SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ 'પ્રબુદ્ધ જૈન સૌન્દ્રય પ્રદાન અને આપણું કર્તવ્ય તા. ૩ એપ્રિલ ૧૯૫ર ના દિવસે મુ ખઇમાં ભરાયેલા સૌ પ્રદર્શનની હકીકત મુખઇ તેમજ મુબઈની મહાર વસતા અનેક લકાએ જાણી હશે. આ પ્રદર્શનની પાછળ કાના, શા હેતુ હશે એ વિષે તર્કમાં ન પડતાં યે હેરક વિચારવાન અને સુજ્ઞ મનુષ્ય એટલું તે સ્પષ્ટ અને નિશ્ચિતપણે સમજી શકેજ કે આથી સ્રીજાતિનુ કાઇપણ રીતે કલ્યાણ થતું નથી. એ સાચુ છે કે સમગ્ર સ્ત્રીજાતિને આવુ પ્રદર્શન માન્ય હાતુ નથી. પરંતુ ભારતની ચાડીયે સ્ત્રીઓ તેમાં ભાગ લે એટલુંયે સ્ત્રીજાતિને લ કરૂપ સમજવું જોઈએ. આવી હિલચાલને તુરત જ અટકાવવામાં ન આવે તે આવા સમાર ભા સમાજમાં વધતા રહે એવા ઘણા સંભવ છે. એનુ પરિણામ ચાલુ અને ભવિષ્યની પેઢી પર ખડુ અમિષ્ટ પ્રકારનું થવાની અને તેને લીધે સમાજ તથા રાષ્ટ્રની દુર્દશા થવાની ધાસ્તી છે. આજે આપણા દેશની સ્થિતિ અનેક બાજુથી ઘણી વિકટ થયેલી છે. · અહુજનસમાજને પેટ પૂરતુ ખાવા મળતુ નથી. બાળકોને દૂધ મળતું નથી. પૂરાં કપડાં નથી. લાખા લેાકેાને રહેવાને જગ્યા નથી. આવી રીતે દુઃખ અને દરિદ્રતાથી ઘેરાયલા દેશમાં મૂઠીભર પુરૂષાને પણ સૌન્દર્યનુ પ્રદશન ભરવા જેવી વાત સૂઝે અને તેને પાર પાડીને મનમાં ધન્યતા લાગે એ આપણું દેવ છે. આ પ્રદર્શનમાં ભાગ લેનારી । મનુષ્યજીવન શા માટે છે, તેમાં આપણુ કતવ્ય શું છે, તેના કદીયે ગભીર પણે વિચાર કર્યાં હશે. ખરા? દેશની સવ માજુથી થયેલી દુદ શાના કારણેા શેાધી તેને દૂર કરવાના તેમણે કદી પ્રયત્ન કર્યો છે ખરા? પ્રયત્ન જવા દઈએ, તેમણે કદી માનવજાતિ પર એક પછી એક આવતાં મહાન સર્કટ કયારેય સૂક્ષ્મપણે, શાંતપણે, લાગણીપૂર્વક અને ઊંડા વિચારે કર્યો છે ખરા? દેશના દુઃખનુ નિવારણ કરવા માટે દરેક મનુષ્ય કતવ્ય સમજીને જે સહન કરવું જોઇએ તે તેમણે કદી કયું છે? તે માટે કદી તેમણે પાતાના શરીર કે મનને ઘસ્યાં છે? યરી અરુનાઓ શ ' તા. ૧૫-૪પર OE માટે જે સુસંસ્કાર, સદ્ગુણ, જ્ઞાન, વિદ્યા, કલા વગેરેની આવશ્યકતા છે, તે આવી દૃષ્ટિથી મનુષ્યજીવન કૃતાર્થ કરવા : વિચાર કર્યા વિના સમજાવાં શકય નથી. મનુષ્યજાતિના કલ્યાણ માર્કે નિષ્ઠાપૂર્વક સહન કરતાં જે અનુભવ મળે તે દ્વારા અને ભાવનાપૂર્વક જ્ઞાન થાય છે. આમ હાવાથી જે પેાતાના કર્તવ્યને જાણતા નથી, અને કર્તવ્ય માટે જેણે કદી સહન કર્યું નથી, એવી ઘેાડી સ્ત્રીઓએ કળાને નામે પેાતાની તેમ જ . સ્ત્રીજાતિની વિડંબના થાય તેવા માળે પડવું એ હકીકત સમાજના અને રાષ્ટ્રના હિતમાં અત્યંત નુકસાનકારક છે એ વિષે શંકા નથી. પ્રતિષ્ઠા અને કીતિના મેહમાં નાંખી જે લેક સ્ત્રીઓને આ માગ તરફ ખેંચી રહ્યા છે, તેઓ તે દ્વારા તેમનું કયુ કલ્યાણુ સિધ્ધ કરવા ઈચ્છે છે એવા ભ્રમ અને મેહમાં શ્રીવગ જેમ જેમ સાતે જશે, તેમ તેમ તેમની વિવેકબુદ્ધિ નષ્ટ થતી જશે. એ દશામાં અકે એ નશામાં તેમને વિડમ્બના અને ગૌરવ વચ્ચેના તફાવત ઓળખાશે નહીં. “કતવ્ય અને મેહ, કીતિ અને કલક, પવિત્રતા અને ભ્રષ્ટતા, વિકાસ અને વિલાસ–એ વચ્ચેના ભેદ તેઓ સમજી શકશે નહીં. આમાંથી તેઓ કદી પછી જાગી જશે, તે ત્યાં સુધીમાં કબ્ય કરવાનું સામર્થ્ય તેઓ ખાઇ ચૂકી હશે. સુંદર વસ્ત્ર અને ઘરેણાના મેહમાં નાંખીને એક કાળે પુરૂષાએ સ્ત્રીએ પાસેથી પેાતાના પૂરા સ્વાર્થ સાધ્યું. આ પ્રલાભના હવે જુના થઈ ગયાં છે, તેથી હવે પુરૂષવર્ગ તેમને દ્રવ્ય, પ્રતિષ્ઠા અને કીર્તિની લાલચ બતાવી પોતાના તેજ સ્વાથ સિધ્ધ કરવા ઈચ્છે છે. પણ મેહવશ સ્ત્રીઓને આ વાત કેમ સમજાય ? જે લાકા સ્ત્રીઓની આ નખળાઈ દૂર કરવાના પ્રયત્ન કરવાને બદલે તેમના મહને ઉ-તેજન આપી રહ્યા છે, તેઓ એ માગે સ્ત્રીઓનુ અથવા તેમની મારફ્ત માનવજાતિનુ શુ કલ્યાણ સિધ્ધ કરી રહ્યા છે; તેના થાડા એ વિચાર કરશે કે? આપણા આ કાર્યનું પરિણામ આપણી પેઢીને માટે કેવું ભયંકર સિધ્ધ થશે તેને શું તે વિચાર કરશે ? પોતે કરેલા આ કામના આગ્રહ અને દુરભિમાન છેડીને તે એકવાર સ્ત્રીએ અને માનવજાતિનાં કલ્યાણ અને ઉન્નતિની દૃષ્ટિથી પાતાનાં કાય અને વિચારાનુ પુનરીક્ષણ કરે એવી મારી તેમને વિનંતિ છે. જે મહાન અને પુણ્યવાન વિભૂતિનું નામ આપણે વારવાર લઈએ છીએ, અને તેમના પ્રત્યે આપણી શ્રધ્ધા જાહેરમાં પ્રગટ કરીએ છીએ, શું તેમને આપણ'. આજનું આ આચરણ અને વિચાર પસંદ પડત ખરા ? આ દિથી તેમણે પાંતાના આ કામના વિચાર કરવા જોઈએ. દુનિયામાં એક પણ એવા ધમ નથી, જે આવું પ્રદશ નાને પેાતાની અનુમતિ આપે. કોઈ પણ મહાપુરૂષે આવા કાર્યને કદી માન્યતા આપી નથી. આધુનિક કાળમાં યે આપણા દેશમાં દાદાભાઈ નવરોજી, ન્યાયમૂર્તિ રાનડે, અંદરૂદીન તૈયબજી, સુરેન્દ્રનાથ બેનરજી, આગરકર, લાકમાન્ય ટિળક, માનનીય ગોખલે, ફિઝશાહ મહેતા, જોસફ બેપ્ટિસ્ટા, અને હમણાં ચાર વર્ષ પહેલાં જ પેાતાનું જીવનકાર્ય સમાપ્ત કરીને ગયેલા મહાત્મા ગાંધી જેવા રાષ્ટ્રભકત અને સાધુચતિ પુરૂષો થઇ ગયા છે. તેમનામાંથી શું કોઈએ આવી વાતની સંમતિ આપી હાત કે? આવાં કૃત્યથી તેમને ધન્યતાના અનુભવ થાત કે લજજાનેા મારી પ્રાથના છે કે આ કાય નુ સમર્થન કરનારા આને પણ વિચાર કરે. ભારતની પ્રત્યેક ધર્મની મહિલાઓને મારી વિનતિ છે કે “આવી પ્રવૃત્તિના વિરોધ કરવા એ તમારૂં પ્રથમ કન્ય છે. તમે જોટલી તીવ્રતાથી તેના વિધ કરશો, તે પર તમારી સંસ્કારિતા અવલખિત છે. ભાવિ પેઢીનુ કલ્યાણુ, અકલ્યાણ તમારા નિષેધ કે તમારી ઉદાસીનતા પર આધાર રાખે છે. મને લાગે છે કે આ વિષય પર સમયસર જાગ્રત થઈને તમારે પાતાના મૃત પ્રગટ કરવા જોઇએ. અને તમારા ઓ સત્કાર્યનું સમર્થન કરવુ સમસ્ત પુરૂષવર્ગ નું કાવ્ય છે.” સર્વ જનતાને મારી નમ્ર વિનંતિ છે કે મુખઇમાં તા. ૩-૪-૫ર ના રાજ જે સૌન્દર્ય પ્રદેશત થયું તેની વિરૂધ્ધ જનહિતની દૃષ્ટિથી સભ્યતાપૂર્વક પોતાના વિરાધ જાહેર કરવા એ આપણું સૌનું કર્તવ્ય છે. આ વિરાધને જેટલું બની શકે એટલું સાર્વજનિક રૂપ મળવું જોઈએ એવા અમારા મત છે. જે જે વ્યકિતઓને અને સંસ્થાઓને એ પ્રમાણે લાગતું હાય, તેઓ કૃપા કરીને નીચે લખેલા સરનામે પત્રવ્યવહાર કરે, જેથી આ કાયને વ્યવસ્થિત રૂપ આપી શકાય. - પ્રત્યેક સ્ત્રીસ’સ્થા તેમજ સામાજિક ધાર્મિક કે રાષ્ટ્રીય પ્રવૃત્તિ કરનારૂં પ્રત્યેક મડળ. આ કામમાં ઉત્કટતાપૂર્વક ભાગ લે એવી વ્યવહાર શુધ્ધિ મંડળની તરફથી મારી બધા લોકોને વિનંતિ છે. વ્યવહારશુધ્ધિ મંડળ ૧૮૭, હેાન ખી રાડ, મુંબઈ ૧. તા. ૧૧–૪-પર. વિનીત કેદારનાથ .
SR No.525937
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1952 Year 13 Ank 17 to 24 and Year 14 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1952
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy