SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૯-પર પ્રશુદ્ધ જૈન મુંબઇની પર્યુંષણ વ્યાખ્યાનમાળા સમાલાચના અને આભાર નિવેદન અમને જણાવતાં આનંદ થાય છે કે આ વખતની પણ્ વ્યાખ્યાનમાળા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ સાંગોપાંગ સફળતાપૂર્વક પાર પડી છે. જેમ શુકલ પક્ષના ચંદ્રની કળા ઉત્તરોત્તર વધતી રહે તેમ આ વ્યાખ્યાનમાળા પણુ ગુણવત્તામાં તેમ જ લોકપ્રિયતામાં ઉત્તરાત્તર આગળ વધતી રહી છે અને માત્ર જૈન સમાજન જ નહિ પણ જૈનેતર સમાજને સારા પ્રમાણમાં આષી રહી છે. આ વખતના નવ દિવસના ભરચક કાર્યક્રમમાં શરૂઆતના સાત દિવસની સા. ખ્મેવાડ્રસ્ટી લેજમાં ગોઠવવામાં આવી હતી, અને પછીના બે દિવસની સભાઓ રેકસી થીએટરમાં ભરવામાં આવી હતી. પહેલા સિથી જ વ્યાખ્યાનશાળા જિજ્ઞાસુ ભાઇ બહુનાથી ખીચાખીચ ભરેલી રહેતી હતી. છેલ્લા બે દિવસ માટે રાકસી થીએટર જેવી વિશાળ જગ્યા સાંપડવા છતાં સાંભળવા આવનાર શ્રેતાઓના સમાવેશ કરવા મુશ્કેલ થઇ પડયા હતા. શ્રોતાઓમાં પણ ભાઇબહેના લગભગ સરખી સંખ્યામાં ઉપસ્થિત થતા હતા. અને જે આવતું તે માત્ર કુતુહલથી કે ગતાનુગતિકતાથી નહિ, પણ અહિં આપણને નવુ જાણવાનું મળવાનુ છે એવી ચોકકસ શ્રદ્ધાપૂર્વક આવતું હતું. તેથી સાંભળ-રાજ નારાઓથી ભરષક બનેલી સભાઓનું નિયમન કરવામાં—શાન્તિ શિસ્ત અને વ્યવસ્થા જાળવવામાં-કશી પણ મુશ્કેલી પડતી નહોતી. સભાની વ્યવસ્થા જાળવવા માટે જરૂર મુજ એછી વધતી સંખ્યામાં શ્રી. ઝાલાવાડ સ્થાનકવાસી જૈન સ્વયંસેવક મંડળ તથા સ્થાનકવાસી જૈન યુવક મંડળના સ્વયંસેવા વખતસર હાજર થતા હતા અને તે માટે તેમને અમારે જરૂર ઉપકાર માનવેા ઘટે છે. પણ અમારે જણાવવું જોઈએ કે શ્રેતાસમુદાયની સ્વાભાવિક શિસ્તબધ્ધતાને લીધે તેમનુ કામ ખરેખર ધણુ હળવુ રહ્યુ. હતું. આ વખતના વ્યાખ્યાતાઓમાં આગળ ઉપર આવી ગયેલા વ્યાખ્યાતા કરતાં નવા વ્યાખ્યાતાઓની સ`ખ્યા વધારે હતી. ઇટાસી બાજુએ આવેલા બાબા ગામમાં વસતા અને જૈન સમાજના તેમ જ કોંગ્રેસના વર્ષો જુના કાર્યકર્તા શ્રી. બાબુલાલ ડેરીઓ અમારા નિમ ત્રણને માન આપીને પહેલી જ વાર આવ્યા હતા. તેવી જ રીતે પંડિત સુખલાલજી, ઉમાશંકર જોષી, અને રતિલાલ દીપચંદ દેસાઈ અમદાવાદથી, શ્રી. કિસનસિંહ ચાવડા વડોદરાથી અને શ્રી, નાનાભાઇ ભટ્ટ આંબલા (સૌરાષ્ટ્ર) થી આ વ્યાખ્યાનમાળામાં ઉપસ્થિત થયા હતા. શ્રી, આદમ અદિલ, ઉષાબહુઁન મહેતા, દસ્તુરજી ખુરશેદ દામુ, રજનીકાન્ત મેદી, કરસનદાસ માણેક તથા નાનાભાઇ મ. દવે—આ મહાશયાને આ વ્યાખ્યાનમાળામાં પહેલી જ વાર સાંભળવાનો સુયોગ પ્રાપ્ત થયા હતા. વ્યાખ્યાનેનુ ધોરણુ એક સરખું આદ્યન્ત ઉચી કક્ષા ઉપર જળવાઈ રહ્યુ હતું. અને શ્રેાતાની દૃષ્ટિએ પણ આ વ્યાખ્યાના એકસરખાં રસમય અને ઉદ્ભોધક નીવડયા હતા. દસ્તુરજી દાખું, કાકાસાહેબ કાલેલકર, પૂજ્ય કેદારનાથજી કે ભાઈ ઉમાશ કરને સાંભળીન સૌ કાઇએ એક પ્રકારની મુગ્ધતા અને આદરપરાયણુતા અનુભવી હતી. પંડિત સુખલાલજી શરૂઆતથી જ પધાર્યા હતા અને સમગ્ર વ્યાખ્યાનમાળાનું અધ્યક્ષસ્થાન તેમણે શેલાવ્યું હતુ. તેમના પ્રથમ વ્યાખ્યાનથી આ વ્યાખ્યાનમાળાના પ્રારંભ કરવામાં આવ્યો હતો અને અવારનવાર જુદા જુદા વ્યાખ્યાતાના વ્યાખ્યાનાની સમાલાચના કરતાં તેમણે તે તે વિષયો ઉપર નવા પ્રકાશ પાડયેા હતા અને Àાતાઓને ઉચિત માર્ગદર્શન કરાયું હતું. આવી રીતે પોતપોતાનાં અનેક રોકાણામાંથી ખાસ વખત કાઢીને આવવા માટે અને માનવી જીવનને સ્પર્શતા ભિન્ન ભિન્ન વિષયો ઉપર વિદ્વત્તા તથા અનુભવના સુમેળથી ભરેલાં વ્યાખ્યાને આપવા માટે પ્રત્યેક વકતાને અને ખાસ કરીને પોતાની નાજુક તબિયતને ૯૧ અવગણીને નવ નવ દિવસની વ્યાખ્યાનમાળાના અધ્યક્ષપદને શેાભાવવા બદલ પડિત સુખલાલજીને મુંબઈ જૈન યુવક સ ́ તરફથી આભાર માનવામાં આવે છે. આવી જ રીતે આ પર્યુષણ વ્યાખ્યાનમાળાને સંગીત -- વડે સવિશેષ આકર્ષક બનાવવામાં અનેક ભાઇ બહેનેાએ કાળા આપ્યા છે. હુંમેશની વ્યાખ્યાન સભાની કાઇ ને કોઇ બહેનના ભજન યા ગીતથી શરૂઆત થતી હતી. આ માટે બહેન વાસંતી કેડીકલ, મ ંજુલા મહેતા, મજીલા ગેરડીઆ, સુલોચના ચેાકસી, પ્રમીલાચોકસી, દેવકાબહેન તેમ જ આ બહેનને લગતા સંગીતના કાર્ય ક્રમનું આયોજન સુર્ગી વકીલ, ઉષા શાહ, દમયંતી ગાંધી, ભારતી મહેતા અને કરનાર તેમ જ 'ગીતમાં ભાગ લેનાર બહેન ગીતા કાપડિયાના અમે ખૂબ આભારી છીએ, આ ઉપરાંત વ્યખ્યાનમાળાના કાર્ય ક્રમમાં જાહેર કર્યો મુજબ શ્રી, શાન્તિલાલ શાહ, શ્રી. મધુભાઈ પટેલ, તથા શ્રી. પિનાકિન ત્રિવેદીએ ગાયનના સર્વ સાજ સાથે ગીતા તથા ભજને સંભળાવી શ્રેાતાના મનનું રંજન કર્યું હતું. તા. ૨૩મીના શ્રી અભરામ ભગતે પેાતાના ખુલંદ ક ́ઠથી સુંદર ભજને સંભળાવીને સાંભળનારના દિલને હલાવ્યાં હતાં. તા. ૨૪મીએ ૨ાકસી થીએટરની મેાટી ઞીજલસમાં વ્યાખ્યાનના કાર્યક્રમ પૂરા થવા બાદ સમ સંગીત મહાવિદ્યાલયના પ્રીન્સીપાલ અને સુવિખ્યાત સંગીતકાર શ્રીમતી શ્યામલા મઝગાંવકરે પોતાના મધુર રસવાહી કંઠમાંથી સ'ગીતને જે પ્રવાહ વહેતા કર્યા હતા તેને રણકાર આજે પણ કાનમાં ગુન્યા કરે છે. આ સના સહકારથી આખી વ્યાખ્યાનમાળાની આકાતામાં સવિશેષ વૃધ્ધિ થઈ હતી. આ માટે તે સના અમે ખરેખર ખૂબ રૂણી છીએ. આગળની નહેરાત મુજબ રાકસી થીએટરમાં માત્ર ૨૪ મી તારીખની સભા રાખવામાં આવી હતી, પણ મેસ કપુરચ'દ ખ ધુએ પછીના દિવસે પણ વૈકસીમાં જ સભા ભરવાની અમને અનુમતિ આપવાની ઉદારતા દાખવી હતી અને તે રીતે અમારા કાર્યને ધણું સરળ બનાવ્યુ હતુ. એ સગવડ ન મળી હાત તા અને મૂળ યાજના મુજબ લેવાડ્રગ્ઝી લેાજમાં જ પછીના દિવસની સભા ભરવાની હોત તે જરૂર ૭૦૦ થી ૮૦૦ ભાઇ બહેનોને એમ ને એમ જ પાછા જવું પડયું હોત. આ માટે તે બધુઓનો અમે અન્તઃકરણપૂર્વક આભાર માનીએ છીએ અને તેમના દિલમાં અમારી સસ્થા અને આ પ્રવૃત્તિ માટે ઉગેલા સદ્ભાવ સદા કાયમ રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. લેવાસ્કી લાજ પણ ચાલુ ભાડા કરતાં અમને ઠીક ઠીક આછા ભાડે આપવામાં આવ્યુ તે માટે મુંબઇ થીઓસેપીકલ સાસાયટી અને તેના પ્રમુખ શ્રી જમ્મુ દાણીના પણ અમે એટલા જ આભારી છીએ. આગલાં વર્ષો દરમિયાન જે સ્થળમાં આ વ્યખ્યાનમાળા ભરાતી હતી તે આન દભવનમાં લેવાય઼સ્કી લાજ કરતાં ચેડા વધારે માણસા જરૂર સમાય, પણ અહિ જે શાન્તિ અને ઉન્નત વાતાવરણ અમને મળ્યું અને સૌ કાએ અનુભવ્યુ તે ત્યાં ખચિત નહતું. આ પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન અમારી નિષ્ઠિને માન આપી તેમ જ અમારી સંસ્થાનું ધ્યેય, ઉદ્દેશ, અને વિવિધ પ્રવૃત્તિએ અને તે પાછળ રહેલી ખીનસાંપ્રદાયિકતા અને માત્ર જૈન સમાજને જ નહિ પણ બહુજનસમાજને ઉન્નતિ અને વિચારની ઉદારતાના માર્ગે આગળ લઇ જવાની અમારી તમન્ના લક્ષમાં લઇને જુદા જુદા ભા બહુના તરફથી અમને લગભગ રૂ. ૩૦૦૦, અને સાત મિત્રપ્રશ ંસા તરફથી પાંચ વર્ષ સુધી દર વર્ષે રૂ. ૨૦૩ આપવાનાં મળેલાં વચનેાના પરિણામરૂપ આ વખતે રૂ. ૧૪૦૦ અમને મળ્યા છે. (આને લગતી વિગતે આવતા અંકમાં પ્રગટ કરવામાં આવશે.) આ સુઘટના પણ અમને અમારા કાર્યમાં વિશેષતર પ્રોત્સાહન આપે છે.
SR No.525937
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1952 Year 13 Ank 17 to 24 and Year 14 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1952
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy