SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુંદ્ધ જૈન ૧૬૪. મૌન સેવવાનું મને ફરમાવતા હતા. પણ મહારાજશ્રીએ પોતાની પ્રેમળ વાણી વડે મને એવા આવકાર આપ્યા અને એવા સૌહાર્દના અનુભવ કરાયે કે તેમની અને તેમના શિષ્ય મડળ સમક્ષ મારા ક્રોઈ પણ વિચારા રજુ કરતાં સંક્રાચાવાનું જરા પણ કારણ નથી એવી નિર્ભયતા મે' અનુભવી. અને અમારા વાર્તાલાપ સરળપણે વહેવા લાગ્યું. મેટા ભાગે મહારાજશ્રી સાંભળતા હતા અને ચર્ચા મારી અને તેમના શિષ્યા વચ્ચે ચાલતી હતી, પણ જરૂર જણાય ત્યાં મહારાજશ્રી પોતાના વિચારે અને અનુભવેા રજુ કરતા હતા. આજની સરકારી નીતિ, ધાર્મિક યા સાંપ્રદાયિક બામંતમાં રાજ્યસત્તાના હસ્તક્ષેપ, હરિજન મદિર પ્રવેશ ધારા અને જૈન, સરકારની હિંસક પ્રવૃત્તિ, ગૌવધનષેધ, અનાજના તથા દૂધનો પ્રશ્ન, આજના પ્રશ્નોને સમષ્ટિની દ્રષ્ટિએ જોવાની આવશ્યકતા, ઉપાશ્રયના ચોગડામાં પુરાયેલું સાધુઓનું જીવન સંતખાલની પ્રવૃત્તિ, સાધુઓનું સંગન, અને તે સાધવામાં આડે આવતુ. આચાર્યોનુ અહમ્-આવી અનેક બાબતે ચર્ચામાં આવી. જુદી જુદી ખાખતા ઉપર મારાં મન્તભ્યો રજુ કરતાં પહેલાં મારી પાતાની આજની વિચારભૂમિકા શું છે અને કઈ રીતે નિર્માણ થઈ છે તે વિષે પશુ મે' ઘેાડી અંગત રજુઆત કરી. આમ મે તે ચાલેલી ચર્ચા અને વાર્તાલાપમાં લગભગ બે કલાક પસાર થયા. તેમને થોડા વખતમાં વિહાર કરવાના હતા અને તે માટે બધા સાધુઓએ તૈયાર થવાનું હતુ. એટલે હવે તો મારે ઉઠવું • જોઈએ એમ હું વિચાર કરતા હતા એવામાં પાસે બેઠેલા એક મિત્રે મને કહ્યું કે “ તમે પણ મહારાજશ્રી પાસે 'શાં માટે વાસક્ષેપ ન નખાવા?” મેં જવાબ આપ્યા કે “ મને લાગે છે કે મારે એ અધિકાર નથી. એમ છતાં પણ મહારાજશ્રીની પ્રસન્નતાની પ્રસાદી તરીકે તેમના હાથના વાસક્ષેપ સ્વીકારવાને મને જરા પણ વાંધો નથી”. મહારાજશ્રીએ ઇચ્છા દર્શાવી. મેં મારૂ` માથુ મહારાજશ્રી સમક્ષ નમાવ્યું અને તેમણે પુરા પ્રેમથી મારા માથા ઉપર વાસક્ષેપ નાંખ્યા એટલું જ નહિ પણ બાપ દીકરાને પ પાળે તેવી રીતે એક મીનીટ સુધી મારૂં માથું” તેમણે પ પામ્યું, અને ‘ધર્મલાભ કહીને મતે આશીર્વાદ આપ્યા. . અને “ મને પણ ધર્મલાભની જ અપેક્ષા છે એમ કહીને તેમના આશીર્વાદને કૃતજ્ઞભાવે મે સ્વીકાર્યો. આ સમગ્ર અનુભવની મારા દિલ ઉપર ઊંડી છાપ પડી. અને એક પ્રકારની મે ધન્યતા અનુભવી, તેમના સાંપ્રદાયિક કવચ નીચે દેશ અને કાળનું જેને ધન નથી, નાત જાત અને વર્ણના જેને ભેદ નથી, ભૌગોલિક જેને સીમાડા નથી અને સમસ્ત વિશ્વના કલ્યાણું સિવાય બીજી કાઇ જેમાં ઝ ંખના નથી એવું અખંડપણે વહેતુ નિર્મળ પ્રેમ ઝરણું મે' નિહાળ્યુ... અને તેમનામાં ઉચ્ચ કક્ષાની સાધુતાનુ અને ઊંડા વાત્સલ્યનું મને દર્શન થયું. પરમાનદ · કેટલાક સમાચાર અને નોંધ સામનાથ પ્રદર્શન અને શ્રી કનૈયાલાલ મુનશી તા. . ૬-૧-પુર ના રાજ ભારતીય વિદ્યાભવનમાં યોજવામાં આવેલ સામનાથ પ્રદર્શનની માન્યવર શ્રી. કનૈયાલાલ માણેકલાલ મુનશીના હાથે ઉદ્ઘાટન વિધિ થઇ હતી. સાક્ષરવર્ય કૃષ્ણાલાલ મેહનલાલ ઝવેરી પ્રમુખસ્થાને ખીરાજ્યા હતા. શ્રી મુનશીએ પ્રદર્શનને ખુલ્લું મુકાયલું જાહેર કરતાં સોમનાથના મંદિરના જે પુરાતન અવશેષને જમીનદોસ્ત કરવામાં આવ્યું છે તેને લગતી પુષ્કળ ઐતિહાસિક માહીતી રજુ કરી હતી અને મહાભારત અને વેદમાં પણ સામનાથ તીર્થના સૂચક ઉલ્લેખો મળતાં હાવાનુ જણા વીને સામનાથની અનુપમ પ્રાચીનતા ઉપર ખૂબ ભાર મૂક્યા હતા. વળી આ પ્રાચીન અવશેષમાં પણ એક ઉપર બીજા ચડેલા એમ ત્રણ કે ચાર ઐતિહાસિક થરા ખામ કરતાં માલુમ પડયા હતા તેને પણ એક સંશાધકની અદાથી તેમણે સુન્દર ખ્યાલ આપ્યા હતાં. ત્યાર બાદ આ પુરાતન ખંડિયેર ઉન્મૂલન કરવાને જે નિર્ણય લેવાય અને જે સામે જરના કુલ્લક નિદ્રા, રાત્યિકારો તથા . તા. ૧-૨-પર ઇતિહાસકારા તરફથી વિધિ કરવામાં આવેલા તે સંબંધે વિવેચન કરતાં તેમણે એ મતલબનું જણાવેલું કેઃ—“કેટલાક ભાઈઓએ સાસનાથના પુરાણા અને જર્જરિત મંદિરને તોડી નાંખવાના નિર્ણયના સખ્ત વિરાધ કર્યાં હતા એ હું જાણું છું. આ સંબંધમાં મારે એટલું જ જણાવવાનું કે આ નિર્ણય માત્ર મારે પોતાના નહોતા, પણ એ નિર્ણયમાં સરદાર વલ્લભભાઈ પટેલ તથા કાકાસાહેબ ગાડગીલ અને હું સ’પૂર્ણ રીતે એકમત હતા. ઇતિહાસની દૃષ્ટિએ–કાવ્યની દૃષ્ટિએ આ ખંડિયેરનું મહત્વ હશે, પણુ આમ જનતાને આવા મરેલા પત્થામાં જરાયે રસ નથી. તેને તે જીવન્ત વસ્તુ જોઇએ છીએ. એ મંદિર એ ખડિયેરમાપણી કાળજીની શરમનું –અવહેલનાનું પ્રતીક છે અને ત્યારે નવરાષ્ટ્રનિર્માણુનાં મંડાણુ . મંડાયાં છે ત્યારે આ પ્રાચીન તીર્થ નાઆપણી સનાતનું આ સસ્કૃતિના પ્રતીકના—પણ ઉધ્ધાર થવા જોઈએ અને અહિં પણ નવું તીધામ સરજાયું જોઇએ એમ અમને લાગ્યું. · એ નિણૅય તે વખતે મારા હતા અને આજે પણ એ નિર્ણય લેવા સંબંધે મને જરા પણ પશ્ચાત્તાપ થતા નથી." આ ખુલાસા સાંભળીને ભારે આશ્ચર્ય થયું અને મનમાં પ્રશ્ન થયા કે માનવી બુધ્ધિ માગ્યું ફળ આપતી કેવી કામધેનુ છે? તે જે વિચાર અને વલણુનુ સમર્થન કરવા માંગે તેનુ સામાન્ય માણસાને સહજમાં ગળે ઉતરી જાય તેવું સમર્થન કરી શકે છે. એ પ્રાચીન અવશેષને જેવું છે તે સ્વરૂપે રહેવા દેશું જોઈએ એવું વળણુ જો તેમણે અખત્યાર કર્યું. હાત તે તે વળણનું પણ તેએ આટલું જ પ્રતીતિજનક સમ ન કરી શકયા હેત. જ્યારે રાષ્ટ્રનાં પુરાતન અવશેષ જાળવી રાખવા માટે દરેક દેશની સરકાર અને પ્રજા પુષ્કળ કાળજી રાખે છે અતે તેના રક્ષણ અને મરામત પાછળ હજારો રૂપિયા ખર્ચે છે, ત્યારે આપણા દેશના આવા પુરાતન અવશેષોની—સંસ્કૃતિના રક્ષક અતે ઇતિહાસના આરાધક શ્રી. મુનશી-આટલી બધી અલ્પ કિંમત આંકતા હાય એમ માની લેવું એ સહેજે ગળે ઉતરે એવું નથી. વસ્તુત: સેામનાથ વિષે શ્રી. મુનશીના અભિગમ મૂળથી જ જુદા પ્રકારની રહેલા છે. સામનાથની સાહિત્યના ક્ષેત્રમાં આરાધના કરવા જતાં 'સેમનાથ મહાદેવ તેમના ચિત્ત ઉપર અસવાર થઈ ભેદ્દા હતા અને એ સામનાથ મહાદેવના ઉધ્ધાર એ જાણે કે પોતાના જીવનનુ અનન્ય સ્વપ્ત હોય એવે અધ્યાસ તે કઈ કાળથી સેવી રહ્યા હતા. સૌરાષ્ટ્રમાં હિંદુરાજ્યસત્તાનું પ્રાબલ્ય જ્યારે જ્યારે વધ્યું ત્યારે ત્યારે સામનાથનુ મદિર ઉંચે આવ્યું છે; મુસલમા ત્તાની જમાવટ થઈ ત્યારે ત્યારે સોમનાથ ઉપર આક્રમણ થતુ યું છે. આ ક્રમપરપરાનું છેલ્લા હજાર વર્ષમાં અનેકવાર પુર્તન થતુ આવ્યુ છે. છે. હવે પાછા જુનાગઢની નખાખીની નાજુદી સાથે મુસલમાન રાજ્યસત્તાને હ્રાસ થયે છે અને આપણને લે કે હિંદુઓને નવી રાજ્યરચનામાં તક મળી છે તે તેના લાભ ન લેવા ? મુસ્લીમ આક્રમણથી દૂષિત થયેલુ ભાગ્યું તુટયું તો જમીનદોસ્ત થવું જ જોઈએ અને જેના હાથે આજ સુધી તેને શ થતા આવ્યે છે.. તેમની આંખ ઉઘડી જાય એવુ' એક ભવ્ય દેય એ જ સ્થાન ઉપર ઉભું થવું જોઈએ અને જ્યાં કાળે કાળે એ કરે બીજા લિંગની સ્થાપના થતી આવી છે. એજ સ્થળે ઊપ સામનાથ મહાદેવના નવા યાતિર્લિં ગની પ્રતિષ્ઠા થવી જોએ-અ પ્રકારના તેમના સતત સેવાયલા માસિક વળણ અને આગ્રહમાંથી જ જેના બચાવ ન થઇ શકે એવુ આ પુરાતન અવશેષનું ઉન્મૂલન નિરુ છુ થયુ છે. આ કાર્ય પાછળ આવી વૃતિ અને વિચાર ન હેાત ? એ પુરાણું ખંડિયેર હતુ એમનુ એમ રહેવા ને નજીકમાં કાણુ દેકાણે ધાર્યું હેત તેવુ ગંજાવર દેવાલય ઉભું કરી શકાયું હોત કે આવું કાઈ નવુ" દેવાલય ઉભું કરવાની જરુર હતી કે નહિ એ શૅક જીદોજ પ્રશ્ન છે. પણ તેમના ચિત્ત ઉપર આઢ થયેલી ઝાંપ્રદાયિક વ્રુત્તિ આવા કોઇ વિવેક તેમને સુઝવા દે એમ નહેતું. પરિણામે આ કાર્ય ને તેઓ જે
SR No.525937
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1952 Year 13 Ank 17 to 24 and Year 14 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1952
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy