________________
૧૪
થયેલા
-મધ્યમ વર્ગના કે મજુર વર્ગના-જુવાર ખાતા જ નથી કે ખાવાના નથી. મદ્રાસી લોકોને ચેાખાની તંગીના વખતમાં ઘઉં વધારે આપવા માંડયા અને મદ્રાસીએએ તે સામે વાંધા ઉડાવ્યા ત્યારે “ આ તે ટેવની કેવી ગુલામી ?' એમ કહીને મદ્રાસી પ્રત્યે કાઈએ" સહાનુભૂતિના એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહોતા, જ્યારે આજે મધ્યમ વર્ગ પ્રત્યે સમાજવાદી પક્ષના નેનાએ આટલી બધી સહાનુભૂતિ દર્શાવી રહ્યા છે અને જીવાર ખાવાની આકૃતમાંથી તેમને બચાવવાને આતુર થઈ રહ્યા છે જે આશ્રય પેદા કરે તેવુ છે. વચગાળે કેટલાયે સમય સુધી મુબઇ પ્રાન્તના મેટાં ચાર શહેરને બાદ કરતા બાકીના વિભાગને પ૦ ટકાના ભાવ વધારો આપવા પડતા હતા અને મુંબઈ, અમદાવાદ, પૂના અને સોલાપુર-એટલા મુખ્ય શહેરેને જ આ પ૦ ટકાની રાહત આપવામાં આવતી હતી. ત્યારે કાઇના દિલમાં સત્યાગ્રહ તે શું પણ સાધારણ ખળભળાટ પણ પેદા સાંભળવામાં આવ્યો નહેાતે, તે આવા મેટા શહેશની પ્રજા અને અન્ય પ્રજાજના વચ્ચે એવા તે કયા તફાવત છે કે જેના કારણે આ પ્રસંગે જ સત્યાગ્રહ ઉભો કરવામાં આવે છે? અલબત્ત એક તફાવત તે દેખીતો છે કે આ મેટા શહેરો ઔદ્યાગિક હાઇને તેમાં મજુરાની વસ્તીનું ઘણું મોટું પ્રમાણ રહેલુ છે જ્યારે અન્ય વિભાગે માં બીનમજુર વસ્તીનું પ્રમાણ ઘણું માટું છે. પણ આર્થિક તરંગી તો બન્ને માટે એકસરખી છે. આ બધું વિચારતાં એવા નિણૅય ઉપર આવવાની આપણને ફરજ પડે છે કે, જો કે આજનો ભાવવધારા કાઈ પણુ રીતે નાબુદ થાય એ જરૂર ઇચ્છવાયેગ્ય છે, પણ એ ભાવવધારો નાબુદ કરવા માટે સત્યાગ્રહને રસ્તે જવું અને પ્રજાને દારવી' એ પ્રમાણમાં એક નાની વાતને ઘણું મોટુ રૂપ આપવા ખરેખર છે, કારણ કે આજના વધારાથી માણુસ દીઠ મહીને રૂ, ૪ ના ખર્ચો વધે છે, જેમાંથી વળી જુવારની રાહત આજી ચીજોમાં ઘટેલા ભાવાના વિચાર કરતાં રૂ. ૨ લગભગ થાય છે, અને ધારો કે આ ભાવવધારાનું મહત્વ આપણે ઓછું આંકતા હેઈએ તે પણ તે માટે સૂચવાયેલા સત્તાગ્રહની હદ સુધી જેવાની કાઇ પણ પક્ષ માટે જરૂર નથી. એ સતાસ્થાન ઉપર ઈંડા છે તે પણ આમાંથી માર્ગ કાઢવાને એટલા જ આતુર છે, પણ સત્યાગ્રહની તલવાર સામે ઉગામવાથી પરસ્પર વાટાઘાટના માર્ગને તાળુ દેવાય છે જે યોગ્ય નથી. વળી કાઠાર્ ઉપર હલ્લા લર્દૂ. જવા અને ત્યાંથી અનાજ લૂંટીને ચાલુ ભાવે વહેંચી દેવું–એ માર્ગ વ્યવ હારૂ છે ખરા? અને એવી લૂટ કરવા જતાં અનાજ જ ખૂટી પડે અને બીજી અનાજ તુરત આવી ન શકે અને લોકોને અનાજ વિના ટળવળવુ પડે તેની જવાબદારી કેને શિર રહેશે? વળી આવી લૂટ કરવાથી ભાવવધારાના પ્રશ્નને કેવી રીતે નીકાલ આવશે? આ બાબતને સમાજવાદી પક્ષના આગેવાનાએ પૂરા વિશ્વાર કર્યાં
પ્રબુદ્ધ જૈન
અને
છા
છે ખરા?
આ મેદાયલા સત્યાગ્રહના સ્વરૂપ અને તેની આસપાસના સયેાગાના વિચાર કરતાં સહેજે એક ત થાય છે કે છેલ્લી ચૂંટણીમાં પરાજય પામેલા સમાજવાદી પક્ષને ફરીથી આમજનત માં પ્રતિષ્ઠા જમાવવાના અને એ માટે મેટા શહેરના મજુરવ ઉપર તેઓ જે સારૂં' એવુ વર્ચસ્વ ધરાવે છે તેનો લાભ લેવાને આ પ્રયત્ન તો નથી ને? પ્રસ્તુત સત્યાગ્રહ પાછળ તેમની આ મુરાદ હોય કે ન હોય, પણ તે યાદ કરે કે આજ સુધીમાં તેમના તરફથી યે।જાયલી મેાટી મેટી હડતાળા આખરે નિષ્ફળ નીવડી છે અને આ સત્યાગ્રહ પણ જરૂર શરૂઆતમાં ખળભળાટ પેદા કરશે, અશાન્તિ ઉભી કરશે, પણ આમજનતા હજી સરકાથી એટલી બધી વિમુખ નથી તેમ જ સરકારની મુશ્કેલી વિષે એટલી • બધી પ્રેસમજ નથી કે આ અવિચારી અને જોખમી સત્યાગ્રહમાં લોકા મેોટા પ્રમાણમાં જોડાય અને અન્ય વિકલ્પના અભાવે ભાવ વધારાને વળગી રહેલી સરકારને તાળા પેકરાવે.
!
સમાજવાદી પક્ષના આગેવાનો આ વાસ્તવિક પરિસ્થિતિ અને નીરધારેલાં સત્યાગ્રહનુ જોખમ બરેાબર સમજે, ધ્યાનમાં લે અને ઉગામેલું... શસ્ત્ર મ્યાન કરીને તેમના જેટલી જ લાકકલ્યાણવાં સરકારને ભાવવધારાના જટિલ પ્રશ્નના ઉકેલ શોધવામાં મદદ કરે. સ્થાનકવાસી સાધુસમુદાય એક આચાર્યંના શાસન નીચે
તાજેતરમાં મે માસની શરૂઆતની તારીખેામાં રાજસ્થાનમાં આવેલ સાદડી ખાતે. સ્થાનકવાસી જૈન શ્વે. કૅન્ફરન્સનુ બારમું અધિવેશન ભાયુ અને તે જ અરસામાં ત્યાં સેજાયલું સાધુસ ંમેલન પણ ભરાઈ ગયું. આ સાધુસ ંમેલનમાં સ્થાનકવાસી
તા. ૧૫-૫ પર
સમાજના બે ચાર અપવાદ સિવાય લગભગ બધા આચાર્ય પોત-પતાના શિષ્યસમુદાય સાથે એકત્ર થયા હતા. આ સાધુઓએ અને આચાર્યોએ નિીત કરેલા પ્રબંધ મુજબ વખતેવખત નીમાતા એક આચાર્યનું શાસન સ્વીકાર્યું અને એક સમાચારી-એટલે કે આચાર વ્યવહારની સમાન વ્યવસ્થાસ્વીકારી, આ સ્વીકાર સાથે એકત્ર થયેલા સર્વ આચાર્યોંએ પોતપેાતાની આચાર્ય પદવીને સ્વેચ્છાએ ત્યાગ કર્યાં. સાધુઓની સામાન્ય માદશા જોતાં આવેા પદવીત્યાગ અને આવે. એશાસનસ્વીકાર અને અસાધારણ ઘટના ગણાય. સાધુ કે સન્યાસી બધું છોડી શકે છે, પણ પોતામાં રહેલો અહુ ભાવ અને સર્વશ્રેષ્ટપણાની વૃત્તિના ત્યાગ તેમના માટે અત્યન્ત મુશ્કેલ છે. આ કાર્ય આ સાસ'મેલને કરી બતાવ્યું તે માટે તેમાં એકત્ર મળેલા આગેવાન આચાર્યોને તેમજ આખા સાધુસમુદાયને ધન્યવાદ ઘટે છે.
