________________
તા. ૧-૪-પુર
પ્રબુદ્ધ જૈન
બાલદીક્ષાવિરાધી
તા. ૧૪-૩-૫૨ શુક્રવારના રાજ મુબઇ ખાતે હીરાબાગની વ્યાખ્યાનશાળામાં શ્રી મુંબઇ જૈન યુવક સંધના આકાય નીચે બાલદીક્ષાવિરોધી જૈનેની એક જાહેર સભા ભરવામાં આવી હતી. સભાના . પ્રમુખસ્થાનેથી શ્રી પરમાનદ કુંવરજી કાપડિયાએ જણાવ્યુ હતુ કે ઃ—
“ આપણે એવી માન્યતા સેવતા હતા કે ભૂતકાળમાં માજથી ૨૦-૨૫ વર્ષ પહેલાં ચાલેલા અયોગ્ય દીક્ષા વિધી પ્રચ’૩. આલનના પરિણામે અયેાગ્ય લેખાતી દીક્ષા અને ખાસ કરીને ખાલ દીક્ષા હવે ભૂતકાળની ઘટના થઇ ગઇ છે અને અન્ય સમાજની મા જૈન સમાજ અને જૈન સાધુએ દેશકાળના ફેરફાર મુજબ વિચાર પ્રદેશમાં આગળ વધ્યા છે. અને બાલદીક્ષા વિષે. હવે કશી પણ ચિન્તા કરવાનું કારણું રહ્યું નથી. 'પણ' આજ કાલ આપણી બાજુએ બાલદીક્ષાના બનાવા અવારનવાર બનતા સંભળાય છે તે ઉપરથી લાગે છે કે આપણી આ વિષેની નિશ્ચિન્તતા વિશ્વાસ કરવાયેાગ્ય નથી, અને કેટલાક દીક્ષાધેલા સાધુએ અને તેમના અનુયાયીઓ વળી પાછા એ જ દિશાએ, જાણે કે હવે તેમનેકાઇ કહેનાર, રોકનાર કે ટાંકનાર ન હોય તેમ, આગળ વધી રહ્યા છે. હજી ગઈ છઠ્ઠી તારીખે મુંબઈ ખાતે ૧૪ વર્ષની પ્રિયંવદા ઃ નામની અમદાવાદની એક છોકરીને અહિં દીક્ષા આપવાની જાહેરાત થઈ હતી, પણ તે છે.કરી અહિં આવવા નીકળે તે પહેલાં સદ્ભાગ્યે જ્યાતિ અને મહીપતરામ રૂપરામ અનાથાશ્રમના કાર્ય વાહુકાએ કાની દરમિયાનગીરીથી એ છેકરીને અહિં આવતી અટકાવી અને એ દીક્ષા મુલતવી રહી. આ ઘટના આપણા માટે ચેતવણીરૂપ બનવી નેએ અને બાલદીક્ષાની પ્રવૃત્તિને આમ ફેલાતી અટકાવવા માટે
“પણે કટિબધ્ધ થવું જોઇએ.
“ જૈતુ દીક્ષા એ એક અસામાન્ય જીવનવ્રત છે. કાઇ પણ ઉગતી ઉમ્મરના છોકરા છેકરીને તેના બાળપણ અને બાળપણના લાભ લઈને આવા વિકટ વ્રતથી આખી જીંદગી માટે બાંધી લેવા અને જીવનની બીજી બધી દિશાઓ બંધ કરવી એ કાઇ પણ રીતે ઉચિત નથી. તેમને ઉમ્મરે મોટા થવા દે, સમજણમાં પરિપકવ થવા દો, ગૃહસ્થાશ્રમ શું, સાધુજીવન શુ, વિકાર શુ, સયમ શું, રાગ શું, વૈરાગ્ય શું, એ બધું યથાસ્વરૂપે તેને સમજવા દો, અને એ પછી તેની ઈચ્છા સસારમાં નહિ પડતાં ત્યાગી જીવન તરફ જવાની હોય તે તેને તે રસ્તે યથેચ્છ જવા દો. આવા સંયોગામાં તેને અટકાવવાનો કોઇને અધિકાર નથી પણ જ્યાં સુધી તેનામાં આ સમજણ અને સારાસાર વિવેકનો પ્રેયશ્રેયની સમજણને-ઉદય થયા નથી અને સાંસારિક પ્રલાલનેાના પ્રાબલ્ય પુરૂ ભાન થયું નથી ત્યાં સુધી વેશ પલટવા સાથે સમાજને વંદનીય અને એવા સાધુપદની જવાબદારીથી તેને જીવનભર માટે જકડી શકાય-જ નહિ. સાધુસંસ્થા દુનિયાના અનેક ધર્મ અને સ ́પ્રદાયામાં અસ્તિત્વ ધરાવે છે, પણ ચેલાએ મુડવાની અને તેમાં પણ બાળપણના ભેળપણના લાભ ઉઠાવવાની આવી વૃત્તિ જૈન સાધુએ સિવાય અન્યત્ર કોઈ ઠેકાણે કાઇ સમાજમાં જોવામાં આવતી નથી.
વળી આજે જીવન વિષેની આપણી દૃષ્ટિમાં પણ કેટલેક ફરક પડયા છે. તે બરાબર ધ્યાનમાં લેવા ઘટે છે. એક વખત આપણે એવી માન્યતાને જાણે કે વરેલા હતા કે આ સંસાર એક દાવાનળ છે, તેની ઝાળથી જે બચ્યા અને ત્યાગમાર્ગે ગયા તેના જેવા બીજો કાઈ ભાગ્યશાળી નહિ. આ સંસાર રાગદ્વેષની કર્દમભૂમિ છે. તેમાંથી જે ઉગર્યો તે ઉગયા. બાકી બધાએ તેમાં જ ખુ ́પી જવાનું અને દુર્ગતિના ભાગી થવાનુ છે, આપણે અધા આપણી જાતને તે બચાવી ન શકયા, પણ જે કાઇ એથી બચતું હાય અને જે કાઇ તેને બમાવતુ હાય તેની આડે આપણે શું કામ આવવું ? એ જીવનસૃષ્ટિમાં આજે માટું પરિવર્તન થયું છે
૨૦૫
જાહેર સભા
માનવી જીવનનું મૂલ્ય આપણે બીજી રીતે આંતા થયા છીએ. વળી આપણે એમ પણ સમજતા થયા છીએ કે સાધારણ રીતે માનવીસમાજ માટે ગૃહસ્થ જીવન એ જ રાજમાર્ગ છે અને પુરૂષાર્થની અનેક શક્યતાએ એમાં ભરેલી છે. લગ્ન એ માનવીજીવનના સ્વાભાવિક ક્રમ સાથે સંકળાયેલી ઘટના છે અને માનવીજીવની સંયમપરાયણ રાખવામાં લગ્નસંસ્થાને પણ ઘણા મોટા ઉપયોગ છે. જીવનને ચેતરફના દમનથી છુંદી નાંખવું એ જુનવાણી આદર્શ તે બદલે સર્વાંગી વિકાસ સાધીને પ્રાણમય, પુરૂષાર્થ મય, જીવન જીવવુ એ આદર્શ ને આપણે હવે સ્વીકારવા લાગ્યા છીએ. આનો અર્થ એ થયો કે જેએ સંસારમાં રહ્યા, ગૃહસ્થાશ્રમના માર્ગે મટ્યા તે ધ્રુવળ' અવનત બન્યા, અધઃપતિત થયા એમ હવે આપણે માનતા નથી. પણ સાથે સાથે એ પણ આપણે માનીએ છીએ અને સ્વીકારીએ છીએ કે કોઈ વિરલ વ્યકિત આ ચાલુ પર’પરાના માર્ગે ચાલવાનું પસંદ ન કરતાં વધારે ત્યાગ, સંયમ, તપ અને વૈરાગ્યના માર્ગે ચાલીને આત્મસાધના કરવા ઇચ્છતી હાય તા તે જરૂરી સવિશેષ આદરને પાત્ર છે; પણ
આ ઈચ્છા તો સ્વયંસ્ફૂરિત હોવી જોઇએ અને તે માટે ઉમર, અભ્યાસ, તથા અનુભવની યાગ્ય ભૂમિકા હાવી જોઇએ આજે આવી સમજણ પૂર્વક દીક્ષા લેનાર પાત્ર ભાગ્યે જ જોવામાં આવે છે. બાકી ધમેટા
ભાગે કાં તો વખાના માર્યો, સામાજિક જવાબદારીઓના સામના કરવામાં નાહિંમત બનેલા, કે કુટુંબમાં અનાથ જેવી સ્થિતિને પ્રાપ્ત થયેલા ભાઇ બહેને જ દીક્ષા લેવા બહાર પડે છે અથવા તે નાની ઉંમરનાં બાળકાને સમજાવી ભેળવીને દીક્ષા આપવામાં આવે છે. આજની સાધુસંસ્થા આટલી બધી નિર્માલ્ય લાગે છે, વિશાળ સમાજ ઉપર જેની પ્રતિભા પડે એવા સાધુઓ અત્યન્ત વિરલ નજરે પડે છે. તેનુ કારણ પણ આ જ છે. આ દીક્ષાધેલાપણું આપણે અટકાવવું જ જોઈએ અને તે માટે જરૂરી પગલાં ભરવા જોઈએ.
6.
“. આજના સાધુસમાજની મનેાદશા જોઇએ છીએ અને તેઓ જે દિશાએ સાધારણ રીતે લોકોને દોરી રહ્યા છે તેના વિચાર કરીએ છીએ ત્યારે આપણને ભારે દુઃખ થાય છે. આજે મેધવારી, બેકારી, અને હાડમારીથી આપણા સર્વાંનુ જીવન અકળાયલુ રૂ ધાયલું છે, મધ્યમ વર્ગ જે જૈન સમાજને લગભગ પર્યાય શબ્દ છે તેની મુંઝવણને કાઇ સીમા નથી; મરવા જીવવાનો પ્રશ્ન તેની સામે ટમટમી રહ્યો છે. આવી પરિસ્થિતિ વચ્ચે જે સાધુઓનુ આપણા સમાજ ઉપર ન ઉપેક્ષા થઈ શકે એવું પ્રભુત્વ છે તે સાધુઓનું આ બાબતમાં ધાડું સરખુ ફરકતું નથી અને ઉપધાન, ઉજમણાં પ્રતિષ્ઠા અને અંજનશલાકાએ પાછળ તે જૈન સમાજના લાખા રૂપીઆનુ પાણી કરાવી રહ્યા છે, અને સમાજની દુર્દશા સામે કેવળ આંખ મીંચામણા કરીને ચાલે છે. અલબત્ત આ વર્ગમાં ક્રાઈ કાઇ
અપવાદ છે, પણ મોટા ભાગે આ સાધુસમાજ એક પ્રગતિવિદ્યાતક પ્રત્યાધાતી તત્વ તરીકે જ આપણા સમાજમાં કામ કરી રહેલ છે. તેમની નજર હંમેશાં ભૂતકાળ તરફ ઠરેલ હાય છે અને આજની વાસ્તવિકતા ભૂલવા અને ભુલવાડવા માટે જાતજાતના ઉત્સવા અને સમાર ભે. તેઓ જ્યાં ત્યાં ઉભા કરે છે. જે આવ્યું · તેને દીક્ષા આપવાની અને છોકરા છેકરીઓને મુડવાની ઘેલછા આવી અણસમજ અને અવિવેકમાંથી જ ઉભી થયેલી છે. . આ ઘેલછા ઉપર અંકુશ મૂકવા અને કાઇ પણ સગીર વયના છેકરા છેકરીને દીક્ષા આપવાનુ અશક્ય બને એવી સામાજિક તેમ જ કાયદાની પરિસ્થિતિ ઉભી કરવી એ કામ આજના પ્રગતિવાદી યુવાનુ છે. આ દિશાએ. જરૂરી પ્રવૃત્તિ હાથ ધરવા અને આવશ્યક આંદોલન ઉભું કરવા આપ સવ ને મારી આગ્રહપૂર્વક વિન'તિછે. '
`