________________
૨
08
પ્રબુદ્ધ જૈન
૪
પણ જે વ્યાપારીએ બારે માસ કરશે જ હિસાબ રાખ્યેા ન હાર્ય અને છેવટના દિવસે સ્મરણુના બળે હિસાબ લખવા બેસે તેની જે દશા થાય છે તેવી જ આપણામાંના અધિકાંશની છે. આપણે બારે માસ જીવનને આધ્યાત્મિક જીવનના હિસાબ રાખતા નથી અને સાંવત્સરિક ધ્રુવના દિવસે એ જીવનના હિસાબુ લખવા બેસીએ છીએ. પરિણામે હિસાબના પાસ આપણે મેળવી શકતા નથી અને એથી સંવત્સરી પનું માહાત્મ્ય આપણે પામી શકતા નથી, અને છેવટે સામેમિ સથેત્રીવા, સોનીના સમન્તુ મે —એવા સામાન્ય વિચાર કરીને આ પવ ઉજવીએ છીએ. એની પણ તાત્કાલિક ભાવનાના જે આવેશ અને ઉત્સાહ હાય છે તદનુસાર આપણા જીવનમાં અસર પડે જ છે. પશુ હૃદય જો ભૂરું થઇ ગયું' હેય તે। માત્ર મુખપાઠનું ફળ મળે છે, જીવનમાં કશું જ નવું પરિવર્તન, નવું બળ પ્રાપ્ત થતું નથી.
તા. ૧-૧૦-૫
પ્રતિક્રમણુના પાઠે! વિષે મે અનેકવાર સૂચન કર્યું છે કે એની પ્રાકૃતભાષાના મેહ ત્યાગવેજ જોઇએ, એટલું જ નહિ પણ તેને સમયાનુકુળ બનાવવા જો એ. ભગવાન મહાવીરે સ ́સ્કૃતભાષાના ત્યાગ એટલા માટે કર્યાં હતા કે તે આમજનતાને સમજવામાં કઠજી લાગતી અને તેથી જનતાના હિતમાં તેમણે પોતાના ઉપદેશ પ્રાકૃત ભાષામાં આપ્યા. પણ આપણે એજ પ્રાકૃત ભાષાને જળાની જેમ વળગી રહ્યા છીએ. પ્રાકૃતનું' રૂપાંતર થઇને આજની ગુજરાતી-હિન્દી વગેરે ભાષાએ બની છે. તે પછી એ પ્રતિક્રમણના સમયનુસારી નવા પાઠ ગુજરાતી - હિન્દી–જેવી આપણી માતૃભાષાઓમાં રચવામાં કર્યા વાંધા આવે છે એ સમજાતું નથી. સાંવત્સરિક પના મૂળ ઉદ્દેશ દોષનિરીક્ષણના છે. એ ઉદ્દેશ જો માતૃભાષામાં વધારે સચવાતા હૈ।ય તે પ્રકૃતભાષાના આગ્રહ.. નિરક છે એ ચોક્કસ છે. વળી દોષોનું જ નિરીક્ષણ કરવું હોય તા. આધુનિક વૈયકિતક અને સામુહિક જીવનમાં જે દોષો ઘર કરી ગયા છે. તેનુ પ્રત્યવેક્ષણ વધારે જરૂરી છે, નહિ કે આજથી અઢી હજાર વ પહેલાંના સમુહના દોષો.
સામાન્ય રીતે કહેવામાં આવે છે કે પ્રતિદિન આત્મનિરીક્ષણ કરી, ન બને તે પ્રતિ સપ્તાહમાં એકવાર, તે પણ ન અને તે પક્ષાન્તે, ગ્રાસાતે, ચાર માસને અતે અને છેવટે વર્ષાન્ત તે અવશ્ય કરા. ભ્રૂણ આથી—આવી છૂટથી-પ્રતિદિન પ્રતિક્ષણ જીવનનું નિરીક્ષણ કરવાની જે ટેવ પાવી જોઇએ તે પડતી નથી. અને સાધક કારો જ રહી જાય છે. કહેવાનું તાત્પ એ નથી કે વર્ષાંતે નિરીક્ષણ કરનારને શા જ લાભ મળતા નથી, કારણ કે ઉચ્ચ ભાવનાથી કરાએલું કૃત્ય કદી જ નિષ્ફળ જતું નથી. પણ તાપ એ છે કે સામાન્ય રીતે નિરીક્ષણ કરવાની ટેવ જ ન પડી હેાય તે કોઇ એક જ દિવસેઅમુક નિયત દિવસે અચાનક નિરીક્ષણુ કરવા બેસવું પડે તેમાંયાંત્રિક નિરી ક્ષણુ તે થઈ શકે છે, પણ નિરીક્ષણની ખરી ભૂમિકા ઘણીવાર દૂર જ રહે છે. એવા દાખલા મળે છે કે સમસ્ત જીવનમાં ધે રસ્તે ચાલનાર પણ કાઈ એક જ ધન્ય ક્ષણે પેાતાનું સમસ્ત જીવન બદલી નાંખે છે. પરંતુ એ માટે ખરદત ડ્રેસની જરૂર પડે છે. મેં વિના એવી ભૂમિકા આવતી નથી. પરંતુ આપણે તે પર્વના દિવસે એવી ક્રાઇ ખાસ ડ્રેસ વિના જ નિરીક્ષણ કરવા બેસીએ છીએ, એટલે જીવનપરિવર્તનની આવશ્યક ભૂમિકા તૈયાર હોતી નથી,જેથી કરીને આપણે એ અદ્ભુત પર્યંના લાભથી પણ વ`ચિત રહીએ છીએ, એટલે ખરી રીત એ જ છે કે પ્રતિક્ષણુ નહી તેા પ્રતિદિન જીવનમાં ડાકીયુ કરવાની ટેવ પાડવી જ જોઇએ. અને પૂર્ણાંક છૂટ આપવવાને બદલે એમ કહેવુ જોઈએ કે પ્રતિક્ષણના વનના હિસાબ્ રાખો, એ ક્ષણેામાં શું કર્યું. તેને સરવાળા પ્રતિદિન દ્યો. અને સપ્તાહતિ તેનું અવલાકન કા, પાક્ષિક અવલેાકન કરેા, માસિક અવલોકન કા, ચાતુર્માસિક અવલેકન કરે, અને છેવટે કુશળ વ્યાપારીની જેમ વાર્ષિક સરવૈયુ' કાઢો, આ રીતે પનું માહાત્મ્ય વધ્યુવીએ ત્યારે જ પૂવ સાચ્છુક રીતે ઊજવી શકીશું, અન્યથા નહિ,
પણ આ બધું તે જ સાક બને જો આપણી સાંવત્સરિક પ્રતિક્રમણની પદ્ધતિમાં પણ પરિવર્તન આણીએ, અને એ ઉત્સવને માત્ર સમુહગત નહિ પણ સામુહિક ઉજવ્યા ઉપરાંત વ્યકિતગત પણ ઉજવીએ. કેટલાક દેશ સર્વ સાધારણ હોય છે. તેનું પ્રતિક્રમણુ સામુહિક થાય એમાં કશુ જ ખાટું નથી, પશુ વૈયક્તિક પ્રતિક્રમણ પ્રેથી પણ વધારે જરૂરી છે, પરંતુ ખેદવિષ્ય છે કે સાંવત્સરિક જેવા મહાન પદ્મ દિવસે પણ એ વૈયકિતક પ્રતિક્રમણને કાઇ સ્થાન રહ્યું જ નથી. આ જ કારણ છે કે પ્રતિક્રમણ કર્યાં પછી પણ જીવનમાં જે તાજગી આવવી જાઈએ, સર જીવન જે પ્રકારે હળવું પુલ જેવું ખતી જવું જોઈએ એમાંનુ કર્યુ જ ખનતું નથી, અને પ્રતિક્રમણ કર્યાં છતાં આપણુ કશું જ પરિવર્તન થતું નથí. આને એક જ રસ્તે છે કે વ્યક્તિગત પ્રતિક્રમણને પ્રાત્સાહન આપવુ અને સામુહિક તમાસાનું રૂપ સવિત્સરિક પ્રતિક્રમણ ન લે તે માટે તકેદારી રાખવી.
એ બહાને બધા જેના એક દિવસ એકત્ર તા થાય છે ને? એ કાંઇ નાનેસને લાભ છે? – એવી દલીલ કરીને મન-મનાવવા જતા એ વના જે ખાસ ઉદ્દેશ છે તે જરા પણ સચવાતા નથી એટલુ` ' નહી પણ આત્મવંચના જ લાભમાં મળે છે, કારગૢકે પ્રતિક્રમણ કરનાર સમજે કે ધર્માંના બે અક્ષર કાનમાં પડયા એટલે આપણે પવિત્ર થઇ ગયા. ગંગામાં ડૂબકી મારનાર જે પ્રકારે પોતાને પવિત્ર. થયેલા માનીને આત્મવચના કરે છે એમાં અને આપણી આ માન્યતામાં મને તે કરો। જ ભેદ જણાતા નથી. એટલે આપને સાક કરવુ હાય ને જૂને ચીલે ચાલીને નહિ પણ નવી દષ્ટિએ એની વિચારણા કરીને જ ઉવીએ. એમાં જ આપણું કયાણુ છે. દલસુખ માલવણિયા સ્વ. મણિલાલ મેાકમચંદ શાહ સ્મ્રુતિકડમાં આપના ફાળે મોકલ્યો?
મણિભાઇને પ્રથમ પરિચયની એક સ્મરણનોંધ
શ્રી રતિલાલ મફાભાઈ શાહ રવું. મર્માળુભાઈને અતરની અંજલિ આપતાં એક પત્રમાં તેઓ મણિભાઇને પહેલી વાર માંડલમાં મળેલા તે પ્રસ’ગને અનુલક્ષીને જણાવે છે કે:-~~
ચિક વર્ષો પહેલાં એ મડિલ આવેલા ત્યારે એમણે મને મળવા ખેલાવેલ. નામ ભિળવા સિવાય એમના વિષે હું કશું જ ત્યારે જાણતા નહિ. ત્યાં બેઠેલા બધાને રજા માપી ઘેાડી પ્રાસ'ગિક વાત પછી મારા હાથમાં એમણે શ. ૨૫૦] મદ આપવા લાયક કુટુ એમાં વહેંચવા આપ્યા. ઉંડી લાગણીથી અને તે પણ ગુપ્ત રીતે વગર માગે આપનાર એવા પુરૂષને મે' જીંદગીમાં પહેલી જ વાર જોયા, એમની મહત્તાનું-ઉંડી માનવતાનુ–મને ત્યારે દર્શન થયું, મારૂં હ્રદય એમને નમી પડ્યું. ત્યારપછી નથી મને એમનાં કદી દન થયું કે નથી અમારી વચ્ચે કાર્ય પત્રવ્યવહાર થયા. છતાં મૃત્યુ સમીપ ટાણે એમની જે લેાકેાત્તર મહાનુભાવતાનાં મને દર્શોન થયા એથી મારૂ હૃદય ગદ્ગદ્ ખની ગયું. મહાત્મા ગાંધીજીએ આફ્રિકામાં તિલક' વિષે હેલું કે એ એક જ એ પુર્ ભારતમાં છે કે જેના દિલમાં સાચુ' દેશાભિમાન છે. તેમ મારે પણ કહેવું પડે છે કે જૈનસમાજમાં આ એક જ એવા પુરૂષ હતેષ્ટ કે' જેના દિલમાં શાસનની અને શાસનને કાઇને ક્રાઇ પ્રકારે સેવા આપતા કાર્યકરોની ચિંતા-લાગણી હતી અને એવાઓને મદદ આપવા તત્પર લખાયેલા હાથ હતો. એવા પુરૂષ તે જૈનશાસનમાં જો પાકે ત્યારે ખરા !
શ્રી મુંબઈ જૈન યુવક સલ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનદ,કુવરજી કાપડિયા, ૪૫–૪૭ ધનજી મુદ્રશુસ્થાન : ઉષ) પ્રિન્ટરી લી. દેવકરણ મેનન્શન, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઇ, ૨.
રતિલાલ મફાભાઇ શાહ સ્ટ્રીટ, મુંબઇ, ૩.
8