાણાંકીય પાસું, સમગ્ર વ્યવસ્થા, હાથશાળ-ઉદ્યોગના પ્રશ્નો, વિતરણ વ્યવસ્થા-એવાં વિવિધ વિષયોને તેમણે આ સવા બસો પાનાનાં પુસ્તકમાં સમાવ્યાં છે, આંકડાઓ, ગ્રાફ અને કઠાઓ દ્વારા માહીતીપૂર્ણ બનાવ્યું છે. અને વિષયને સારે ન્યાય આપ્યો છે. આવા કામમાં ચીવટ અને ખંતની સાથે સાથે વિષયની જાણકારીની અને ઉંડી સમજની ભારે જરૂર રહે છે અને તે બધું ભંડોળ શ્રી એસ. ડી. મહેતા પાસે છે તેમ આ પુસ્તક વાંચ્યા પછી આપશુને ખાત્રી થાય છે. પુસ્તકની કિમત સહેજ વધુ લાગવા સંભવ છે પણ આવા પુસ્તકનું મુદ્રણખર્ચ અને તેની માંગ વિગેરે જોતાં તે બાબતમાં કંઈ થઈ શકે તેમ નથી તે અમે જાણીએ છીએ. આવા સુંદર અભ્યાસગ્રંથ માટે શ્રી એસ. ડી. મહેતા આ પણ અભિનંદનના અધિકારી બને છે અને તેઓ બીજા ઉદ્યોગ અંગે પણ આવું સારું કાર્ય કરે તેવી આપણે આશા રાખીએ.
કાનલાલ બાંડયા : સંઘના સભ્યનાં બાકી રહેલાં લવાજમ * આ સભ્યોને ચાલુ સાલ સં. ૨૦૦૯ ના બાકી રહેલાં લવાજમ વિષે પરિપત્ર મોકલવામાં આવ્યા છે, તે ધ્યાનમાં લઈને આસો વદ ૦)) પહેલાં પિતા પોતાનાં લવાજમ સત્વર મેકલી આપવા વિનંતિ છે. મંત્રી , મુંબઈ જૈન યુવક સંધ
-
-
-
- મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩.
મુકણસ્થાનઃ ચંદ્ર પ્રિન્ટીંગ પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રોડ, મુંબઈ,. ૨.