અલબત્ત આ એકતા ટકાવવી અને બધા સાધુઓને એક છત્ર નીચે નિય ંત્રિત રાખવા એ બહુ જ મુશ્કેલ છે પણ આવી શરૂઆત થઇ શકી એ પણ ઓછા આનંદની વાત નથી. આ સાથે એ પણ ધ્યાનમાં લેવા ચેાગ્ય બાબત છે કે આમ તે આ સાધુ સંસ્થા સ્વતંત્ર છે. એમ છતાં પણ આ એકતા સ્થાનકવાસી કાન્ફરન્સના નેતૃત્વ અને પ્રભુત્વ નીચે સિધ્ધ થઈ શકી છે અને તે કાર્યમાં એ કૉન્ફરન્સના આગેવાનો અને ખાસ કરીને માન્યવર શ્રી, કુંદનમલજી પ્રીક્રિયાજીના તેમને પણ અનેક અભિનન્દન ઘટે છે. સંચાલનના ઘણા મોટા કાળેા છે અને તે માટે
કુશળ
સાધુસમાજનું આવું સુવ્યવસ્થિત તંત્ર તેરાપથના સમુદાયમાં અસ્તિત્વ ધરાવે છે અને તેમના મુખ્ય આચાય શ્રી તુલસીસ્વામીની અણુ ચાતરક વર્તે છે. આવા સંગઠ્ઠનથી આચાર્યાં અને સાધુઓની મનસ્વીતા ઉપર ઘણા માટે અંકુશ આવે છે, સ્વચ્છંદી અથવા તે શિથિલાચારી સાધુ સહેજે બહિષ્કૃત થઇ શકે છે. અને સમાજનુ કલ્યાણ કરવાની શક્તિમાં ધણા વધારા થાય છે. વળી સ્થાનકવાસી કોન્ફરન્સ જેવી સામુદાયિક સંસ્થાને અધીન રહીને આ નવી વ્યવસ્થા નિર્માણ થયેલી હાઈને આવાં સાધુસંગ†ને દ્રારા આ પ્રગતિક બળની જમાવટ થવાની જે ભીતિ રહે છે તે ઘણા અ રો કમી થાય છે, શ્વેતાંબર મૂર્તિ પૂજક સમુદાયે આ આખી ભેંટના ધ્યાનમાં લેવી ઘટે છે. કારણ કે એ સમુદાયના સાધુવર્ગ અવ્યવસ્થિત અને સ્વેચ્છાચારી છે અને પ્રત્યેક આચાય સ્વતંત્ર સમ્રાટ છે, એ વિભાગના પ્રતિનિધિત્વના દાવા કરતી જૈન શ્વે. મૂ. કાન્ફરન્સ આ સાધુએ અને આચાર્યા વિષે આજે કશુ' પણ કહેવા કે ખેલવાની સ્થિતિમાં નથી, જો આ વિભાગ પોતાના સાધુસમુદાય ઉપર આવું એકછત્રવાળુ તંત્ર ગેાઠવાય એમ ઇચ્છતા હૈાય તે શ્રાવકસમુદાયે તેમજ આવા પ્રશ્નધને આવકારદાયક ગના સાધુએએ તેમ જ આચાર્યોએ શ્વે. મૂ. કાન્ફરન્સને અને તેટલી મજમુક્ત બનાવીને પછી તે દ્વારા એકમેકથી અલગ રહેતા અને અવારનવાર અથડાતા સાધુઓને એકત્ર શ્વાની અને એક આચાર્ય ૢ શાસન સ્વીકારવાની ફરજ પાડવી ોઇએ. આ રીતે પોતાના વર્ગના સાધુઓને એકત્ર, સંકૃિત અને સુનિયત્રિત કરીને સ્થાનકવાસી કાન્ફરન્સ અને સ્થાનકવાસી સાધુસંમેલને આખા જૈન સમાજને નવુ માર્ગદર્શન કરાવ્યું છે અને જૈન સમાજની એક ઉત્તમ સેવા કરી છે, જે માટે તે ઉભય આપણી પ્રશ`સાના અધિકારી બને છે. શ્રી ઈન્દુમતીબહેનને અભિનન્દનં
મુંબઇ પ્રાન્તમાં જે નવ નાયબ પ્રધાનેાનાં નામ જાહેર થયા છે તેમાં શ્રી ઇન્દુમતીબહેનનુ નામ વાંચીને આપણુ દિલ સહેજે આંનદ અનુભવે છે. નાયપ્રધાન ની માવા બદલ તેમને આપણા અન્તરના
અભિનન્દન ઘટે છે,
પરમાનદ
વિષય સૂચિ ઉરૂલી કાંચન: નિસર્ગોપચાર કેન્દ્ર ગાંધીજી અને સામ્યવાદ
જૈન સ્થાનકવાસી સાધુસ’મેલન અને સ્થા. કાન્ફરન્સનું બારમું અધિવેશન સર સ્ટેફર્ડ ક્રિપ્સ પ્રકી નોંધ, નવજીવન સસ્થા અને
હરિજનપત્રોના હિસાબ, સમાજવાદી પક્ષ અને અસત્યાગ્રહ, સ્થાનકવાસી સાધુસમુદાય એક આચાયના શાસન નીચે, શ્રી, ઇન્દુમતીબહેનને અભિનન્દન.
શ્રી. વિઠ્ઠલદાસ જેરાજાણી શ્રી. વિનોબા ભાવે
શ્રી. ટી જી. શાહ
શ્રી. વાડીલાલ ડગલી શ્રી. પરમાનંદ
પૃ
૯
૧૦
11
૧૧
૧૨
6