________________
પર
શ્રી. ચ દુલાલ વધમાન શાહે જણાવ્યું કે ” પોતાને લાગે તે વિચાર સ્પષ્ટપણું, કાઈને ગમશે નહિ ગમે તેની દરકાર કર્યા વગર, હે એવી તેમની નીડરતા હતી અને સાથે સાથે સામે માણસ તેમનાથી જુદા પડે, પ્રતિકુળ અભિપ્રાય દર્શાવે તે જરા પણુ અણુગમા ન અનુભવે એવી તેમનામાં ખેલદીલી હતી. જે પેઢીના ર્માણુભાઈ હતા. એ પેઢી હવે ખલાસ થતી જાય છે. તેમાંની ગણી ગાંઠી એક બે વ્યકિત હવે હયાત રહી છે. એ પેઢીનું ખમીર, હીમત, ધૈય, ધગશ અને સાથે સાથે સ્વભાવની અમીરાઇ આજે ભાગ્યે જ જોવા મળે છે.” શ્રી લીલાવતી બહેન કામદારે મણિભાઇની પ્રકૃતિમાં રહેલા અખૂટ પ્રેમને, દિલના ઉમળકાને પેાતાના અનુભવ ટાંકીને ખ્યાલ આપ્યા હતા અને મુ`બઈ જૈન યુવક સદ્યને તથા સંયુક્ત જૈન વિદ્યાથીગૃહને તેમણે અડગતા,
ઉદારતા તથા આત્મભોગ વડે કેવી રીતે વિકસાવ્યા છે તે વિગતવાર સમજ્યુ હતુ. શ્રી ચીમનલાલ પોપટલાલ શાહે જણાવ્યુ કે “મણિભાઇ સ્થુળ દેહે અવસાન પામ્યા છે, પણ સુક્ષ્મ દેહે મુંબઈ જૈન યુવક સંઘમાં તથા સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહમાં વે છે. યાગીઓને પણુ કાણુ એવા સેવાધર્મને તેમણે સફળતાપૂર્વક આચરી બતાવ્યેા હતેા. તેમણે જીવન જીવવાની કળા સંપાદન કરી હતી. તે એક ગૃહસ્થસાધુ હતા. આવા પુરૂષનું કાંઈને કાંઇક સ્મારક વિચારવાની ખાસ જરૂર છે.” ત્યાર બાદ પ્રમુખ સરે મણિલાલ નાણાવટીએ ઉપહાર કરતા જણાવ્યું કે “હું તેમને સૌથી વહેલી વાર કેટલાંય વર્ષાં પહેલાં યુવક સંધ મહામડળનું વડાદરામાં આધિવેશન હતું. ત્યારે મળેલા. ત્યારથી તેમના વિષે મારા દિલમાં ઉંડા આદર ઉભે થયેલા અને પછી જેમ તેમના પરિચયમાં આવવાનું બનતું ગયું તેમ તેમ તે આદર દીભૂત થતા ગયા. તેમના વ્યકિતત્વમાં મને જે
પ્રબુદ્ધ જૈન
(૧) સરળતા—મનમાં હાય.તેજ વાણીમાં–કશા પણ ઢાંકપીછેડા મળે નહિ. (૨) એક એવું વિશિષ્ટ વ્યક્તિત્વ કે તમે તેને જાણે! એટલે ચાહ્યા વિના રહી શકા જ નહિ. તમને તેના તરફ આકર્ષણ થયા વિના રહે જ નહિ. (૩) બહાદુર લડવૈયા—જે લે તે છેડે નહિં, કદિ હીંમત હારે નહિ. કાઇની શેહમાં દખાય નહિ–સામે પુરે ચાલે. (૪) વગર માંગ્યે આપે.” એમ કહીને તેમણે પોતાના અનુભવ ટાંકયો કે “ તેઓ એક વાર મારી પાસે સયુક જૈન વિદ્યાર્થીગૃહ માટે રૂ।. ૧૦૦૦ ભરાવવા આવેલા, પણ એ વાત પોતે શરૂ કરે તે પહેલાં અમારા હાર્પીટલમાં પાતા તરફથી રૂા. ૧૦૦૦ આપવાની તેમણે ઈચ્છા દર્શાવેલી અને હું તો આ જોઇને વ્યક્તિ જ થઈ ગયા હતા. માંગ્યા વિના આપે એવી મણિભાઇ જેવી મે જીંદગીમાં ખે કે ત્રણ વ્યક્તિએ જ જાણી છે, ”.
યાર બાદ શાકપ્રસ્તાવ સભા સમક્ષ અનુમંત માટે રજી કરવામાં આવ્યા અને સભાજનાએ બે મીનીટ ઉભા રહીને શાક-પ્રસ્તાવને મજુર કર્યો.
ત્યાર બાદ શ્રી. શાન્તિલાલ મગનલાલ શાહે સભા `સમક્ષ' નીચે મુજબ બીજો પ્રસ્તાવ રજુ કર્યાં.:
“ આજની સભા સ્વ. મણિલાલ માકમચંદ શાહની સ્મૃતિમાં એક કુંડ એકઠુ કરવાના નિર્ણય કરે છે અને આ ફડ સંયુક્ત જૈન વિદ્યાથી ગૃહના ચાલુ કુંડમાં આપવાનો ઠરાવ કરે છે અને આ દિશાએ યેાગ્ય પગલાં ભરવા નીચેના સભ્યાની એક સમિતિ નીમે છે :શ્રી. શાન્તિલાલ મગનલાલ શાહ
ચોંદુલાલ વમાન શાહું
33
`ચીમનલાલ પી. શાહ
"3
પરમાનંદકુંવરજી કાપડિયા ચીમનલાલ ચકુભાઈ શાહ ખીમજી માંડણુ ભુજપુરી લીલાધર પાસે શાહ
..
સારાભાઈ ડાહ્યાભાઈ ત્રીકમલાલ મહાસુખલાલ શાન્તિલાલ પૂજાલાલ વિનાદ"દ્ર શાહ
તા. ૧-૮-૨
જ્યન્તીલાલ લલ્લુભાઈ પરીખ
ધીરજલાલ ધનજીભાઈ શાહ
,. જીવરાજ ભાણુજી શાહે તેમચંદ્ર નગીનદાસ વકીલવાળા દીપચંદ મગનલાલ શાહ જસુમતીબહેન કાપડિયા
27
- તારાચંદ કાઠારી (મત્રી)
આ ઠરાવ રજુ કરતાં જૈનોની એકતા ઉપર તેમણે ખૂબ ભાર મુકયા હતા અને તે એકતાના પ્રતીક રૂપ સંયુક્ત જન મણિભાઇના પ્રશંસકાની ખાસ ક્રૂરજ છે એમ જણાવ્યું હતું. વિદ્યાર્થી ગૃહને મણિભાઇના સ્મરણમાં બની શકે તે દાન આપવાની
ભાઈ શ્રી તારાચ'દ કાઠારીએ આ ઠરાવને અનુમેદન પાપતાં જણાવ્યું કે “ આજના પરા વખતમાં આવુ સ્મારકનું નિમિત્ત આગળ ધરીને સમાજ પાસેથી નાણુ માંગતાં જરૂર સકાય થાય છે. એમ છતાં પણ મણિભાઇ આપણા માથે આ રૂણુ મુકી ગયા છે અને તે આપણાથી બને એ રીતે આપણે ચુકવવું જ રહ્યું. મણિભા’ની ઉદારતાના, સેવાને અને આ સસ્થા વિષેની તેમની તમન્નાના આપણે વિચાર કરીએ અને જે આજે પણ આપણે મૂર્તિ મન્ત
કરી શકયા નથી. તે જૈન સમાજની એકતાના સ્વાથી પ્રેરાઈને આજ્યી ૩૫ વર્ષ પહેલાં શ્રી મણિભાઇએ અને જાણીતા ચિન્તક અને વિચારક સદ્ગત વાડીલાલ મોતીલાલ શાહે સાથે મળીને આ સંસ્થાની સ્થાપના કરી હતી-આ પગલાનું આપણે મહત્વ સમજીએ અને તેમના અધુરા કામને પુરૂરૂં કરીએ આગળ વધારીએ. ” આ જ ઠરાવને શ્રી જીવરાજ ભાથુજી શાહે સવિશેષ અનુમેદન આપ્યુ, સર્વાનુ
કરવામાં આવી.
સંધના સભ્યાને વિનતિ
સધના કેટલાક સભ્યોનાં વાર્ષિક લવાજમના રૂા. પ હજી સુધી આવ્યા નથી તે તેવા સભ્યને પોતપોતાનાં લવાજમ સંઘના કાર્યાલયમાં ભરી જવા અથવા છેવટે પયુષ ની વ્યાખ્યાન માળા દરમિયાન પહેાંચાડવા વિન ંતિ છે.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સધ અનુસંધાન પછ પાનાનુ` ચાલુ
ઉદ્ગારા કદી ઔપચારિક ન હતા. શરીર ખુબ લથડયુ ત્યારે પણ કરેલ સંકલ્પને સિદ્ધ કરવા ‘સંયુકત જૈન વિદ્યાર્થીગૃહ' માટે તેમણે અપ્પ જહેમત ઉઠાવી છે.
મે એ પણ જોયુ છે કે તેમના ચિ. રમણલાલ પિતા પ્રત્યે કેવા વાદાર્ અને કેવા કહ્યાગરા. આ એક વારસાગત ગુણ છે કે જે બહુ ઓછા કુટુમ્બેમાં આજે દેખાય છે. શ્રી, મણીભાઈને પોતાના જીવનમાં આ એક પરમ સતેષ હશે એમ હું સમજુ હુ',
ગંગા જૂનની ૧૦મી તારીખ આસપાસ મુંબઇમાં તે સાવ લથડેલી તખીયતે મેટરમાં આવી મળી ગયા અને હુ શરમાઈ ગયા કે આજ જાઉં કાલ જાઉં' એમ કરતાં મેડુ થયુ નેં મણિભાઇ છેવટે આવ્યા વિના ન રહ્યા.
એક રીતે તેમણે સાચેસાચું. જીવી જાણ્યું છે. સમજદાર સમક્ષ જીવનના નમૂના રજૂ કર્યો છે. કા કર્તાએ સમક્ષ પ્રવૃત્તિએ પાથરી છે, વિદ્યાર્થી ગૃહના ભાવિ વિશાળ કાર્ય અને ‘ પ્રમુદ્ધ જૈન 'ના ભાવિ ઉત્કર્ષ માટે માર્ગ મોકળા કર્યાં છે. આપણે સહુ પાછળના તેમના પ્રત્યે માન ધરાવનાર તે બધી પ્રવૃત્તિઓને પૂરા વેગ આપીએ અને યુવકસ'ધને એવા વિકસાવીએ કે, બીજા નામશેષ થયેલા યુવકસધા કરી બળ પામે તેમજ કાર્યો કરતા થાય તે શ્રી મણીભાઇનું સ્મરણુ વધારે લેખે લાગ્યું ગણાશે.
પંડિત સુખલાલજી