SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જૈન. તા. ૧૫-૧-૧૩ આવી વસ્યા. રાજ્યકારભારની ભાષા રાજસ્થાનની થઇ પણુ આપ્યુપ્રદેશના જનસમાજનાં સંસ્કૃતિ અને સંબંધ તો ગુજરાતી ખેલતી પ્રજા સાથે જ વધારે રહ્યાં. એનું મુખ્ય કારણ તે ભાષા અને વ્યવહાર. સેંકડો વરસના ગાઢ સંબંધો માત્ર એક સૈકાના કૃત્રિમ ફેરફારથી કેમ બદલાય ? દરેક સીમા પ્રદેશની ભાષા મિશ્રિત તે હાય જ, પણ શી‹ાહીપ્રદેશની ભાષા તે મૂળ ગુજરાતી ઉપર મારવાડીના ૨ંગ, અને નહીં કે મારવાડી ભાષા ઉપર ગુજરાતીની અસર. ત્રણેક વરસ પહેલાં શીરાહીરાજ્યના વારસની તપાસસમિતિના પ્રમુખ તરીકે મને ત્યાંની ભાષામાં લખાયલા "ટલાએક દસ્તાવેજો જોવાને પ્રસંગ મળ્યો હતો. રાજસ્થાની ભાષા નહીં જાણતા હોવા છતાં મતે તેને અથ સારી પેઠે સમઝાતા હતે. આપણી તૃતી ગુજરાતીમાં મારવાડી શબ્દો મળીભળી ગયા હોય એમ જ લાગતું હતું. વિભકિતઓ, પ્રત્યયા, વગેરે, વ્યાકરણનાં અગા આપણા જેવાં જ જણાતાં હતાં. મુખ્ય ફેર એ હતા કે આપણે ત્યાંની જૂની ગુજરાતી હતી તેના જેવી તે જાતી હતી. લિપિ પણ તેવી જ હતી. ગ્રીઅસન, ટેપીટારી, ડા. સુનીતિકુમાર ચેટરજી, વગેરે, ભાષાની ઉત્પત્તિના પડિતાને અભિપ્રાય એવા છે કે ગુજરાત અને અત્યારના પશ્ચિમદક્ષિણ રાજસ્થાનની ભાષા મળે. એક જ છે. શીરાહીની ભાષા તે શીરહીગુજરાતી છે તેને મને પ્રત્યક્ષ અનુભવ થયો. સરકારી ગેઝેટીઅરા તે આબુને રાજસ્થાનમાં ભેળવ્યા પછીથી લખાયાં એટલે એમાં આખું ગુજરાતના વિભાગ છે એવા ઉલ્લેખની આપણે આશા રાખીએ નહીં. તેમ છતાં તેમાં પણ આખુ ગુજરાતમાં હાવાની કમુલાત આવે છે. મુંબઇ ઇલાકાના સરકારી ગેઝેટીઅરના નવમા ગ્રથના પ્રથમ ભાગ જે ગુજરાતની વસતિ વિષે છે તેમાં ભોગોલિક તથા ભાષાની દ્રષ્ટિએ આજીપ તથી દમણુ સુધી ગુજરાતની સીમા જણાવી છે. (પૃષ્ઠ VIII−૮) તથા ઉત્તર ગુજરાતની હદ આબુપર્વતથી મહીનદી સુધીની જશુાતી છે. અને તે આયુર્વ તને બાદ કરીને નહીં, પણ આષુસુદ્ધાંત. આખુ અને ગુજરાતનાં બીજા` યાત્રાનાં સ્થળા સાથે તેને ઉત્તર ગુજરાતમાં મૂકયા છે (પૃષ્ટ IX-૯/૫૪૩, ૫૪૯.) તે ઉપરાંત સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે જૈનધર્મનાં અખિલ હિંદમાં વિખ્યાત એવાં દહેરાં આણ્યુ, શત્રુ ંજય અને ગિરનારના ત્રણ પર્વત ઉતર ગુજરાતમાં આવેલાં છે. (પૃષ્ઠ ૫૫૦) સત્ય હકીકત કાઈ દિવસ ઢાંકી રહે ખરી ? ૧૪૫ એમાં પણ કાંઈ આશ્રય છે ? લગભગ પચાતુર વરસ પહેલાંથી હમણાંસુધી ત્યાંની ગુજરાતી ખેાલતી પ્રજા સાથે સોંપર્ક ચાલુ રાખવા માટે શીરાહીના દીવાને ગુજરાતીએ હાય એમાં પણ શું આશ્ચય છે? આશ્ચય માત્ર એટલુ જ છે. આટલી સ્પષ્ટ હકીકતો હોવા છતાં ભાષાની દૃષ્ટિએ પણ આબુના પ્રદેશ રાજસ્થાનમાં છે એવુ ડોકી બેસાડવાના પ્રયત્ન થાય છે. એતો ઘણાખરા આધાર તો ત્યારથી આમ્રુતે રજપૂતાનામાં જોડવામાં આવ્યું. ત્યારથી ત્યાંથી જે લેાકા આવ્યા. તેમની ભાષા ઉપરથી જે ફેરફારા થયા તેના ઉપર જ રાખવામાં આવે છે. આપણે ઉપર જોયું તેમ હજી દસપદર વરસ પહેલાં તે શીરાહીના વતનીઓ માટે ગુજરાતી વર્તમાનપત્રો કહાડવાં પડતાં અને હજી પણુ ગુજરાતી વત માનપા મેટી સંખ્યામાં આબુપ્રદેશમાં જાય છે. કચ્છી ખેલી શુદ્ધ ગુજરાતી ભાષાથી જુદી જ લાગે છે. પણ એથી કાઇએ એમ કહ્યું કે કચ્છ ભાષાપરત્વે ગુજરાતમાં નથી ? આશ્રુનું પણ તેમ જ છે. ખરી રીતે આખું ગુજરાતનો ભાગ છે કે નહીં તેને નિશ્ ય તેને કૃત્રિમ રીતે રજપૂતાનામાં જોયું તેના પહેલાં શી સ્થિતિ હતી તે ઉપરથી કરવાના છે. શીરાહીની પ્રજાએ સમેલન ભરીને ગુજરાતમાં જોડા વાના ઠરાવ કર્યાં તે ઉપરથી તો સરદાર વલ્લભભાઈએ સઘળી તપાસ કરીને આખુ શીરાહીરાજ્ય નહીં તા આયુના પ્રદેશ ગુજરાતને પાછા આપવા જોઈએ એમ રાજ્યું. તે ઠરાવ મધ્યસ્થ સરકારે માન્ય રાખ્યો અને તેટલા માટે આપુને મુંબઈ સરકારના વહીવટ તળે મૂકયા. ભલે તે કામચલાઉ ગણાય, છતાં તેને ફેરવવાનાં સખળ કારણા તા હજી આપણે જાણવાનાં જ રહ્યાં, ભાષા, વ્યવહાર, ભોગાલિક સ્થિતિ એ દરેક દ્રષ્ટિબિંદુથી પણ આપી મજબૂત માગણી અત્યારે તે એક રાજકીય જાળમાં સપડાઇ ગઇ છે એ જ કમનસીબી છે. આપણે કાઇનું કાંઇ લઇ લેવા માગતા નથી, જે સૈકાથી આપણું હતું, જેને આપણી પાસેથી ખૂંચવી લેવામાં આવ્યું હતું પણ જે આપણને પાછું મળ્યું છે તેને ક્રીથી આપણાથી છૂટુ ન જ પાડવુ જોઇએ એટલુ જ કહી આપણે માત્ર ન્યાય માગીએ છીએ. પણ આટલેથી વાત પૂરી થતી નથી. પેાતાની ભાષાને પરભાષા ગમે તેટલે આપ લાગ્યા હાય પશુ માતૃભાષા તરફ પ્રેમ તેથી કાંઈ જાય ? શીરહી અને ખાસ કરીને તેના દક્ષિણના આબુપ્રદેશનાં સ્થળામાંથી સાહિત્યના શોખીના જોધપુર કે અજમેર નહિ પણ ગુજરાત કે મુંબઈમાં આવી. ગુજરાતી ભાષા અને સાહિત્યની સેવા કરે, તેમાં શું આશ્રય છે ? આખુની તળેટીના હાથળગામના વતની ગોકુળભાઈ ભટ્ટ મુંબઇ આવી ગુજરાતી સાહિત્યની સેવા કરે, ત્યાંના