SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ સર વેડફાઇ, જુના રેંટીયા જ્યાં પડયા હતા ત્યાં મને લઇ જવામાં આળ્યા. આશરે ત્રીશેક પેટી--રેંટીયા હતા, જેમાંના ચાર પાંચ રેંટીયા મેં જોયા. એકે રેંટીયા ઉપયેગમાં આવે એવા ન હતા. આમ અમે બધુ જોતાં ફરતા હતા એવામાં દશેક વર્ષના એક બાળકની સાથે મારી ઓળખાણ કરાવવામાં આવી. એ બાળક કાંતે છે, નિયમિત રીતે કાંતવાનુ મળે તો દરરોજના એ આંટી કાંતવાની એની શક્તિ છે, કાંતવા એ તૈયાર છે, પણ કામ ક્રાણુ આપે? એ બાળકને બાંધે પેષણના અભાવે નબળા હતા. આ છાવણીમાં લગભગ અઢી ક્લાક હું રહ્યો. એની ભારે ઉંડી અસર 'મારા ઉપર થઇ, રચનાત્મક કાર્યકર્તાઓ પૈકી કેટલાક અનુકુળતાવાળું કેાઇ ગામડુ અથવા સ્થાન મળે તે ત્યાં બેસી જવાની અભિલાષા ધરાવી રહ્યા છે. બીજા કેટલાક કા કર્તા. અનુકુળતા હોય ત્યાં જઇને સેવા કરવાની ભાવના ધરાવે છે. મુબઇ પાસે થાડાક માઈલ દૂર કુરલા સ્ટેશનની નજીકમાં ૧૭૦૦ નિરાધાર બહેનેાના આ ગામડામાં સેવાનુ ક્ષેત્ર ભરપુર પડયું છે. ભાવનાશાળી આવડતવાળા અને વહેવારૂ ભાઇબહેનને આ છાવણી નાતરે છે. છાવણીમાંની વસતી ‘કામ આપે, કામ આપે'ના પોકાર કરે છે, કામના અભાવે અડધે પેટે, પેટમાં ટુટીયાં વાળીને રામનામ લેતી .સુઇ જાય છે, મુંબઇ શહેરની જનતા આ બહુનાની દયાજનક સ્થિતિને વિચાર કરે અને તેમના માટે જરૂરી ઉદ્યોગોના પ્રશ્નધ કરીને તેમના નિર્વાહના અત્યન્ત વિકટ પ્રશ્નને હળવા કરે એજ પ્રાર્થના! કોરા કેન્દ્ર, શી’પવલી એરીવલી, (મુ ખઈ) જીવન } ગાંધીજી અને સામ્યવાદ પ્રબુદ્ધ જૈન વીઠ્ઠલદાસ વ. જેરાજાણી ( ગતાંકથી ચાલુ ) ૬, ત્રણ ગાંધી-સિધ્ધાન્તા ગાંધી-વિચારનું માકળાપણું કાયમ રાખી તેને કઈક વ્યવસ્થિત રૂપ આપવાના કિશોરલાલભાઇએ પ્રયત્ન કર્યો છે. વણું વ્યવસ્થા, વિશ્વસ્ત–વૃત્તિ (ટ્રસ્ટીશિપ) અને વિકેન્દ્રીકરણ-આ ત્રણ વિષયેાને મેળવી તેમણે એક ખેાખુ તૈયાર કયું છે. ચાલા, તેની પર થાડી નજર નાખીએ. નથી, તેમણે ગાંધીજીના આ તા. ૧-૬-પ શબ્દોના પ્રયોગથી ચમકી જવાની જરૂર નથી. અહીં શબ્દોના આગ્રહ નથી, સાર સાથે કામ છે, ( ૧ ) મજૂરીનુ સરખાપણુ ( ૨ ) હરીફાઈના અભાવ, અને (૩) આનુવશિક સંસ્કારાનો લાભ ઉઠાવનાર શિક્ષણ યોજના-આ વર્ણ વ્યવસ્થાનો સાર છે. અમારી દૃષ્ટિએ અહિંસક સમાજરચનામાં આટલાના જ સમાવેશ છે. વર્ણવ્યવસ્થા ની પુરાણી કલ્પનામાં નવા અથ ભરી, અથવા તે કલ્પનામાંનાં મૂળભૂત વિચાર ધ્યાનમાં રાખી ગાંધીજીએ તેને સ્વીકાર કર્યાં છે. આ તેમને એક અહિંસાના પ્રયોગ છે. એમ હું સમજું છું. સમાજમાં આદરણીય બનેલા શબ્દો અને ક્લ્પનામેાને તેડી ન નાખતાં તેમને માન્ય રાખી તેમના અર્થમાં વધારો કરવા, તેમને વિકસિત રૂપ આપવું, તેમનામાં નવજીવન રેડવુ એ અહિંસાની પ્રક્રિયા છે. ભારતીય પરંપરામાં ઉતરેલા સમન્વયના બધા વિચાર આ અહિંસાની પ્રક્રિયામાંથી જ નીકળ્યેા છે. જૂના શબ્દોમાં નવા અર્થ ભરવાનું ભાન પણ આ પ્રક્રિયામાં નથી હાતુ. જૂના શબ્દોના મૂળ અર્થને અજવાળ્યાના જ ભાસ તેમાં થાય છે. ગીતા એ યજ્ઞાદિ શબ્દના અર્થાના વિકાસ કરી આ પધ્ધતિના દાખલે બેસાડયા છે. આ પ્રક્રિયામાં શબ્દોની પ પાતાણુ થવાના ઘણા ડર રહે છે. તેમ થતાં તે અહિંસાના પ્રયણને બલ્લે અસત્યના પ્રયોગ બની જાય છે. શબ્દોની ખેંચાıણ કર્યા વગર મુક્ત આદરથી શબ્દાનું સ્વલ્પમાત્ર દોહન કરાય તે તે અહિંસાની પ્રક્રિયા થાય. ગાંધીજી ભારતીય સંસ્કૃતિમાં જન્મ્યા અને ઉછર્યા અને એ જ સંસ્કૃતિને પચાવેલી પ્રજાને માટે જ તે ખાસ કરીને ખેાલતા હતા. આથી તેમણે વર્ણ સમાજ-કલ્પનાને સ્વીકાર કર્યો, એમ મને લાગે છે. બીજી ભાષામાં કહું તે, જે તે બીજા કાંઈ સમાજમાં જન્મ્યા હોત અને તે સમાજ માટે ખેલતા હોત તો અહિંસક સમાજરચનાના અનિવાર્ય અંગ રૂપે વર્ણવ્યવસ્થા શબ્દ અને કલ્પના તેમને સ્વતંત્રપણે સૂઝત જ એમ કહી શકાય નહિ. તે પણ એટલુ કહી શકાય કે આ કલ્પનાના જે સાર તેમણે ગ્રહણ કર્યાં છે, તે એ સ્થિતિમાં પણ ખીજા કાઈ, શબ્દો મારફતે તેમને ગ્રહણ કરવા જ પડત, મારા કહેવાની મતલબ એ છે કે જેને વ અને વર્ણ વ્યવસ્થા આ શબ્દો પસંદ વણું વ્યવસ્થાના જેવી જ ટ્રસ્ટીશિપ ના સિધ્ધાંતની વાત છે. આ શબ્દ પશુ ઘણાને ગમને નથી. વધ શબ્દ મૂળમાં નિઃસ ંદેહ એક સદ્વિચાર અને સુયેાજનાના દ્યોતક છે. ટ્રસ્ટીશિપના સિધ્ધાંત માટે કદાચ ખાતરીપૂર્વક એમ ન કહી શકાય. એટલે કે આ શબ્દ જ્યારથી પેદા થયા છે ત્યારથી જ તેના દુરૂપયાગ પણ શરૂ થયા છે. પણ કાયદાની ભાષામાં તે સારા અમાં યેાજાયા છે. અને ગાંધીજી કાયદાના અભ્યાસી હોવાથી આ શબ્દ તેમને વળગી ગયા, તથા તે સત્યાપાસક હાવાથી તેમણે તેના મૂળ શુધ્ધ અર્થ જ પેાતાના હૃદયમાં રાખી લીધા, હું કાયદાના અભ્યાસી નહાવાથી ગાંધીજીએ આ શબ્દના પ્રયોગ કરેલો હેવા છતાં મને તે વળગી કે આકષી શકયા નથી. છતાં ગાંધીજીએ જે અમાં આ શબ્દ વાપર્યો છે, તે અની બાબતમાં મારી ગેર– સમજ થઇ નથી. ગીતાના અપરિગ્રહ, સમભાવ વગેરે એ ગાંધીજીના મનને મજબૂત રીતે પકડી લીધું, અને એ વૃત્તિ વ્યવહારમાં કેવી રીતે ઉતારવી તેનું ચિંતન કરતાં કરતાં તેમને કાયદાના ટ્રસ્ટી શબ્દની મદદ મળી. ગીતાના અભ્યાસથી ટ્રસ્ટી શબ્દના અથ પર વધારે પ્રકાશ પડયા અને તે શબ્દે અપરિગ્રહના કાયડા ઉકેલી આપ્યા એમ ગાંધીજીએ પોતાની આત્મકથામાં નિવેદન કર્યું છે. સારાંશ, ગાંધીજીની દૃષ્ટિએ સમાજની આજની પરિસ્થિતિમાં જ નહી, પણ કાંઇ પણ પરિસ્થિતિમાં દેહધારી મનુષ્યને માટે પોતાની શક્તિને ટ્રસ્ટીને નાતે ઉપયોગ કા એ એક જ અપરિગ્રહ સાધવાને વ્યાવહારિક ઉપાય છે. કિશોરલાલભાઈએ તેની જે બારીકાઇથી છણાવટ કરી છે તે બાળકનેયે સમજાય એવી છે. તેમાં કંઇ ગૂઢ રહ્યું નથી તેમ જ ગેરસમજ માટેયે ગુંજાશ નથી રહી એમ મને લાગે છે, સંપત્તિની વિષમતા કૃત્રિમ વ્યવસ્થાને લઇને પેદા થઇ છે, એમ માની તેને બાજુએ રાખે તેાયે મનુષ્યની બૌધ્ધિક અને શારીરિક શકિતની વિષમતા પણ હાય છે, તે પૂરી રીતે દૂર નથી થઈ શકતી. શિક્ષણ અને નિયમનથી આ વિષમતાથે અમુક અંશે ઓછી કરી શકાય એમ આપણે માનીએ. છતાં આદર્શ સ્થિતિમાંયે આ વિષમતાના સર્વથા અભાવ થાય એવી કલ્પના કરી નથી શકાતી. માટે બુધ્ધિ, શરીર અને સપત્તિ, ત્રણમાંથી જે કાંઇ જેને મત્યા હોય, તેણે સમજવું જોઈએ કે તેને એ સૌના હિતને માટે જ પ્રાપ્ત થયાં છે. આને જ સારા અ માં ટ્રસ્ટીશિપની વૃત્તિ કહીશું. પણ આ શબ્દ દુ નાના હાથમાં પડીને એટલો પતિત થયા છે કે તેના ઉધ્ધાર હવે અશક્ય જેવા છે. આથી તે માટે મે વિશ્વસ્ત વૃત્તિ' એ ભાવવાચક નામ વાપર્યું છે. કાઈ બીજાના ઉપર આધાર ન રાખવા એને આપણે સામાન્યપણે સ્વાવલંબનના તત્વને નામે માન્ય કરીશું. પણ કોઇ કોઇના “ભરોસા જ ન કરે. એવી સ્થિતિ જો થઈ જાય, તે તે એક નરકની જ યોજના થશે. માબાપે બાળક પર, બાળકે માબાપ પર, પાડેશીએ પાડોશી પર, એટલું જ નહી પણ જુદાં જુદાં રાષ્ટ્રોએ પણ એકબીજા પર વિશ્વાસ કરવા જોઇએ. આવેા વિશ્વાસ મૂકવામાં જે આપણને ધાસ્તી લાગ્યા કરતી હાય તે તેને અર્થ એ થયો કે આપણે માનવતાથી વિષય સૂચિ પૃષ્ઠ પરમાનદ ૧૭ એ અણુપ્રીછી ઘરદીવડીએ શ્રી ભારત જૈન મહામ`ડળ ચાંદવડ અધિવેશન તારાચંદ ૧૨ પરમાનંદ ૧૯ પ્યારીખાઇને દીક્ષા અપાતી પ્રેમ અટકી ગઈ? પરમાનદ ૨૦ ‘અમને કામ આપો, કામ આપે!' વીલદાસ વ. જેરાજાણી ૨૧ ગાંધીજી અને સામ્યવાદ વિનોબા ભાવે ૨૨
SR No.525937
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1952 Year 13 Ank 17 to 24 and Year 14 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1952
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy