________________
૧ર૦
પ્રબુદ્ધ જૈન
તા. ૧-૧૨-પર
અને છતાં કેટલી બધી શાંત હોય છે! આ રીતે આપણાં તીર્થસ્થળે યાત્રાને તે આપણને લાભ આપે છે જ, પરંતુ સાથે સાથે નિસર્ગના સૌન્દર્યનાં અપૂર્વ દશ્યો નિહાળીને અખૂટ આનંદ લુંટવાની તક પણ આપણને આપે છે. અબુ અને ગિરનાર, શત્રુંજય અને તારંગા, રાણકપુર, શંખેશ્વર અને કાળી જેવાં સ્થળેની તાઈ માટે પસંદગી કરનાર પુરૂષો ખરેખર કુદરતના પ્રેમી હોવા જોઈએ. ' કારતક પૂનમને દિવસે કેસરીઆઇની જાત્રા કરી અને ઉદેપુર પાછા આવ્યા. ઉદયપૂરમાં એક બે દિવસ રોકાઈ અમે ત્યાંથી રાણકપુર જવા નીકળ્યા. ઉદયપુરના ડુંગરાઓ અને માવલી અને મારવાડ વચ્ચેના ઘાટમાંથી પસાર થતી અમારી ગાડી મધરાતે ફાલના સ્ટેશને આવી પહોંચી. ચાંદની રાત હતી એટલે આંસપાસને પ્રદેશ જોઈ શકાતે હતે. માવલી અને મારવાડ જંકશન વચ્ચે ગાડી જે રસ્તે પસાર થતી હતી તે ફકત ડુંગરને જ પ્રદેશ હતો. એક પછી એક ડુંગરની કમર પર, ધારે ધારે, ખીણુ પાસેથી ધીમે ધીમે પસાર થતાં ગાડીને, પોતાને રસ્તે જાણે ધો ને પડતો હોય તેમ કેટલાયે વળાંક લેવા પડતાં. મુંબઈ અને પૂના વચ્ચેનાં ખંડાલાને ઘાટની અથવા તે કેસલરોકથી ગોવા જતાં વચ્ચે આવતા તીનઈ ઘાટની યાદ આપે એવો એ રસ્તો હતો.
રાતના લગભગ સાડાત્રણ વાગે ફાલના સ્ટેશને અમે ઉતર્યા. ચાંદની રાત હતી, પણ સાથે ઠંડી પણ ઠીક ઠીક પડતી હતી. સ્ટેશન પાસેની જૈન ધર્મશાળામાં અમે અમારો સામાન મુકે અને થોડીવારમાં તૈયાર થઈ ફાલનાથી સાદડી જતી મોટરમાં અમે અમારી જગ્યા મેળવી. સાડા પાંચે અમારી મેટર સાદડી જવા ઉપડી. એક મારવાડના સૂકા પ્રદેશમાં રસ્તો ખૂબ પહોળો હતો, અને વાહનની બિલકુલ અવરજવર હતી નહિ, એટલે લગભગ ૬૫ જેટલા પેસેન્જરોને લઈ અમારી મોટર પૂર જડપે જતી હતી, અને સામેથી 'ઠંડા પવનને એટલી જ ઝડપથી ' અમારી પાસે લાવતી હતી. રસ્તામાં બાલી નામનું ગામ આવ્યું અને મેટર ઉભી રહી. મેટરમાંથી જ ગામના નાના સરખા કિલ્લાને થડે ભાગ જોઈ શકાતે હતે. ઘણાખરા ઉતારૂઓ અહીં ઉતરી ગયા, અને મોટાર આગળ ચાલી. આસપાસના પ્રદેશ નિહાળતાં અમે આગળ જઇ રહ્યા હતા. પૂર્વ દિશામાં આકાશના બદલાતા જતા રંગે થોડી જ વારમાં સુર્યોદય થવાની આગાહી કરી રહ્યા હતા.
ધીમે ધીમે પ્રકાશ વધતા જતા હતા, પરંતુ સૂર્યોદય સમયે અંધા- રાનું અજવાળામાં રૂપાંતર થતું જોવામાં જેટલી મજા આવે છે
તેટલી મજા ચાંદનીનું અજવાળામાં રૂપાંતર થતું જોવામાં આવી નહિ. કે દુનિયાના કોઈ પણ છેડામાં પ્રભાતનું વાતાવરણ તે ખુશનુમા, અને આનંદોલ્લાસમય જ હોય છે એની ના પાડી શકાય નહિ. અને એથી જ આગલી રાતને ઉજાગરે અને પ્રવાસનો થાક હોવા છતાંયે ક્ષિતિજમાં થતા સુર્યોદય જોઈને અમે સૌ આનંદ અને તાજગી અનુભવતા હતા. મોટર જયારે મુંડા પહોંચી ત્યારે સવાર થઈ ગયું હતું, અને સાદડી પહોંચી ત્યારે તે અમે સૌ કોઈ ચાની વાત કરતા થઈ ગયા હતા.
સાદડીથી રાણકપુર જવા માટે મેટરસર્વિસ ન હોવાને લીધે આગળી મેટર કરીને અમારે જવું પડયું. સાદડીથી રાણકપુર લગભગ છ સાત માઈલ છે, પરંતુ એ છ સાત માઈલના રસ્તે હમેશ યાદ રહી જાય એવું છે. રાણકપુર પહોંચવા માટે જંગલ જેવા રસ્તામાંથી પસાર થવું પડે છે. કોઈ કોઈ વાર ચારે બાજુ જમીન પર બસ ગોળમટોળ નાના મોટા પથરા જ પથરા પડેલાં દેખતા, તે કઈ વાર મેટરની બન્ને બાજુ ઝાંખરાં ઘસાય એવી ગીચ ગાડીમાંથી પણ રસ્તે આગળ વધતે દેખાતે. ઊંચા નીચા અને આડાઅવળા થવાના બધા જ અખતરા જાણે રસ્તાએ કરી
લીધા ન હોય એવું લાગતું હતું. આવા વિકટ રસ્તામાં મોટર હાંકનાર ખુબ જ સાવધાનીથી જે મોટર ને હાંકે તો તે અકસ્માત થવાને પૂરેપૂરે ભય. એકાદ બે વખત તે નદીના છીછરા પાણીમાં થઈને મોટર ચાલી ગઈ નદીના વર્ષો વર્ષ બદલાતા જતા પ્રવાહ પેચી ડુંગરાળ જમીન સારી પેઠે અને સારા પ્રમાણમાં ધોઈ નાખી હતી એ આસપાસ રેતીમાં પડેલા ગોળમટેળ. પથરાઓ, બતાવી આપતા હતા. દૂર દૂરના ડુંગરાઓ હવે પાસે આવવા લાગ્યા. આસપાસ કયાંય ધર કે માણસ અવરજવર દેખાતી ન હતી. શાંતિ મેર પથરા 1 લી હતી. મોટર જાણે કોઈ અગમ્ય સ્થળે અમને લઈ જ શી હોય એમ લાગતું હતું. થોડીવારે એક ઊંચે ઢાળ ચઢી મેટર સીધી ચાલવા લાગી, અને ફરી પાછો સહેજ ઢાળ ઉતરી નદીના પાણી પાસે આવીને ઉભી રહી.
નદીના પટ ઘણે પહોળા હતા. પરંતુ પાણી તે એક બાજુ પર જ થોડું થોડું વહી રહ્યું હતું. મોટર ઉભી રહી ત્યાંથી દેરાસર લગભગ એક ફર્લાગ જેટલું દૂર હતું. નદીના ઘૂટણ સુધીના પાણીમાં ચાલતા ચાલતા અમે દેરાસરના કંપાઉન્ડ સુધી પહોંચ્યા. બરાબર દેરાસરના કંપાઉન્ડને અડીને નદી વહે છે. એ દરવાજામાં દાખલ થતાં પહેલાં શીતલ જલમાં ઉભા ઉભા ચારે બાજુ જોઈ લેવાનું મને મન થયું, નજર કરતાં જ મનમાં વિચાર ઉદ્દભવ્યા કે, “ઓહો ! પ્રભુ ઠેઠ કયાં આવીને વસ્યા. છે! પ્રભુપ્રાપ્તિનો માર્ગ ઘણો 'વિકટ છે એ અહીં સ્થલ અને સૂમ બંને દૃષ્ટિએ સાચું લાગે છે.
ખરેખર, ભગવાને તો અહીં જંગલમાં જ મંગલ કયું છે!” - રાણકપુરમાં ધર્મશાળા છે. નહાવા દેવાની વ્યવસ્થા પણ છે. દરેક જાત્રાળુને ભાતું આપવામાં આવે છે, અને સાદડીના કેઈક શેઠ તરફથી ભોજનશાળા પણ ચાલે છે. નાહીને અમે સૌ પૂજા કરવા ગયા. ઊંચા ઊંચા પગથિયાં ચડીને અમે દેરાસરમાં પ્રવેશ્યા. કેટલું ભવ્ય અને વિશાળ દેરાસર ! પ્રવેશદ્વારમાં પ્રવેવાતાં જ સામે આદીશ્વર ભગવાનનાં દર્શન થાય છે. પૂજાને ઘણી વાર હતી એટલે દર્શન કરીને અમે દેરાસર જવા લાગ્યા. લગભગ ૫૦૦ વર્ષો પહેલાં ધનાશા પિરવાડ નામના ધનિકે કરે : શાપથાને ખર્ચે આ દેરાસર બં iા હતું. એને બાંધતાં પણ કેટલાંપે છે લાગ્યાં હતાં. દેરાસરમાં ૧૪૪૪ તે થાંભલા છે, છતાંયે એની ગોઠવણીને લીધે આટલા બધા થાંભલા ખીચોખીચ લાગતા ન હતા. શરૂઆતમાં તો મારી કુતૂહલવૃત્તિને સંતપવા મેં થાંભલાઓ ગણવાનું શરૂ કર્યું, પણ ત્યાં તે એક ગણું અને એક ભૂલું છતાં પ્રયત્ન ચાલુ રાખ્યો, અને આંકડે લગભગ ૯૦૦ ઉપર પહોંચ્યો, એટલે બાકીના થાંભલા ગણવાને વિચાર પડતો મૂકી મેં શ્રદ્ધાને આશ્રય લીધા. મુખ્ય દેરાસરની ચારે બાજુ નજીકના થાંભલાઓ પર દેલવાડાનાં દહેરાંની કઈ યાદ અપાવે એવું સુંદર કોતરકામ છે, જ્યારે બીજા બધા થાંભલાઓ તદ્દન સાદા છે. કોતરકામવાળા કેટલાક થાંભલાઓ વચ્ચે આમાં કોતરેલી સુંદર કમાન (તારણું) અમે જોઈ. આવી કમાન તે પહેલાં લગભગ ૩૦૦ જેટલી હતી, પરંતુ મુસલમાન આક્રમણકારોએ એમાંની લગભગ બધી જ તેડી નાખી એમ કહેવાય છે. આજે એમાંની ફક્ત ત્રણ ચાર કમાન જ જોવા મળે છે, અને બાકીની કમાન તૂટી ગઈ હોવાની થાંભલાઓ પર સ્પષ્ટ નિશાની જોઈ શકાય છે. પૂજારી તે એવી
કવાયકા કહેતો હતો કે આ દેરાસર તેડવા આવેલા ઝનુની મુસલમાન સુલતાને તે દેરાસરની મુર્તિઓ પણ ખંડિત કરવાને પ્રયત્ન કર્યો હતે, પરંતુ જેવો એ દેરાસરમાં પ્રવેશતા કે આંધળે બની જતે અને બહાર જતા ત્યારે પાછા જોઇ શકતે.
ફરતાં ફરતાં એક જગ્યાએ છતના એક મેટા પથ્થર પર કલ્પવૃક્ષનું મેટું પાન તરેલું અમે જોયું. સ્વર્ગના વૃક્ષોના પાનની કલ્પના પણ કેવી ભવ્ય અને કેટલી કલાત્મક લાગતી હતી ! આવું