ઉપનગરની સાહિત્યસભાના મંત્રી થઇ. અંધેરીમાં ભરાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદ સંમેલનના પણુ કાર્યવાહક મ`ત્રી થાય એમાં કાંઇ આશ્ચય છે ? શીરાહીરાજ્યના વતની પ્રખ્યાત પુરાતત્ત્વવિદ્ મહામહાપાધ્યાય ગૌરીશકર ઓઝા નડીઆદમાં ભરાયેલી સાહિત્યપરિષદના પ્રતહાસવિભાગના પ્રમુખ થઈ ગુજરાતીમાં ભાપણુ આપે અને તે ભાષણમાં પોતાની માતૃભૂમિ-ગુજરાત-નાં આણુનાં મંદિ વખાણુ વતની વકીલ ભીમારા પર શમાં આજથી પંદરેક વરસ ઉપર ત્યાંની રાવી શીરાહી સ દેશ’" નામનું વર્તમાનપત્ર પ્રગટ કરે. તદ્મ શીરાહીના ગુજરાતી ભાષામાં એ અંબુદની લાડકીયો' નામનું કાવ્ય રિસે જત્તામાં જાગૃતિ લાવવા માટે ગુજરાતી ભાષામાં નદી’ ડુંગરપુર, વાંસવાડાના પ્રદેશ હવે ઉત્તરમાંથી પૂર્વ તરફ વળીએ. ડુંગરપુર, વાંસવાડા, આબુ તથા તેની આજુબાજુને પ્રદેશ પણુ ગુજરાતમાં જ હતા. પછીથી જેમ રાહીને પશ્ચિમરાજસ્થાનમાં નાંખ્યું તેમ આ પ્રદેશને પૂર્વ રાજસ્થાનમાં ભેળવી દીધા. મહીનદીની બન્ને બાજુએ આવેલા આ પ્રદેશ ઐતિહાસિક, ભૌગોલિક તેમજ વ્યવહારિક અને ભાષાકીય દ્રષ્ટિએ ગુજરાતને જ છે એમાં કાંઈ શક નથી. એને પણ કૃત્રિમ રીતે જુદા પાડવામાં આવ્યા છે, છતાં એના સાંસ્કૃતિક સંબંધો તા હજી પણ ગુજરાત સાથે જ છે. ડાંગપ્રદેશ હવે પૂર્વમાંથી નીચે ઉતરતાં ખાનદેશના પ્રદેશ આવે છે અને પૂર્વ`દક્ષિણે ડાંગ આવે છે. ખાનદેશના પશ્ચિમ ભાગ અને ડાંગ બન્ને એક વખત નાગલાણ નામના મૂલકના વિભાગો હતા. પશ્ચિમખાનદેશમાં નદરખાર, કુકરમુડા, વગેરે ઠેકાણે ગુજરાતી ભાષા જ લાતી હતી. પ્રેમાનંદકવિ ઘણુંખરૂંન દરખાર અને તેના આસપાસના પ્રદેશમાં રહી આખ્યાને કરતા હતા એ આપણે સ જાણીએ છીએ. અત્યારે પણ આ પ્રદેશમાં ગુજરાતી ખેલનારાઓની સંખ્યા ઘણી છે. તે માગલાના સમય સુધી ડાંગ સુદ્ધાં અને ઠેઠ માહીમ' સુધીના પ્રદેશ ગુજરાતના સુલતાનેાના હાથમાં હતા. પરંતુ મરાઠારાજ્યનો સમય પછી કેટલાએક ભાગે ગુજરાતની હકુમતમાંથી ગંધી. ખાનદેશના પશ્ચિમ ભાગ વહીવટની દૃષ્ટિએ ગુજરાતમાંથી ગયા. પ, સાંસ્કૃતિક દૃષ્ટિએ હજી એ ગુજરાતને જ ભાગ છે.
SR No.525938
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1953 Year 13 Ank 17 to 24 and Year 14 Prabuddha Jivan Year 01 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1953
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy