________________
પ્રબુદ્ધ જૈન
**
સરકારને વિનંતિ છે. જો આ બાબતને યથાસ્વરૂપે ધ્યાનમાં નહિ લેવામાં આવે અને મૂળ દરખાસ્તોને વળગી રહેવામાં આવશે તે પ્રજાના ચાલુ અસંતોષમાં ખૂબ વધારો થશે જેનું પરિણામ આખરે રાજ્ય કરતા પક્ષને સહન કરવુ પડશે—આ પરિસ્થિતિ પ્રત્યે મુંબઈ સરકાર આંખ આડા કાન નહિ કરે એવી આપણે આશા રાખીએ.
સમાજવાદીઓના અન્નસત્યાગ્રહ
સમાજવાદી પક્ષે કેટલાક વખતથી શરૂ કરેલા અન્નસત્યાગ્રહ હવે બંધ કરવામાં આવનાર છે એમ છેલ્લા બે ચાર દિવસથી છાપાઓમાં સમાચાર આવે છે, પણ આ સંબંધમાં હજુ સુધી સમાજવાદી પક્ષ તરકેથી પ્રમાણભૂત નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. આમ છતાં આપણે આશા રાખીએ કે આ હાસ્યાસ્પદ બની રહેલા અન્ન સત્યાગ્રહને હવે સકલી લેવાનું સમાજવાદી પક્ષ શાણપણુ દાખવશે.
તાત્વિક દ્રષ્ટિએ વિચારતાં જ્યારે પણ રાજ્ય કરતી સંસ્થા તરફથી કાઇ પણ પ્રજાપીડક મહા અન્યાય ભર્યું પગલુ ભરવામાં આવે અને તે અન્યાયને દૂર કરવા માટે બંધારણપુર:સરનાં બધાં પગલાં ખતમ થાય, અને રાજ્ય કરતી સંસ્થા જનતાની તીવ્ર લાગણીની કેવળ અવગણના કરીને પેતાના અન્યાયને મક્કમપણે વળગી રહે ત્યારે કઇ પણ રાજકીય પક્ષ પ્રજાના તીવ્ર અસ`ષ અને પ્રસ્તુત અન્યાયને અંગે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇને સામુદાયિક સત્યાગ્રહનો વિચાર કરે એ દુઃસહ મેગ્ય અને આદરણીય છે; કારણ કે રૂઢ થયેલા અને પ્રજા ઉપર રાજ્યસત્તા તરફથી ડોકી મેસાડવામાં આવેલા અન્યાયનો પ્રતિકાર કરવાના આ જ એક રાજમાર્ગ છે અને ગાંધીજીએ તે બતાવેલા છે. પણ સાથે સાથે એ ભૂલવાની જરૂર નથી કે આવા સત્યાભ્રહનું ઔચિત્ય કેટલાક આનુષંગિક સંયોગો ઉપર અવલંબે છે. એ સ ંયોગાનુ યોગ્ય અનુમાપન કરવામાં આવ્યું ન હોય તો અન્નના ભાવવધારા એવા અન્ય કાઇ. પ્રશ્ન ઉપર ઉભું કરવામાં આવેલે સત્યાગ્રહ આખરે નિષ્ફળ નીવડે અને હાસ્યાસ્પદ બને અને એ તદ્દન સ્વાભાવિક છે. સમાજવાદી પક્ષે ઉભા કરેલા અન્નસત્યાગ્રહ આવા યોગ્ય અનુમાને વિનાના હતા અને છે. એમ કહેવામાં લેશમાત્ર અત્યુતિ થતી નથી. સાધારણ રીતે આજની ચાલુ મેાંધવારીમાં કાઈ પણ ચીજ વધારે મોંઘી અને એ આપણને કે કાઇને પણ ન જ ગમે. એમ છતાં જે સયાગામાં અનાજના ભાવને અપાતી રાહત મધ્યવતી સરકારે પાછી ખેંચી લીધી તે સમેગા જરૂર ધ્યાનમાં લેવા યોગ્ય હતા એટલું આપણે કબુલ કરવું જ રહ્યુ, સરકારે અનાજના ૫૦ ટકા ભાવ વધારીને કમાણી કરવા ધંધા શરૂ કર્યો હોત તે જરૂર આપણને તેને સખ્ત વિરોધ કરવાનું કારણ રહેત. બીજી મધ્યવતી સરકારે અનાજના ભાવમાં ૫૦ ટકાની રાહત આપવાનુ મુલતવી રાખ્યાની જાહેરાત કર્યાં પછી મધ્યવતી અન્તસચિવ નિરાંત વાળીને સુતા નહાતા. આ અન્નસમસ્યાને હળવી કરવા પાછળ તે ખૂબ મથામણ કરી રહેલ હતા તે કોઈને પણ અજાણ્યુ નહતું. મુંબઇ સરકાર પણ આ બાબતમાં ઉભા થયેલા પ્રજાના અસતેષ સામે આંખ મીંચીને સુતી નહોતી. મુંબઈના નવા અન્નસચિવે જુવારના ભાવમાં ઘટાડા કર્યાં, ઘઉંના ભાવમાં પણ થાંડી રાહત મેળવી અને આ રીતે નવી વ્યવસ્થાને પુરા લાભ ઉડાવનારને અનાજ મૂળ ભાવેા કરતાં માત્ર પંદર કે સત્તર ટકા વધારે માંધુ પડે લગભગ એવી સ્થિતિ નિર્માણુ કરી હતી. આ બધું થઈ રહેલું જોવા જાણવા છતાં સમાજવાદી પક્ષે આજ સુધી અન્ન સત્યાગ્રહ ચાલુ રાખવાનુ યેાગ્ય ધાર્યું છે. એ પક્ષના આગેવાન એવા દાવા કરી રહ્યા છે કે આ અન્નસત્યાગ્રહમાં આટલી મોટી સંખ્યામાં “માણસે જોડાયા એજ અન્નસત્યાગ્રહના ઔચિત્યને બળવાન રીતે પુરવાર કરી આપે છે. પણ આ સામે એ ધ્યાનમાં લેવું ઘટે છે કે પક્ષ વિષેની શિસ્તમુધ્ધિ, અને દળખંધી આજના પ્રજામાનસમાં સરકારી તંત્ર સામે ઘર કરી રહેલા અસ ંતેષ, બેકારી, હળવી શિક્ષા
તા, ૧૫-૭-૫ર
આ બધાં કારણેને આજની જેલ–ભરતી આભારી છે. કોઇ પણ પ્રશ્ન ઉપર ઉભી કરવામાં આવેલસત્યાગ્રહની લડતનું વ્યાજબીપણું એ પ્રશ્ન ઉપર કેટલા માસા જેલમાં જાય છે તે ઉપરથી માત્ર નહિ, પણ એ લડત આમપ્રજામાં કેટલુ' બળવાન આંદોલન પેદા કરી શકે છે તે ઉપરથી નિીત થઈ શકે છે. આ રીતે તપાસતાં, જો કે આજે જે અનાજના ભાવવધારા ચાલુ છે તે પ્રજાને ગમતા નથી, તે દૂર થાય તે જરૂર પ્રજા રાજી થાય એમ છતાં પણ, એ તે નરી આંખે જોઈ શકાય તેવું છે કે અન્તસત્યાગ્રહ કેટલાય દિવસથી ચાલુ છે, આજે એક ટુકડી તો કાલે ખાજી ટુકડી જેલ ભણી વિદાય થ રહી છે. જેની સરવાળે સખ્યા ત્રણ ચાર હજારથી વધારે થઈ હશે એમ અનુમાન થાય છે, એમ છતાં પ્રજાવનમાં તેને નથી કાઇ ક્ષેાભ ક ખળભળાટ, પ્રજાને જાણે કે આ સત્યાગ્રહની કાંઇ પડી ન હોય એમ તે વિષે ઉદાસીન છે અને પોતાના ચાલુ વ્યાપાર વ્યવસાયમાં મશગુલ છે, અને રાજ્યકર્તા પણ હળવા દિલે આ સત્યાગ્રહના સામનો કરી રહેલ છે. આને અર્થ એ થયો કે અનાજના ભાવ વધારાનું શુળ, જેટલુ કહેવામાં કે માનવામાં આવે છે તેટલું, પ્રજા માનસને ખૂંચતુ નથી. નહિ તો આવા જોરદાર સત્યાગ્રહ અને તેના એટલા જ જોરદાર અને વ્યવસ્થિત પ્રચારના પરિણામે સમસ્ત પ્રજા ખળભળી ઉઠી જોઇએ અને રાજ્યકર્તાઓને ગુંગળાવી નાંખે એવી રાજકારણી કટોકટી ઉભી થવી જોઇએ. સદ્ભાગ્યે આમાંનું કશું જોવામાં આવતું નથી. આ ઉપરથી એ સાર નીકળે છે કે સમાજવાદી પક્ષે અન્ન સત્યાગ્રહની લડત ઉભી કરવામાં અનાજના ભાવવધારાના પ્રશ્નને ધણું વધારે મહત્વ આપ્યુ છે અને તેને લગતી લોકલાગણી અને અનુષંગિક સચેગે.ના અસમ્યગ્ માપ ઉપર તેમણે આ લડત ચલાવી છે.
ધ્રાંગ્રેસની નજીક ક્રાઇ રાજકારણી પક્ષ હાય તે તે સમાજવાદી પક્ષ છે એ ધારણા ઉપર એવી અપેક્ષા રાખવામાં આવતી હતી કે સમાજવાદી પક્ષ કોંગ્રેસ પક્ષ સાથે રચનાત્મક વૃત્તિથી વિધાયક બુધ્ધિથી વર્તાવ કરશે, કાંગ્રેસની સારી વાતમાં સાથ આપશે અને ખેાટી વાતને પણ સરખી કરવાના પ્રયત્ન કરશે. પણ આજે સમાજવાદી પક્ષનું માનસ કોંગ્રેસ પ્રત્યેના કેવળ આત્યન્તિક વિરોધની વૃત્તિથી કામ કરી રહ્યુ` લાગે છે અને જાણે કે પોતે રાજ્યસત્તા ઉપર આવશે ત્યારે કશા પણુ કરવેરા નાંખવાના ન હોય અથવા તે લોકમાનસને તત્કાળ પ્રતિકુળ હોય એવું કોઈ પણ પગલું ભરવાના ન હોય એમ ધ્રાંગ્રેસ સરકારના દરેક પગલાના સમાજવાદી પક્ષ વિરોધ કરી રહેલ છે અને સીધા પગલાને પડકાર આપી રહેલ છે. આથી લોકો આડે માગે દોરવાય છે, જરૂર પડયે સામુદાયિક સામનો કરવાની પ્રજાશંકેતને દુય થાય છે, અરાજકતાના બાને ઉત્તેજન મળે છે. જે પક્ષ તરફથી ઘણી માટી આશા રાખવામાં આવી હતી તે પક્ષની પ્રતિષ્ઠા અને કાબુ નબળા પડતા જાય છે અને જે સામ્યવાદી પક્ષના આપણે સૌ વિરોધ કરી રહ્યા છીએ તે જ પક્ષને બળવાન બનાવવામાં સીધી કે જાડકતરી રીતે સમાજવાદી પક્ષ મદદરૂપ બની રહેલ છે. આ જે આપણને . સ્પષ્ટ દેખાય છે, સમજાય છે તે સમાજવાદી પક્ષના આગેવાનને કેમ દેખાતું કે સમજાતું નહિ હોય ?
તા. કે. આ અન્નસત્યાગ્રહ સમાજવાદી પક્ષ તરફથી સ"કલી લેવામાં આવ્યે છે એમ રીતસરની જાહેરાત થઈ છે.
*****
શ્રી જયપ્રકાશ નારાયણના મુદતી અનશનની સુખદ પૂર્ણાહુતિ
સમાજવાદી પક્ષના પ્રમુખ અને રાષ્ટ્રના એક આગેવાન નેતા શ્રી જયપ્રકાશ નારાયણે આત્મશુદ્ધિના હેતુથી સ્વેચ્છાએ સ્વીકાભરેલુ. ૨૧ દિવસનું અનશન નિવિઘ્ન પુરૂ કર્યું અને જે સ્થળે રહીને તેમણે ઉપવાસ શરૂ કર્યા હતા તે જ સ્થળે પુના ખાતે આવેલા શ્રી દીનશા મહેતાના નિસર્ગોપચાર આશ્રમમાં-તા. ૧૪-૭-૧૨ ના રોજ સવારના મિત્રો અને સહકાર્યકર્તાઓની હાજરી વચ્ચે તેમણે પારણુ કર્યું. આ સમાચારથી દેશભરમાં આનંદ અને રાહતની