________________
૨૦૪
જો આપણે નહિ લાવી શકીએ તેા પછી સામ્યવાદને ફેલાતા અટકાવી નહિ શકાય”. વળી આજના સંયોગામાં કટ્રાલે જરૂરી છે છતાં એની પકડ ધીમે ધીમે ઢીલી કરવી જ જોઈએ.” “જૈતાએ દેશના ધંધા ઉદ્યોગને ખીલવવામાં ખહુ મહત્વને કાળા આપ્યા છે અને જૈન સમાજ હંમેશા પ્રગતિશીલ રહ્યા છે અને આઝાદીની લડતેમાં પણ સારા ફાળા આપ્યા છે.” “તાજેતરમાં થયેલી ચૂંટણી લોકશાહીની એક મેટી સફળતા છે. આ લાકશાહીનુ રક્ષણ કરવું અને રાષ્ટ્રનું આર્થિ ક સંગઠ્ઠન કરવું એ એ બાબત ઉપર આપણા સનું ચિત્ત કેન્દ્રિત થવું જોઇએ”, મામ રાષ્ટ્ર અને સમાજને સ્પર્શીતા કેટલાએક મુદ્દાઓ ઉપર તેમણે પોતાના વિચારો રજુ કર્યાં. શ્રી જટુભાઈ મહેતા ત્યાર બાદ શ્રી જટુભાઈ મહેતાએ ધારાસભાના સભ્યોને આવકાર આપીને આગળ ચાલતાં જણાવ્યુ કે:“ આજના આ સપર્ક સ`મેલનની યોજના સંબંધમાં અમારા સંઘના પ્રમુખ શ્રી. પરમાનભાઇએ જે વિચારે દર્શાવ્યા છે, તે
વિશેષ
બહુ જ સ્પષ્ટ છે, અને તેને મારૂં હાર્દિક અનુમેન છે. વધુમાં તેમણે ગત ચૂંટણીઓની સમીક્ષા કરતાં હિંદમાં સરમુખત્યારશાહીમાં માનનારા સામ્યવાદી પક્ષની વધતી જતી લાગવગ સામે જે લાલબત્તી ધરી છે, તે તરફ હુ` પણ સૌનું લક્ષ ખેંચુ છું અને સમાજવાદી પક્ષન સહકાર મેળવવાને પ્રયત્ન કરવા -કૉંગ્રેસને તેમણે જે સૂચન કર્યુ છે, • તેને હું આવકારૂં છું, સમાજવાદી પક્ષના જન્મ કાંગ્રેસમાં જ થયે છે, અને તે લેાકશાહીમાં માને છે, એટલે સામ્યવાદ અને દેશની • આફત સામે લડવામાં એ સરકારને સંપૂર્ણ સહકાર આપશે એવી મને શ્રદ્ધા છે; પરંતુ સામ્યવાદી પક્ષનુ જે બળ દક્ષિણ હિંદમાં જામ્યું છે, તેનુ કાણુ એ છે કે ત્યાં વધુ અંશે ગરીબી અને કગાલિયત છે, અને તે પરિસ્થિતિને લાભ લેવામાં સામ્યવાદી પક્ષ ફાવ્યા છે. એટલે દેશની ગરીબી દૂર કર્યાં વિના સામ્યવાદની- વધતી જતી અસરને કાઇ રોકી શકે એમ નથી.
પ્રબુદ્ધ જૈન
તા. ૧-૪-૫
કાંઇક કહેવા માગું છું. શ્રી પરમાન’દભાઈએ ટ્રસ્ટના કાયદા અંગે ખેલતાં ઉલ્લેખ કર્યાં છે કે એ કાયદાના પરિણામે ટ્રસ્ટીની સ્થિતિ એ ખાતાના સરકારી તંત્રના નોકર જેવી બની જશે. શ્રી પરમાનંદભાઈ આમાં કાંઈક અત્યુતિ કરતા લાગે છે. વળી આ સામેના શરકાર પણ અકાળે લાગે છે. આપણે જાણીએ છીએ કે કંઈક ટ્રસ્ટીના લાખા પીઆ ખોટી રીતે વેડફાઇ જાય છે. યા ા ખવાઇ જાય છે. તેા પછી એના રક્ષણ માટેના સખ્ત કાયદાની જરુર હતી જ, અને એ બાબત પુરી. ધ્યાનમાં રાખીને આખા કાયો ઘડવામાં આવ્યા છે. હજુ કાયદાના અમલ શરૂ થાય અને તેના લાભાલાભ બેઇએ. ઠીક ઠીક અનુભવના પરિણામે જ્યાં એ કાયદાના તેમાં યોગ્ય કાળે જરૂરી ફેરફાર કરાવવાનો પ્રયત્ન જરૂર કરી શકાય અમલને લીધે મુશ્કેલી ઉભી થતી હોય, ત્યાં તે પ્રત્યે ધ્યાન દારી તેમ છે. આ સબંધમાં અધીરાઈ અને અસહિષ્ણુતા અનુચિત છે.
આપણા કેટલાક ભાઈઓ તથા પદ્મા તરફથી સરકાર દ્વારા વિશધ વ્યકત પાકના રક્ષણ માટે કરવામાં આવતા તીડેાના નાશ સામે પણ રાય છે, અને જૈન ધારાસભ્યોએ તેના વિરાધ કરવા જોઈએ એવી . અપેક્ષા રાખવમાં આવે છે. આ જોઇને મને આશ્રય થાય છે. આપણે સમજવુ જોઇએ કે કોઈ પણ વિશાળ સમાજ માટે આવી આત્યંતિક અહિંસાનું પાલન અશકય છે. ધારાસભ્ય એ સમાજને પ્રતિનિધિ છે, સમાજનું ધારણ અને પોષણ થાય એની કાળજી રાખવી એ તેનું કર્તવ્ય છે. સમાજના રક્ષણ માટે જરૂરી હાય એટલી હિંસ કર્યાં સિયાય છુટકા નથી, એના પાપની જ્વાબદારી અમારી લેખાય તા ભલે પરંતુ એટલા ખાતર અમે સમાજ પ્રત્યેની જવાબદારીને ત્યાગ કરી શકીએ નહિં,
આપણે તો માનીએ છીએ કે પાપ કર્યું, કરાવ્યું, અને અનુમેન્રુ એ ત્રણે સરખાં છે. તે પછી આપણે જેમાં કેટલીયે બીનજરૂરી હિંસા કરતા યા કરાવતા હોઇએ છીએ તેનું શું ? પાકનું રક્ષણ કરવું એ તો સમાજના રક્ષણ અંગે જરૂરી છે, પરંતુ મેતી અથવા રેશમી કાપડ એ કાંઇ સમાજ માટે જરુરી વસ્તુ નથી, એ પણ માછલીઓની અથવા રેશમના કીડાની હિંસા દ્વારાજ. પ્રાપ્ત થાય છે, છતાં આપણે તેને ધરેણાં તથા વસ્ત્ર તરીકે ઉપયોગ કરીએ છીએ, તે મેળવવા માટે હિંસા કરાવીએ છીએ તેમજ તેના વ્યાપાર પણ કરીએ છીએ. આમ ' છતાં પણ એ હિંસાના વિરોધ ન કરવા અને સમાજના રક્ષણાર્થે અનિવાર્ય પણે કરવી પડતી હિંસાનો વિરોધ કરવો એ શી રીતે યેાગ્ય ગણી શકાય ? હું તે માનું છું કે સમાજ હિતથી અવિરોધી હોય તેટલી અહિંસાનું જ પાલન સામાન્ય વ્યક્તિને માટે શકય છે.
લેાકસભાના સભ્યોને ઉદેશીને મારે વિત'તિ કરવાની છે કે જે હિંદુ કાડ બિલને પડતું મુકવામાં આવ્યું છે, તેને જનતાના અભિપ્રાયે 'લક્ષમાં લઈને ફરી હાથ ધરવાનું જરૂરી છે. વળી આપણી સરકારની પરદેશનીતિ પાછળના દષ્ટિબિંદુને હુ. આવકારૂ છું. પરંતુ આપણી પરદેશનીતિ હજી વધારે સ્પષ્ટ થવાની જરૂર છે. છાપાંના કાયદાને ઢીલા કરીને વિચાર સ્વાતંત્ર્યને વેગ આપવાની પણ આવશ્યકતા છે. લાસભાના સભ્યા પક્ષની દૃષ્ટિએ કેટલાંક શિસ્તનાં અધનાથી બંધાયેલા હાઈને તેએ લાકસભામાં તેમની અંગત ઈચ્છા મુજબ વી ન શકે તે હું સમજું છું, પરંતુ પક્ષની એડકામાં પેાતાના સ્વત ંત્ર, અભિપ્રાય તેમણે દર્શાવવા જોઇએ. આપણા બંધારણમાં પશુ એક અગત્યના ફેરફાર હું સૂચવવા માગુ છુ. કાઇ પણ ઉમેદવાર ચૂંટાઈ ગયા બાદ જો મતદારાનુ હિત જાળવવામાં નિષ્ફળ જાય તે તેને પાછા ખેલાવી લેવાને અધિકાર (Right of Recall) મતદારને મળવા જોઈએ.
મુંબઇ ધારાસભાના સભ્યોને પણ વિનતિ કરવાની કે આજે મધ્યમવગ જે કફ઼ડી હાલતમાં જીવી રહ્યો છે તે હવે વધુ મકાન ભાડાના માજ સહી શકે એમ નથી, એટલે મકાનભાડું વધારવાના ભાડુત કાયદાના સૂચિત સુધારાને તે પડતા મૂકશે તે મુંબઈની ગરીબ જનતાના તે આશિર્વાદ પામશે.
: આજે ધારાસભ્યાના સંઘના સભ્યા સાથેનાં સપર્ક થયા તે આનંદદાયક છે, પર્ંતુ તે જનતા સાથે વધુ સંપર્ક સાધે અને તેમનાં હિતનું રક્ષણ કરે એવી પણ હું અભિલાષા રાખું છું.” શ્રી. શાન્તિલાલ હ. શાહુ
ત્યાર બાદ મુંબઈની ધારાસભાના સભ્ય શ્રી શાન્તિલાલ હરજીવન શાહે નિમ"ત્રિત ધારાસભ્યો વતી આવે! સુન્દર પ્રસંગ યાજનાર શ્રી મુંબઈ જૈન યુવક સંધનો આભાર માનતાં જણાવ્યું કે: “મારી આગળના વક્તાઓએ આપની સમક્ષ કેટલાએક વિચારે રજુ કર્યાં છે તે' ઉપર તેમ જ આજના જૈન સમાજની મનેાદશા સબંધમાં હું
સદિશમાં હરિજન પ્રવેશ કરી શકે તે કાયદા સામે પણ વિરોધ કરવામાં આવે છે. તેની સામે કાર્ટ જઈ લડત કરવામાં આવી છે. મારો મત એવા છે કે હરિજનને જૈન મંદિરમાં પ્રવેશ કરવા દેવા જોઈએ. જો કાયદાના હાથ ત્યાં સુધી પઢાંચી શક્તા ન હાય તે વધુ લાંબા બનાવવા જોઇએ. પરંતુ કોઈ પણ કારણે કાયદાને હાથ ત્યાં સુધી ન પડેોંચે તે પણ કાયદાની અશક્તિને લાભ લઇ હરિજનને મંદિરમાં આવતા અટકાવવા ન જોઇએ. એ માટે કા જઈ જીત મેળવી હોય તે પણ તેના લાભ લેવા ન જોઇએ, જન મદિશમાં હરિજન પ્રવેશ ન કરી શકે એ મારે મન જૈન મંદિર તે જૈન ધર્મ બંનેને માટે લાંછનરૂપ છે.
ઘેાડા સમય પહેલાં બધા પીરકાઓની જૈન સંસ્થા તરફથી આજની આપણી 'સભાના પ્રમુખ શ્રી પીદીઆજીને ધારાસભાના પ્રમુખપદેથી નિવૃત થતા હાઇ માન આપવામાં આવ્યું હતું, તેમાં તેમની ન્યાયપ્રિયતાનાં ભારે વખાણ કરવામાં આવ્યાં હતાં. આપણી વચ્ચે આવા ન્યાયપ્રિય ગૃહસ્થ હોવા છતાં દિગળ ર જા અને શ્વેતાંબર જૈને વચ્ચે તીર્થસ્થાનોના અધડા ચાલી (અનુસંધન પાના ૨૦૧ ઉપર)