________________
તા. ૧૫-૬-૧૨
પ્રબુદ્ધ જૈન
ત્રણ વિશિષ્ટ
પ્રવચને
(મે માસની ૪, ૫, તારીખે મારવાડમાં સાદડી ખાતે વે. સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સનુ` બારમું અધિવેશન ભરાઈ ગયું, જેનુ' ઉદ્ઘાટન રાજસ્થાનના વડા પ્રધાન માન્યવર શ્રી ટીકારામજી પાર્લીવાલે કર્યુ હતુ. અને જેનું પ્રમુખસ્થાન શ્રી ચંપાલાલજી સા.' ખાંડીએ શેાભાવ્યું હતુ. નુન માસની ૧૩, ૧૪.અને ૧૫ મી તારીખે મુંબઈ ખાતે શ્વે. મૂર્તિ પૂજક કાન્ફરન્સનું ઓગણીશમું અધિવેશન ભરાઈ ગયું, જેનું'. ઉદ્ઘાટન એ જ કોન્ફરન્સના મૂળ સ્થાપક વચેધ્ધ માન્યવર શ્રી ગુલાબચંદછ ટ્ટાએ કર્યુ હતુ. અને જેનું પ્રમુખસ્થાન શ્રીમાન અમૃતલાલ કાળીદાસ દોશીએ શેાભાવ્યું હતું, પોતપાતાના સ્થાન ઉપરથી શ્રી પાલીવાલે, શ્રી ચપાલાલજી ખાંડીએ તથા શ્રી અમૃતલાલ દાશીએ આપેલા પ્રવચનામાંથી ઉપયેગી ભાગ ઉષ્કૃત કરીને ક્રમશઃ નીચે આપવામાં આવે છે. તત્રી.)
શ્રી પાલીવાલના ઉદ્ઘાટક પ્રવચનમાંથી ઉદ્ધૃત
હિન્દમાં અનેક ધર્મો છે, પરન્તુ દરેક ધર્મના મૂળભૂત સિદ્ધાન્તો એક જ છે; તેમાં તફાવત માલૂમ પડે છે તેનુ કારણ એ છે કે વિવિધ ધર્મોના અનુયાયી એના આચરણમાં તફાવત પડી જાય છે—વિકૃતિ આવી જાય છે, અને તે કારણે વિવિધ ધર્મો વચ્ચે અંતર વધતુ જાય છે. તે સમયે દુનિયામાં મહાપુરુષ જન્મે છે અને ખરા માર્ગ બતાવે છે.
જે સમયે બ્રાહ્મણ ધર્માંમાં-વૈદિક ધર્મ માં વિકૃતિ પેસી ગઇ હતી અને બલિદાન આદિની પ્રથા વધતી જતી હતી તે સમયે ભગવાન મહાવીરે અને ગૌતમ બુધ્ધે લકાને યજ્ઞનું ખરૂં રહસ્ય સમજાવ્યું અને અહિંસા ધર્મના પ્રચાર કર્યાં. અમુક સમયે જૈન ધર્માંના પ્રચાર સારા પ્રમાણમાં હતા અને રાજા મહારાજાએ પણ તે ધમ' અપનાવ્યા હતા અને અહિંસાના સિધ્ધાન્તાના પ્રચાર માટે પ્રયત્ન કર્યો હતા. ધણા સમય સુધી જૈનધર્મ એ આ દેશના મુખ્ય ધર્મ બની ગયા હતા અને અન્ય ધર્મનુ વર્ચસ્વ જતુ રહ્યું હતુ. બૌદ્ધ ધર્મનું ઉલટુ બન્યુ. તે અન્ય દેશોમાં ફેલાયે અને આ દેશમાંથી લગભગ અદૃશ્ય થઇ ગયા.
પરન્તુ આજે મારે કહેવુ' જોઇએ કે જૈનધમ'માં પણ વિકૃતિઓ પ્રવેશી ગયેલ છે અને પરિણામે જૈનધર્મ પણુ અનેક શાખાઓ-ઉપશાખાએ–માં વહેં`ચાઈ ગયેલ છે. આ તફાવત મૌલિક નથી, પત્તુ વિકૃતિનું, અજ્ઞાનનું, ગેરસમજનું પરિણામ છે. આમ છતાં મને જાણવા મળે છે કે અત્રે સાધુ સંમેલન અને અધિવેશન સ્થાનકવાસી સમાજના ટુકડાને સાંધવા અને તેને એક અને અવિભાજ્ય બનાવવા યોજાયેલ છે તે એક પ્રશ ંસનીય હકીકત છે. તેથી દેશને પણ એકદરે ફાયદા જ થવાના છે. જૈન સમાજની એકતા અને વિકાસમાં દેશનો પણ વિકાસ રહેલાં છે, કેમ કે જૈન સમાજ એ દેશના મહત્વનો સમાજ છે, જૈન સમાજની નીતિ હંમેશા રાષ્ટ્રની નીતિ સાથે સુસ’ગત રહી છે અને તેથી જૈન સમાજની પ્રગતિ એક દરે દેશને પણ લાભદાયક થઈ પડે તે સ્વાભાવિક છે.
જૈનધમ અને સમાજે રાષ્ટ્રના વિકાસમાં જે મહત્વને કાળા આપેલ છે તે અંગે બે શબ્દો કહીશ, મિ`ક ભાવનાઓમાં પેઠેલી વિકૃતિ અને ધર્મને નામે થતી હિંસા જૈન ધર્મે દૂર કરી છે; જૈન આચાયર્થીએ સાહિત્યના વિકાસમાં પણ સારી રીતે કાળા આપ્યા છે, જે માટે દેશ ગર્વ અનુભવી શકે તેમ છે; દેશની કળા અને સ્થાપત્યમાં પણ જૈન સમાજે મહત્વના કાળેા આપ્યા છે, જેની વિદેશીઓ પણ મુકત કર્યાં પ્રશ ંસા કરે છે. આ ફાળા માટે દેશ જૈનધર્મનો
આભારી રહેશે.
(3)
૨૭
જૈનધમ અને સમાજે આપેલ મહત્વના ફાળા અંગે આટલ નિર્દેશ કરીને, જૈન સમાજ અને મુનિરાજોને બે શબ્દો સૂચના રૂપે કહીશ. આજે જૈન સમાજ અને સાધુઓએ નવા દૃષ્ટિક્રાણુ અપનાવવાની જરૂર છે; પેાતાના સિધ્ધાંતાંના પ્રચારની સાથે ખીજા સ'પ્રદાયે પ્રતિ પૂર્ણ આદર અને સદ્ભાવના દાખવવાની જરૂર રહે છે; આ ઉપરાંત દેશની મહત્વની રાજનૈતિક, આર્થિક અને સાંસ્કૃતિક બાબતોમાં પણ સહયોગ આપવાની તેટલી જ આવશ્યકતા રહે છે. ધમ એ વ્યકિતગત બાબત, વ્યક્તિગત આચરણની વસ્તુ છે; તેનું
સામાજિક કે રાજનૈતિક જીવન સાથે ધÖણુ થવુ' ન જોઇએ, ધર્મને નામે રાજનૈતિક અને સામાજિક ક્ષેત્રમાં અજ્ઞાન વડે કે અધશ્રધ્ધા વડે દખલગીરી ઉભી કરવી ન જોઈએ. આ બાબત માત્ર જૈનાએ જ નહિ, પરંન્તુ પ્રત્યેક ધર્માવલ બીએએ ધ્યાનમાં રાખવાની રહે છે.
અન્ય સમાજની અપેક્ષાએ હું જૈન સમાજ પાસેથી વિશેષ આશા રાખું છું; જૈન સમાજ સાધનસપન્ત સમાજ છે; સમજદાર અને સમયને એળખીને ચાલનાર સમાજ છે. માજે દેશ સમક્ષ જે અનેકવિધ સમસ્યાએ ઉપસ્થિત થયેલ છે, તેના ઉકેલમાં જૈન સમાજ પેાતાનાથી બનતા કાળા આપશે એવી અપેક્ષા રાખવી અસ્થાને નથી.
અલબત્ત, જૈન સમાજે ભૂતકાળમાં રાષ્ટ્રિય પ્રશ્નોના ઉકેલમાં સુંદર કાળા આપેલ છે તે ભૂલી શકાય તેમ નથી; રાજસ્થાનના ઇતિહાસમાં રાણા પ્રતાપનું જેટલું મહત્વનું સ્થાન છે તેટલું જ ઉચ્ચ સ્થાન વીર ભામાશાહનું છે, જેમણે મેવાડની રક્ષા માટે પોતાની સ'પત્તિ દેશને ચરણે ધરી અને મેવાડને સ્વતંત્રતા ક્રી અપાવી. આ જ રીતે વર્તમાનમાં પણ જૈનો પોતાની શક્તિ અને લક્ષ્મીને જરૂરીઆત મુજબ રાષ્ટ્રના હિતાર્થે ઉપયોગ કરો તા જૈન સમાજ પેાતાનું સ્થાન વિશેષ ગૌરવવતુ બનાવી શકશે અને અન્ય સમાજને પણ અનુકરણીય દૃષ્ટાંત પૂરૂ પાડી શકશે. શ્રી ચ‘પાલાલજી માંઠિયાના પ્રમુખ પ્રવચનમાંથી ઉદ્ધૃત
કરવાના
બન્ધુએ ! આ અધિવેશન સાધારણ અધિવેશન નથી. આ અવસર પર ભારતના જુદા જુદા સ્થાનેાએથી પાદવિહાર કરીને અનેક સંત મહાત્મા પધારેલ છે. આ મહાત્માની કરણી કેટલી કણ છે? પગે ચાલવું, આહાર પાણી ગ્રહણુ કડક નિયમો, જીવન પર્યન્ત અસ્નાન અને ઉધાડે પગે ચાલવુ, એક ગામથી બીજે ગામે ચાલીને આવેલ હોય, ભૂખ અને તરસથી ચિત્ત વ્યાકુલ હૈય, છતાં પણ ઘેર ઘેર ફરીને ભ્રમર વૃત્તિની જેમ શુદ્ધ આહાર પાણી મેળવવા, એક ગામમાં શુધ્ધ આહાર પાણી ન મળે તે સમભાવ રાખીને બીજે ગામ જવુ અને ફરી પ્રયત્ન કરવા; શરીર પરસેવાથી રેબઝેબ હોય છતાં પણ નહાવું નહી, પોતના અંતર્યામીના દર્શન માટે કેટલી કઠોર સાધના છે ? આવા મુનિવરો ધન્યવાદને પાત્ર છે. લોકકલ્યાણુ અને પેતાના કલ્યાણ માટે રાત્રિ દિવસ પ્રયત્ન કરનાર સાધકૈા ! આપનું જીવન સાર્થા છે. સંસારની વાસનામાં ફસાયેલ અમારા માટે એક માત્ર આપ જ આધારભૂત છે. આપજ અમારી આધ્યાત્મિક નૌકાના રખેવાળ છે. આપણે સ્થાનંકવાસી જૈને માટે સત મુનિરાજૅ સિવાય અન્ય ક્રાઇ આધાર નથી. આપ શ્રમણ છે અને અમે શ્રમણેાપાસક છીએ. મુનિરાજ અને આપણે આધ્યાત્મિક બંધનથી બંધાયેલા છીએ. ગુજરાત, કાઠિયાવાડ અને કચ્છના મુનિ મહારાજો આ સંમેલનમાં પદ્મા રેલ નથી એ દુઃખની વાત છે. તે પધાર્યા હોત અને વિચાની આપ લે કરી હાત તો સારૂ હતું. આપણે પૂર્ણ વિશ્વાસ રાખવા જોઇએ કે આ સંગ⟩નથી તે કં અલગ રહી શકશે નહિં. આ સંમેલનમાં જે કંઇ નિણૅય થશે તેને તે અવશ્ય સ્વીકાર કરશે. પ્રગતિશીલ પ્રદેશના મુનિરાજ કદી પાછા