SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ પ્રબુદ્ધ જૈન “ જૈન ધર્મ અને સંસ્કૃતિને અપનાવનાર કાઇ પણ દેશ, વણ કે જ્ઞાતિની વ્યકિતને જૈન ગણવાની અને તેને જૈન તરીકેના હક્કો આપવાની આ અધિવેશન પુનર્વાષણા કરે છે" જૈન ધર્માંની નાતજાતવિરેથી સર્વસમાનતાની ભાવના અને પૂર્વી કાલીન આદર્શ સાજિક પરિસ્થિતિ ધ્યાનમાં લેતાં આ જાહેરાતને ભલે પુનઘોષણા કહેવામાં આવે, પણ નાત જાત, ઉચ્ચ નીચ, સ્પર અસ્પ, આર્ય અનાય આ ભેદથી ગ્રસ્ત એવું ક ંઇ કાળથી રૂઢ થયેલું આપણું આજનુ માનસ જોતાં આ ઠરાવ કેવળ નવીન અને ક્રાન્તિકારી ધાણા ગણાવી જોઇએ. સરખામણીની રીતે વિચારીએ તે થાડાં વખત પહેલાં મળેલી સ્થાનકવાસી કૅન્સમાં ઉપરના ઠરાવને વધારે સ્પષ્ટ રૂપ આપતા જૈન જૈને વચ્ચે ટી બેટીના વ્યવહારને અનુમત કરતો ઠરાવ લાવવામાં આવ્યા હતા અને તેની વિરૂધ્ધમાં બહુમતી હાવાની સંભાવનાના કારણે પાછા ખેંચી લેવામાં આવ્યો હતો, જ્યારે કાઇ પણ જૈન-પછી તે આ દેશના હાય કે અન્ય દેશના તેને ધાર્મિક તેમજ સામાજિક સમાન દરજ્જો આપતા આ ઠરાવ શ્વે. મૂ. કાન્ફરન્સમાં બહુ મોટી બહુમતીથી પસાર કરવામાં આવ્યા છે. આજ સુધી વેતસી વૃત્ત ધારણ કરીને ચાલતી આ કાન્ફરન્સ આવેા. મહ્ત્વના રાવ સ્વીકારે એ જરૂર આનંદ. તેમ જ વિસ્મય પેદા કરે તેવી એક સુખદ ઘટના બની છે. કાન્ચે પસાર કરેલા ઠરાવે મોટા ભાગે કેવળ શુભેચ્છાચક,ઢીલા, કશા પણ નવા માર્ગદર્શનથી વંચિત, નવરચના પામી રહેલ સમાજ કે રાષ્ટ્રના દર્શનથી વિહાણા, અને મેાટા ભાગે ચાલુ ચીલે ચાલવાની દ્રષ્ટિવાળા છે. કેન્ફરન્સની હજી ડગમગતી સ્થિતિ અને તેની ઉપર વૈશ્ય વાનું પ્રભુત્વ ધ્યાનમાં લેતાં આમ અને તે તદ્દન સ્વાભાવિક છે. આમ છતાં પણ ઉપર જણાવેલ કેટલીક વિગતો ઉપરથી આપણને લાગે છે કે કાન્ફરન્સ સ્થિતિચુસ્તતા—જુનવાણીની પકડમાંથી મુક્ત થવા અને નવા વિચારને આવકારવા માથુ ઉંચકી રહી છે. કાન્ફરન્સના નવા મ`ત્રીએ વળી કોન્ફરન્સના અધિકારીએાની ચૂંટણી કરતાં ચુસ્ત રાષ્ટ્રવાદી અને સુધારક દત્તને વરેલા શ્રી નાથાલાલ ડી, પરીખ અને શ્રી. રતિલાલ' ચીમનલાલ કોઠારીની મુખ્ય મંત્રી તરીકે નીમણુંક કરવામાં આવી છે એ હકીકત પણ આખરે આ સ ંસ્થા કઈ દિશા તરફ ગતિ કરી રહી છે તેની દ્યોતક બને છે. કાળ કાળનું કામ કરે છે અને જે સંસ્થાએ ટકી રહેવુ હોય અને આગળ વધવું હાય તેણે કાળની ચાલે ચાલવું જ રહ્યું, જુનુ એટલુ સાનુ એ રીતે ભુતકાળની પૂજા કરતા અને કશી પશુ ફેરફારની વાતથી ભડકતા અને દુર ભાગતા લાને માટે આજના સમાજમાં કે આવી બહુમતશાસિત ( Democralic) સંસ્થામાં કાઈ સ્થાન છે જ નહિ. તેવા લાંકને આવી સંસ્થામાં સમાવવાના પ્રયત્ન કરવે તે ચારસને વતુ લમાં ગાઠવવા ભરાબર છે, . રૂા. ૧૬૫૦૦૦નુ” ફંડ આ અધિવેશન દરમિયાન જૈન શ્વે. મૂ. સમાજના ટકાવ અથે ફાળો ઉઘરાવવામાં આવ્યો હતો, જેમાં અધિવેશનના પ્રમુખ શ્રી અમૃતલાલ કાળીદાસે શ. ૨૫૦૦થી શુભ શરૂઆત કરી હતી અને સરવાળે આશરે રૂ।. ૧૬૫૦૦૦ એા થયા હતા. આ દિશાએ જુનાગઢ અધિવેશન બાદ ચોક્કસ પ્રકારનું કાર્ય ચાલી રહ્યું હતું, તેમાં આ રકમના ઊમેરેશ થવાથી ચાલુ કામને વધારે વ્યાપક બનાવી શકારો અથવાતા સાંભવ છે કે તેના ઉપયેગ માટે કોન્ફરન્સની નવી સ્થાયી સમિતિ કાઇ નવી યોજના ઘડી કાઢે. આની આફત અને જૈન સમાજના આર્થિક હાસને પહોંચી વળવા માટે આ કાઇ માટી રકમ નજ ગણાય. એમ છતાં આજની મંદીના સમયમાં આટલા કાળે થઈ શકયા એ જરુર ઉત્સાહપ્રદ તા છે જ. આખા અધિવેશનનુ કાઇ નક્કર પરિણામ હોય તેા તે આ જ છે. આવે! કાળા થવાના યશ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીને ભાગે જાય છે. તેમણે ત્રણે દિવસના અધિવેશનમાં હાજરી આપી હતી, પ્રસંગે પ્રસ`ગે એક યા બીજા ઠરાવ ઉપર વ્યાખ્યાન આપ્યા હતા અને લોકેાના દિલમાં ઉદારતાની લાગણી પેદા કરવા પાતાથી બનતા પ્રયત્ન કર્યાં હતા. શ્રી ઢઢ્ઢાસાહેબને માનપત્ર આ અધિવેશનના અનુસધાનમાં ખીજા દિવસે સવારે કાન્ફરન્સના સુવર્ણ મહૅત્સવનો સમાર ભ યોજવામાં આવ્યા હતા અને આ પ્રસંગે કાન્ફરન્સના મૂળ પ્રસ્થાપક-આજે જેમની ઉમ્મર તા. ૧-૭-પર ૮૫ વર્ષની છે. એવા–આ અધિવેશનમાં ખાસ ઉŕસ્થત થયેલામાન્યવર શ્રી ગુલાબચંદછન્દ્વાને ફૅન્સ તરફથી એક માનપત્ર આપવામાં આવ્યું હતું. શ્રી ટ્ટાસાહેબનું આ રીતે સન્માન કરવામાં કાન્ફરન્સના સંચાલકાએ પોતાના એક વડિલ મુરબ્બી પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવી છે, અને તે માટે તેમને ધન્યવાદ ઘટે છે. જરાવસ્થાથી જર્જરિત એમ છતાં પણ જેમની સર્વ ઈન્દ્રિયા હજુ એક સરખુ કામ આપી રહી છે એવા સચેત, પ્રાણવાન, સફેદ દાઢી વડે સવિશેષ પ્રભાવશાળી લાગતા ટ્ટા સાહેબને જોવા, તેમને એક યુવાન વક્તાની છટાથી મધુર હિંદીમાં ખેાલતા સાંભળવા એ જીવનને એક લહાવા લેવા બરાબર હતું. સાધુએ તે વેશથી પૂજાય છે, પણ ગૃહસ્થ તે તેનામાં રહેલી નગદ કીમત વડે જ પૂજાય છે. ટ્ટાસાહેબને જોતાં આપને સહજ આપણે લાગે કે આદરભાવ વડે શ્રાવક તેમ જ સાધુનું પણ માથું નમે એવી આ એક અસામાન્ય માનવ-વિભૂતિ છે. પચાસ વર્ષ પહેલાં જે સ ંસ્થાની પાતે સ્થાપના કરી હોય તે સંસ્થા અને તેના મૂળ સસ્થાપક તે—ઉભય આજે હયાત હોય એ એક ભારે વિરલ સુયોગ ગણાય, શ્રાવક સમાજમાં એક ઉતુ...ગ ગિરિશિખર જેવા ટ્ટા સાહેબ અને સાધુસમાજમાં પણુ એવા જ એક ઉત્તુંગ શિખર જેવા ૮૧ વહૂની ઉમ્મરના માન્યવર આચાય શ્રી વિજયવલ્લભ સૂરી–ઉભયના આ પ્રસંગે ઉપસ્થિત થવાથી કોન્ફરન્સને સુવણુ મહાત્સવ ખરેખર ગૌરવાન્વિત બન્યા હતા, પ્રમુખશ્રીનું વ્યાખ્યાન શ્રી અમૃતલાલ કાળીદાસ દોશીનું પ્રમુખ તરીકેનું વ્યાખ્યાન બહુશ્રુતપણાથી અંકિત હતું, પણ બીજી રીતે ભારે નિરાશા ઉપજાવે તેવુ હતુ. ભાષણને મેટ ભાગ એક પ્રકારના ધાર્મિક:પ્રવચન જેવા હતા અને આજની પરિસ્થિતિને નિરૂપણ કરતા છેવટના ભાગ આપણા આજના પ્રશ્નોને કેવળ ઉપરછલી રીતે સ્પર્શતા હતા. તેમાં કાઇ સ્પષ્ટ માર્ગદર્શન નહાતુ કે કાઇ પ્રશ્નના ઉંડાણમાં ઉતરવાના પ્રયત્ન નહાતા. તેમાં નવા વિચારના કાઇ ધબકારા નહેાતા. બીજી બાજુએ પ્રમુખ તરીકેની તેમની કાર્યવાહી કુશળતા અને નિષ્પક્ષપાતપણાથી યુકત હતી. જરૂર પડયે તેઓ કડક થઇ શકતાં હતાં, પણુ સાધારણ રીતે બહુ નરમાશથી કામ લેતા હતા. આવી કુશળ કાર્યવાહી માટે તેમને જૈન શ્વે. મૂ. સમાજના ધન્યવાદ ઘટે છે, સ'ગીતના કાર્યક્રમ આ અધિવેશનમાં સંગીતનુ હુમાન કરવામાં આવ્યું હતુ. સારા સારા સંગીતાને નિમત્રવામાં આવ્યા હતા. અને બીજે દિવસે રાત્રે એક સંગીતના જલસે ગોઠવવામાં આવ્યા હતા, જેના ભાઈ– બહેનેાએ વરસાદની વિટંબણા હેાવા છતાં બહુ મોટી સ ંખ્યામાં લાભ લીધેા હતા. ઉપસ’હાર આ સુવર્ણ અધિવેશનની કેટલીક અગત્યની બાજુની આ ટુંક સમીક્ષા છે. અધિવેશન આવ્યું, ત્રણ દિવસ ચાલ્યું, પૂરૂં થયું અને તેમાં ભાગ લેનારા ભાઇબહેનેાના દિલમાં અનેક મીઠાં સ્મરણા મૂકતું ગયું. આ રીતે આ અધિવેશન જરૂર સફળ થયું ગણાય. પણ તેની ખરી સફળતા તા આ અધિવેશને કાન્ફરન્સના કા વિષે સામાન્ય જૈન સમાજમાં જે ઉત્સાહ અને વિશ્વાસ પેદા કર્યાં છે તેના લાભ લઈને હવે પછી તે કાર્યોને જોસબેર આગળ ધપાવવામાં અને આગળની કૅાન્ફરન્સના પ્રમુખ શ્રી કાન્તિલાલ ઇશ્વરલાલે અને તેમના સહકાર્યકર્તાઓએ હિંદભરમાં સ્થળે સ્થળે કરવાની, જૈન સમાજના નિકટ સંપર્કમાં આવવાની અને તેમની જરૂરિયાતને અનુલક્ષીને થઈ શકે તે કરવાની જે પરપરા શરૂ કરી છે તેને વેગ– પૂર્વક ચાલુ રાખવામાં રહેલી છે. આર્થિક ક્ષયથી ગ્રસ્ત અનેલા જૈન સમાજ માટે કે તેના કાઇ એક વિભાગ માટે બની શકે તેટલું કરી છુટવુ, શય હાય તેટલા કુટુÀાને ઉગારવા અને નવા ધંધા ઉદ્દેગ તરફ વાળવા, અને કાઇ જૈન વિદ્યાર્થી દ્રવ્યના અભાવે ભણતા અટકી ન જાય એવી તકેદારીભરી ચાતરક વ્યવસ્થા ઉભી કરવી-એ આવી સામુદાયિક પ્રવૃત્તિના સચાલકનું પરમ કર્તવ્ય છે. એ કતવ્યને પહોંચી વળવાનું કાર્યકર્તાઅને સામાથ્ય મળે. અને જૈન સમાજ તેમને પુરા સાથ અને સહકાર આપે એવી આપણ સર્વની શુભેચ્છા અને પ્રાર્થના હા પરમાનંદ Le
SR No.525937
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1952 Year 13 Ank 17 to 24 and Year 14 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1952
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy