SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૧૨-પર પ્રકીણ નોંધ પ્રબુદ્ધ જૈન એમ. આર. એ. (પુરવણી) ગયા અંકમાં એમ. આર. એ. વિષેની નોંધ અધુરી રહી હતી. એમ. આર. એ. ની બીજી એક માન્યતા એ પ્રકારની છે ૐ માનવી સ્વભાવમાં કાઇ પણ પ્રકારનો પલટા લાવી શકાય છે. આપણે પોતાની જાતને પલટીએ અને એ રીતે ખીજામાં પલટા લાવવા પ્રયત્ન કરીએ. આ માન્યતા પાછળ માનવજાતવષેની ઊંડી શ્રદ્ધાનું સૂચન રહેલુ છે. કેટલાએક એમ જ માનતા હોય છે કે તમે ગમે તેટલા પ્રયત્ન કરશ-માનવ જાત છે. એવી ને એવી જ રહેવાની, માનવી હંમેશા પોતાના સ્વાથ જોવાને. અને પોતાના સ્વાર્થ ખાતર ધર્મ અધમ, સત્યઅસત્યના વિવેકને બાજુએ રાખીને ચાલવાના. આવી અશ્રદ્ધાને-નિરાશાને એમ. આર. એ. પડકાર કરે છે. ગાંધીજી પણ હંમેશાં આ પ્રકારની બ્રહ્માથી પ્રેરાઅને માનવીસમાજ સાથે વ્યવહાર કરતા હતા અને અનેકના દિલમાં ભારે પરિવર્તન પેદા કરી શકયા હતા એ આપણે તેમના જીવન દરમિયાન બનેલી અનેક ઘટનાઓમાં જોયું છે, સાધારણ રીતે સામ્યવાદીએ "આ હીલચાલના વિરોધી. હાય એમ માલુમ પડે છે; કારણ કે એમ. આર. એ. વાળા ઘરના “ અસ્તિત્વને જ માત્ર નહિ પણ તેની ચાલુ દોરવણીને સ્વીકારે છે, જ્યારે સામ્યવાદીઓની વિચારસરણી ઇશ્વરતત્વા ઈનકાર ઉપર રચાયેલી છે. આ ઉપરાંત એમ. આર. એ. ના પ્રયત્ન જ્યાં જ્યાં સઘ હોય ત્યાં ત્યાં સમન્વય સ્થાપવાના હાય છે. સામ્યવાદ વવિધતુ વ - સઘર્ષ ઉપર જ ખૂબ ભાર મૂ છે અને પરસ્પરવિરોધી સ્વાર્થી હોય ત્યાં કદિ સમન્વય હોઇ શકે જ નહિ, સ્થાપિત હિત વાળા વર્ષાંતે પદભ્રષ્ટ કરવા જ જોઇએ અને તેના સ્થાને તિવચન વંગની સ્થાપના કરવી જોઇએ. આ પ્રકારના ખ્યાલ વડે પ્રેરાધને તે હંમેશા સ ંઘ ને ઉત્તેજન આપે છે, ન હેાય ત્યાં વર્ગવિગ્રહ પેદા કરે છે. એમ: આર. એ. સમજાવટમાં માને છે, સ્થાપિત હિતવાળા વર્ગ ના હૃદયને સ્પર્શવામાં શ્રદ્દા ધરાવે છે અને શાષિત દલિત વર્ષાંતેધીરે પગલે ચાલવાનુ કહે છે. ` આ વલણ અને ગાંધીજીના વલણમાં એક મેાટુ સામ્ય માલુમ પડે છે. અમદાવાદમાં તેમણે સ્થાપેલ ભીલ મજુરમહાજન આ વિચારસરણી ઉપર જ ઉત કરવામાં આવ્યા છે અને તે મરમહાજન સમન્વય પદ્ધતિથી, લવાદીદ્વારા મારાનુ પુષ્કળ હિત સાધી શકેલ છે. એમ. આર. એ. તે ઇશ્વરપ્રેરણા-God's Guidance-t સિધ્ધાન્ત જરા વિચારણા