________________
વર્ષ : ૧૪ અંકઃ ૧૬
શ્રી મુંઈ જૈન યુવક સધનુ પાક્ષિક મુખપત્ર
પ્રબુદ્ધ જૈન
તંત્રી : પરમાનંદ કુંવરજી કાપડિયા મુંબઇ : ૧૫ ડીસેમ્બર ૧૯૫, સોમવાર
સત્યયુગ આવી રહ્યા છે
આજની પ્રાથનાસભામાં ભાળુ આપતાં આચાય વિનેાખાએ
કહ્યું:
“આપણી ચારે બાજુ અનંત સૃષ્ટિ ફેલાયેલી છે. અને ` આ અનતની વચ્ચે આપણે એક તુચ્છ શરીર ધારણ કરીને ઉભા છીએ. આ આખીએ સૃષ્ટિ આપણને નિરંતર આપતી જ આવી છે. સૂર્યનારાયણ સવારે ઉગે છે અને પેાતાનાં સહસ્ર કિરણાથી આપણને અલિંગન આપે છે. તે આપણા ઘરમાં એવી રીતે દાખલ થાય છે, જાણે કાઈ પોતાના સ્વામીના ધરમાં દાખલ થતુ હોય. એની એવી તે મર્યાદા છે કે આપણે સહેજ પણ બારણું ખૂંધ રાખ્યું હોય તે તે ધક્કો મારીને અંદર નહીં આવે. પોતાનાં કિરણા લઈને બહાર જ ઉભા રહે છે, અને એમ રાહ જોતા રહે છે કે માલિક કયારે દરવાજો ખોલે અને કયારે હું સેવાને માટે અંદર જાઉ. પવન રાજ વાય છે, ક્રાણુ જાણે પ્રાચીન કાળથી આજ સુધી આ હવા કયાંથી આવે છે અને કયાં જાય છે? એક હિમાલયની તરફથાં આવે છે અને આપણી છાતીને મધુર કરે છે. તેને કારણે આપણા શ્વાસોચ્છ્વાસ ચાલી રહ્યો છે. આપણા તુચ્છ જીવનને પરિપૂર્ગુ બનાવવા માટે તે નિરતર કામ કરે છે. તે ન વાય તે આપણે ખલાસ થઇ જઇએ. તે પ્રમાણે આ ગંગા આપણી સેવાને માટે નિત્યનિરંતર વહે છે. આપણે ચાહું આંબાનુ ઝાડ વાવીએ કે બાવળનું, પણ તે તે તેને જીવન આપ્યા જ કરે છે. આપણે જે તેમનાં બાળકા છીએ તેમની સેવા કરવાનુ તે વરદાત્રીએ વ્રત લીધું છે.
સ્પ
આ વાદળાં પણ આપણી પાસેથી કશું ન લેતાં, આપણને નિત્યનિરતર આપતાં જ રહે છે, તે પ્રમાણે આખી સૃષ્ટિ આપણુને દાનની શિક્ષા આપે છે.”
આગળ ચાલતાં વિતાખાજીએ કહ્યું : “માબાપ આપણે માટે ત્યાગ કરે છે. તેથી આપણી રક્ષા થાય છે. આપણને દૂધ પિવાની જેટલી તમન્ના હાય છે, તેથી પણ અધિક ઇચ્છા માટે આપણને દૂધ પિવાડવાની હોય છે. આ પ્રમાણે ભગવાને આપવાના પાઢ આપણુને બચપણથી જ શીખવ્યા છે. લેકા કહે છે કે મારૂં કામ ઉલટી ગગા વહાવવાનું છે, પણ હું તે સીધી ગંગા જ વહાવી રહ્યો છું. કારણ કે સમત્ર સૃષ્ટિને અનુકૂળ આ કામ છે. અને આજે જે ચાલી રહ્યું છે, તે અત્યન્ત કૃત્રિમ અને વિપરીત છે. બાળકનુ પાલન થાય છે, તે કયા કાનૂનથી ? આપગે કુટુબમાં કેટલા આનંદ અનુભવીએ છીએ ? તે જ પ્રેમનો પ્રવાહ આખા સમાજને માટે વહાવા તો કેટલા માટે આનંદ આવશે તે જરા ગણિત કરીને જુઓ.’'
સામ્યવાદી અને ફારવર્ડ બ્લોકવાળાએએ વિનેાળાના કાર્ય - ક્રમની આલોચના કરતાં જનતાને એથી સાવધાન રહેવાને કહ્યું હતું. તેની તરફ ખારા કરતાં વિતેળાએ કહ્યુ
રજીસ્ટર્ડ નં. બી, ૪ર૬૬
વાર્ષિક લવાજમ રૂપિયા ૪
“આ લેકે કહે છે કે સઘર્ષ જ જીવનને પાયા છે, તેમને માટે આખું જીવન સંધ જ છે. માતા ખાળકને સ્તનપાન કરાવે છે, તે તે પણ તેમને માટે બાળકને માતાના સ્તનની સાથે સધ હોય છે. પશુ સમગ્ર દુનિયા સ` પર નહીં, પશુ પ્રેમ પર ચાલે છૅ, પેાતાનાં પ્રિયજનને જોઇને મરતા માણુસને સંતાપ થાય છે, તે ત્યાં શું તેની આંખોને પોતાના આપ્તજનેાની સાથે સં થાય છે ? પણ આ લોકો ખરાખર વિચારતા નથી, તેથી તેમનાં બધાં કામે નકામાં થાય છે. ઉપનિષદોએ ગાયું છે કે આપણું સમગ્ર જીવન આનંદમય છે, સુખ-નિધાન તે તમે પોતે છે, પછી સુખની પ્રાપ્તિને માટે ાશિશ શી કરવી ? ને કેશિશ કરવી પડતી હાય તા દુ:ખની પ્રાપ્તિને માટે અને તે તમે કરી પણ રહ્યા છે. આજે આનંદની પ્રાપ્તિને માટે નહીં, પશુ આનંદની બુદ્ધિને માટે પ્રયત્ન કરવા જોઇએ. આનંદનું સ્વરૂપ જેટલું શુદ્ધ હશે, તેટલુ જ મનુષ્યનું જીવન ઉન્નત થશે. હું તમને નગરવાસીને કહું કે ગામડાંના લોકો જેમણે આજ સુધી તમને ખૂબ આપ્યાં કર્યુ છે, તેમની તમે સેવા કરશે. ત્યારે તમને અત્યન્ત શુદ્ધ આનંદની પ્રાપ્તિ થશે.
બ્લેક કહે છે કે આ કળિયુગમાં આ બધુ ક્રમ થાય ? પણ જે શ્રાવસ્તીમાં બુદ્ધ ભગવાનના નિવાસને માટે પણ સોનામહારા પાથરીને જમીન લેવી પડી, તે જ શ્રાવસ્તીમાં મારા જેવા તુચ્છનેમુદ્ધિની સરખામણીમાં જે કશી વિસાતમાં નથી–આ કળિયુગમાં સો એકર જમીન મળી, તો કહો આ કળિયુગ છે કે સત્યયુગ ? યુગ આપણને સ્વરૂપ નથી આપતો, પણ આપણે તેને સ્વપ આપનારા કાળપુરૂષ છીએ. આપણે ચેતન છીએ. તેથી આ આખી જડ સૃષ્ટિ આપણા હાથમાં છે. આપણે માટીને ચાહે તે આકાર આપીએ, પણ તે ફરિયાદ નહીં કરે. આજે એટલેા ઉન્નત સમય આવ્યો છે કે આપણે તિહાસમાં એક અદ્ભૂતપૂર્વ ઘટનાને આપણી આંખોથી જોઇ. શું આજ સુધી ક્યાંયૈ ઇતિહાસમાં સ્વતંત્રતાની લડાઈ અહિંસાથી લડાઈ હતી? તે ભાઈ, ગેરસમજમાં પડશે નહીં. આજે આપણી આંખોની સામે સત્યયુગ આવી રહ્યો છે અને અત્યન્ત તેજ ગતિથી આવી રહ્યો છે.
“ લેાકા કહે છે કે મહાયુદ્ધ આવી રહ્યું છે. હું કહુ , આવા દો. જેટલાં મહાયુદ્ધો આવશે, તેટલી આ દુનિયા શીખશે ક હિંસાથી ક્રાઇ સમસ્યાને ઉકેલ આવતો નથી. હું બધા મહાયુદ્ધોનુ સ્વાગત કરૂં છું, કારણ કે તેના પરિણામ રૂપે આખી દુનિયા સીધી મારી પાસે આવવાની છે અને મને કહેવાની છે કે અમે હારી ગયા હવે અમને અહિંસાના રસ્તા ખતાવા. હું તે લડનારાઓને કહુ
કે નાનીનાની લડાઇએ કેમ લડા છે ? મહાયુદ્ધ લડે. કારણ કે મહાયુદ્ધ માનવ-નિર્મિત નથી હોતાં. તે તે દૈવી હોય છે. ભગવાન જ્યારે ઇચ્છે છે ત્યારે મહાયુદ્ધના રૂપમાં પ્રલય થાય છે.