માંગે છે. દરેક વ્યક્તિને પોતપોતાના કતવ્ય વિષે હ ંમેશા પ્રશ્વર પ્રેરણા આપે છે અને તે મુજબ આપણે વર્તીએ તે આપણું હંમેશા શ્રેય જ થાય એમ તેઓ જણાવે છે. સવારના શાન્ત ચિત્તે બેસીને ધ્યાન કરવાથી જે સુઝે તે ધર પ્રેરિત જ હાય છે એમ માની લેવું વધારે પડતુ છે અને આ રીતે જે કાય અકાય સુઝે તે ખરેખર જ હાય છે એમ પશુ કહી ન જ શકાય. ઘણી વખત અનુભવ આપણને કાંક જુદું જ કહે છે. આમ છતાં પણ આ જ વિચારને આપણે બીજી રીતે મૂકી શકીએ. દરેક વ્યકિતમાં ઇન્દ્રિયવ્યાપારા, વાસના અને સ્વાથ પરવશતાથી પ્રેરિત સદા ક્ષુબ્ધ સદા ચંચળ એવું મન હોય છે અને એ મન ઉપર સારાસારને વિવેક કરનારી, મનના વ્યાપારને તટસ્થપણે જોનારી અને ઘણી વખત ધાર અંધકારમાં પ્રકાશ આપનારી, ન ઉકલે એવી જિટલ ધુચના એકાએક કેશ દર્શાવતી બુદ્ધિ અથવા તો પ્રજ્ઞા હોય છે. આ પ્રજ્ઞાને શ્રદ્ધાળુની ભાષામાં ઇશ્વરપ્રેરણા કહી શકીએ. આ મન અને આ પ્રજ્ઞાા ભેદ સમજ્યા બાદ આપણે એટલું તો જરૂર કહી શકીએ કે આપણા પ્રત્યેક કતવ્યને નિણૅય સદા ક્ષુબ્ધ સદા ચંચળ એવા મનથી કરવાને બદલે પ્રમાણમાં ઘણી સ્વસ્થ અને સ્થિર એવી પ્રજ્ઞાથી કરીએ તે તેવા નિણુય વિષે પસ્તાવાનુ ભાગ્યે જ બને. એ ખરૂ છે કે પ્રજ્ઞા ઉપર મનની અમુક અસર હાય જ છે અને તેથી પ્રજ્ઞાનું શાસન સર્વથા વિશ્વસનીય ગણી ન જ શકાય. અને એ માટે પ્રજ્ઞાની પણ વિશુદ્ધિ આવશ્યક લેખાય છે. આમ છતાં પણુ ચાલુ જીવનમાં સામાન્ય માનવી માટે પ્રજ્ઞાની દોરવણી ઉપયોગી અને હિતકર હોવાના ઘણા વધારે સંભવ છે. ગયા અંકની નોંધ લખ્યા બાદ એમ. આર. એ. ને લગતુ કેટલુંક સાહિત્ય વાંચ્યું, તે સાહિત્યમાં એમ. આર, એ. થી પ્રેરિત થયેલી વ્યકિતઓના જીવનમાં થયેલા પરિવર્તનની અનેક ઘટનાઓ વાંચવા મળે છે. આ ઘટનાનું લગભગ સત્ર એક જ ધ્રુવપદ્ માલુમ પડે છે અને તે એ કે એમ. આર. એ. ની દીક્ષા અમુક વ્યકિતએ સ્વીકારી અને તરત જ તેના સમગ્ર જીવનમાં સુખની, શાન્તિની, આનદની શરૂઆત થઇ ચુકી. આમાં અત્યુકિત હાવાના ઘણા સંભવ છે. કારણ કે સાધારણ રીતે કાઈ પણ માણસ પ્રમાણીકતા, પ્રેમ, પવિત્રતા અને નિઃસ્વાર્થતાના પાયા ઉપર પેાતાનું જીવન ઘડવાની શરૂઆત કરે કે તરત જ અને પછી પણ ક ંઇ કાળ સુધી તેને અનેક સાથેની અથડામણમાંથી જ પસાર થવું પડે છે અને કઈ કઈ વિટંબણાઓ તેના માટે ઉભી થાય છે. હિરો મારગ છે ઝુરાનો, નહિ કાયરનું કામ જોને' આને પણ એ જ અર્થ છે. ઉપર જણાવ્યું તેમ એમ. આર. એ. ના સ્વીકાર કર્યાં કે તેના ઉદ્ધાર થયા અને તેના માટે સુખનુ ગ શરૂ થયું-આવું સતત ઉજળું ચિત્રામણ પ્રચારપ્રેરિત હોય એમ લાગે છે અને આવી પ્રચારપદ્ધતિ તેમના કાયની નકકરતા વિષે થાડા અવિશ્વાસ પેદા કરે છે. અને એ તેા કબુલ કરવુ જ જોઈએ કે તેમની આખી પ્રવૃત્તિમાં પ્રચારલક્ષિતા ખુખ જ જોવામાં આવે છે. અને આને લીધે જ આપણે ત્યાંના કેટલાક વિચારકા આ હીલચાલને શ ંકાની નજરે-અવિશ્વાસની નજરે જોતા-માલુમ પડે છે. તેમના પ્રયત્ન લોકજીવનમાં ધરમુળના ફેરફાર કરવાને બદલે. ચાતર પોતાની વાહવાહ કહેવરાવવાને, જીવનસાધના તરફ્ લકાને વાળવાને બદલે પોતાની સિદ્ધિની જાહેરાત કરવા તરફ વધારે હોય એમ કિંન્ને દિ ભાસે છે. પેાતાનુ આ નાટક આટલા હજાર કે લાખ માસાએ જોયુ, તેમની સભાઓમાં આટલી મોટી સંખ્યામાં માસાએ હાજરી આપી, તે અમુક સ્થળે ગયા તે તે દેશના મુખ્ય પ્રધાન તેમને સ્ટેશને લેવા આવ્યા, ત્યાંના આગેવાન રાજપુરૂષોએ તેમનુ આ પ્રકારે સન્માન કર્યું, તેમની સાથે ખ઼ાણામાં તે રાજ્યના પ્રમુખે ભાગ લીધા, સાદાઇ અને ગરીબ જનતાના સંપર્કને બદલે ભપકા, ખાટા ખર્ચ અને ઉપલા ઘરના લોકો સાથેના જ વિશેષે ફરીને સપર્ક–આવી અનેકવિધ પ્રચારપ્રક્રિયા તેમની પ્રવૃત્તિમાં ખૂબ જોવા મળે છે. આની આપણા મન ઉપર અમુક અંશે પ્રતિકુળ અસર પડે છે. ++4 આમ છતાં પણુ તેમની જે પાયાની વિચારસરિણ છે તે વિચારવાયાગ્ય છે, આદરયોગ્ય છે, આપણે ત્યાં એ ઢમે જનતાના જીવનને વિશુદ્ધ કરવાની પ્રવૃત્તિ શરૂ થવાની ખાસ જરૂર છે. આપણે તેમનો સંદેશ લઈને નૈતિક પુનઃથ્થાન તરફ વળીએ એ અત્યંત આવશ્યક છે. 3 ૧૨૯ અણુવ્રત સધ અને આાર્ય તુલસીરામ આ અંકમાં અન્યત્ર આજથી બે વર્ષ પહેલાં તેરાપથી વિષયસૂચિ સત્યયુગ આવી રહ્યો છે! આગ સાથે અડપલાં (અનુવાદ) પ્રકીણ નાંધ એમ. આર. એ.; અણુવતી સ`ધ અને આચાર્ય તુલસીરામ અણુવ્રતી સધ વિનાળા ભાવે ગિરીશ ભટ્ટ પરમાનદ પષ્ટ ૧૨૭ . ૧૨૮ ૧૨૯ ૧૧
SR No.525937
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1952 Year 13 Ank 17 to 24 and Year 14 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1952
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy